ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ડેટા પ્રોટેક્શનની નિગરાનીને લઈને પ્રશ્ન

આપણે તાત્કાલિક ડેટા પ્રોટેક્શનના કાયદાની જરૂર શા માટે છે તેનું વધુ એક કારણ ગૃહ મંત્રાલયના તાજેતરના જાહેરનામા મળ્યુ છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ગયા સપ્તાહે, ગૃહ મંત્રાલય દ્વારા 10 સરકારી એજન્સીઓને ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) એક્ટ, 2000 અને તેના 2009ના નિયમો હેઠળ "કોઈપણ કમ્પ્યુટરમાં પેદા, પ્રસારિત, પ્રાપ્ત અથવા સંગ્રહિત કોઈપણ માહિતીને અટકાવવા, મોનિટર કરવા અને ડિક્રિપ્ટ કરવા માટે અધિકૃતતા પ્રદાન કરતું" જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. સરકાર મધ્યસ્થીઓ (વોટસ અને ટેલિગ્રામ જેવી કમ્યુનિકેશન પ્લેટફોર્મ્સ) માટે માર્ગદર્શિકાઓને લઈને આઈટી એક્ટ હેઠળ 2011ના નિયમોમાં સુધારાઓ રજૂ કરવાની દરખાસ્ત કરી રહી છે ત્યારથી પણ તે ચર્ચાઈ રહ્યુ હતું. તે "ગેરકાનૂની" સોશિયલ મીડિયા સામગ્રીના નિયમનની દરખાસ્ત કરે છે, આ મધ્યસ્થીઓને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રીપ્શનના હેતુને કોરાણે મુકીને એનક્રિપ્ટ થયેલ સામગ્રી "ટ્રેસેબિલીટી" સાથે સરકારને પૂરી પાડવાની જરૂરીયાત બતાવાઈ છે અને તેમના દ્વારા સંગ્રહિત ડેટાની સમયમર્યાદા વધારવાની ભલામણ કરાઈ છે. અગાઉની યુપીએ સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાના અમલીકરણની જેમ, સરકાર દ્વારા પ્રતિભાવમાં જાહેરનામું ડરામણુ અને ભયાવહ છે.

આ જાહેરનામાનું પુનઃસમીક્ષા કરવાની જરૂરિયાતની સાથે આઇટી એક્ટને પણ અને ભારતના સર્વેલન્સ માળખાની પણ ખાસ કરીને 2017ના કે પુટ્સ્વામી કેસમાં ગોપનીયતા અંગેના સીમાચિહ્ન ચુકાદાના પ્રકાશમાં પુનઃસમીક્ષા કરવાની જરૂર છે. એવું તો નથી કે દરમિયાન આટલા વર્ષો સરકારે ડેટાની કોઈ નિગરાની કે આંતરવાનું કામ કર્યુ નથી; 2014ના એક અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં દર મહિને 9,000 ફોન ટેપ કરવામાં આવ્યાં હતાં. સરકારના સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ (સી-ડોટ)એ 2013માં ઓટોમેટેડ માસ સર્વેલન્સ પ્રોજેક્ટ સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ બહાર પાડી હતી તે સી-ડોટનો આ વર્ષના પ્રારંભમાં બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલને "પ્રેક્ટિકલી સંપૂર્ણ" તરીકે વર્ણવે છે.

વિશ્વમાં જ્યાં લોકોનું જીવન ડિજિટલમાં વધુ સંકળાયેલું છે, ત્યાં વ્યક્તિનું કમ્પ્યુટર અથવા ફોન બહુ અંગત બની ગયું છે. સરકાર પોતે "ડિજિટલ ઇન્ડિયા"ને પ્રોત્સાહન આપે છે અને વેગ આપે છે, ત્યારે રાષ્ટ્રિય સુરક્ષાના નામે દેશની કાર્યવાહીઓને સુરક્ષિત રાખતા કાયદાઓને બદલે વ્યક્તિગત હિતોનું રક્ષણ કરવા માટે મજબૂત ડેટા સંરક્ષણ કાયદો વધુ જરૂરી છે. રાષ્ટ્રીય સુરક્ષાનું નામ. હકીકતમાં, દેશના સર્વેલન્સ માળખાની ઇમારત ચણવા માટેનો પાયો ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, 1885 અને ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ, 1898માં મળી શકે છે. આઇટી એક્ટની કલમ 69 ફક્ત આ સામ્રાજ્યવાદી-યુગના કાયદાઓનો જ પડઘો પાડે છે જેમાં શરતો હેઠળ સરકાર ડેટાને અટકાવી, મોનિટર અને ડિક્રિપ્ટ કરી શકે છે: "ભારતના સાર્વભૌમત્વ અથવા અખંડિતતા, દેશની સલામતી, વિદેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો અથવા જાહેર હુકમ અથવા કોઈપણ જ્ઞાનાત્મક ગુનાની આચરણ અટકાવવા માટે."

