ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

એનઆરસીના શબ્દો અને અર્થો

નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ જે દર્શાવે છે તેના કરતા વધુ તે સંતાડે છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

અત્યારે જે લોકો નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) માટે લોબિંગ કરી રહ્યાં છે તેમને એવું લાગતું હશે કે ડ્રાફ્ટને અંતિમ રૂપ આપીને લાગુ પાડવાથી "બહારના લોકોના જોખમ" માંથી થોડીક રાહત મળશે. આ ફરિયાદીઓ મુજબ "બહારના" એટલે એનઆરસી હેઠળ જેઓ ગેરકાયદેસર ઘુસણખોરી કરીને રહે છે. આ ક્વાયતથી મળતા લાભને લઈને કેટલાક ફરિયાદીઓને રાહતની લાગણી અનુભવાતી હશે. એ કદાચ રાહતનો નિસાસક ભાર મૂક્યો હતો. તેઓ હવે આશા રાખે છે કે એક વખત ભારતના નાગરિક તરીકે તેમની ઓળખને "યોગ્ય અને નિષ્પક્ષ" પ્રક્રિયા દ્વારા સમર્થન મળ્યા બાદ, તેઓ ચિંતા કે શકમંદ હોવાના ડર વિના જાહેરમાં આવવા માટે તેમના સામાજિક અધિકારનો ઉપયોગ કરી શકશે.

બેશક એનઆરસીના મુખ્ય પાઠ પ્રમાણે આવી કવાયત તંદુરસ્ત સામાજિક અને નૈતિક સ્થિતિનું સર્જન કરશે જેમાં "ભારતીય" બહારના લોકોને બદલે એકબીજા પ્રત્યે પોતાની નૈતિક ફરજને વધુ સારી રીતે નિભાવી શકશે. ભારત સરકારના મતે, ઔપચારિક રીતે તેનાથી દરેકને એવું લાગે કે તેમની પોતાનાં પ્રત્યેની ફરજ છે, પરદેશીઓ પ્રત્યેની નહી એવી "ન્યાયી" પરિસ્થિતિઓનું નિર્માણ થશે. એનો અર્થ એ થાય કે, એક વખત એનઆરસી દ્વારા બહારના લોકોનો પ્રશ્ન હાથ ધરવામાં આવે તે પછી કોઈ બહારના નહીં રહે અંદરના જ વ્યક્તિઓ હશે.

આ મુદ્દો છે? યજમાન પ્રદેશના ભૂમિ પુત્રો સાથે સ્થળાંતરિત લોકોનો રોજિંદો અનુભવ શું કહે છે? આ નૈતિક આક્રમણનો સામેનો છેડો સ્થળાંતરિત વસ્તી છે, જેનો ઉપયોગ "સ્થાનિક" અથવા ભુમિ પુત્રો દ્વારા મોટા પ્રમાણમાં તેમના જોડાણને ઉખાડીને નાશ કરવા માટે એક શક્તિશાળી હથિયાર તરીકે કરવામાં આવે છે. આમ, આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જાહેરમાં દેખાવાનો પ્રશ્ન  ભારતીય સંદર્ભમાં એક સામાન્ય પ્રશ્ન બની ગયો છે. તેને રાષ્ટ્રીય સરહદ બહારની કોઈ ચોક્કસ વિદેશી વ્યક્તિના એકવચનના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી શકાતો નથી.

અધિકારો અને ગેરસમજને નાબૂદ કરવાની કથાઓ એનઆરસી દ્વારા લોકોના પ્રશ્નના અંતિમ ઉકેલ સાથે પુરી થતી નથી. "અમારામાં તે લાગુ પાડવાની તાકાત હતી અને અમે પહેલા છીએ"ની રુઢિગત ભાષાનો ઉપયોગ વર્તમાન સરકારના ટેકેદારો દ્વારા વારંવાર કરવામાં આવે છે પણ તેમાં નૈતિક તાકાતનો અભાવ છે. આવા ભાષાના પરાક્રમી સ્વર તેની અંદર સમાયેલી કરૂણાંતિકા પ્રત્યે આંખ આડા કાન કરે છે. શું આપણે ખરેખર એનઆરસી લાગુ પાડવાના કારણે સર્જાતી માનવીય કટોકટીઓનો ઉકેલ લાવી શકીએ એમ છીએ, તે ઇચ્છનીય હશે?

