ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

એનડીએનું કૃષિના ભાવોનું રાજકારણ

સરકારની ફાર્મ-પ્રાઇસ પોલિસીમાં ખેડૂતો માટે જગ્યા ક્યાં છે?

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

2011-12 ના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) શ્રેણીના આધારે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના છેલ્લા કૃષિ વિકાસના અંદાજ મુજબ, ઓક્ટોબર-ડિસેમ્બર 2018ના ક્વાર્ટરમાં કૃષિના ગ્રોસ વેલ્યૂ એડેડ (જીવીએ)માં ઘટાડો થઈને 14 વર્ષની 2.04%ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ ક્વાર્ટરમાં કૃષિ ઉત્પાદન ઓક્ટોબર-ડિસેમ્બર 2017ના કૃષિ ઉત્પાદન કરતાં લગભગ 3% વધારે છે, વર્તમાન મૂલ્યના સંદર્ભમાં કૃષિનું આ અસ્થિર પ્રદર્શન કૃષિના નબળા ભાવોને સાંકેતિક છે, જે એનડીએ સરકારની કૃષિ ભાવ નિર્ધારણ નીતિ, ખાસ કરીને ટેકાના ભાવ(એમએસપી)માં ભારે વધારા પર પ્રશ્ન ચિહ્ન મૂકે છે. વિવિધ અહેવાલોએ પહેલાથી જ દસ્તાવેજીકૃત કર્યું છે કે એમએસપીના ભાવો જાહેર કરાયા હતા તેના કરતા તેના કરતા 20% -30% નીચા હતા. અંદાજો મુંજબ, કઠોળ અને તેલીબિયાંની વધતી જતી સરકારી ખરીદી છતા પણ, એમએસપીથી ફક્ત દેશના પાંચમાં ભાગના ખેડૂતોને જ લાભ મળે છે.

જોકે, આ સરકારના સમર્થકો દલીલ કરશે કે વિકાસશીલ દેશોમાં કૃષિ અને ખાદ્ય ભાવો સરકાર માટે હંમેશા મુંજવણનો વિષય રહ્યો છે. ઉત્પાદનને ઉત્તેજન આપતા ઊંચા ભાવ ગ્રાહકો માટે, ખાસ કરીને ગરીબો માટે તકલીફદાયક નિવડે છે. બીજી તરફ, ઘટતા જતા ભાવથી ખેડૂતોને તકલીફ ઊભી થઈ છે અને આત્યંતિક પરિસ્થિતિઓમાં ખેડૂતોને આત્મહત્યા તરફ દોરી જાય છે. તેથી, ખરેખર તો સસ્તા ભાવો અને સ્થિર આવક વચ્ચેનું નાજુક સંતુલન સરકારે જાળવી રાખવું જોઈએ. વર્તમાન સરકારે તાજેતરના સમયમાં કૃષિ ક્ષેત્રમાં ઘોષણા કરી છે કે તે સપોર્ટ સ્કીમોને જોતાં સંતુલનને હટાવવા માટેની સરકારની આવડત પર કોઈને ભાગ્યે જ શંકા જશે. છતાં, આ ઉત્સાહને આધિન રાજકીય ઇચ્છા પુરાવાથી લડે છે. એક હાથવગું ઉદાહરણ પ્રધાન મંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (આશા)નું છે જેમાં સરકાર ખેડૂતોને ભાવ સપોર્ટ, મૂલ્ય ખાધની ચુકવણી અને ખાનગી ખરીદી અને સ્ટોકિસ્ટ યોજના દ્વારા આવક સહાય પૂરી પાડવા માંગે છે. જ્યારે મધ્યપ્રદેશ સહિતના એકેય રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના શાસન હેઠળ આશાને અમલમાં મૂક્યું ન હતું, ત્યારે આવા મહત્વાકાંક્ષી મિશન માટેની પ્રમાણમાં ઓછી અંદાજપત્રીય જોગવાઈઓ સ્પષ્ટપણે ભાજપના નેતૃત્વવાળી એનડીએ દ્વારા તેનો ચૂંટણીમાં મતો મેળવવા માટે ઉપયોગ કરવાનો હેતુ સૂચવે છે.

