ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

જીએસટીના રહસ્યમાં ઉમેરો

શું ભારતમાં જીએસટી ચૂંટણીના તખ્તાની બહાર આગળ વધી શકે છે?

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

જુલાઈ 2017માં લાગુ પડ્યા પછીથી ભારતમાં જીએસટીના અમલીકરણની જટીલતાઓને લગતા 400 જેટલા ઓર્ડર અને નોટિફિકેશનો બહાર પડ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં લઈને ભાજપ અને કૉંગ્રેસ બંને તેના સુધારા સાથે આગળ વધે છે. ભાજપ સરકારે 40 વિસ્તૃત કેટેગરીમાં જીએસટીના દરોને 23% થી ઘટાડીને 18% કે તેનાથી નીચે લાવી દીધા છે, ત્યારે મીડિયા અહેવાલો કહે છે કે કોંગ્રેસ 2019 ની ચૂંટણીના જાહેરનામામાં આઇટમ આધારિત એક જ દરના સરળ કર માળખા જીએસટી 2.0ના વચન સાથે આગળ આવી રહી છે. જોકે આ બધા પછી પણ એ અસ્પષ્ટ રહે છે કે જીએસટીમાં સમાયેલી કથિત ગૂંચવણોને આ સુધારાઓ (અમલ કરવાના કે વચનના) કેવી રીતે ઉકેલશે. અગત્યના મુદ્દાઓને લગતા વિવિધ પ્રશ્નો, જેમ કે ભારતના ફિસ્કલ ફેડરલિઝમ, અમલીકરણ અને સૌથી મહત્વનું બિનસંગઠિત ક્વ્યવસાયો કે નાની મૂડીનું ભાવિ, હજી પણ અસ્પષ્ટ કે વણઉકેલાયેલા છે.

ચૂંટણીઓની ચોપાટ પર કરમાં સુધારાઓની કૂકરીને ગાંડી કરવી એ કંઈ નવી વાત નથી. તાજેતરમાં મલેશિયાના કેસમાં જોવામાં આવ્યું છે કે સરકારો તેમની મહેસૂલ કમાણીના લગભગ પાંચમાં ભાગની રળી આપતું હોવા છતા કરો (જીએસટી વાંચો) પાછા ખેંચવા ખચકાતુ નથી. ભારતમાં જીએસટી "રોલિંગ-બેક" ના ખર્ચ વિશે વિચારતા પણ ધ્રુજારી આવશે. જે "બહાદુર" એક્ઝિક્યુટર અથવા જીએસટીના "નવીનીકરણ"ની કલ્પના કરતા વિરોધી રાજકીય પક્ષો આવા રોલબેકને નિરૂત્સાહી કરે છે. પરંતુ, સમાંતરે તે રાજ્યની નીતિના ફેડરલ માળખા માટે જોખમ સર્જે છે.

આર્થિક બાબતોના કોંગ્રેસી પ્રવક્તા ગૌરવ વલ્લભે તાજેતરમાં ટિપ્પણી કરી છે કે જીએસટી (2.0) માટે બંધારણીય સુધારાની જરૂર નહી પડે. કારણ કે "જીએસટી કાઉન્સિલને જરૂરી સુધારાઓ કરવા માટે પૂરતા પ્રમાણમાં સત્તા આપવામાં આવી છે." આ સૂર રાજ્યોની સ્વાયત્તતાની વૈધાનિક જોગવાઈઓને અવગણવાની એનડીએની લાક્ષણિકતાઓ જેવો જ છે. આ સંદર્ભમાં, કોઈએ એ ન ભૂલવું જોઈએ કે અલગ-અલગ રાજ્યોમાં આર્થિક વાસ્તવિકતાઓ અને સમસ્યાઓ તદ્દન જુદી છે. આમ, પંજાબને જીએસટીના ડોમેઇનમાં વીજળી, રિઅલ એસ્ટેટ અને પેટ્રોલિયમને લાવવામાં ફાયદો જણાય અને તે જીએસટીને આવકારી શકે, તે કદાચ અન્ય સ્થળે જોવા ન મળે.

2018માં હિન્દી પ્રદેશની ત્રણ વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની જીતે જીએસટી કાઉન્સિલની શક્તિનો હ્રાસ થયો છે. જે કંઈક અંશે બીજેપી/એનડીએ સામે છે. પરંતુ, આના આધારે જીએસટી માળખાને એકદમ ખેંચી લેવો એ વધુ પડતું આશાવાદી વચન છે. 2019માં કોંગ્રેસ સત્તામાં આવે તો પણ, જીએસટી કાઉન્સિલમાં કોઈપણ ફેરફાર કરવા માટે તેમને ઓછામાં ઓછી ત્રણ-ચતુર્થાંશ બહુમતીની જરૂર પડશે, જેમાં રાજ્યો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો કે, રાજ્ય સરકારોની જીએસટીની સ્વીકૃતિ સાથે, અને તે પણ આવકના કોઈપણ નુકસાન માટે કેન્દ્રમાંથી વળતરની ખાતરી સામે, "ફેડરલિઝમ" નિર્ણાયક પરિબળ તરીકે પહેલેથી જ નબળુ પડી રહ્યુ છે.

