ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

નોટબંધીના રકાસનું રહસ્યોદ્ઘાટન

આરબીઆઈના તાજેતરના અંદાજ મુજબ પાછી આવેલી નોટ નોટબંધીની અસરકારકતા વિશેના ભ્રમને ભેદશે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 2017-18ની વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે રદ્દ કરાયેલી બેંક નોટ(સ્પેસિફાઇડ બેંક નોટ-એસબીએન) 99.3 ટકા પરિભ્રમણથી પરત આવી છે, જે કાળા નાણાને નાથવા નોટબંધીનું પગલું સફળ રહ્યુ હોવાના વર્તમાન સરકારના ભ્રામક પ્રચારનો છેદ ઉડાવે છે. પરત ફરેલી એસબીએન અંગે આરબીઆઈએ ડેટા મૂક્યો હોય એવું આ કંઈ પહેલીવાર નથી બન્યું. અગાઉ, ડિસેમ્બર 2016માં, જાહેર કરવામાં આવ્યું હતું કે કુલ 15.42 ટ્રિલિયન રૂપિયાના મૂલ્યની રદ્દ થયેલી ચલણી નોટ પૈકી 12.44 ટ્રિલિયન રુપિયા બેન્કિંગ સિસ્ટમમાં પરત ફર્યા છે. ત્યારે સરકારે એવો આરોપ મૂક્યો હતો કે આ આંકડો વધારાયેલો છે. કદાચ સરકારને આમ એટલા માટે કહેવું પડ્યુ કેમકે સરકારે અર્થતંત્રમાં પાછા ન ફરી શકે તેવા 3 થી 5 ટ્રિલિયન રૂપિયાના મૂલ્યના કાળા નાણાની આગાહીને આ આંકડો પડકારતો હતો.

જોકે આરબીઆઇ ખુદ તેની સિસ્ટમની કાર્યક્ષમતાની બાબતમાં મૂંઝવણની સ્થિતિમાં છે. એક જ વર્ષ પહેલા, તેણે ખુલાસો કર્યો હતો કે તેના વાર્ષિક અહેવાલમાં 30 જૂન 2017 ના રોજ પ્રાપ્ત થયેલી એસબીએનની અંદાજિત કિંમત 15.28 ટ્રિલિયન રૂપિયા' છે. અને, હવે, સરકાર અને જાહેર જનતાને ખુશ કરવા તે એવો દાવો કરે છે કે "પ્રોસેસિંગ અને એસબીએનની ચકાસણીનો અઘરો ટાસ્ક" સફળતાપૂર્વક પ્રાપ્ત થયો છે," વળી આરબીઆઈ લગભગ બે વર્ષ પછી આમ કહે છે. તો પછી એસબીએનએસના અંદાજમાં સુધારો શું છે? એક વર્ષ પહેલાંના અંદાજ અનુસાર, માત્ર 15.31 ટ્રિલિયન રૂપિયાની સામે 15.28 ટ્રિલિયન રુપિયા મળ્યા એટલે કે માત્ર 0.2%નો અંદાજ હતો. અને આખરે કેટલું રદ્દ કરાયેલું ચલણ પાછું ન મળ્યું? માત્ર 0.11 ટ્રિલિયન રૂપિયા (અથવા પાછલા SBNના 0.7%).

સરકારને આ રીતે ધોબી પછાડ મળ છે એટલે તેને અતિશય શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. દરમિયાન, ઘણી મોટી સમસ્યાને પગલે આરબીઆઇનો ગભરાટ દેખાય છે. સંસ્થાઓના પરિપક્વ અભિપ્રાયોનો અનાદર કરીને નોટબંધીની સંપૂર્ણ કવાયત એકદમ બિન-લોકશાહી રીતે કરવામાં આવી હતી. રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને અધિકૃત બયાનમાં કહ્યુ છે કે તેમણે એક વર્ષ અગાઉ આવા કોઈ પણ પ્રકારના સાહસનો વિરોધ કર્યો હતો. આવો જ વિરોધ આગળના તમામ ગવર્નર તરફથી પણ થયો હતો. વિશ્લેષણાત્મક કાર્યોથી ભરેલા આરબીઆઈના રેકોર્ડ દર્શાવે છે કે સમૃદ્ધ પરિવારો ભૌતિક સ્વરૂપમાં 90% જેટલી અસ્કયામતોની માલિકી ધરાવે છે. ઐતિહાસિક રીતે, આ જ કારણને લીધે સેન્ટ્રલ બેન્ક ઉચ્ચ મૂલ્યની ચલણી નોટો રદ્દ કરવાના સરકારી દબાણનો વિરોધ કરતી રહી છે. પરંતુ, હવે આ પરિપ્રેક્ષ્યમાં સરકારની ધારણાઓ ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાં બૌદ્ધિક ઊંડાણની જરૂર હોય એવા કોઈપણ પ્રકારના વિશ્લેષણને ધિક્કારવામાં આવે છે.

