ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

સ્ત્રીઓનો વિશ્વાસ કેવી રીતે કરવો

સ્ત્રીઓ તેમના ભૂતકાળના અનુભવોને પ્રસ્તુત કરી રહી છે, અત્યાર સુધી આપણે ફક્ત પુરૂષ પ્રધાન ભાષા જ સમજતા આવ્યા છીએ.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ગત અઠવાડિયે બે મહિલાઓએ તેમની પરના જાતીય શોષણના અનુભવો દુનિયા સમક્ષ રજુ કર્યા છે. યુએસમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર ક્રિસ્ટાઇન બ્લેસી ફોર્ડે સુપ્રીમ કોર્ટના જજના ઉમેદવાર બ્રેટ કાવાનૌફ વિશે કહ્યુ કે તેમણે 1982માં તે કિશોરી હતી ત્યારે તેના પર જાતીય હુમલો કર્યો હતો. બીજી ઘટનામાં, મુંબઇમાં અભિનેત્રી તનુશ્રી દત્તાએ એક ચેનલ સાથે વાત કરતા કહ્યુ કે 2008માં એક ફિલ્મના સેટ પર અભિનેતા નાના પાટેકરે તેની જાતિય સતામણી કરી હતી અને ફિલ્મ ઉદ્યોગમાં આવું બનતું રહે છે.

આ કબુલાતનું મહત્વ તેમની જાતિય સતામણીથી ઘણુ વિશેષ છે. તેમની કબુલાતના કારણે પહેલા જે સતામણી સામાન્ય ગણાતા રોજીંદા માળખાનું અંગ હતું તેની સામે ઉભી થયેલી #MeToo ચળવળમાં ઘણી સ્ત્રીઓ જોડાઈ. ગંભીર ગુનો હોવા છતાં, જાતીય સતામણી અસાધારણ નથી. તે તો માત્ર શાશ્વત પાવર અને પુરૂષોએ ધારણ કરેલી અપ્રમાણિકતાની રજૂઆત છે. નશામાં ધૃત હાઈસ્કૂલનો એક કિશોર અને રાજ્યાશ્રય મેળવેલો અભિનેતા બંનેનો જધન્ય અપરાધ છે.

આ બે બનાવો અનુક્રમે 36 અને 10 વર્ષ પહેલા બન્યા હતા. જેને પીડિતાઓ એ આશા સાથે રજુ કર્યા છે કે તેમની પીડાને હવે વાચા મળશે. અમેરિકન ફિલ્મ પ્રોડ્યુસર હાર્વે વેઇનસ્ટેઈન પર ઓક્ટોબર 2017માં 80 મહિલાઓની સાક્ષી સાથે જાતીય સતામણીનો આરોપ મૂકાયો તે પછી શું બદલાયું છે? દુનિયાભરની હજારો મહિલાઓએ હેશટેગ "#MeToo" સાથે સોશિયલ મીડિયા પર જાતીય સતામણીના તેમના અનુભવો વિશે લખ્યું તે પછી શું બદલાયું છે?

માળખાગત રીતે, કંઇ નથી બદલાયું. નથી યુએસમાં બદલાયુ કે નથી ભારતમાં બદલાયું. પરંતુ, કેટલીક સ્ત્રીઓ, તેમની સાથેના સતામણીના વર્ષો જુના અનુભવનું, જે અનુભવે તેમના જીવનને અને જીવનના નિર્ણયો ઉપર અસર છોડી તેના મનો-મસ્તિષ્કમાં સતત પ્રસરતા રહેલા ઝેરનું વમન કર્યુ છે.  કેટલીક મહિલાઓને અનુભૂતિ થઈ કે તેમના જીવનને એવો તો ફટકો પડ્યો છે કે તેઓ પોતાની જાતને સંપૂર્ણપણે સ્વીકારતા નથી. વર્ણનની જબરજસ્ત સમાનતાએ સ્ત્રીઓએ વર્ષોથી એકત્રિત કરેલી રોજિંદી અકથ્ય પીડાને કાયદેસરતા બક્ષી છે.

જાતીય સતામણી એ એક એવો ગુનો છે જેનો ઉપયોગ ગુનેગાર કરતાં પીડિતાને વધુ શરમજનક બતાવવા માટે કરવામાં આવે છે. જાતિય સતામણીના "પુરાવા"ને આપણે સત્તા, પુરૂષપ્રધાન સત્તાની નિપજરૂપ જ્ઞાનના એજવાળે કેવી રીતે સમજી શકીશું? સ્ત્રીઓ તેમની સાથે થયેલી જાતિય સતામણીને ભૂલી જવાનો જીવનભર પ્રયાસ કરતી રહે છે ત્યારે જાતીય સતામણીના કેસોમાં પુરાવાની હેસિયત શું છે? આ સતામણીના પુરાવાનો ઉપયોગ વાસ્તવમાં આરોપી દ્વારા પીડિતાને આગળ મૌન રહેવાની ધમકી આપવા માટે થાય છે?

