ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

જીવન અને મૃત્યુ વચ્ચેના પુલ

મુંબઈમાં બ્રિજ તુટી પડતા શહેરી આયોજનમાં ખામીઓ ઉજાગર થઈ છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

પુલનું કામ જોડવાનું છે. પુલનો હેતુ નદીઓ, રસ્તાઓ અને અવરોધોમાં લોકોને સામેના છેડે લઈ જવા માટે મદદ કરવાનો છે. જોકે, મુંબઈના પુલના કિસ્સામાં, આ વ્યાખ્યા એમ કરવી પડે કે પુલનું કામ જીવનના સામે છેડે પહોંચાડવાનું છે. 15 માર્ચ 2019ના રોજ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) રેલ્વે સ્ટેશનની બહારના યાત્રી ઓવરબ્રિજ પડી ભાંગ્યો ત્યારે છ લોકો માર્યા ગયા અને 32 લોકો ઘાયલ થયા હતા. "પૂલ" શબ્દ ઘણી વાર મીડિયાની હેડલાઇન્સમાં "દુર્ઘટના" અને "મૃત્યુ" શબ્દ સાથે જોડવામાં આવે છે. શહેરી પૂલો અને ફ્લાયઓવરોને લગતા મુદ્દાઓ શહેરી આયોજન અને પ્રશાસનને જ નહીં, પરંતુ શહેરી આયોજનમાં સંડોવાયેલા રાજકીય હેતુઓ અને નાગરિકોની સંડોવણીને પણ રજુ કરે છે.

અહી સૌ પહેલું ધ્યાનમાં આવે તેવું પાસું એ છે કે સીએસએમટીની પાસે પદયાત્રીઓને રસ્તો ક્રોસ કરતી વખતે અકસ્માતનો ભોગ બનતા અટકાવી શકાય તે માટે યાત્રી પૂલ બાંધવામાં આવ્યો હતો અને આ સલામતીની યંત્રણાએ જ ઘણાને મારી નાખ્યા. પૂલ તૂટ્યા પછી, મીડિયાએ વિગતવાર હકીકતોની જાણ કરી તેનાથી ભારતીયોને હવે આંચકો લાગતો નથી. બ્રૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) સાથે કરાર કરીને ખાનગી સંસ્થાએ કરેલા માળખાગત ઓડિટમાં થોડા મહિના અગાઉ જ પુલને ટકાઉપણામાં ક્લીન ચિટ આપી હતી. સમયાંતરે માળખાકીય ઓડિટ હાથ ધરતા આ એન્જિનિયરોની ખાનગી સંસ્થાના ડિરેક્ટરની હવે ધરપકડ કરવામાં આવી છે. વધુ વિચિત્ર વાત તો એ છે કે બીએમસી કે રેલવે કર્મચારી તેમાં "સંડોવાયેલા" છે કે કેમ તેની પોલીસને "તપાસ કરવાનું" કહેવામાં આવ્યું છે. એવું કેવી રીતે માની શકાય કે લોકોના જીવનની સલામતીને લગતી પ્રક્રિયા માળખાકીય ઇનજેરીના સુરક્ષાના માપદંડોને બાજુએ મુકીને સંપૂર્ણપણે એક રિપોર્ટ પર આધારિત છે. વધુમાં જો કોઈ મજબૂત જવાબદારી પ્રણાલી હોય તો કોઈની દેન છે કે બેદરકાર રીતે રિપોર્ટ ફાઇલ કરી શકે?

અહીં ભારતના શહેરી આયોજના અન્ય ખામીરૂપ પાસાઓ સમાયેલા છે. શું તેમાં ખરેખર નાગરિકો અને મુસાફરોને જરૂરી બાબતોને સમાવવામાં આવી છે કે તે રાજકીય યોગ્યતા અને કોન્ટ્રાક્ટરોની લાલચને આધિન છે? રાહદારીના ઉપયોગ માટે ભાગ્યે જ કોઈ માળખાગત સુવિધા ઉભી કરાય છે - મુંબઈના ઘણા સ્કાયવોક અને મોનોરેલ એના મુખ્ય ઉદાહરણો છે – એ અર્થમાં આ એક સામાન્ય ઘટના છે, અને મીડિયાએ ફરી એકવાર આ પ્રોજેક્ટ્સ માટે "બ્લેકલિસ્ટેડ" કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યુ છે તે સમયસર ઉજાગર કર્યુ છે. દેશની બહુમત એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરલ પ્રતિભાઓ નાગરિકોના હિતો સિવાયના અન્ય ઉદ્દેશ્યો પર નજર રાખતા રાજકારણીઓની ધૂન પર ડોલે છે એ વાત શું ભારે શરમજનક નથી? તેમની એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરલ કુશળતા લોકોની સેવા હોવી જોઈએ, નહીં કે બદઇરાદાઓ ધરાવતા લોકોના હિતોને મદદ કરવા માટે. શહેરી નીતિઓ શ્રેષ્ઠ સેવાઓ આપી શકે તેવા ઉત્તમ વ્યાવસાયિક કુશળતા ધરાવતા લોકો કરતાં સૌથી નીચા ભાવ આપતા બીડર્સને પ્રોત્સાહિત કરે છે. આ વલણ મોટાભાગના જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે.

