ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ભવ્યતાનું પતન

સરકારે આર્થિક ડહાપણ નેવે મુક્યુ છે – આરબીઆઇ પોતાની મહત્તાને ટકાવવા સંઘર્ષ કરી રહી છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

આરબીઆઇ અને સરકાર વચ્ચે તાજેતરની ખેંચતાણમાં  સ્પાટમાં પ્રગતિશીલ મોટી નીતિઓના રહસ્યોનો પટારો ખોલી નાખ્યો છે અને તેનું નુકશાન માત્ર નાણાકીય સિસ્ટમની સાથે સમગ્ર રાષ્ટ્રિય અર્થતંત્રને પણ થશે. બેન્કના ડેપ્યુટી ગવર્નર, વિરલ આચાર્યના વિવાદાસ્પદ જાહેર ભાષણની જાહેરાતથી આરબીઆઈ ટેક્નૉક્રેટ્સના દેશના અર્થતંત્રના લાંબા સમયના દેખાવ અને રાજ્યની વધારે પડતી પહોંચથી સેન્ટ્રલ બેંકની સ્વાયત્તતાના બંને નબળા પાયા ઉપર રચેલા દાવાઓને ઉઘાડા પાડી દીધા છે.  સૌ પહેલા, એ તો ઘણે અંશે સ્પષ્ટ છે કે આરબીઆઈ મોટાભાગે લાંબા ગાળાની વિકાસકારી ચિંતાઓને અવગણીને ટૂંકાગાળાના એફડીઆઇના મુદ્દાઓની વધુ ચિંતા કરે છે. બીજું, આર્થિક નિર્ણયો માટે બંધનકર્તા પરિબળો એવા માર્કેટ અને ઉદ્યોગો અથવા ડેપ્યુટી ગવર્નર કહે છે તેમ "બજારોનો આક્રોશ" પર નહી પરંતુ, માત્ર સરકારની સ્વતંત્રતા પર વધારે ભાર મૂકવા સાથે બેંક દ્વારા જાહેર કરાયેલ "સ્વાતંત્રતા/સ્વાયત્તતા"ની કલ્પના સેન્સર થાય છે. અલબત્ત, સ્વતંત્રતાનો અર્થ એવો નથી કે સામાજિક વિચારણા સંબંધે પણ સંપૂર્ણ સ્વતંત્રતા.

એ તો નકારી શકાય તેમ નથી કે, વહીવટીતંત્રમાં અમલદારશાહીના પ્રભાવ સાથે આરબીઆઈ હંમેશાં ફાયનાન્સિયલ ઇન્ક્લૂઝનની ખાતરી કરવામાં નિષ્ફળ રહી છે. પ્રાથમિક ક્ષેત્રો અને સમાજના નબળા વિભાગોને ધિરાણ આપવું વગેરે જેવા સામાજિક લાભદાયી બેંકિંગ પ્રોગ્રામો યોગ્ય સામાજિક તપાસ વિના, અછડતી રીતે લાગુ કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, 1990ની શરૂઆતથી આરબીઆઇએ નિયોક્લાસિકલ મેક્રો પોલિસી ફ્રેમવર્કનું પાલન કર્યું છે, જેના પરિણામે જેણે ફિક્સ્ડ કન્સોલિડેશનનું નિર્માણ કર્યું છે અને તે જાહેર ખર્ચ સંકોચન અને સીધા કર દરોમાં ઘટાડો કરે છે. જેના પરિણામે સામાજિક કે વિકાસ ખર્ચમાં ઘટાડો થાય છે અને તે પછી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અસમાનતાઓ સર્જાય છે. એવું માનવું મુશ્કેલ છે કે આવા આક્રમક ફિસ્કલ કોન્સોલીડેશનથી આરબીઆઈના બિડિંગ વગર ફિસ્કલ રિસ્પોન્સિબિલીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, 2003 (એફઆરબીએમએ) અને મોનેટરી પોલિસી ફ્રેમવર્ક એગ્રીમેન્ટ (એમપીએફએ) બંને સરકારી નિયમોમાં સ્થાન મેળવી શકે છે. એ બંનેમાં ભારત સરકાર અને આરબીઆઈ વચ્ચે હસ્તાક્ષર થયા છે અને સાથે આરબીઆઇ એક્ટમાં સુધારા અંગે પણ બંધાયેલા છે. તેના પરિણામે હરીફ દેશોની તુલનામાં કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) ગુણોત્તરમાં ખૂબ નીચી બેંક ક્રેડિટના અસ્તિત્વ સાથે, ઓછા કર અને ઓછાખર્ચવાળા રાષ્ટ્ર તરીકે ભારતની વૈશ્વિક છબી ઘડાઈ છે. એન.કે. સિંઘ સમિતિની ભલામણો પછી કેન્દ્ર સરકાર જીડીપી ગુણોત્તરને 2024-25 સુધીમાં ઘટાડીને 40% કરશે તે પછી આ છબી વધુ મજબૂત બનશે. હાલના શાસન વલણમાં આવું આક્રમક ફિસ્કલ કન્સોલિડેશન મોટાભાગે "ન્યૂનતમ સરકાર અને મહત્તમ શાસન"ની વિચારધારાની સ્થિતિમાં છે.