અહી વધુ મહત્વનુ એ છે કે, આ સમાધાન જીએસટીના પરિણામો વિશે રાજકારણીઓ અને નીતિ ઘડવૈયાઓ (એનડીએના) ની અનિશ્ચિતતાની વૈકલ્પિક વાસ્તવિકતાને સૂચવે છે. મતબેન્કમાં આવી અસ્પષ્ટતા ન જાય તે માટે મજબૂત પુરાવાઓને દબાવી દેવાની રાજકીય અભિવ્યક્તિમાં પ્રથમ, વચગાળાની ચૂંટણીઓના વર્ષો દરમિયાન વધતી આવકના નામે ચુકવણી કરવી (દાખલા તરીકે, પરિવારોએ જીએસટી અને સબસિડી ઘટાડવાના કારણે જુલાઈ 2017 થી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)ના સિલિન્ડર દીઠ રૂ. 32 વધુ ચૂકવવા, ત્યારબાદ માથે ચૂંટણીના પગલે કરવેરાના "વ્યાજબીકરણ"ના નામે ભાવમાં ઘટાડો કરવો (જાન્યુઆરી 2019થી એલપીજીના સબસિડીવગરના ગ્રાહકો માટે રૂ. 120.50 સુધીનો અને સબસિડીવાળા ગ્રાહકો માટે રૂ. 5.90 ભાવ ઘટાડો) અને આખરે, દોઢ વર્ષ સુધી અમલના બોજને કારણે અર્થતંત્રને નુકશાનપહોંચાડ્યા પછી વધુ "સાર્વજનિક" કરવાના મતદારોને વચનો આપ્યા છે. ખરેખર ભારત જેવા દેશના આકસ્મિક અર્થતંત્ર અને રાજકારણ સાથે જીએસટી અમલમાં મૂકવું એક મુશ્કેલ કાર્ય છે. તેથી, અજમાયશ અને ભૂલની પ્રક્રિયા સામાન્ય છે. આને ધ્યાનમાં રાખીને, એનડીએની હિંમત અને પ્રયાસ બંનેની પ્રશંસા કરવી જોઈએ. પરંતુ, આવા પ્રયોગો પાછળના રાજકીય ઇરાદાઓનું શું?

છેલ્લાં ચારથી વધુ દાયકાથી જુદી જુદી સરકારોએ ભારતીય લોકશાહીની વિરુદ્ધમાં જવાની ભિતિને લઈને જીએસટી-પ્રકારના સુધારાને અમલમાં મૂકવામાં વિલંબ કર્યો છે તેને એનડીએ તત્કાળ સ્વીકારે છે અને જીએસટીનો પરોક્ષ કરમાં સુધારાઓ માટેની "સિલ્વર બુલેટ" તરીકે પ્રચાર કરે છે અને લોકમત બાંધે છે. હકીકતમાં, ઘણા અંદાજિત લાભો - દાખલા તરીકે, જીએસટીમાંથી કલેક્શનમાં વધારો, ફૂગાવાના દરમાં ઘટાડો, અને આર્થિક વૃદ્ધિમાં વધારો - આર્થિક તર્ક દ્વારા અનન્ય છે. જો કે વધુ ભયાનક એ છે કે ભાજપની રાજકીય અને આર્થિક આક્રમકતા જેવી એનડીએની આ પ્રકારની "બધા માટે એક જ માપ"ની વ્યૂહરચના પાછળના શંકાસ્પદ ઇરાદા રહેલા છે. ઉદાહરણ તરીકે, નાની પેઢીઓ મોટી પેઢીઓની નાની પ્રતિકૃતિઓ હોવાની તેની ચૂસ્ત ધારણાને લીધે, સંગઠિત ક્ષેત્રને આવક અને રોજગારીની અસુરક્ષાને આગળ વધારીને તેનો ખર્ચ વધારવા માટે સક્ષમ બનાવવાની સાથે, અસંગઢિત ક્ષેત્રને પ્રતિબંધિત વહીવટી ખર્ચાઓના અસમાન બોજ હેઠળ લાવી દીધું છે.

પક્ષની રાજકીય ઇચ્છાને સમર્થન અનિશ્ચિતતાને ખતમ કરવાના તેના ઉકેલ પર આધારિત છે, પોકળ વચનો દ્વારા નવા કોયડાઓ સર્જવા પર નહી. જીએસટીને પાછુ ખેંચવું અસંભવિત હોઈ, રાજકીય પક્ષો (એનડીએ ગઠબંધન વાંચો) રાજકીય મતો મેળવવા માટે તેને લઈને વાણીવિલાસ કરી શકે છે. આવી સફળતાઓની ક્ષમતા ઉપર ભાર મુકવાને બદલે. જ્યારે, લાંબા ગાળે લોક સંસ્થાને લાભ આપવા માટે, નીતિ નિર્માતાઓને માળખાકીય અનિયમિતતાને ઉકેલવી, કરવેરા અથવા મુક્તિના યોગ્ય મુદ્દાઓને ઓળખવા, કરના દરને સરળ બનાવવા વગેરે સહિતના વધુ સંપૂર્ણ કે હોલિસ્ટિક વલણની જરૂર પડશે, પરંતુ તે તમામ દેશની લોકશાહીની ઇમારત સમાયેલી છે.

Back to Top