અન્ય સ્થાનો પર પૂર્વગ્રહનું સ્થાનાંતરણ
શું પોલીસ કર્મચારીઓ ઉછેરમાં જાતિ અને કોમવાદી ચેતનાના આધારે તાલીમ મેળવે છે?
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
મહારાષ્ટ્ર સરકારે બીડ જિલ્લાના આઇપીએસના અધિકારી ભાગ્યશ્રી નવટકેને ટ્રાન્સફર કર્યા છે, તેમના દલિતો વિરુદ્ધ ખોટા કેસો, મુસ્લિમોને હેરાન કરવા અને મરાઠાને છાવરવાના વિડિઓ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અમલદારો અને પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર દંડનો માપદંડ માનવામાં આવે છે. જો કે, સરકારો અને પાવરફૂલ રાજનેતાઓ બંને રીતે ટ્રાન્સફર મિકેનિઝમનો ઉપયોગ કરી શકે છે - તેમને નાખુશ કરનારાઓને સજા કરવા અથવા ચોક્કસ અધિકારીઓ સામે પગલાં લેવા માગતા લોકોને ખુશ કરવા. નવટકેના આવેશપુર્ણ નિવેદનો તેમના દલિતો અને મુસ્લિમો વિરુદ્ધની ધિક્કારનું વલણની ચાડી ખાય છે. આ ઘટનાક્રમમાં બે પાસાઓ સપાટી પર આવે છે. ટ્રાન્સફરથી નવટકેની વીડિયોમાં દેખાય છે તે પ્રકારની જાતિ અને સમાજવાદી વલણમાં ઘટાડો થશે? ટ્રેનિંગ મેન્યુઅલને પગલે અમલદારો અને પોલીસ અધિકારીઓ આસપાસના સમાજમાં ચેપની જેમ ફેલાયેલા પૂર્વગ્રહો અને નફરતથી ઉપર ઉઠી શકે છે?
એ સમજવું અઘરુ નથી કે અન્ય અમલદારશાહી સંસ્થાઓની જેમ પોલીસદળો અધિકારીઓ જાતિ, સાંપ્રદાયિકતા અને પૈતૃક વ્યવસ્થાની આસપાસ ઊભી થતી મુખ્ય વિચારધારાથી પ્રભાવિત થાય છે. પોલીસ દળ ઉપર મહિલા, આદિવાસીઓ, દલિતો અને લઘુમતીઓ જેવા સમાજના વિભાગો સામે ગંભીર રીતે પિતૃપ્રધાન અને ભેદભાવપૂર્ણ વલણ અપનાવતી હોવાની શંકા રહી છે.
સામાજિક-આર્થિક સૂચકાંકો પર આધારીત રાજ્યોની એકંદર તુલનામાં, મહારાષ્ટ્ર "પ્રગતિશીલ" ગણાય છે. જોકે, તેમની વંચિત આરોપીઓ પ્રત્યેની કાર્યપદ્ધતિઓ અને વર્તાવ પ્રત્યેનું મહિલા અધિકારીનું આવેશયુક્ત ભાષણ રાજ્યની હાલની પરિસ્થિતિનો વધુ પડઘો પાડે છે. જો તાજેતરના ઇતિહાસથી શરૂ કરીએ તો, 2006માં ખૈરલાજી હત્યાકાંડમાં દલિતો વિરુદ્ધ વિવિધ હિંસક કાર્યવાહીઓ અને ભીમા-કોરેગાંવ ઘટનામાં પ્રભાવશાળી છાપ એવી ઉપસી છે કે પોલીસ સમાજના આ વિભાગ સામે પક્ષપાતી છે. ફરીથી, વર્ષ 2016માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટિઝ) એક્ટને રદ કરવાની માગણી કરતા મરાઠા સમુદાય દ્વારા મુક (મૌન) મોરચા દરમિયાન, દલિત સમુદાય સામે હિંસા અને બળવાની ઘટનાની ઘણી પોલીસ ફરિયાદો અને બોમ્બે હાઈકોર્ટમાં પણ અરજીઓ થઈ હતી. ઉત્તર પ્રદેશમાં, ખાસ કરીને પાછલા કેટલાક વર્ષોમાં, પોલીસ કથિત ધાર્મિક સમુદાયના આધારે આક્રમક અથવા નિષ્ક્રિય હોવાના કારણે કુખ્યાત છે. પોલીસ "એન્કાઉન્ટર" વાસ્તવમાં ઠંડા કલેજાપુર્વક કરાયેલી હત્યાઓ છે, કહેવાતી રોમિયો સ્કવોડ યુવા કપલને જાહેરમાં શરમમાં નાખે છે, ખાસ કરીને હિન્દુ-મુસ્લિમ કપલને અને કથિત "લવ-જિહાદ" વિરૂદ્ધ ઝુંબેશ ચલાવે છે અને સરાજાહેર કથિત ગાયના દાણચોરોનું લિંચીંગ કરે છે. આ બધા મુદ્દાઓ રાજ્યમાં પોલીસની લોકપ્રિય પૂર્વરાગો અને પૂર્વગ્રહ સાથે આગળ વધે છે. વાસ્તવમાં, નિઃશસ્ત્ર કોર્પોરેટ કંપનીના એક્ઝિક્યુટિવની લખનૌમાં ઠંડા કલેજે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી, આરોપી પોલીસના સાથીદારોએ તેમની વિરુદ્ધની કાર્યવાહીનો વિરોધ કરતી કાળી પટ્ટી હાથે પહેરી હતી. આ એ જ રાજ્ય છે જેણે હશીમપુરા કેસમાં દિલ્હી હાઈકોર્ટના ચુકાદાનું સાક્ષી રહ્યુ છે. એ ચૂકાદો 31 વર્ષ પછી આવ્યો હતો જેમાં પ્રોવીઝનલ આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરી (પીએસી)ના કર્મચારીઓએ 31 મુસ્લિમોને ઇરાદાપૂર્વક મારી નાખ્યા હતા અને તેમના શરીરને નહેરમાં ફેંકી દીધા હતા. હાઈકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે હત્યાકાંડ "કાયદાનો અમલ કરાવતા પ્રતિનિધીઓની અંદરના સંસ્થાકીય પૂર્વગ્રહને જાહેર કરે છે."
