ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ભ્રષ્ટાચાર સામેના રખેવાળોને સક્ષમ બનાવો

ભ્રષ્ટાચાર સામેના ખરા લડવૈયા તેના મુખબીરો છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

હાલમાં થયેલ નીરવ મોદી કેસમાં, જેમાં આ ઝવેરી અને તેની સાથે સંકળાયેલ લોકો ઉપર ૧૧,૪૦૦ કરોડ રૂપિયાની છેતરપીંડી કરવાના આક્ષેપો થયા છે તેનું એક અગત્યનું છતાં નજરઅંદાજ થઇ રહેલ પરિબળ નું છે. ૨૦૧૬માં બેન્ગલુરું સ્થિત હરી પ્રસાદે, નીરવ મોદીના ભાગીદાર અને ગીતાંજલિ જેમ્સના માલિક મેહુલ ચોકસી દ્વારા આચરવામાં આવી રહેલ ગેરરીતિઓ અંગે વડાપ્રધાનની ઓફિસને અને કંપની રજીસ્ટ્રારની ઓફિસને સાવચેત કર્યા હતા. આમછતાં કોઈજ પગલાં લેવાયા નહોતા અને ચોક્સીનું નામ પણ પ્રસાદે મીડિયાને તેમણે આપેલ અગાઉની ચેતવણી અંગે જાન કરી તે પછીજ ઉભર્યું છે.

સત્તાધીશોએ આ ચેતવણીઓને ગંભીરતાથી નથી લીધી એ હવે જાણીતી વાત છે. ૨૦૦૩થી શરુ કરીને, જયારે ગોલ્ડન ક્વાડ્રીલેટરલ હાઈવે પ્રોજેક્ટમાં થયેલ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર સત્યેન્દ્ર દુબેની હત્યા કરવામાં આવી ત્યારથી લઈને સંખ્યાબંધ મુખબીરોનું ભવિષ્ય ધૂંધળું બન્યું છે. દુબે જેવા કેટલાક મરણ પામ્યા છે તો બીજાઓને ધમકીઓ અને હિંસાનો સામનો કરવો પડ્યો છે કે પછી તેમની ચેતવણીઓની અવગણના કરવામાં આવી છે. આવી ઘટનાઓ પ્રત્યે મીડિયા અને જનતાનું ધ્યાન થોડા સમયપુરતું જ જાય છે.

જોકે ‘વ્હીસલબ્લોઅર પ્રોટેક્શન એકટ,૨૦૧૪’, લોકસભામાં પસાર થઇ ચુક્યો છે આમછતાં, તેનું ક્રિયાન્વયન હજીસુધી શક્ય બન્યું નથી. ૨૦૧૫માં, નરેન્દ્ર મોદીની સરકારે આ કાયદાનું સુધારેલું વર્ઝન જાહેર કર્યું જેમાં એના નોંધપાત્ર પ્રોવીઝનોને નબળા કરી દેવાયા છે. ભ્રષ્ટાચારની સામે લડવાની અને આ માટે મુખબીરોની ભૂમિકાની અગત્યતાની વાતો સરકાર વારંવાર કરતી રહી છે તે જોતા આ વાત આશ્ચર્યજનક છે. ૨૦૧૫માં, રાજ્યકક્ષાના નાણામંત્રી જયંત સિન્હાએ જણાવ્યું હતુકે મુખબીરો દ્વારા આપવામાં આવેલ માહિતીઓના આધારે સરકાર કાળા નાણાની સમસ્યાનો નિવેડો લાવશે.

મુખબીરોની ભૂમિકાનું મહત્વ સ્વીકાર્યા છતાં, સુધારાયેલા કાયદામાં ઓફીશીયલ સિક્રેટ એક્ટ(OSA) ની તહત તેમની સામે કાનૂની કારવાઈ કરવા સામે મુખબીરોને રક્ષણ અપાયું નથી. આ કાયદો એવું કહે છે કે, રાજ્યની અખંડતા, એકતા, સુરક્ષા અને આર્થિક લાભને અસરકર્તા માહિતીઓની તપાસ કરવામાં આવી શકે નહિ અને બહાર પાડવામાં આવતી માહિતીઓમાં,જો સુચનાના અધિકાર હેઠળ ના મેળવાઈ હોય તો અમુક ચોક્કસ પ્રકારની માહિતીઓ તેનો ભાગ હોય શકે નહિ. આની અન્દર બૌધિક પ્રોપર્ટી અને વ્યાપારની ગોપનીય માહિતી સામેલ છે. અને સુચનાના અધિકારની ધારા ૮(૧) હેઠળ પણ આજ OSAના  ગ્રાઉન્ડ પર આવી માહિતીઓ અને અદાલત દ્વારા જાહેર કરવાની મનાઈ હોય તેવી માહિતી જેણે કારણે કોઈ વ્યક્તિને જાન કે શારીરિક સુરક્ષાનું જોખમ હોય શકે, કેટલીક કેબીનેટની બેઠકોની કાર્યવાહી, અને એવી કોઈપણ માહિતી જે લોકસભા કે પછી કાનૂની પ્રીવીલેજને નુકસાનકર્તા હોય તે મેળવવાની પરવાનગી નાગરીકોને મળતી નથી.