માહિતી સુરક્ષા અંગે બી.કે. શ્રીક્રિષ્ણ સમિતિએ નોંધ્યું છે કે, "આવશ્યકતા, પ્રમાણસરતા અને બાકી પ્રક્રિયાના પુટ્સ્વામી ટેસ્ટની હાજરી સુચવતી પારદર્શિતા વગર સર્વેલન્સ રાખવું જોઈએ નહીં." સર્વેલન્સની આવશ્યકતા અને પ્રમાણસરતા અંગેની ચર્ચા ગોપનીયતા અને સલામતી વચ્ચેના જુના ટ્રેક પર ચાલતી રહે છે. જો કે, તે એક લપસણી ચર્ચા છે, જ્યાં, ડેટા સંરક્ષણ કાયદાની ગેરહાજરીમાં, વ્યક્તિના ડેટા અને અન્યની ગોપનીયતાના અધિકારને રક્ષણને પાછળ ધકેલવામાં આવે છે. બાકી પ્રક્રિયા માટે, આપણે જેમ કે શ્રીકૃષ્ણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા બિલ જેવા ડેટા સંરક્ષણ કાયદાના કેટલાક સંમિશ્રણની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે એ તો દીવા જેવી વાત છે કે, ધરાતલ પર સર્વેલન્સ પ્રક્રિયાઓ કેવી રીતે કાર્ય કરી રહી છે તેને સરકાર શેર કરવા માટે તૈયાર નથી. વધુમાં, કોર્ટની દેખરેખની ગેરહાજરીમાં આઇટી એક્ટમાં અસ્પષ્ટ શબ્દોની શરતો, આખી કાર્યવાહીને અપારદર્શક બનાવે છે. તેના બદલે, આપણી પાસે એવી સરકાર છે જે એક પછી એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા આગળ વધે છે અને કોઈપણ કાયદાકીય અથવા ન્યાયિક દેખરેખને કાઢી નાખે છે.

ધરાતલ પર અમલીકરણમાં આવશ્યકતાની જરૂરિયાત, પ્રમાણસરતા અને યોગ્ય પ્રક્રિયાને પગલે જ્યારે સરકાર આવા માથાઢક સર્વેલન્સખના પગલાંને પસાર કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે સરકારમાં શ્રદ્ધાની ઉણપ તરફ દોરી જાય છે. ગૃહ મંત્રાલયના નોટિફિકેશન અંગેની ફરિયાદ આ બાબત દર્શાવે છે. જ્યારે ભારતની સરકારોએ ઘણા કાયદાઓ પસાર કર્યા છે અને રાષ્ટ્રીય સલામતીના નામ પર ઘણા શંકાસ્પદ કાર્યો કર્યા છે- આધાર પ્રોજેક્ટ અને નોટબંધીની કવાયત તાજેતરના ઉદાહરણો છે - જેમાં ભારે માત્રામાં વ્યક્તિગત પારદર્શિતા જરૂરી છે, આપણે નથી જોતા કે સરકાર તેના લોકો સાથે આગળ આવી અને પારદર્શક બની.

ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ પસાર થયા પછી સંચાર તકનીકની પ્રકૃતિમાં ભારે ફેરફાર થયો છે. આપણે પહેલાં કરતાં વધુ, અને ઘણા બધા લોકો સાથે વાતચીત કરીએ છીએ. ફોન અને કમ્પ્યુટર્સ, અને ઇન્ટરનેટના માધ્યમનો આભાર કે, હવે તે માત્ર મહત્વપૂર્ણ મેસેજને મોકલવા કે વર્ડ પ્રોસેસર્સ પર કાર્ય કરવા માટે જ ઉપયોગમાં લેવામાં આવતાં નથી, પરંતુ તેના દ્વારા આપણે સ્વયંને વ્યક્ત કરીએ છીએ અને તે આપણા રોજિંદા જીવવાનો અભિન્ન ભાગ છે. તેથી, કોઈ વ્યક્તિના ફોન અથવા કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારની અટકાયત અથવા દેખરેખનો અર્થ એ થયો કે તેના જીવનમાં તે પહેલાં કરતાં વધુ ઊંડા ઘૂસણખોરી કરવામાં આવી છે. આપણે આ ઉપકરણો દ્વારા વાત કરીએ છીએ, વાંચીએ છીએ, કામ કરીએ છીએ, બેંકના કામકાજ, અભિવ્યક્તિ, વિરોધ અને અસંમતિ વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે, ગેરકાયદેસરતા અને રાષ્ટ્રીય સલામતીના જોખમો પણ ડિજિટલી આગળ વધી ગયા છે. જો કે, આ ઉપકરણો અને નેટવર્ક્સ પર વ્યાપક અને પ્રતિબંધિત અંકુશ અથવા દેખરેખમાં સરકાર સર્વવ્યાપી બિગ બ્રધરની ભૂમિકા ભજવશે. અહી જરૂરી એ છે કે ભારતના સર્વેલન્સ માળખાની સંપૂર્ણ પૂર્તિ, પુટ્સ્વામીના ચુકાદામાં ગોપનીયતાના સિદ્ધાંતોને સમાવવા અને પાલન કરવાની આવશ્યકતા છે અને ડેટા સંરક્ષણ કાયદાના તાકીદે અમલીકરણની જરૂર છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top