ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ભાગેડુંઓ પાછળની દોડ

ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ ઍક્ટ એક અર્થહીન ભ્રષ્ટાચાર વિરોધી કવાયત છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ભાગેડુંઓ વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ જગાવેલા દેશવ્યાપી ઉહાપોહ વચ્ચે એનડીએ સરકારે વિદેશી ન્યાયક્ષેત્રના પાલવમાં સંતાયેલા અપરાધીઓને પાછા લાવવા અને ભારતીય કાનૂની પ્રક્રિયાઓના છટકબારા દૂર કરવા તેમજ ચૂંટણી પહેલાના વર્ષમાં આબરૂ બચાવવા માટે 31મી જુલાઇ 2018ના રોજ એક નવો કાયદો-ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ (એફઇઓએ), 2018 અમલમાં લાવી છે. જોકે, સરકાર આ નવા કાનુનના ખાસ કરીને બિન-અદાલતી સંપત્તિ જપ્તીની જોગવાઈ જેવા પ્રતિબંધક મૂલ્યો પર વધુ મુશ્તાક છે. જોકે તેનો અમલ છેતરામણો છે.

તેની પ્રતિબંધક અસરમાં કાયદો બિનઅસરકારક હોવાની સાથે-સાથે તેને બંધારણીય રીતે પડકારી શકાય તેવો છે. ખાસ કરીને આરોપીને નાગરિક કાર્યવાહીમાં કોઈ નાગરિક દાવાઓના બચાવને અટકાવવા માટે ન્યાયતંત્રને વિવેકાધીન સત્તાઓની જોગવાઈ કુદરતી ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોને પડકારે છે. જો કે, તેનો સૌથી વધુ ચિંતા ઉપજાવે તેવો મુદ્દો એ છે કે આવા કાયદાની પાછળના મૂળભૂત સિદ્ધાંતો અપૂર્ણ છે.

ભારતના ભાગેડુ આર્થિક ગુનેગારોનો સામનો કરવા માટે ઘણા નિયંત્રણો પહેલેથી જ છે. તો પછી FEOA કયા કાનુની અવકાશની પુર્તિ કરવાનો પ્રયાસ કરે છે? કાનુની બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ, આર્થિક ગુનાઓ અંગેના પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 જેવા હાલના કાયદાઓ પ્રતિબદ્ધ ગુના માટે સજા તરીકે જપ્તીની છુટ આપે છે, પરંતુ આરોપીના ભારતીય ન્યાયક્ષેત્રથી ફરાર થવાની સામે કોઈ દખલગીરી કરતા નથી અને તે ખોટની પુર્તિ FEOA કરશે. જો કે, તેની આપુર્તિ કેવી રીતે થશે તે સ્પષ્ટ નથી. ભૂતપૂર્વ પોસ્ટ ફેક્ટો નિયમન હોવાના કારણે, FEOA ચાલુ ફિયાસ્કોનો ઉકેલ લાવી શકતો નથી અને તે નવો કાનુન અસ્તિત્વમાં આવે તે પહેલાં જ તેનું સ્થાન લઈ લે છે. જો કે, ભલે તે કોઈ પણ કેસને હલ કરી શકે તો પણ તેનું ભવિષ્ય શંકાસ્પદ છે. મોદીઓ અને માલ્યાઓ જેવા ફરાર અપરાધીઓ તેના મજબૂત રાજકીય વલણનો લૂત્ફ ઉઠાવે છે. માની લઈએ કે એકલા અપરાધને કાર્યવાહીઓની આક્રમક જપ્તીનું જોખમ હોય તો તે ધમકી ભારતીય કાયદાને શરણે લાવવા માટે દબાણ કરવા માટે પૂરતું અને નિષ્કપટ હશે.

સમયાંતરે, આ દેશની વિવિધ સરકારે તેમના પક્ષપાતી હેતુઓને અંકે કરવા માટે કાયદાની આ રમતનો ઉપયોગ કર્યો છે. કાયદાનો સરકારના સારા ઉદ્દેશ્યના સંકેતો તરીકે ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને જે પ્રમુખ વોટબેન્ક છે તેવા ગરીબો માટે. સમાંતરે, આવા કાયદાઓ લાગુ પાડવાના નિયમોમાં રાજકીય પક્ષોના મુખ્ય દાતાઓ એવા મોટા બિઝનેસ હાઉસના હિતમાં તોડમરોડ કરવામાં આવે છે. યાદ કરો કે તે વિદેશ મંત્રાલય અને સરકારની તપાસ એજન્સીઓ વચ્ચેની સંમતિથી નિરવ મોદી કેસમાં કાનૂની પ્રક્રિયાઓની સ્થગિતતાને કારણે તે ભાગી ગયા હતા. જયારે વિજય માલ્યા કેસમાં, અપરાધની પ્રક્રિયામાં સમજણ એટલી સ્પષ્ટ હતી કે અસ્કયામતોની હરાજીની ચર્ચા કરવામાં આવી ન હતી. જ્યારે જપ્ત કરેલી સંપત્તિઓ હરાજીમાં મુકવામાં આવી ત્યારે કોઈ બીડ કરવાવાળા બહાર નહોતા આવ્યા. FEOA પાસે સિસ્ટમ સ્થગિત થઈ જવાનો કોઈ ઉપાય નથી. આ કાનુને દેશના ભ્રષ્ટાચાર-વિરોધી કાયદાઓમાં એક વધારાનો ઉમેરો માત્ર કર્યો છે, જે આવા ખોટા કાર્યોને પ્રાથમિક સ્તરે જ સરકાર ખોટી તપાસને પ્રથમ સ્થાને ચકાસવામાં નિષ્ફળ રહી છે તેના પરથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.

