ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

લોકહિતના નામે વ્યભિચાર થઈ રહ્યો છે?

સરકાર લોકહિતના નામે ધાર્મિક માન્યતાઓને સમર્થન આપી રહી છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

લગ્નમાં મહિલા અધિકારોનો પ્રશ્ન સુપ્રીમ કોર્ટ સમક્ષ સુનાવણીમાં ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની કલમ 497ની બંધારણીય માન્યતા કે જે વ્યભિચાર કાયદાની જોગવાઈઓ ધરાવે છે તેના પર ઉઠાવવામાં આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને એક સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો છે કે, વ્યભિચારને સજાપાત્ર ગુનો બનાવવામાં કયુ લોકહિત સમાયેલું છે? બાદમાં ન્યાયમૂર્તિને ખુલાસા રૂપે આપવામાં આવેલા પત્રને પાછી ફૂંક કહી શકાય. કલમ 497નો બચાવ એટલા માટે કરવામાં આવે છે, કારણ કે તે "લગ્નસંસ્થાને સપોર્ટ, સેફગાર્ડ અને રક્ષણ પુરૂ પાડે છે." તેના પર પ્રહારો કરવાથી "આંતરિક ભારતીય સિદ્ધાંતો જે સંસ્થાને સર્વોચ્ચ મહત્વ અને લગ્નને પવિત્રતા આપે છે," તેવી વ્યવસ્થાને નુકશાન પહોંચશે.

આઈપીસીની કલમ 497 જણાવે છે કે જે કોઈ પણ વ્યક્તિ કોઈની પત્ની સાથે તેના પતિની સંમતિ વિના બીજા જાતીય સંબંધ બાંધે તો તેને વ્યભિચારના ગુના માટે જવાબદાર ગણવામાં આવશે. જો કે, તેનાથી પતિ કે પતિએ જે સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધ્યો તેને વ્યભિચારી ગણાવવાની પરવાનગી મળતી નથી. અહી એકલા વ્યભિચારી મહિલાના પતિને "વ્યભિચારી"ની ફરિયાદ કરવાનો અધિકાર મળે છે.

અગાઉ એવી અરજીઓ આવી છે કે શા માટે માત્ર પુરૂષોને શિક્ષા થાય છે, સ્ત્રીને નથી થતી. એવું ધારવું ખોટું છે કે કલમ 497 મહિલા પર કાર્યવાહી કરવાની મંજૂરી આપતી નથી. એવું પણ માનવામાં આવે છે કે સ્ત્રીને જાતીય સ્વાતંત્ર્યનો ઉપયોગ કરવાનો અધિકાર છે. અગાઉના કોર્ટના ચુકાદાઓ સ્પષ્ટ કરે છે કે વ્યભિચારમાં સામેલ મહિલાઓ પર કાર્યવાહી કરવામાં આવી નથી. કારણ કે પિતૃપ્રધાન માનસિકતા એ ધારે છે કે મહિલા નથી પોતાની કે નથી કોઈ તેની કોઈ એજન્સી. તે પુરૂષના "પ્રલોભન"નો શિકાર બને છે અને તે સામાજિક નબળાઈ દ્વારા પડેલો તમાચો છે.

કોર્ટ સમક્ષ એવી દલીલ કરવામાં આવે છે કે આ વિભાગ લગ્નની પવિત્રતાનો દરજ્જો ધરાવે છે અને, આમ, લોકહિતના સવાલોના જવાબ આપતી વખતે, ભારતના સિદ્ધાંતોને ધ્યાનમાં લઈને દેશ એવું માને છે કે તે જાણે છે કે દરેક વ્યક્તિ માટે શું સારું છે. નારીવાદીઓએ આ વલણ પર સવાલ કર્યો છે અને સરકારનો વિરોધ કર્યો છે કે તેમના વતી તે કેવી રીતે નક્કી કરે કે મહિલાઓ માટે શું સારું છે. એ તો એકદમ સ્પષ્ટ છે કે સ્ત્રીઓની અન્યાયી રીતે તરફેણ લેવાનો આરોપ કરે છે તેટલો કાયદો સ્ત્રીઓ માટે રક્ષણાત્મક નથી.