યુરોપના વ્હીસલબ્લોઇંગના રીપોર્ટ : યુરોપિયન યુનિયનમાં મુખબીરો માટે કાયદાકીય રક્ષણ અનુસાર, મુખબીરોને સુરક્ષા આપવા માટેનું મજબુત ઢાંચો અને છટકબારી વિનાના કાયદા નો અભાવ, તમામ નાગરીકો, અર્થતંત્ર અને વાતાવરણને નુકસાન કરે છે. તેમાં નિર્દેશ થયો છે કે આવા કાયદાના અભાવમાં “ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં, યુરોપ એક મુલ્યવાન ભાગીદાર ખોઈ બેસશે: તે છે જનતા”. જ્યાં સુધી ભારતની વાત છે, પછી તે જાહેર ક્ષેત્ર હોય કે પછી ખાનગી કોર્પોરેટ ક્ષેત્ર, એ મુખબીરો અને આરટીઆઈ એક્ટીવીસ્ટો જ છે કે જેમણે મોટાપાયા પરના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે. ગુજરાતના પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના સંજીવ ચતુર્વેદી જેમને હરયાણામાં પોસ્ટીંગમાં અને દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સમાં આચરવામાં આવી રહેલ અનેક ગેરરીતીઓને ઉજાગર કરી હતી, તેવા કેટલાક ઈમાનદાર અને સમર્પિત અમલદારો અને પોલીસ અધિકારીઓએ છુપાવવામાં આવી રહેલ માહિતીઓ જાહેર કરવા માટે, તેમના જીવનું જોખમ ઉઠાવ્યું છે. કોર્પોરેટ જગતમાં જ્યાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે ત્યાં કેટલીક અગ્રણી કંપનીઓ પાસે મુખબીરની સુરક્ષા માટે પોલીસીઓ છે. જોકે તે માત્ર કાગળ ઉપર જ છે કે તેનો અમલ થાય છે તે અગત્યનો મુદ્દો છે. હાલમાંજ એક એર લાઈન કંપનીએ તેના કર્મચારીને એટલા માટે નોકરી માંથી કાઢી મુક્યો કેમકે તેણે બીજા કર્મચારી દ્વારા એક પેસેન્જર સાથે દુર્વ્યવહાર કરાયો તેનો વિડીયો જાહેર કર્યો, આ વાત એવું દર્શાવે છે કે આવી પોલીસીઓનું અસ્તિત્વ હોય તોપણ, બધીજ કંપનીઓ આવી પોલીસીઓનું પાલન કરતી નથી.

જ્યાં સુધી સુચનાના અધિકારનો સવાલ છે, ડ્રાફ્ટ આરટીઆઈ રૂલ્સ,૨૦૧૭ માં પ્રસ્તાવિત કરાયું છે કે  કોઈપણ સવાલ, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમીશન પાસે પેન્ડીંગ હોય અને તે દરમ્યાન જો અરજદારનું મૃત્યુ થાય તો તેવી અરજીને સીધી બંધજ કરી દેવામાં આવશે. એક્ટીવીસ્ટો આને ખતરનાક ક્લોઝ તરીકે ગણાવે છે. અત્યારસુધીમાં દેશભરમાં લગભગ ૬૫ જેટલા આરટીઆઈ એકટીવીસ્ટોની હત્યા કરવામાં આવી છે અને સંખ્યાબંધ બીજા લોકો હિંસા અને પીછાનો શિકાર બન્યા છે.

ભારતની ન્યાયપ્રણાલીનો, આની સાથેજ જોડાયેલો બીજો મુદ્દો સાક્ષીની સુરક્ષાના અભાવનો છે. લો કમીશન ઓફ ઇન્ડિયાના સંખ્યાબંધ રિપોર્ટો, નેશનલ પોલીસ કમીશન અને ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારા માટે જસ્ટીસ માલીમાથ કમિટીએ પણ આવા કાર્યક્રમો યોજવા માટે સૂચનો કર્યા છે. જયારે કેસ સુનાવણીમાં આવે ત્યારે સાક્ષી ફરી જાય તેવું બનતું હોય છે એ જાણીતી વાત છે. આવું મધ્યપ્રદેશમાં વ્યાપમના કેસમાં, ગુજરાતમાં બેસ્ટ બેકરી કેસમાં, નવી દિલ્હીમાં જેસિકા લાલના કેસમાં અને તાજેતરમાજ સોહરાબુદ્દીન શેખની મુઠભેડ નો કેસ મુંબઈમાં સુનાવણીમાં આવ્યો ત્યારે આવુજ બન્યું હતું.

જો સરકાર ભ્રષ્ટાચારની નાબુદી માટે અને ભ્રષ્ટ લોકો વિષે માહિતી આપનારની સુરક્ષા બાબતે ગંભીર હોય તો તેણે ઉપર ઉલ્લેખ કરાયેલ ત્રણ બાબતો પ્રત્યે ધ્યાન આપવું જોઈએ અને મુખબીરો, કોર્ટ કેસોના સાક્ષીઓ, અને આરટીઆઈ એક્ટીવીસ્ટોને સુરક્ષા આપવી જોઈએ. ખાનગી કંપનીઓના કર્મચારીઓ, સકારી સેવકો અને આત્માના અવાજને ઓળખનાર કે પછી મતભેદોને કારને માહિતી આપવા માંગતા લોકો ભ્રષ્ટાચાર સામે રખેવાળ તરીકેની કામગીરી બજાવી શકે છે. ભ્રષ્ટાચાર અને અન્યાય સામે લડવા માટે કટિબદ્ધ સરકારે આ બધા જાહેર બહાદુરોની સુરક્ષા કરવીજ જોઈએ.

Back to Top