ભાગેડુંઓની બાકી ચૂકવણી જાહેર ક્ષેત્રની બેન્કોને ભોગવવી પડતી એનપીએની મોટી સમસ્યાનો ભાગ છે. આ કટોકટીના પ્રતિભાવમાં પોલીસીએ સુસ્તી દાખવી હતી.  મોટી જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા થતી ખરાબ ઋણનું આશ્ચર્યજનક કદ હવે ટુંકી દોડની ઘટના તરીકે નકારી શકાય નહીં. જે બતાવે છે કે સરકાર કેવી રીતે સિનિયર અધિકારીઓ અને બોર્ડના સભ્યોની નિમણૂંકને પ્રભાવિત કરવામાં કે પ્રોત્સાહક કાર્યક્ષમતાના નામે મૂડીની ફાળવણીમાં તેમના શેરહોલ્ડર અધિકારોનો તરંગી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુમાં, આ કાર્યવાહીઓથી આરબીઆઈના નિયમનકારી માળખાનું ઉલ્લંઘન કરીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના નિયમનકારી માળખામાં સરકાર સાથે સંલગ્ન રાજકીયરીતે નિયુક્ત કરાયેલા વરિષ્ઠ બેન્કિંગ અધિકારીઓને બેસાડવામાં આવે છે. 2019ની ચૂંટણીઓના પગલે જાહેર નાણાંના આવા ગેરવહીવટની કડક ટીકાઓ સાથે વર્તમાન સરકાર શાનદાર રીતે ઝડપી બે કાયદાઓ પસાર કરીને નીતિના અવરોધને છલાંગ કરવાનો પ્રયાસ કરી રહી છે. બેન્કોની બાકી લોનની વસૂલાતને વધારવા મે 2018માં બેંકિંગ રેગ્યુલેશન (એમેન્ડમેન્ટ) એક્ટ પસાર કરવામાં આવ્યો અને તેના બે મહિના બાદ, જુલાઇ 2018માં બે વર્ષ પછી એફઈઓએ લાગુ પાડવામાં આવ્યો. આ બંનેને દેશોની બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થાઓના માળખાકીય પરિવર્તન તરીકે જોવામાં આવે છે.

પ્રવર્તમાન નાણાકીય ભ્રષ્ટાચાર, કોઈ એક શાસક સરકારના ક્ષણિક સર્જનથી ઘટાડી શકાશે નહીં. તે ઉદારીકરણ યુગની નિયો-ઉદારવાદી રાજનીતિની પેદાશ છે. અનિયમિતતા અને ઉદારીકરણ સાથે, દેશે ખાનગી ક્ષેત્રે વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રક્રિયામાં એક અલગ ભૂમિકા ભજવી છે. દુર્લભ સાર્વજનિક સંસાધનોનો અસ્ખલિત ઉપયોગ ખાનગી વ્યવસાય ગૃહોને સોંપવામાં આવ્યો છે અને દેશની નીતિઓ વારંવાર ખાનગી હિતો સાથે સંકળાઈ છે. કેટલાક પુરાવાઓ પ્રતિપાદિત કરે છે કે સરકારોની આ બિઝનેસ તરફી વ્યૂહરચનાઓથી જનસામાન્યના ભોગે થોડાક લોકોની તરફેણમાં સંપત્તિને રાજ્ય દ્વારા પુનઃવિતરણને પ્રોત્સાહન આપીને ભ્રષ્ટાચારમાં વધારો કર્યો છે. આ સામાજિક-આર્થિક-સાંસ્કૃતિક જોડાણોને ધ્યાનમાં લીધા વિના ભ્રષ્ટાચાર-વિરોધી વ્યૂહરચનાઓ આ સ્થૂળ અને મૂળિયા નાખી ગયેલી ઉપાધીને રોકી શકે તેમ નથી.

હાલમાં, ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનો નૈતિક પતન પર વધુ ભાર મુકે છે. સરકારના ઘૂંટણિયા ભેર જણાતા કાનુનો આ અભિગમ સાથે સુસંગત છે. આ નૈતિક અભિગમ ભ્રષ્ટાચાર અંગે જનજાગૃતિને વધારી તો શકે છે પરંતુ તે ઝુંબેશોકારો માટે ઝઝુમીને ઉચિત હેતુઓ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહે છે અને તેથી તે પ્રારંભિક ઉન્માદથી આગળ નહી ટકી શકે.

Back to Top