વિજયની આવી ભાષા નૈતિક લાગણીઓ સુકાઈ ગઈ હોવાનું પણ સૂચવે છે. કારણ કે તે વિશાળ માનવતા સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે. વાસ્તવમાં, સરહદની બાજુમાં રહેતા લોકોને તેમના પોતાના ધર્મના આધારે સમાવવાનું સૂચન છે. ઉદાહરણ તરીકે, સુદાનમાં 1984-85ના ગૃહયુદ્ધ દરમિયાન ઈઝરાયેલી સરકારે આ વલણ અપનાવ્યું હતું. એ કિસ્સામાં ઇઝરાયેલી સરકારે આરબોના વિરોધની પરવા નહી કરીને સિવિલ વોરમાં સુદાનની શરણાર્થી કેમ્પમાં ફસાયેલા માત્ર ઇથિયોપિયાના યહુદીઓ સાથે લીધા હતા. સિવિલ વોરના ભોગ બનેલા અન્ય કરતાં ઇથિયોપીયન યહુદીઓને વધુ સહાનુભુતિ ભર્યુ વલણ અપનાવવા બદલ ઇઝરાયેલી સરકારના આ વલણને નૈતિક આધાર પર સમસ્યા તરીકે ઓળખવામાં આવી શકે છે. પરંતુ, ભારતના કિસ્સામાં, તેનો મતલબ એવો થાય છે કે જે રાજ્ય અમલદારશાહી વ્યવસ્થા કે તબકા પ્રેરિત નેતા કે આવા નેતાઓના સમૂહથી ચાલતું હોય તે સામાન્ય રીતે માનવતાના ભાવિને સમાવે તેવા મુદ્દામાં સાંપ્રદાયિક અભિગમ અપનાવે છે. અહીં વાજબી પ્રશ્ન એ થાય છે કે શું ભારતે એવી પ્રક્રિયાનો ઉપયોગ કરવો જોઈએ કે જેની અસર તળે ઘણાનું અસ્તિત્વ ભૂમિ પુત્રના ધિક્કાર અને દયાનું દ્યોતક બને? એનઆરસીનો ઉપસંહાર એ છે કે જેને આ યાદીમાંથી બાકાત રાખવામાં આવશે તે, આખરે નાગરિક સમાજ અને ભારત દેશ દ્વારા સતત શંકાના આધારે પરસ્પર તિરસ્કારની એકબીજાના લાગણીને પોષતા રહેશે. બીજી બાજુએ તેમની સાથે તિરસ્કાર ભર્યો નહીં પણ દયાભાવ ભર્યો વ્યવહાર રાખવામાં આવશે, જોકે આખરે તો તેને પણ કોઈ રાહત મળશે નહીં.

જો સરકાર બહિષ્કારના ભોગ બનેલાઓના આતંકીત અને આઘાતજનક ચહેરાઓ તરફ નજર કરવાની કાળજી લે તો તે આવા ભોગ બનેલા લોકોની વધુ કાળજી લેશે અને તેના સૌથી ખરાબ સમયે અસ્પષ્ટ વલણ અપનાવવાનું જ પસંદ કરે. પીડિત ભૂમિપૂત્રોની મહાત્વાકાંક્ષાને અવળે  દોરીને, વસ્તીના સિમાંકન માટે લડતા સ્થાનિક લોકોના સંઘર્ષને અવગણીને કાનૂની નાગરિકને જે ગેરકાયદેસર હોવાના આરોપનો સામનો કરી રહ્યા છે તેનાથી જુદા પાડવાનો પ્રયત્ન કરે છે. જોકે આ ભૂલને એવી સામાન્ય દિશા મળે છે કે તે કંઈ બદઇરાદાવાળી નથી. એથી ઉલટું, માનવ માટે દુષ્કર અને વિનાશક સ્થિતિને ટાળવા માટે જરૂરી છે તેવું તેમાંથી પ્રતિપાદિત થાય છે.  

તેથી, પોતાના લોકો સાથે વધતી જતી અસ્વાભાવિકતા અને દુશ્મનાવટ મર્યાદામાં રાખવાને બદલે અલગતાની લાગણીને વધુ તીવ્ર બનાવશે. જે એક અર્થમાં મોટી માનવ ચિંતાથી દુર લઈ જવાની લાગણીની સૂચક છે. આ નૈતિક અનિવાર્યતા રાજ્ય તેમજ નાગરિક સમાજ બંને માટે લાગુ પડે છે.

Back to Top