પહેલાંના કોર્ટના ચુકાદાઓ તેમજ સરકાર બંનેએ મહિલાઓની પરિવાર અને લગ્ન સંસ્થાઓમાં અભિવ્યક્તિ નક્કી કરવા માટેની કોઈપણ એજન્સીનો ઇન્કાર કર્યો છે. સરકારનાં આ વલણના સમયની સાથે એમણે ટીકા કરી છે કે જેઓ માને છે કે તે ફક્ત આ સંસ્થાઓની અંદર મહિલાઓની દુર્દશામાં વધારો કરે છે.

અહી પ્રશ્ન તો એ ઉપસ્થિત થાય છે કે લોકહિતની સરકારની કલ્પના સ્ત્રીની જાતિયતાને લઈને પિતૃપ્રધાન માન્યતાને સુરક્ષિત કરે છે. કલમ 497 પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી દરમિયાન અને સામાન્ય રીતે થતી ચર્ચા બતાવે છે કે ભારતમાં એડલ્ટરી લો(વ્યભિચાર કાયદો) ગોપનીયતા, જાતિય ભેદભાવ, નૈતિકતાની ધારણાઓ સરકાર અને સમાજ બંનેમાં લગ્ન સંસ્થામાં પ્રેરિત હક્ક સાથે સંકળાયેલા છે. કલમ 497 એ માન્યતાને પણ સમર્થન આપે છે કે જયારે સ્ત્રીને લગ્નમાં વફાદાર રહેવાનું છે, જ્યારે પતિ "બીજા માણસની પત્ની" ન હોય ત્યાં સુધી કોઈને ભોગવી શકે છે. એવી જ રીતે, તે બીજા પુરુષ સાથે સેક્સ કરે છે તે જ્યા સુધી તેના પતિએ આ કાર્ય માટે સંમતિ આપી હોય ત્યા સુધી વ્યભિચાર નથી ગણાતું. દેખીતી રીતે, એવું માનવામાં આવે છે કે તેના શરીર પર તેનો અધિકાર છે અને તે નક્કી કરશે કે તેને કોણ ભોગવે.

લગ્નના ખૂબ જ અંગત અને ઘનિષ્ઠ સંબંધની અંદર, દરેક પક્ષ પોતે જ પોતાના દાંપત્યની ચિંતા કરે છે પરંતુ ભારત સરકાર માને છે કે ગોપનીયતાનો વિચાર અને અધિકાર આ પાસાને આવરી લેતા નથી. આ મુદ્દાનો સાર એ છે કે લગ્ન સંબંધો અને સંમતિવાળા પુખ્ત વયના વચ્ચેના જાતીય સંબંધો વચ્ચેની ગતિશીલતા કાનૂની દ્વેષભાવની બાબત છે.

કાનૂની રીતે લગ્નના વિસર્જનને માટે કાયદોનો ઉપયોગ કરી શકાય છે અને પ્રક્રિયામાં ભેદભાવ ન કરવામાં આવે તેની ખાતરી કરવામાં આવે છે. અહીં અગત્યની ચિંતા એ નથી કે લગ્નમાં અપેક્ષા રાખવી યોગ્ય છે કે ખોટી છે, અથવા વ્યભિચાર જાતીય સ્વાતંત્ર્ય સૂચવે છે કે નહીં. અહી ચિંતા તો એ છે કે શું સરકાર પુખ્ત વયના લોકો વચ્ચેના સંબંધને મોનિટર કરી શકે અને તેનું નિરીક્ષણ કરી શકે છે. આ મુદ્દો ખૂબ જ જટિલ, સંવેદનશીલ અને વ્યક્તિગત છે તેથી તેની સાથે એ રીતે વ્યવહાર કરવો જોઈએ.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top