તે એવી એજન્સી છે જે હિંસક કૃત્યોમાં વારંવાર કાર્યવાહી કરે છે, મધ્યસ્થી કરે છે, ફેંસલો કરે છે, શાંત્વના આપે છે. ખાનગીમાં, જાહેર કાયદો અને વ્યવસ્થામાં અડચણ, હુલ્લડો અને અન્ય વિવાદોમાં પોલીસ દળ રાજ્યનું સૌથી મહત્વનું હથિયાર છે. તેના પુરુષો અને મહિલા સભ્યો લોકોના સભ્યો અને નાગરિકો સાથે વ્યવહારમાં ઉતરે છે. પોલિસને મૈત્રીપૂર્ણ અને "સેવા" આપવા આતૂર દર્શાવવા માટે વારંવાર પબ્લિક રિલેશન કેમ્પેનો ચલાવવામાં આવે છે. પરંતુ સમુદાયો અને પડોશીઓ સેવા આપતી પોલીસને કેવી રીતે જુએ છે? ભારત જેવા મલ્ટિ-રિલિજિયસ, બહુવચન સમાજને ધ્યાનમાં રાખીને, બહુમતી સાથે કામ કરવા માટે પોલીસ કેટલી સારી રીતે સજ્જ છે? વધુ મહત્ત્વની વાત એ છે કે, પૂર્વરાગો અને પૂર્વગ્રહોને પહોંચી વળવા માટે તેમની તાલીમ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
પોલીસ સુધારણા એ એવો એક વિષય છે કે જેની ઘણી ચર્ચામાં થઈ છે પરંતુ ભાગ્યે જ અસરકારક રીતે રાજ્ય સરકારો દ્વારા લાગુ પાડવામાં આવી છે. 1978ની નેશનલ પોલીસ કમિટિ દ્વારા બનાવવામાં આવેલા સૂચનોનો કોઈ તોટો નથી. 1995માં સુપ્રીમ કોર્ટ (જે હજી પણ સંભળાઈ રહી છે)માં ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ દ્વારા જનહિત હિતની ફરિયાદ. જુલીઓ રિબેરોની 1998ની કમિટિ અને ત્યાર બાદ ત્રણ અન્ય લોકો પદ્મનાભઈયાહ, મલિમાથ અને સોલી સોરાબજી સમિતિઓ. 2006માં, સર્વોચ્ચ અદાલતે છ સૂચનો પસાર કર્યા હતા, જેમાં ચોથું સુચન કહે છે કે પોલીસ ટ્રેનિંગ "ભારત જેવા બહુવચન સમાજના પોલીસ કાર્યને જોવા માટે લોકશાહી ધોરણે સંવેદનશીલ ડિઝાઇન બનાવવી આવશ્યક છે." દેખીતી રીતે જ, વંચિત સમાજ સાથેની ભેદભાવભરી પોલીસ કાર્યવાહીના અગણિત કિસ્સાઓમાં પોલીસ પુરુષો અને મહિલાઓની તાલીમ સ્પષ્ટપણે નિષ્ફળ ગઈ છે.
મહારાષ્ટ્ર સહિતના ઘણા રાજ્યોએ મોડેલ પોલીસ એક્ટ પસાર કર્યો છે જેમાં કેટલાક સુધારા લાવ્યા છે. પરંતુ તે આઇસોલેશનમાં ન પરિણમે કે ખંડિત ફેશનમાં પરિણમી ન જોઈએ. સમાજમાં મોટાભાગના પૂર્વરાગો અને પૂર્વગ્રહોને દૂર કરવા માટે ઘણો સમય લાગી શકે છે. કદાચ, પોલીસને આવા સામાજિક પૂર્વગ્રહો સામે તાલીમ આપવી આવશ્યક છે.