અનેક લોકોના મનમાં એક પ્રશ્ન ઘુમરાય છે કે આપણે આ મહિલાઓની વાત પર કેવી રીતે વિશ્વાસ કરવો? તે સાચું જ બોલે છે તેની આપણને ખબર કેવી રીતે પડે? 36 વર્ષ પહેલાં થયેલા બળાત્કારના પુરાવા ક્યાં છે?

"માન્યતા"ની શ્રેણી ન્યાયિક તર્ક સાથે સંગત નથી. એમાં ફરક એ છે કે સ્ત્રીના શબ્દોમાં વિશ્વાસ હંમેશા પુરૂષપ્રધાન જ્ઞાનની કસોટીને આધિન હોય છે. બળાત્કાર એ આક્રમકતાને આનંદ અને શક્તિની અભિવ્યક્તિ ગણવામાં આવે છે ત્યારે આ અપરાધ કાનુની વ્યવસ્થામાં પણ વ્યાપ્યો છે. કેમ કે ત્યા ઉચ્ચ જાતિના પુરૂષોની વધુ રજૂઆત થાય છે. કાનુની ચુકાદાઓએ સ્ત્રીની સંમતિના મૂલ્યને સતત અવગણ્યુ છે, તેના શરીર પરની નિશાનીઓ સામે તેમની વાતને મૂકી છે. મહિલાના ચરિત્ર અને તેની સેક્સના ઇતિહાસની સમજ જેના પર આધારિત છે તેવી ઇજાઓ ન દેખાય ત્યારે ન્યાયમૂર્તિઓનું અર્થઘટન અને હુમલાના ભોગ બનેલા વ્યકિત તરીકે તેનું વર્તન "વિશ્વાસપાત્ર" છે કે કેમ તેનો નિર્ણય તે કેવી રીતે કરે છે.

કદાચ, આ નારીવાદી "તરંગ"માં સૌથી લાંબા સમયનું યોગદાન, પૌરુષત્વથી વ્યાખ્યાયિત અને પુરૂષ દ્વારા નક્કી કરવામાં આવેલ જ્ઞાનની માન્યતાનું લોકપ્રિયકરણ છે. સ્ત્રીઓને તેમના જ્ઞાનના અનુભવની અવગણના માટે હવે મહિલાઓને હવે શબ્દો મળી રહ્યા છે. લોકપ્રિય શબ્દો- "મેન્સપ્લેઇનિંગ," "ગેસલાઇટિંગ," "એન્ટાઇટલમેન્ટ" – સ્ત્રીઓના અસ્વસ્થતાના અનુભવને પુરુષ તરફ દોરી જાય છે. અનુભવો વહેંચીને  સ્ત્રીઓ અન્ય જ્ઞાન એકત્ર કરી રહી છે. તે જ્ઞાન છે, વાસ્તવિકતામાં જીવેલું. તેમની વંચિત સ્થિતિથી તેમને અન્યો પર "જ્ઞાનગત વિશેષાધિકાર" તરીકે કઈ બાબતોને થિયરીકૃત કરવામાં આવી છે તેનો સામાજિક વાસ્તવિકતાનો વધુ વ્યાપક દૃષ્ટિકોણ મળે છે.

#MeTooના ભારતીય સંદર્ભમાં, "શિક્ષણમાં જાતીય સતામણી કરનારાની સૂચિ"ની યાદીમાં અસ્ખલિત પ્રવાહ નારીવાદીઓને "બાકી હિસાબ" પુરો કરવા વલણ અપનાવવાની ફરજ પડી છે. જે ન્યાયની આશા આપવામાં પુરૂષપ્રધાન પાવરથી મુક્ત નથી. જેમ પાટેકરે દત્તા પર બદનક્ષીનો કેસ કરીને સામો પ્રહાર કર્યો છે, કાવાહૌગ ફોર્ડની જુબાની હોવા છતાં હટવા માંગતા નથી અને અન્ય આરોપી પુરૂષો પાછા આવીને સામાન્ય જીવન જીવે છે. અભિવ્યક્તિની અસર કેવી રીતે માપવી તે આપણે જાણતા નથી.

જોકે હવેથી સ્ત્રીઓ માત્ર તેમની તાકાત પાછી મેળવવા માટે જ નહીં પરંતુ તેમના જ્ઞાનને ફરીથી પ્રાપ્ત કરવા માટે બોલવાનું ચાલુ રાખશે.

Back to Top