કામદારોના રાજકીય પ્રોજેક્ટનું કેન્દ્રિયકરણ થઈ રહ્યુ છે?
“બીન રાજકીય” વ્યાપારી સંગઠન ભ્રમિત કામદારો માટે કંઈ કરી શકતું નથી.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ભારતમાં વ્યાપાર સંગઠનોને સમકાલીન સમયમાં સૌથી ખરાબ એવા બે પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. રોજગારી અને કામની પરિસ્થિતિને સુધારવા ઉપરાંત, તેમને સરકારની "શ્રમ સુધારણાઓ"નો પણ સામનો કરવો પડે છે, જેમાં કામદારને સહાયક સિવાયનું બધુ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની મજૂર પાંખ ભારતીય મજૂર સંઘ (બીએમએસ) -એ કોંગ્રેસ સાથે જોડાયેલા ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયનથી છુટા પડેલા એકમ નેશનલ ફ્રંન્ટ ઓફ ટ્રેડ યુનિયનની સાથે મળીને કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન (CONCENT)ની રચના કરી હતી. રસપ્રદ વાત એ છે કે, ભારતીય મજૂર સંઘે મીડિયાને કહ્યું છે કે CONCENT એ "બિન-રાજકીય" વેપારી સંગઠન છે. જો કે, આ નવી રચના મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કરે છે. પ્રથમ, શું આવા જોડાણની અત્યારે તાતી જરૂરિયાત છે? અને બીજું, કામદારો અને તેમના સંગઠનોને જેનો સામનો કરવો પડી રહ્યો છે તેવા વર્તમાન મુદ્દાઓ અને દુવિધાઓનો ઉકેલ દેશના સૌથી મોટા અને ગૌરવપૂર્ણ રાજકીય પક્ષ વગર પણ વિચારી શકાય છે? એ દુખદ વાત એ છે કે CONCENT નો ભાગ નથી એવા 10 અન્ય કેન્દ્રીય વેપારી સંગઠનોએ ટ્રેડ યુનિયન એક્ટ, 1926માં મધ્યસ્થી કરવાની કેન્દ્રની દરખાસ્તનો સખત વિરોધ કર્યો છે અને તેને સંગઠનની માન્યતામાં હસ્તક્ષેપ કરવાની રાજકીય ચાલ ગણાવે છે. જો કે આ સુધારાનો વિરોધ કરવામાં બીએમએસ આ યુનિયનોમાં જોડાયું નથી. CONCENT અને સૂચિત સુધારાની ભિરતમાં કડવી વાસ્તવિકતાઓ છુપાયેલી છે.
દેશના કામદારોના માત્ર 8% જેટલા જ ઔપચારિક ક્ષેત્રમાં છે. બાકીના 92% અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને જીવન વ્યતિત કરી રહ્યા છે અને તે યુનિયન તેમજ સરકાર બંને પાસે મદદ માટે પોકાર પાડી રહ્યા છે. અનૌપચારિક ક્ષેત્રમાં તેની ગોઠવણ અડચણભર્યુ કાર્ય છે. CONCENTના સર્જનથી તેમાં કેવી રીતે મદદ મળશે? શ્રમની રચના પોતે જ ઝડપભેર બદલાઈ ગઈ છે. વિસ્તૃત અનૌપચારિક ક્ષેત્ર ઉપર યુવા અને મહિલા પ્રભુત્વ ધરાવે છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે નવતર રોજગારીના પ્રશ્નો ઉભા કર્યા છે અને ખાસ કરીને ઓલા અને ઉબેર જેવી ખાનગી ટેક્સી ડ્રાઇવરો સાથે પરિવહન ક્ષેત્રે રાતોરાત ઉભી થયેલી સમસ્યાઓ પહેલાં ભારતમાં જોવા મળી નહતી. મોટાભાગના સરકારી ક્ષેત્રના ઉપક્રમોએ સતત તત્કાલિન સરકારોની રાજકીય દખલનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કામદારો અને સંગઠનોને તેમની સાથે સંકળાયેલા રિવાઇવલ પેકેજ જેવા મુદ્દાઓમાં પણ ભાગ્યેજ સલાહ આપવામાં આવી છે. "ફિક્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટ" કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવ્યાં પછી તે હવે તમામ ક્ષેત્રોમાં વિસ્તર્યો છે.
