ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

જાતિય ન્યાય અને તેના પ્રભાવો

કેરળમાં પાદરી સાધ્વીઓના જાહેર સમર્થનમાં લોક સહયોગ જાતિય ન્યાયની આશા જગાવે છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

જેમણે જલંધરના ભૂતપૂર્વ બિશપ દ્વારા બે વર્ષ દરમિયાન અનેકવાર બળાત્કારનો આરોપ મૂક્યો છે તેવી સાથી નનની તરફેણમાં મિશનરિઝ ઓફ જીસસ કોંગ્રેગેશનની પાંચ સાધ્વીઓ દ્વારા તાજેતરના વિરોધ પ્રદર્શને કેરળના કેથોલિક ચર્ચની નૈતિકતા ઉપર ગંભિર સવાલો ઉભા કર્યા છે. તેમાં ચર્ચના જાતિ ન્યાયના પ્રત્યેના વાંધાજનક વલણને ઉઘાડું કર્યુ છે, તેની સાથે રાજ્યે અપનાવેલા શંકાસ્પદ વલણને પણ ખુલ્લું પાડ્યું છે. આ સંદર્ભે, વિરોધ માટે એક કરતા બે નોંધપાત્ર પાસાઓની સંમતિ લેવા માટે દબાણ કરે છે. પહેલો સાધ્વીઓનો વિરોધ છે, જે જેની સાથે તેમનો વિશ્વાસ અને પ્રેક્ટિસ સંકળાયેલા છે તેવી ધાર્મિક સંસ્થા સામે વિશિષ્ટ હિંમત દર્શાવવાની તેમની ક્ષમતાને કારણે અસામાન્ય લાગે છે. બીજું, સાધ્વીનો ન્યાય માટેનો કાયદેસરનો ચિત્કાર તેની સાથે ઉભેલા મોટા સમુદાયને તેની સાથે જોડી દે છે. #MeToo મુવમેન્ટની ટોચ પર પહોંચતા અને પાદરીઓ સામે બાળકોના જાતીય દુર્વ્યવહારના વૈશ્વિક આક્ષેપો અને તેનો ઉચ્ચ સ્તરથી ઢાંકપિંછોડો, કેરળની "ચર્ચ ટુ" મુવમેન્ટ કેથોલિક ચર્ચની સૌથી વધુ વિભાજક કટોકટી પૈકીની એક છે. પરંતુ, વિરોધના કેન્દ્રમાં ન્યાયનો પ્રશ્ન અને જેણે જાતિય ન્યાયનો ઇનકાર કર્યો એવો અવરોધ છે.

પવિત્રતાના પરિઘની વ્યાખ્યામાં, વ્યક્તિ દ્વારા અંદરની વિષયાસક્તિ અને કામવાસનાના વિનાશક ઘટકોને દુર કરવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે, વ્યક્તિની બંને નૈતિક અને ભૌતિક અખંડિતતાના ઘટક રૂપ એવા વર્તમાન કિસ્સામાં સાધ્વીઓના ગૌરવ-પ્રતિષ્ઠાને જાળવવાની અપેક્ષા ચર્ચની પાસે રાખવામાં આવે છે. ચર્ચના માળખામાં આ અપેક્ષા સમાહિત હોઈ સાધ્વીઓએ સિરો-મલબાર કૅથોલિક ચર્ચ, ઍપોસ્ટોલિક નનસિઓ ઓફ ઇન્ડિયા અને વેટિકન સ્ટેટ સેક્રેટરી અને પોપ સહિતના રોમના ચર્ચ અધિકારીઓ અને વડાઓને અરજી કરી હતી. એવું લાગે છે કે ચર્ચ સત્તાવાળાઓ તરફથીર કેટલીક પ્રતિક્રિયા આવી હશે, પરંતુ સ્પષ્ટ રીતે તે આરોપી બિશપની તરફેણમાં અને સાધ્વીઓની વિરૂદ્ધમાં આવી હતી. ચર્ચના ઘણા મોડા હસ્તક્ષેપના કારણે ન્યાયને નૈતિક રીતે વધુ આક્રમક સ્વરૂપ લેવાની ફરજ પડી. આગળ સાધ્વીના ચારિત્ર્યહનનમાં ન્યાયની પ્રક્રિયામાં ચર્ચની પક્ષપાતી ભૂમિકા સ્પષ્ટ થાય છે. અહી એ નોંધવું પણ રસપ્રદ છે કે કેરળ હાઈકોર્ટે બિશપની જામીન અરજીને નકારીને તેની વિરુદ્ધના પ્રથમદર્શી પુરાવાને માન્યતા આપી છે અને આ બાબતમાં ચર્ચની આંતરિક તપાસની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરી છે.