ભારતના 70% જેટલા ખેડૂતો, જે કૃષિ બજારોમાં પુરતા ભાવ મેળવે છે, ભાવના આંચકા નબળા અને નબળી અને અસમપ્રમાણ ભાવની ટ્રાન્સમિશન મિકેનિઝમથી મૂલ્યનો આઘાત વધારે તીવ્ર બને છે. જ્યારે ભારતીય કૃષિ ક્ષેત્ર માટે ડિસ્ટ્રેસ વેચાણ ઐતિહાસિક રીતે ખરુ ઠરે છે, ત્યારે માર્કેટની મંદીને લીધે ખેડૂતો તેમના ઉત્પાદનને નષ્ટ કરે છે તે પણ સામાન્ય છે. સમયાંતરે, જ્યારે અછત દરમિયાન છૂટક ભાવ ઉછળે છે ત્યારે ખેડૂતોના ભાવો ભાગ્યે જ ઉછળેલા ભાવો સાથે મેળ ખાય છે. કૃષિ બજાર સુધારણાઓ માટેની નીતિઓના અભાવનું આ પરિણામ છે. ખેત ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) એક્ટ દ્વારા સંચાલિત ભારતની પરંપરાગત મંડી પદ્ધતિને આડતિયાઓ અને તેમના કમિશન અને માર્જિન્સના ઊંચા દરો ભાવના વધારા-ઘટાડાને વિકૃત કરે છે. એપીએમસી નિર્દેશિત અધિકૃત કમિશન દર રાજ્ય પ્રમાણે બદલાય છે, જે પંજાબમાં 4% અને દિલ્હીમાં 6% જેટલા ઊંચા છે. જોકે, એવા પણ પુરાવા છે કે કમિશન દરો ઉત્પાદનની હરાજી દરમિયાન વારંવાર વધે છે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં, આ દર 12% જેટલા ઊંચા છે. જે બતાવે છે કે કોઈ પણ ટેકાના ભાવ આ પ્રકારની અક્ષમતાના કારણે નિર્ધારિત પરિણામો આપી શકશે નહી. એ પણ વિચિત્રતા છે કે, એનડીએના મોડલ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ એન્ડ લાઇવસ્ટોક માર્કેટિંગ (પ્રમોશન એન્ડ ફેસિલિટિશન) ઍક્ટ, 2017 પણ એપીએમસી માર્કેટ યાર્ડ્સ પરના કેન્દ્રીય માર્કેટિંગ એજન્ટ તરીકે આ શોષણ કરનાર આડતિયા, દલાલોને જાળવી રાખવામાં મદદ કરે છે.

2018માં ઇકોનોમિક કો-ઑપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઇસીડી) અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સ (આઇસીઆરઆઈઇઆર)ના સંયુક્ત અહેવાલમાં જણાવાયું છે કે સ્થાનિક માર્કેટિંગ નિયમો અને પ્રતિબંધિત કૃષિ વેપાર નીતિઓની સાથે ખેડૂતોના હિતોની રખેવાળી કરવાના બદલે ગ્રાહક ભાવોને અંકુશમાં લેવાનો સમાવિષ્ટ પૂર્વગ્રહ લગભગ બે દાયકાથી ભારતીય ખેડૂતો પર લાદવામાં આવ્યો છે. 2000-01 અને 2016-17 ની વચ્ચે, ઓઇસીડીના માનક પીએસઈપદ્ધતિ અનુસાર, ભારત માટે પ્રોડ્યુસર સપોર્ટ એસ્ટિમેટ્સ (પીએસઈ), દર વર્ષે કુલ કૃષિ રસીદના -14% રહ્યો હતો, જેનો અર્થ એ થયો કે દર વર્ષે ભારતીય ખેડૂતોએ જે ભાવ પ્રાપ્ત કર્યા હતા વૈશ્વિક ભાવો કરતાં સરેરાશ 14% નીચા હતા. વાસ્તવમાં, 2014-15 અને 2016-17 વચ્ચે ભારતની મુખ્ય કૃષિ ઉત્પાદનોનું મૂલ્ય 70% ઓછું આવ્યું હતું. આ નીતિ-પ્રેરિત વિકૃતિઓની સામે, સરકારની કોઈ પણ સહાય યોજનાઓ ખેડૂતોને "લઘુત્તમ" સમર્થન પણ પૂરું પાડતી નથી. આ વિષયમાં કામ કરવાને બદલે સરકાર મતોનું રાજકારણ રમવાને મહત્વ આપે છે.

એનડીએની કૃષિ નીતિઓમાં ઉપભોક્તા તરફી પૂર્વગ્રહ એ હકીકત દ્વારા પણ સમજી શકાય છે કે આ "ઉપભોક્તા વર્ગ" મધ્યમ વર્ગની નજીકનો છે, જે 2014માં ભાજપ તરફી ઝોક અપાવીને વર્તમાન સરકારને સત્તામાં લાવી હતી. આ રીતે ગ્રાહક ભાવોને નિયંત્રણમાં રાખવા રાજકીય રીતે ફાયદાકારક છે. એના સહારે શહેરી મતદારોના અભિપ્રાયને વાળીને એનડીએના " જનસામાન્ય તરફી" સૂત્રને સાર્થક કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે, અને મુખ્યપ્રવાહના રાજકારણથી તરછોડાયેલા ગ્રામીણ અવાજોને દબાવી દેવામાં આવે છે.

Back to Top