ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

એડિટરના ડેસ્ક પરથી

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

જેમની ગંભીર સામયિક તરીકેની પ્રતિષ્ઠા સંપુર્ણ બરકરાર રહી છે તેવા આર્થિક અને રાજકીય સાપ્તાહિક (ઇપીડબલ્યુ) સાથે સંપાદક તરીકે જોડાવું મારા માટે ઉમદા ગૌરવની વાત છે. ખાસ કરીને ઇપીડબ્લ્યુ ટીમની ગંભીર સખત મહેનત, પ્રતિબદ્ધતા અને તકેદારી અને વિશાળ ઇપીડબલ્યુ કોમ્યુનિટીના પ્રેમભર્યા સપોર્ટને કારણે પણ આ અનન્ય સ્થિતિને જાળવી રાખવામાં જર્નલને સમર્થન મળ્યું છે. ઇપીડબલ્યુ સાથે તેના સંપાદક તરીકે ઔપચારિક જોડાણથી, પદની સાથે મોટી જવાબદારી પણ આવે છે. માત્ર યજમાન માટે નહીં, પણ વિવિધ અને અસહમતિભર્યા વિચારોને એકત્ર કરવા માટેની જવાબદારી. બહુવિધ રાજકીય અભિવ્યક્તિઓ અને આર્થિક પરિવર્તન વચ્ચેના જટિલ સંબંધમાં સ્થાનિક અને વૈશ્વિક સંદર્ભો બંનેને સમજવામાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય તેવા વિચારો. લોકોની આલોચનાત્મક વિચારસરણી અને આમૂલ વ્યવહારના જુદાં જુદાં વિચારોને એકત્ર કરીને ફિલ્ટર કરવાની ઇપીડબલ્યુની અનન્ય પરંપરા છે.

જર્નલને કોઈ ઓપન યુનિવર્સિટી તરીકે જોતું હોય તો તે સર્વથા વાજબી ગણાશે. એ તો સ્પષ્ટ જ છે કે ઇપીડબલ્યુ તેના વિશિષ્ટ દ્રષ્ટિકોણને કોઈ ઉપર લાદતું નથી પરંતુ દરેક વ્યકિતને સમાન માનવીય મૂલ્ય આપવા માટેની સામાન્ય જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રીત કરતા જુદા જુદા મતોનો આદર કરે છે. તેથી વાદવિવાદ ઇપીડબલ્યુનું હાર્દ છે તેના સંધાને ટિકા છે. ઇપીડબલ્યુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના ઘણા નિર્ણાયક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ચર્ચાઓનું સ્થાનક છે.

ખાસ કરીને હાલના તબક્કે ઇપીડબલ્યુની ભૂમિકા, અર્થતંત્ર અને રાજકારણના બદલાતા સ્વરૂપના સંદર્ભમાં વિશેષ મહત્ત્વપૂર્ણ છે. રાજકારણનો સમકાલીન ક્ષેત્ર નિરર્થક બની ગયું છે, કારણ કે પ્રભાવી હોવાનો દાવો કરતી રાજકીય અભિવ્યક્તિ નકલી લાગે છે. પ્રતિ-રાજકીય અભિવ્યક્તિ ખંડિત બની ગઈ છે. પ્રભાવી રાજકીય અભિવ્યક્તિ નિસ્તેજ હોય ​​તેમ લાગે છે, અને તેથી પ્રભાવી રાજકીય પક્ષનો ભ્રમ ઉભો કરવા ખાલી વચનોનું પુનરાવર્તન કરવામાં અગ્રણી નેતાએ મહારથ હાંસલ કરી છે. તેનાથી પ્રભાવી રાજકીય પક્ષો બે બાજુના હેતું અંકે કરે છે: રાજકીય સત્તામાં રહેવું અને સામાજિક વર્ચસ્વ માટે આ સત્તાનો ઉપયોગ કરવો.

શાસક રાજકીય અભિવ્યક્તિ વિરુદ્ધ જે લોકો લડે છે તે આંતરીક રીતે વિભાજીત હોવાની સાથે તેમને બાહ્ય રીતે ટ્વિટર, બ્લોગ્સ, વોટ્સટૅપ વગેરે પર દબાયેલા રહેવાના સતત ભયનો સામનો કરવો પડે છે. વિચારોના સમકાલીન સંકોચનમાં તરત જ પોતાને સંતોષવા માટે અથવા રાજકીય રીતે સાચા હોવાનો સંદર્ભ સમાયેલો છે.

આની સામે ખાસ કરીને પ્રતિબંધાત્મક સ્વ સામે તે વિજેતાના ભાવ સાથેની સરળતાથી ઉપલબ્ધ ઉશ્કેરણીઓ પ્રદાન કરે છે. જો કે, જમણેરી પાંખના રાજકારણને રજૂ કરતા આવા સંકુચિત વિચારોમાં નીતિભ્રષ્ટ અને બનાવટી સામગ્રી હોય છે જે બ્લોગ અથવા ટ્વિટરના માધ્યમથી રજુ કરવામાં આવે છે.

