ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

હાશીમપુરામાંથી પદાર્થપાઠો

હાશીમપુરાનો ભયાનક કસ્ટોડિયલ હત્યાકાંડ ભૂલી જવા જેવો નથી.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

1987માં ઉત્તર પ્રદેશ (યુપી) પ્રોવિન્સિઅલ આર્મ્ડ કોન્સ્ટાબ્યુલરી (પીએસી) દ્વારા હાશીમપુરામાં 38 મુસ્લિમ પુરુષોની હત્યાના સંદર્ભમાં ભૂલી જઈને આગળ વધવું એ ડહાપણભર્યો વિચાર નથી. જોકે તે હત્યાકાંડ પછી 31 વર્ષે દિલ્હી હાઇકોર્ટનો તાજેતરનો ચુકાદો આવ્યો તેણે ચર્ચા જગાવી છે. તે ધ્રુજાવી દેતી ઘટનાની યાદોમાંથી ભારતીય સમાજ અને રાજકારણે પાઠ લેવા જેવો છે. હત્યામાં ભૂમિકા બદલ 16 નિવૃત્ત પીએસીના કર્મચારીઓને આજીવન કારાવાસની સજા થઈ. અન્ય ત્રણ ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ ઘટના "કાયદીય અમલીકરણના એજન્ટોમાં સંસ્થાકીય પૂર્વગ્રહને જાહેર કરે છે." કસ્ટોડિયલ અને સંસ્થાકીય હિંસાના સમાચાર એક રાષ્ટ્ર માટે એક ક્રૂરતા અને મુસ્લિમ વિરોધી ખુન્નસ ભરેલી હતી.

વાસ્તવમાં, છેલ્લા ત્રણ દાયકાઓથી રાજ્ય અને યુપી પોલીસ અને અનુગામી રાજ્ય સરકારો સામે ટ્રાયલ ચાલી રહી હતી. પ્રથમ નીચલી અદાલતમાં અને પછી ઉચ્ચ અદાલતમાં ટ્રાયલમાંથી એ અવલોકન નિકળ્યું કે કસ્ટોડિયલ હિંસા અને મૃત્યુ બંનેની વાત આવે ત્યારે પોલીસ અધિકારીઓને બરતરફ કરીને પોલીસ તપાસ કેવી રીતે હાથ ધરવામાં આવે છે. દેશમાં ભયજનક હદે કસ્ટોડિયલ ડેથને ધ્યાનમાં રાખીને પ્રશ્ન ઉઠે છે કે, પોલીસનું પોલીસ કોણ?

હાઇ કોર્ટે પણ નોંધ્યું હતું કે, આ કસ્ટોડિયલ હત્યાનો કેસ હતો, જ્યાં "કાયદાની વ્યવસ્થા માનવ અધિકારના દુરુપયોગને અટકાવવા માટે અસરકારક રીતે કાર્યવાહી કરવામાં અસમર્થ રહી છે." નિરાશાવાદી ભલે લાગે, પરંતુ એ વાસ્તવવાદી છે કે આપણે એ જોવું જોઈએ કે હાશીમપુરાના કેસમાંથી બોધપાઠ ન લઈને તેના પર કાર્ય ન થાય તો આવા કેસ બનતા અટકશે નહી. લાંબી લડાઈમાં સંકળાયેલા માનવાધિકાર કાર્યકરો અને વકીલોએ નોંધ્યું છે કે, આ પ્રકારનું કાર્ય PAC ના નીચલા સ્તરના કર્મચારીઓ દ્વારા તેમની પોતાની મૂનસફી પ્રમાણે થાય એ શક્ય નથી. એક જુની વક્રોક્તિ છે કે કસ્ટોડિયલ હિંસા માટેની પ્રતિતિ સલામત હોય તો પણ સજા પામેલા લોકો વાસ્તવિક ગુનેગારો નથી.