2016 માં કાપડ ઉત્પાદક ક્ષેત્ર, દેખીતી રીતે જ વ્યવસાય કરવામાં સરળતા લાવવા અને એમ્પ્લોયરને "ફ્લેક્સિબિલીટી" ઓફર કરે છે. ફિક્સ-ટર્મ એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ નિયમો અનુસાર, કામદારોને એક અઠવાડિયાથી પ્રોજેક્ટની અવધિ સુધી ગમે તેટલા સમયગાળા માટે કરારબદ્ધ કરવામાં આવે, તેને ધ્યાનમાં લીધા વગર, કોઈ નોટિસની પણ જરૂર વગર કોન્ટ્રાક્ટ પુરો કરી શકાય છે. 1970 ના દાયકાના અંત ભાગથી વેપારી સંગઠનો કરાર આધારિત કામકાજ સાથે સંકળાયેલા છે, જ્યારે બહુરાષ્ટ્રીય કંપનીઓ સહિતની કંપનીઓએ તો આખા ડિપાર્ટમેન્ટને કરાર આધારિત ચલાવવાનું શરૂ કર્યું હતું.
જ્યારે પ્રવર્તમાન વેપારી સંગઠનોના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે અને નવી કટોકટીને પહોંચી વળવાની તેમની ક્ષમતા ક્ષીણ થઈ છે, ત્યારે દેશની રાજકીય સ્થિતિ સિવાય આ મુદ્દાઓને કેવી રીતે ઉકેલી શકાય? વાસ્તવમાં, બીએમએસે પોતે જ ફિક્સ્ડ-ટર્મ એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ અને સરકારના વેતન બિલ, 2017 પરના કોડમાં વિવિધ મજૂર કાયદાઓના સમાવેશને વખોડી કાઢ્યું છે અને કહ્યું છે કે વિદેશી સીધા રોકાણમાં કેટલા રોજગારનું સર્જન થયુ છે તે કાગળ ઉપર બતાવવા માટેની સરકારની નિર્ભરતા બતાવવા માટે છે.
બીએમએસે અગાઉ નરેન્દ્ર મોદી સરકારની શ્રમ વિરોધી નીતિઓની ખુલ્લી ટીકા કરી હતી, પરંતુ સપ્ટેમ્બર 2015માં અને તે પછીના વર્ષોમાં શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિરોધના નિર્ણયો દરમિયાન અન્ય યુનિયનોને સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે તે સામાન્ય હડતાલોમાં ભાગ લેતો નથી કારણ કે તે "રાજકારણ રમવાનું પસંદ કરતો નથી", પરંતુ માત્ર કર્મચારીઓના કલ્યાણમાં માટે જ લડત લડે છે.
સંગઠિત કામદાર વર્ગની ચળવળ સામેનો પહેલો પડકાર એ છે કે સરકાર ઉપર જોઇન્ટ ટ્રેડ યુનિયન પ્લેટફોર્મ (અને તેથી, વાટાઘાટના ત્રિપક્ષીય સ્વરૂપ) ને ગંભીરતાથી લેવા અને અર્થપૂર્ણ વાટાઘાટોને જાળવી રાખવા દબાણ ઉભુ કરવાનો છે. એક કરતા વધુ યુનિયન નેતાએ નોંધ્યું છે કે એનડીએ સરકારે ટ્રેડ યુનિયનો સાથે વાતચીત કરવાની ના પાડી દીધી છે.
લેબર રિફોર્મ મજૂર સંગઠનોને બંધ કરવા અને તેને વિખેરી નાખવાના પ્રયાસ સાથેનો લોકશાહી અધિકારો પરનો હુમલો છે એ બતાવીને કામદાર વર્ગની ચિંતાઓને જાહેર ચિંતા દર્શાવવાનું કામ મજુર સંગઠનો માટે જટિલ બની ગયુ છે. આમ કરવાનો એક માર્ગ પ્રગતિશીલ રાજકીય અને સામાજિક મુવમેન્ટ સુધી પહોંચવાનો છે. ભારતીય વેપારી સંગઠનો રોજગાર વિહીન વિકાસની કટોકટીનો સામનો કરી રહ્યા છે. સંસદમાં અથવા બહાર શ્રમ નીતિઓ અંગે ચર્ચા કરવાના સરકારના નનૈયા સામે, વેપારી સંગઠનો પાસે લોકો સમક્ષ પોતાની ચિંતાને લઈ જવા સિવાયનો કોઈ વિકલ્પ નથી અને ફરી એકવાર સામૂહિક બાર્ગેનિંગનું ઔચિત્ય ઉભુ થયું છે. આ માટે, તેમને શાસન અને રાજકીય મુદ્દા સાથે જોડાવાની જરૂર છે. એમાં CONCENTના ક્યાં ફીટ બેસે છે?