અગાઉની નોટબંધીની કવાયતોમાં ઉચ્ચ ચલણની નોટને લક્ષ્યાંક બનાવી હતી જે પરિભ્રમણના કુલ ચલણમાં માત્ર 0.6% અથવા તેથી થોડી વધુ હતી. વર્તમાન કિસ્સામાં, જ્યાં 86 ટકાથી વધુ ચલણને રદ્દ કરવામાં આવ્યું હતું, તેમાં કૌટુંબિક ચલણ-હોલ્ડિંગ પ્રવેગકો અને દેશના આર્થિક માળખા જેવા મુદ્દાઓ પર નોંધપાત્ર બૌદ્ધિક કસરત સાથે બેકઅપ હોવું જોઈતું હતું. વર્ષ 2017માં, જ્યારે "પરિભ્રમણમાં ચલણ"માં નોટબંધીના કારણે 20% જેટલો ઘટાડો થયો હતો, તેને કારણે ચલણ-જીડીપી રેશિયો અગાઉના વર્ષના 12.2% થી ઘટીને 8.8% થઈ ગયો હતો અને આરબીઆઈએ દાવો કર્યો હતો કે "આ સ્તરે, ચલણ અને જીડીપીના ગુણોત્તરમાં અદ્યતન અને ઉભરતા બજારના અર્થતંત્ર સાથે તાલ મિલાવે છે." તેનાથી ઉલટું, પ્રયોગમૂલક પુરાવાઓ બહાર આવ્યા છે કે ભારતીય અર્થતંત્રમાં બિનસંગઠિત સાહસો અને અનૌપચારિક ક્ષેત્રના પરિવારોનું વર્ચસ્વને જોતા દેશમાં ચલણનું વલણ ઉભરતા તેમજ અદ્યતન બજારો બંનેથી આગળ નિકળી જાય છે.

છઠ્ઠા ઇકોનોમિક સેન્સસ (2013) મુજબ, 454 લાખ બિન-કૃષિ મથકોમાં, 92% ખાનગી અનઇન્કોર્પોરેટેડ માલિકી અને ભાગીદારી અને અન્ય નાના ખાનગી એકમોથી સંબંધિત છે. તેવી જ રીતે, કુલ કર્મચારીઓની સંખ્યાના 92% થી વધુ અનૌપચારિક કેટેગરીના છે. આવા વાતાવરણમાં પણ, "લેસ-કેશ સોસાયટી", "પરિભ્રમણમાં ચલણ" માટે ટ્રાન્ઝેક્શનના દબાણ હેઠળ પણ 2017-18માં 37 ટકાનો વધારો થયો હતો અને ચલણ અને જીડીપીના ગુણોત્તરનો દર 2016-17ના 8.8% થી વધીને 2017-18માં 10.9% થયો હતો. આ સ્થિતિસ્થાપકતા કદાચ ભારતના આર્થિક માળખામાં સમાયેલી છે. દરમિયાન, આરબીઆઇ તેના બદલાયેલા વલણ સાથે ભારતના પુનરુત્થાનની એક નવી ઘટના તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે, ભારતને "ઉભરતા ઇમર્જિંગ માર્કેટ ઇકોનોમી(EME) અને એડવાન્સ્ડ ઇકોનોમી(AE)માં સૌથી વધુ ચલણના વપરાશમાં રહે છે" તેમ દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે.

દેશના આર્થિક માળખું અને ઘરેલું વર્તનની ગતિશીલતાની કદરથી સત્તાવાળાઓને આ અવિચારી કસરત દુખદ છે એવી નુકસાનની તીવ્રતાનો અંદાજ મળી શક્યો હોત. મીડિયા અને બૌદ્ધિકો દ્વારા ઉત્પાદન, જોબ અને આવકની ખોટના કારણે મોટાપાયે મોટા પાયે પીડાતા જનસામાન્યના બહાર લાવેલા પુરાવામાં નોટબંધીની વાસ્તવિક અસરનો કોઈ વ્યવસ્થિત અંદાજ મળતો નથી. આ માટેનું વાજબી કારણ કદાચ એ હોઈ શકે કે દેશની આંકડાશાસ્ત્રીય મશીનરી અનૌપચારિક અર્થતંત્ર પરના ડેટાને નિયમિત ધોરણે મેળવતી નથી. અનૌપચારિક અર્થતંત્રમાં જીડીપીના અંદાજ માટે ઔપચારિક અર્થતંત્રના સૂચકાંકોનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, જ્યારે મેન્યુફેકચરીંગ સેક્ટરમાં 2017-18માં (-) 1.8% સામે 2018-19માં 13.5 ટકાની વૃદ્ધિનો દર પ્રકાશિત થયો છે ત્યારે એવું કહેવાયું કે અર્ધ-કોર્પોરેટ અને અસંગઠિત સેગમેન્ટના જીડીપીને "મેન્યુફેકચરિંગના આઇઆઇપીનો ઉપયોગ કરીને અંદાજવામાં આવે છે." તેથી, અનૌપચારિક અર્થતંત્રમાં વૃદ્ધિના સૂચક તરીકે જીડીપી વૃદ્ધિને કારણરૂપ ઠેરવવું ખોટું છે.

જ્યારે કાળાં નાણાંને પકડવાના ઉદ્દેશો પાર પડ્યા નથી ત્યારે તે વિચિત્ર લાગે છે કે કેવી રીતે નોટબંધીના હેતુને બદલીને આતંકવાદ અને નકસલવાદ, શેલ કંપનીઓને બંધ કરવા, ટેક્સના આધારને વધારવો અને ડિજિટલ પેમેન્ટમાં વધારો કરવા તરફ તબદિલ કરી દેવાયું છે. આ બધુ તો રાષ્ટ્ર પર અને ખાસ કરીને ગરીબ પરિવારો પર ભારે દુ:ખના લિંપણ કર્યા વિના પણ કરી શકાય છે.

Back to Top