જે સંસ્થાઓ પાસે નાગરિકોના માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે બંધારણીય અપેક્ષાઓ રાખવામાં આવે છે તે જ સૌ પહેલા તેને કોરાણે મુકી દે છે. કમનસીબે, આ કંઈ ભૂતકાળની વાત નથી. આ સંસ્થાઓમાં કોઈ વિકૃતિ લક્ષિત સમાજ અને સમુહ સામે અવિરત ક્રૂરતા અને હિંસાના વિવિધ કૃત્યોમાં ચાલુ રહે છે અને તેને સજા નથી મળતી ત્યારે હાશીમપુરાના પાઠોને યાદ રાખીને તેની ચર્ચા કરવી તે આ સમયની જરૂરિયાત છે.

જો કે, બચી ગયેલા પરિવારના સભ્યો અને હત્યાકાંડમાં માર્યા ગયેલાના ટેકેદારો અને કોમવાદી હુલ્લડની હિંસામાંથી બચી ગયેલા લોકોની ન્યાયિક વ્યવસ્થામાં શ્રદ્ધા અને નૈતિક વિશ્વાસને પણ ધ્યાને લેવા પડશે. મીડિયા અહેવાલોમાં અને વકીલોએ ધ્યાન દોર્યું છે કે જ્યાંથી પીએસીના કર્મચારીઓ દ્વારા આ પુરુષોને ઉપાડવામાં આવ્યા હતા તેના બધા જ પડોશીઓ ઉપર ખતરનાક અને રાષ્ટ્ર વિરોધી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તેમ છતાં આ માણસોને પકડવામાં આવ્યા ત્યારે કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આવી ન હતી. પુરાવામાં કોઈ હથિયારો મળ્યા નહોતા અને તેમને ખરાબ ચિતરવા માટે જુઠ્ઠાણા ચલાવવામાં આવ્યા હતા. બચી ગયેલાઓને નીચલી અદાલતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેમની આજીવિકા અને તેમના બાળકોના શિક્ષણને અસર થઈ હતી, છતા લાગણી અને માનસને લાગેલા આઘાતનો ઉલ્લેખ કર્યો વગર તેમણે કેસ લડ્યો રાખ્યો હતો.

મહિલાઓએ પણ જતુ ન કર્યુ અને નિષ્ઠાવાન વકીલોએ તેમનો કેસ લડ્યો. હકીકતમાં, માત્ર આ દ્દઢતાના જોરે જ આખરે આરોપી પીએસીના કર્મચારીઓને વાસ્તવિક હત્યાકાંડ સાથે જોડતા પુરાવાઓ "શોધવામાં" સફળતા મળી. જે કંઇપણ શ્રેય જાય છે તે બચી ગયેલા લોકો, વકીલો અને માધ્યમોના એક નાનકડા ભાગને જાય છે જેમણે ન્યાયની આશા જગાવી રાખી અને અઘરી જીત શક્ય બનાવી.

આ કેસને સ્મૃતિનાશ કરીને કોરાણે મુકવા જેવો નથી. હિંસા અને હત્યાઓથી પ્રભાવિત પરિવારો દ્વારા કરવામાં આવતી સંખ્યાબંધ રજુઆતો ધ્યાને લેવા જેવી છે. આ માત્ર ત્યારે જ થઈ શકે જ્યારે મીડિયા, અને દેશની દિશા વિશે ચિંતિત નાગરિકોનો ટેકો મળે તો આ કેસમાં તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા વર્ણવ્યા મુજબ "સ્વતંત્ર ભારતની સૌથી ખરાબ કસ્ટોડિયલ હત્યા"ને દુર રાખી શકાશે.

હાશીમપુરાના મુસ્લિમ સમુદાય માટે, આ તેમના સામૂહિક ઇતિહાસનો એક અવિસ્મરણિય હિસ્સો છે. તેની વિગતો સમાજની સ્મૃતિમાં કાયમ રહેશે. મહત્વનું એ છે કે આ એપિસોડને જન સામાન્યની મેમરીમાં પણ આરોપિત કરવામાં આવે. જે લોકો ઇતિહાસ ભૂલી જાય છે ત્યારે તે પાઠનું પુનરાવર્તન થાય છે અને તે પાઠ સંભવતઃ સૌથી સામાન્ય અને સૌથી ઉપેક્ષિત હોય છે.

Back to Top