આવી "ટુ મિનટ મેગી" પ્રકારની વિચારસરણી ઝડપી વિચારસરણી સાથે પરિવર્તનીય વિચારસરણીને બદલવા માંગે છે. ગંભીર વિચારસરણીનો આ એક શોર્ટકટ એ ઘેરી કટોકટીનું જ એક લક્ષણ છે. બાદમાં તેનો સંકુચિત તર્ક લોકોની વૈચારિક સ્વતંત્રતા પર હાવી થતો જોવા મળે છે. "જમણેરી" રહેવાની ઇચ્છા અને કદાચ સામાજીક અનિવાર્યતા "પ્રગતિશીલ સ્વ"નું નિર્માણ કરે છે, જે રાજકીય રીતે સભાન થવાને બદલે રાજકીય રીતે યોગ્ય રહેવાની જરૂરિયાતને આધારે ચાલે છે. વ્યંગાત્મક રીતે, રાજકીય રીતે યોગ્ય બનવાની જરૂરિયાત આમ "ખાલી શબ્દોની રમતમાં" અથવા પ્રતિસ્પર્ધકો સાથેની ભાષામાં ભાગ લેવા માટેનું મેદાન પૂરૂ પાડે છે.

આ ઉપરાંત, પરિવર્તનશીલ વિચારોની કટોકટી આવી રીતે ભાષાના રમતની વિધિઓ તરીકે પણ ઓળખાય છે. સમકાલીન સમયમાં, જેઓ પ્રભાવી રાજકીય અભિવ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને જેઓ તેનો પ્રતિસાદ આપે છે તે બંને એક પ્રકારના વિનિમયમાં ભાગ લે છે જે વાદવિવાદને ઘટાડવાની એક વિધી માત્ર બની જાય છે. ઉદાહરણ તરીકે, સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે "એન્ટિ-નેશનલ" અથવા "સ્યુડો સેક્યુલર" જેવા શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે. પરંતુ જેઓ પ્રતિ-રાજકીય અભિવ્યક્તિ રજુ કરે છે તેઓ તેને રદિયો આપવા માટે વિરોધી રાજકીય અભિવ્યક્તિનો ઉપયોગ કરે છે. આવા શબ્દભંડોળનો વ્યુત્ક્રમ ક્રાંતિકારી દ્વારા સામાન્ય પ્રતિભાવ બની જાય છે.

ઇપીડબલ્યુ (EPW) એક ખુલ્લી કિતાબ છે, નહી કે કેટલાક રેડિકલનું ગ્રૂપ કે જે સમાન હેતુ ધરાવતા વિવિધ લડાયક ગ્રૂપ સાથે ભળી જાય છે અને આમ પોતાની રાજકીય સચ્ચાઈને સાબિત કરે છે. તેને અલગ રીતે મુકવા, બૌદ્ધિક ભદ્ર વર્ગો, વિદ્વાનો, કાર્યકરો અને સામાજિક કાર્યકરોના ગ્રૂપ જેવા પોતાના જેવા ગ્રૂપ એકબીજા સાથે સંમત થાય છે અને જે એકબીજાને ઉત્તમ ભાષામાં પ્રસ્તુત કરે છે અને આવા લેખનની સામગ્રીને એકમાત્ર આદર્શ ગણવામાં આવે છે. રેડિકલના ગ્રૂપમાં અભિવ્યક્તિને સામાન્ય રીતે સાંભળવામાં આવતી આ અભિવ્યકિતમાં ટૂંકમાં રજુ કરી શકાય કે "આપણે બધા જાણીએ છીએ." આવા કિસ્સાઓમાં મુક્તિની રાજનીતિ એક જાહેર યોજના છે.

રક્ષિત બ્લોગ તરીકે નહીં પણ એક ખુલ્લી કિતાબ હોવાથી ઇપીડબ્લ્યુ (EWW)નું માનવું છે કે વિવિધ મતો ધરાવતા લોકોના ભિન્નમતોમાંથી નિર્ણાયક આંતરદૃષ્ટિ બહાર આવી શકે છે. તે વધુમાં માને છે કે ક્રિટિકલ આંતરદૃષ્ટિનું કોઈ એક સરનામું નથી અને તે તમામ મુક્તિવાદી સંઘર્ષ સ્થળેથી ઇપીડબ્લ્યુ પાસે આવે છે. આ જર્નલ ખરેખર વિચારોની જટિલ અને તેથી પરિવર્તનક્ષમ શક્તિને લોકશાહી કરવા માટે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તે જુદાંજુદાં ગ્રૂપ વચ્ચે જોડાણ ઉભુ કરીને ગંભીર વિચારસરણીને લોકશાહીમાં ઢાળવા માટેની સામગ્રી અને સમતાવાદી હેતુથી સ્પષ્ટ થાય છે. ઇપીડબલ્યુનું ડીજીટલ સંસ્કરણ અને અનુવાદ પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ વિચારોને એકત્ર કરવા માટે ફોરમ પુરૂ પાડવાની મહત્વની ભૂમિકા ભજવે છે.

હું માનવ મુક્તિને પબ્લિક પ્રોજેક્ટ બનાવવા માટેના ઇપીડબલ્યુના પ્રયાસમાં આપ સૌને ભાગ લેવા માટે હાર્દિક અપીલ કરું છું.

ગોપાલ ગુરુ

મુંબઈ

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top