પરંતુ, આવા કઠોર મેક્રોઇકોનોમિક પોલિસી એન્વાયર્નમેન્ટ સામે, એનડીએ સરકારના "સાહસિક" પગલાઓ, જેમ કે નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના જોરદાર અમલીકરણને કારણે, ખાસ કરીને દેશમાં રોજગારીની તકો ઊભી કરવા માટે કરોડરજ્જુ એવા નાના ઉદ્યોગો અને બિનસંગઠિત ક્ષેત્રો માટે અનિશ્ચિત આર્થિક પરિસ્થિતિ સર્જાઇ છે. વિવિધ પ્રાસંગિક મેક્રોઇકોનોમિક નીતિઓનું મિશ્રણ ઓછી ઘરેલું બચત અને રોકાણ, ફિસ્કલ સ્ટ્રેઇન, ચાલુ ખાતા ખાઘ અને સૌથી વિશેષ તો નબળી રોજગારીની વૃદ્ધિમાં પ્રતિબિંબિત થયું છે. આવા ભિષણ પ્રવાહનો સામનો કરતા વર્તમાન સરકારનો આત્મવિશ્વાસ આગામી લોકસભા ચૂંટણીઓમાં દેખાશે. એટલે શું સરકાર તેની અસહાય પરિસ્થિતિને ખાળવા માટે સેન્ટ્રલ બેંકને તાબે કરવાનો પ્રયાસ કરી રહી છે?

વિવાદાસ્પદ મુદ્દાઓ મોટેભાગે એન્ટિ-ડિલિક્વન્સી નીતિઓ/નિયમોનું નિર્માણ કરે છે કે જેને આરબીઆઇએ પાવર સેક્ટરને લોનની શરતો, નોન- બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) અને લઘુ, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ)ને ધિરાણના ધોરણો અને જાહેર ક્ષેત્રની બેંકો માટે બિન-કાર્યક્ષમ અસ્કયામતો (એનપીએ)ના અસમર્થ માપો ધરાવતી પ્રોમ્પ્ટ સુધારક ક્રિયા (પીસીએ)ની સિસ્ટમ વગેરે નાણાકીય ક્ષેત્રની લોનની ક્ષમતાને પુનઃસ્થાપિત કરવા માટે રજૂ કર્યા હતા. અન્ય મુદ્દાઓમાં બેન્કના બોર્ડની ભૂમિકા, ફિસ્કલ ગેપને સહાય કરવા માટે બેંકની અંદાજિત વધારાની અનામતનો ઉપયોગ અને જોખમી સંપત્તિના બેસલ કમિટી ઓન બેંકીંગ સુપરવિઝન(બીસીબીએસ)ની 8ની ભલામણથી વિપરીત 9% પર મૂડીની પર્યાપ્તતાને મૂકવાના બેંકના નિર્ણયનો સમાવેશ થાય છે.

વર્તમાન વિવાદ માત્ર આરબીઆઇની વ્યક્તિગત ક્ષમતાઓને ધ્યાનમાં લીધા વિના તેને નિર્ણયો લેવા માટે મજબૂર કરવાની સરકારની મૂર્ખતા દર્શાવે છે, તે સેન્ટ્રલ બેંકની સ્વાયત્તતા સામેનો ઘમંડ અને તુચ્છકાર પણ રજુ કરે છે. એમએસએમઇ વિશે કહીએ તો એવું નથી કે તરલતા અને બેંક ક્રેડિટ વિતરણમાં કોઈ વધારો થઈ શકતો નથી, પરંતુ એમએસએમઇની "59 મિનિટમાં 1 કરોડ રૂપિયા સુધી બેંક લોન મેળવો" ઘોષણા એકદમ અશોભનિય છે. ભૂતકાળમાં સરકારના હસ્તક્ષેપોએ બેન્કિંગ સિસ્ટમને ક્ષોભજનક સ્થિતિમાં લાવી દીધી છે એ પણ અવગણવું જોઈએ નહીં. આરબીઆઇ બોર્ડની ભૂમિકા જેવી આકસ્મિક સમસ્યાઓ માટે સરકારે એ હકીકત સામે આંખ મિંચામણા ન કરવા જોઈએ કે બેંક બોર્ડ માત્ર સલાહકાર છે અને કંપની એક્ટ હેઠળનું બોર્ડ નથી. તે નાણાંકીય અને બેંકિંગ નીતિના વલણને મનફાવે તેમ ચલાવી શકે નહી કે ટેકનિકલ નિર્ણયોમાં દખલ કરી શકે નહી. આરબીઆઈના રિઝર્વના કદ પ્રમાણે, આ મુદ્દાને ઓછામાં ઓછી ત્રણ સમિતિઓએ ધ્યાનમાં લીધો હતો અને કુલ સંપત્તિના 12%ને મિનિમમ ટ્રાન્સફરેબલ ગ્રોસ પ્રોફિટ તરીકે "જરૂરી વિવિધ જોખમો અને બફર્સ સામે રક્ષણ સામે જરૂરી" માટેના આકસ્મિક અનામતમાં સ્વિકારવામાં આવ્યો હતો. આમ, આકસ્મિક અનામતની પવિત્રતાને આદર આપવો જોઇએ. જો કે, મૂડીની પર્યાપ્તતાના મુદ્દા પર બેંકને વળગી રહેવામાં થોડોઘણો અવકાશ છે. વાસ્તવમાં, સેન્ટ્રલ બેંકે પણ લોકોના કલ્યાણ અંગે સરકારની વિચારસરણીમાં શામેલ વ્યાપક મૂલ્યોને અમલમાં મૂકવા પડશે.

Back to Top