ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

સ્ટેસ્યુની આગળ શું છે?

શું નિયો-ઉદારકરણની રાજનીતિ ડિપ્લોમેટિક ગૂડવીલની ચાલ ચાલી રહી છે?

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

"એક વ્યક્તિનો નાયક બીજાનો ખલનાયક હોઈ શકે છે" - આ મૂર્તિપૂજક રાજનીતિની તાસિર વર્ણવતી ટેગ લાઇન છે, જેની અંતર્ગત તાજેતરના સમયમાં રાષ્ટ્રીય નિર્ણયના નામે વિવિધ રાજકીય સ્ટેસ્યુઓને તોડવાના કે દુર કરવાના પુરાવા મળે છે. યુનિવર્સિટીના કેટલાક શિક્ષણવિદ્દો, પ્રોફેસરોના કહેવાથી ઘાના યુનિવર્સિટીના મકાનમાંથી એમ.કે. ગાંધીની પ્રતિમાને દૂર કરવાના નિર્ણય આ યાદીમાં વધુ એક ઉમેરો છે. બંને દેશોની સરકારો અનુસાર, આ મૂર્તિ 2016માં ભારતથી આફ્રિકાની પ્રથમ ટ્રાઇ-નેશન પ્રેસિડેન્સિયલ ટૂરની ઉજવણીનું પ્રતીક છે, જ્યારે કેટલાક સામાન્ય ઘાનાવાસીઓ માટે ગાંધીનું રાજકીય વ્યક્તિત્વ અન્ય “જાતિવાદી” સામ્રાજ્યવાદી કરતાં અલગ નથી. હકીકતમાં, ભારતીય રાષ્ટ્રપતિની તાજેતરની મુલાકાતને ત્યાં ઉજવવા માટે 2015માં મલાવીમાં બીજી પ્રતિમાનું બાંધકામ અટકાવવા સાથે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની પ્રતિમાઓ છેલ્લા થોડા સમયથી સંસ્થાનવાદ-વિરોધી, જાતિવાદ-વિરોધી આઇકોનોક્લાઝમનો ભાગ બની ગઈ છે. પરંતુ, આ બધા કેસોમાં વિચિત્ર બાબત એ છે કે જે સરકારોએ આ પ્રતિમાઓને દ્વિપક્ષીય સંબંધોની ચેષ્ટા તરીકે દર્શાવી હતી, તેથી તેની જાહેર નિંદા થતી નહોતી. જો સરકારોનું વલણ ગાંધી વિરુદ્ધ જાતિવાદના આરોપને માન્ય કરતું હોય, તો પછી રાજકીય પ્રતિમાનું ઔચિત્ય શું છે?

જ્યારે ગાંધીનું સંતચરિત્ર (અને તેથી તેમની મુર્તિ તરીકે પ્રતિમા)ને ભારત અને આફ્રિકા એમ બંને માટે સોફ્ટ-પાવર પોલિટિક્સને માફક આવતા અનુકુળ વ્યૂહરચના તરીકે માન્યતા આપવામાં આવે છે, ત્યારે તે સરકારોને "નેશન સ્ટેટ"ની અભિવ્યક્તિનું કાર્ડને રમવાની પણ જગ્યા કરી આપે છે. ઉદાહરણ તરીકે, ઘાના સ્ટેટ માટે, "જાતિવાદ"ને તત્કાળ "સંસ્થાનવાદ" તરફ દોરી જવામાં આવે છે. જે "નૃવંશવાદ" (અકાન સામ્રાજ્યો દ્વારા અન્ય વંશોની ગુલામી)ના અસુવિધાજનક સ્થાનિક ઇતિહાસને છૂટા પાડે છે, જે વર્તમાન સમયના અકાન/બિનઅકાન "જાતિ"ઓમાં મતોનું ધ્રુવીકરણ અને રાજકીય કલંક અને તકની કથિત પ્રાદેશિક એકાગ્રતામાં પરિણમે છે. જો કે, વંશીય પ્રદેશથી દેશના વધુ કોસ્મોપોલિટન કે આર્થિક રીતે અનુકૂળ ભાગો (મોટેભાગે દક્ષિણમાં)માં ભારે સ્થળાંતર, વંશીય જોડાણને અંકે કરવાની પરંપરાગત રાજકીય વ્યૂહરચનાઓને અપનાવે છે. ઉપરાંત, એ પણ દલીલ થઈ કે આજે ખાસ કરીને મોટાભાગે 25-30 વર્ષની વયના સરેરાશ ઘાનાવાસી આ સ્થાનિક વારસાથી પ્રભાવિત છે કે તેનાથી ઓળખાય છે. આ પાસાંઓએ દેશના ચૂંટણીલક્ષી લોકશાહીમાં વંશીય/સાંસ્કૃતિક પરિબળની નિર્ણાયકતાને નબળી બનાવી છે, પરંતુ તેને સમાપ્ત કરી શક્યા નથી.