શહેરી આયોજન કાર્યકરોએ ઓટોમોબાઈલ-કેન્દ્રીત, જાહેર પરિવહન વિરુદ્ધ અને ખાનગી કોન્ટ્રાક્ટરોના હિતો તરફ નિર્ભર નીતિઓના જોખમોની વારંવાર ચેતવણી આપી છે. વાસ્તવમાં, દેશનું ઝડપી શહેરીકરણ અરાજકતા ધરાવતું હોવાથી, શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સંદર્ભ અને લોક જરૂરિયાતોને બદલે આડેધડ અને ખાયકીનું સ્વરુપ બની ગયુ છે. એ કહેવાની જરૂર નથી કે, ભ્રષ્ટાચાર અને જવાબદારીની અભાવ બંને આવી સ્થિતિમાં ફૂલેફાલે છે. શહેરી પરિવહન અને પર્યાવરણીય નિષ્ણાતો તરફથી વાંધો હોવા છતાં મેટ્રો સિસ્ટમ્સ અને તટીય રોડ પ્રોજેક્ટ પર મુંબઈનું ધ્યાન કેન્દ્રિત છે.

3 જુલાઈ, 2018 ના રોજ, મુંબઇના અંધેરી રેલ્વે સ્ટેશન નજીકના ટ્રેક પર બ્રિજ પડી ભાંગ્યો હતો અને તેમાં બે વ્યક્તિના મોત થયા હતા. તાત્કાલિક દોષારોપણનો ખેલ શરુ થયો અને બહાર એવું આવ્યુ કે 2014 અને 2017ની વચ્ચે રેલવેના પુલનું ઇન્સ્પેક્શન થયુ હતું પણ તે માટે કોઈ યોગ્ય દસ્તાવેજ બતાવવામાં આવ્યા નહોતા. તે પહેલાં 2017માં, ઍલ્ફિન્સ્ટન રેલ્વે બ્રિજ પર નાસભાગે 23 લોકોનો જીવ લીધો હતો અને ઘણાંને ઘાયલ કર્યા હતા. ભયયાનક નાસભાગે આ વિસ્તારમાં ભારે અને વધતી જતી રાહદારીઓની સંખ્યા સાથે જમીનના ઉપયોગના સુમેળમાં સત્તાધિકારીઓની સંપૂર્ણ નિષ્ફળતા છતી કરી હતી.

તાજેતરના પૂલ પતનમાં બે અન્ય મહત્વપૂર્ણ પાસાં સમાયેલા છે. એક એ છે કે શિવસેના વધતી જતી વસ્તીને અકસ્માતનું કારણ માને છે, જે જવાબદારી પરત્વેથી ધ્યાન હટાવવાનો87 પ્રયાસ છે. સદીઓથી મુંબઇએ સ્થળાંતરકારોને આકર્ષિત કર્યા છે અને રોજગારની સંભવિતતાને કારણે તે ચાલુ રહેશે. શહેરની આધુનિક વિકાસ યોજનામાં એંશી લાખ નવી નોકરીઓ બનાવવાની વાત કરવામાં આવી છે. ત્યારે ચોક્કસપણે, તેનાથી આવાગમન કરતી વસતીમાં થતા વધારાને શહેરી આયોજનમાં ધ્યાનમાં લેવું જોઈએ. બીજી હકીકત એ છે કે છેલ્લાં બે વર્ષમાં ત્રીજી આવી દુર્ઘટના સામે જાહેર જનસમુહ કે વિરોધ અભિયાનનો અભાવ છે. એવું લાગે છે કે નાગરિકોએ સરળતાથી સ્વીકારી લીધુ છે કે આ અકસ્માત અને અકસ્માત મૃત્યુ અને ઈજાઓ એ "વિકાસ"નું અવશ્યંભાવી નુકસાન છે. સરકારોએ નાગરિક જૂથો દ્વારા વિરોધને અવગણે છે અને વિવાદાસ્પદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને આગળ વધારે છે.

કોન્ટ્રાક્ટરો અને અન્ય સંબંધિત વ્યાવસાયિકોને મોટા પાયે લહાણીને બદલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ જાહેર સેવા તરીકે જોવામાં આવે છે એ અત્યારના સમયની તાતી જરૂર છે. આ માટે, તે આવશ્યક છે કે નાગરિકો પ્રશ્નો પૂછે અને સતત જવાબો માંગે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top