વર્તમાન કિસ્સામાં, ચર્ચ પોતાની પુરૂષપ્રધાન નૈતિકતા સ્થાપિત કરવાના પ્રયત્નમાં, જાતિય ન્યાયને પોતાના સમાજના "ઘરેલું" પ્રશ્ન તરીકે ગણે છે. સમાજનો તર્ક સાધ્વી દ્વારા જાહેરમાં ન્યાય માટે અપીલ કરવાનો પ્રયાસ સમાજની છબીને નબળી પાડતી હોઈ ચર્ચને નૈતિક સાવધાની રજૂ કરવા તરફ દોરી ગયો હતો. આ સામ્યવાદી તર્ક ન્યાયની પ્રાપ્તિને નિષ્ફળ બનાવવા માંગે છે.

બળાત્કાર પીડિતોને ચૂપ કરાવવા માટે પુરૂષપ્રધાન નૈતિકતાનો ઉપયોગ સાર્વત્રિકપણે થઈ રહ્યો છે. વિવિધ દબાણની તરકીબો દ્વારા ચૂપ કરી દેવું એ નવું નથી અને વર્તમાન કેસમાં તે ચર્ચમાં ઊંડી અસમાન જાતિ ભૂમિકાઓ પર પ્રશ્ન ઉઠાવે છે. ધાર્મિક જીવનની પવિત્રતામાં ચર્ચના ખ્રિસ્તી મંડળમાં પાદરીઓની સરખામણીએ સાધ્વીઓનું કદ ઘણું નીચું આંકવામાં આવે છે. બીજી તરફ બિશપ ખ્રિસ્તી કાયદાઓને પોતાના હાથમાં રાખે છે અને આ પદાનુક્રમમાં અને આ રીતે ચર્ચમાં વિવિધ મંડળોની દેખરેખ રાખીને પોતાનું શક્તિશાળી સ્થાન મેળવે છે. ચર્ચમાં જાતિ સંબંધોની આવી રીતે જ અવગણના કરવામાં આવી છે અને બિશપ સામેની કોઈપણ અસંમતિ ચર્ચના અપમાન તરીકે લેવામાં આવે છે. આ અસરકારક રીતે દાબી દેવામાં આવેલા વિરોધમાં સાધ્વીઓને ત્રાસના સરળ લક્ષ્યાંક તરીકે રજૂ કરે છે, તેમને ચૂપ કરે છે અને ન્યાય માટેના તમામ રસ્તાઓને બંધ કરી દે છે.

ચર્ચના સંસ્થાકીય નિર્ણયોમાં ન્યાયની પ્રક્રિયાની ઉપેક્ષા તે પછી રાજ્યના હસ્તક્ષેપ સાથે ન્યાયની માગણી કરશે. જો કે, કેથોલિક ચર્ચ ખાસ કરીને સેન્ટ્રલ કેરળમાં પરંપરાગત રીતે ક્રિશ્ચિયન વોટ બેંક ઉપર નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે. ખ્રિસ્તી સમુદાયની ભૌતિક સમૃદ્ધિ અને પ્રભાવ હવે 18.4% વસ્તીના હિસ્સાના પરિણમ્યો છે, જેમાંથી 60% કૅથલિકો છે અને તેમના લીધે ચર્ચે રાજકીય ક્ષેત્ર ઉપર તેની પકડ સતત ચાલુ રાખી છે. શાસક ડાબેરી મોરચો હોય કે અન્ય કોઈ, વર્તમાન સમયમાં ખ્રિસ્તી મતોનું ધ્રુવીકરણ જોવામાં આવ્યું નથી. ડાબેરી મોરચાના હરિફ તરીકે ઉભરેલા ભાજપ માટે ખ્રિસ્તીઓ પરંપરાગત મત બેંક છે અને તે કારણે તે સાધ્વીઓની પડખે ઉભો રહે છે.  રાજકીય પક્ષોનું મૌન મતબેંકના રાજકારણનો સ્પષ્ટ સંકેત છે.

જોકે જાતિય ન્યાયના મુદ્દે ચર્ચ અને રાજકીય પક્ષોની ખેંચતાણથી લોકોની ભાવનામાં ઓટ આવી નથી. સાધ્વીઓના અનિશ્ચિતકાલીન વિરોધને ખ્રિસ્તી સમુદાયના અન્ય જૂથોના સભ્યો, નાગરિક સમાજ સંગઠનો, મહિલા જૂથો, કલાકારો અને મીડિયાનો ભારે ટેકો મળ્યો છે. સાધ્વીઓને આ પીઠબળ રાજકીય સભાન જાહેર જનતા દ્વારા મળ્યુ હતું જેણે આંદોલનકારીઓની તરફેણમાં જુવાળ પેદા કરવામાં મહત્વનું પરિબળ બની રહ્યું હતું. અહી પ્રોત્સાહક વાત એ છે કે વિરોધ કરનાર સાધ્વીઓ તરફેના જાહેર સમર્થનથી નવી ઊર્જામાં વધારો થયો છે અને જાતિય ન્યાયની આશા બળવત્તર બની છે. આ નવું બળ ન્યાયના વિતરણમાં મૂળિયા નાખી ગયેલા અવરોધને દૂર કરવાની હૈયાધારણ આપે છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top