તેથી જ તો, બે પ્રભાવશાળી રાજકીય પક્ષો, નેશનલ ડેમોક્રેટિક કોંગ્રેસ (એનડીસી) અને ન્યૂ પેટ્રિયોટિક પાર્ટી (એનપીપી)ની રાજકીય વિચારધારા વચ્ચે પાતળી ભેદરેખા છે. રાજકીય વારસા અને વિચારધારાઓમાં તેમના વચ્ચે સ્વયંસિદ્ધ તફાવત હોવા છતાં, બંને પક્ષો આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની નિયો-ઉદારવાદી ભલામણોને અનુસરતા હોવાના કારણે, વિકાસશીલતાના માપદંડમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ-લક્ષિત સંસ્કરણમાં વધતી કાયદેસરતાને ધ્યાનમાં રાખીને અને આ વિકાસને આગળ વધારવા માટે ખાનગી કે વિદેશી રોકાણો માટે અનુકુળતા ઉભી કરવાની હોડમાં છે. ઝાંખા ભેદ સાથે, ઘાનામાં રાજકારણ મુદ્દાઓ આધારિત બનવાને બદલે સૂત્રોચ્ચાર અને વ્યક્તિગત અને જૂથો માટે તાત્કાલિક સહયોગ સામગ્રીના વચનો સાથે વ્યક્તિત્વ-આધારિત બની ગયું છે. આવા સંદર્ભમાં "યુવા" મતદારોની ચૂંટણીમાં મત માટે નેતાની પસંદગી મોટાભાગે તેમની  ચિંતાઓ(સામાજિક-આર્થિક)ને પ્રતિબિંબિત કરે "સ્કર્ટ અને બ્લાઉઝ" (એક જ બેઠકમાં બે વિરોધી પક્ષોના રાષ્ટ્રપતિ અને સંસદીય ઉમેદવારોની પસંદગી)ના મતદાન તરફ દોરી જાય તેવા ધારણાના રાજકારણી કે સરકારની બની રહી છે.

આવી અનિશ્ચિતતા ચૂંટણીની સફળતાઓમાં રાજકીય અસ્તિત્વની ભૂમિકાને ઘટાડે છે. સાથે સાથે, તે પેટ્રોન-ક્લાયન્ટ સંબંધો માટેના દરવાજા ખોલી આપે છે. શહેરી વિસ્તારોમાં શહેરી ગૌરવમાં સરકારની કાયદેસરતા તેની ક્ષમતા (અથવા તેની છાપ) સાથે અર્થતંત્રને "વૃદ્ધિ" પુનઃસ્થાપિત કરવા માટે "મેનેજ" કરે છે, ખાસ કરીને જીડીપીને વેગ આપવાના હાલના તબક્કામાં ફુગાવાના પરત ફરવાના, પાવર શોર્ટેજના, અને ઓઇલ ક્ષેત્રની આવક અંગે આશાવાદમાં. ગ્રામીણ વિસ્તારોમાં, પરિવર્તનશીલ રાજકારણની અપીલને વિકાસ માટે ઐતિહાસિક ક્ષેત્રીય પૂર્વગ્રહ દ્વારા અંકે કરવામાં આવે છે. લાંબા ગાળાથી ઉપેક્ષિત ઉત્તરી પ્રદેશમાંથી બિન-સરકારી સંગઠન-શૈલીના હસ્તક્ષેપોને વધુ લાવવા માટે લોકોની ઉભરતી લોકપ્રિય માંગ વર્તમાન સરકારો માટે એક નવી કસોટી છે. ફરીથી, બંને પક્ષો ઓછા વેતનવાળા કામદારો કે જેઓ પાર્ટીના નેતાઓ માટે મોટા ભાગનાં આયોજનો, અભિયાનો અને સૂત્રોચ્ચારો કરે છે તેવી પોતાના પગલે ચાલતી ફોજ પર ભારે મદાર રાખે છે. તેમના મતો અને મત અપાવવામાં કરેલી સહાયના મદદના બદલામાં આ પાછળ ચાલતી ફોજ રોજગારની અપેક્ષા રાખે છે.

પરંતુ, પેટ્રન-ગ્રાહકવાદ મર્યાદિત સામગ્રી સંસાધનો ધરાવતી રાજકીય પદ્ધતિમાં પળમાં બદલાતું એવું ભારે અસ્થિર સમીકરણ છે. સરકારના ખર્ચનું અડધાથી વધુ બજેટ દ્વિપક્ષીય કે બહુપક્ષીય સહાય પર આધારિત છે અને સરકારી આવકમાંથી રાજ્યના ખર્ચનો લગભગ ચાર-પાંચમો ભાગ સરકારી કર્મચારીના પગાર ચૂકવવામાં જાય છે, કોઈપણ સરકાર કઈ રીતે રોજગારી સર્જન કરશે? ઘાના એ એકમાત્ર આફ્રિકન દેશ નથી જે આવા અવરોધોનો સામનો કરે છે. બીજા ઘણા દેશોમાં, નિયો-ઉદારવાદ / વૈશ્વિકીકરણની આડમાં રાષ્ટ્રિય પ્રતિબદ્ધતાના નામે લોકશાહી સાથે બાંધછોડ કરે છે. સામાજિક જવાબદારીના ક્ષેત્રમાં દેશના આ પ્રકારનું છળમાં ઘાના હજી પણ આફ્રિકામાં મજબૂત લોકશાહી ધરાવતા દેશની પ્રતિષ્ઠા ધરાવે છે. પરંતુ, એશિયન, ભારતીય ડાયસ્પોરિક રાજકારણમાં સરકાર નિષ્ફળતાની જવાબદારીને બાયપાસ કરવા, મૌન સંજ્ઞાઓ દ્વારા "સ્ટ્રેટીફાઇડ" રંગવાદની લાગણીઓનો દુરૂપયોગ કરવાથી આ લોકશાહીની સસ્ટેનેબિલિટી બહુ વાચાળ બનતી નથી. તેના દ્વારા સર્જાતી ઘરેલું સંસ્થાકીય નબળાઇઓ, અસક્ષમતાઓ આગળ જતા જો દેશ પાસે આર્થિક સંકલનના અર્થમાં પુન સ્થાપિત કરવા માટેના સાધનનો અભાવ હોય તો આખરે દેશને તેમની લોકશાહી સાથે બાંધછોડ કરાવવાની ફરજ પાડે છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top