ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

અદાવત શા માટે?

સરકારના વિદેશી રોકાણકારોને આશ્રય આપવાના વલણ સામે મારૂતિ સુઝુકીના કામદારોએ માથું ઉચક્યું છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

18 જુલાઈના રોજ ગુરુગ્રામમાં હત્યાના આરોપી મારૂતિ સુઝુકીના 13 કાર્યકરોને આજીવન કારાવાસની સજા સામે હજારો કામદારોએ દેખાવો કર્યા હતા. સજા પામેલામાં મારુતિ સુઝુકી વર્કર્સ યુનિયનના જ 12 કામદારો છે. તેમના ઉપર આરોપ ઘડાયા કારણ કે કંપની સાથે પોલીસની મિલિભગતના કારણે બનાવટી પુરાવાઓ ઉભા કરાયા. ખરેખર, અધિક જિલ્લા અને સેશન્સ જજ આર પી ગોયલે પણ નોંધ્યુ કે આરોપી 148 કામદારો પૈકી 117 કામદારો પર અન્ય કારણોસર આરોપ મુકાયા હતા, તેમને નિર્દોષ છોડવા રહ્યા. કેમકે એક પણ ફરિયાદી સાક્ષી તેમની ઓળખ કરવામાં નિષ્ફળ રહ્યા છે. કંપની દ્વારા પૂરી પાડવામાં આવેલી "શકમંદો"ની યાદીમાં તમામ 148 આરોપી કર્મચારીઓને દાખલ કરવામાં આવ્યા હતા, બાદની કોઇ સ્વતંત્ર તપાસમાંથી નહી. એ પણ આશ્ચર્યજનક હકીકત છે કે ન્યાયાધીશ ગોયલે ફેક્ટરીમાં  "અપરાધ" સ્થળે, ઘટના બની ત્યારે હાજર હતા તેવા બિનઆરોપી કામદારોના પુરાવા માન્ય રાખ્યા નથી.

આ વર્ષે, 18 જુલાઇએ કર્મચારી મેનેજર અવનિશ દેવના મૃત્યુને છ વર્ષ થયા છે. અવનિશ કામદારોના અધિકારિક યુનિયનની નોંધણી માટેના સંઘર્ષ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. 2012માં તે દિવસે કામદારો સાથે કંપનીના ઘર્ષણમાં એકમાત્ર અવનિશ મરાયા હતા અને ગુંગળામણના કારણે અવનિશનું મૃત્યુ થયું છે એવું રહસ્યોદ્ઘાટન થયું હતું.  મારુતિ સુઝુકી મેનેજમેન્ટ અને હરિયાણા સરકારે કામદારો વિરુદ્ધની અદાવત રાખી તે ઝેરીલી છે. તેથી આશ્ચર્યની બાબત એ નથી કે રાજ્ય સરકાર અત્યારે બીજેપીની છે તેણે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટને અરજી કરી હતી કે જેમને આજીવન કેદની સજા કરવામાં આવી હતી તે 13ને ફાંસી આપવામાં આવે. ભાજપની રાજ્ય સરકારે અગાઉની કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકારની જેમ કામદારોની આકરી ટીકા કેમ કરી?

13 કામદારોને મૃત્યુદંડનો આગ્રહ શા માટે કરવામાં આવી રહ્યો છે એવું સેશન્સ કોર્ટના વિશેષ વકીલ અનુરાગ હૂડાને પુંછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ હતું, ભારતનો ઔદ્યોગિક વિકાસ ઘટી ગયો છે. એફડીઆઈ (વિદેશી મૂડીરોકાણ) ઓસરી ગયું છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'મેક ઈન ઈન્ડિયા'ની વાત કરી રહ્યા છે ત્યારે આવી ઘટનાઓ દેશની છબી પર ડાઘ છે." તેથી, કર્મચારીઓને પેરિનિયલ વર્ક માટે કોન્ટ્રાકટ મજૂર નહીં પણ નિયમિત રોજગારીની માંગણી કરવા માટે સ્વતંત્ર સંગઠનો રચવાના અને જેમની રોજગારી કાર્યકર તરીકે કામદારોની ફરિયાદોને અવાજ આપવાના તેમના કાયદેસર અધિકારનો ઉપયોગ કરવા બદલ અદાવતથી છીનવી લેવાય છે તેમને ફરી નોકરીએ ચડાવવાના તેમના અધિકારોથી વંચિત રાખવા જોઇએ. ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા અને એફડીઆઈને આકર્ષિત કરવા માટે મેનેજમેન્ટે મજૂરીની પ્રક્રિયાને કામચલાઉ ટ્રાન્સફર, સસ્પેન્ડ અથવા કામદારો કે જેઓ સક્રિય સંઘના સભ્યો છે તેમને બરતરફ કરવા, અને તેથી સામાન્ય કામગીરી અટકાવવી જેવી ચોક્કસ મર્યાદાઓથી આગળ વધારવા માટે ક્રમમાં ગોઠવવી જોઈએ. મારુતિ સુઝુકીના કામદારોને કોઈ વિકલ્પ નહી આપતા કંપની સમર્થિત લંગડા યુનિયન સામે કામદારોના સ્વતંત્ર યુનિયનની નોંધણી અને માન્યતા પ્રાપ્ત કરવા માટે બે વર્ષનો અથાક સંઘર્ષ કરવો પડ્યો હતો. આખરે 18 જુલાઈ 2012ની ઘટના બની તેના પાંચ મહિના પહેલા જાન્યુઆરી 2012ના અંતમાં કામદારોની જીત થઈ હતી.

અહી મૂળ વાત કંપનીનો કર્મચારીઓના વેતન પર અનિશ્ચિત કોન્ટ્રાક્ટ મજૂરો તરીકે નિયુક્ત કરવા માટેનો વિશેષાધિકાર હતો, તેમનું વેતન તેજ કામ કરતા કંપનીના નિયમિત કર્મચારીઓ કરતાં ઘણુ ઓછું હોય છે અને અમાનવિય પરિસ્થિતિમાં તેમને કામ કરવા માટે છોડી દેવામાં આવે છે. આ રાજ્યની બાબતોને સુનિશ્ચિત કરવા માટે, રાજકીય સંસ્થા, ભાજપ અને કોંગ્રેસ પક્ષ, અને રાજ્યની મશીનરીની કંપની મેનેજમેન્ટ સાથે મિલીભગત હોય છે. હરિયાણામાં કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે અને આજે ભાજપ સત્તામાં છે ત્યારે તેણે પોલીસ સહિત રાજ્યની મશીનરીનો ઉપયોગ કર્યો હતો અને મારુતિ સુઝુકીના કર્મચારીઓને પાઠ ભણાવવા માટે સમગ્ર ભારતીય કામદાર વર્ગને ડરાવવા માટે કાવતરું કર્યું હતું. આ કૃત્યથી તેમણે એક ભયાનક ચેતવણી આપી છે કે ઉપરોક્ત નિયમો અને કાર્યની શરતોમાં પ્રતિકાર કરનાર કામદાર સામે મારુતિ સુઝુકીના કામદારો જેવો વ્યવહાર થશે. ભાજપ પાસે કામદારોના પ્રતિકારને અંકુશમાં રાખવા માટે વધુ એક નિર્દયી કારણ છે,  મોદીની "મેક ઇન ઇન્ડિયા" ની નીતિને સફળ બનાવવાનું. અપેક્ષિત એફડીઆઈને પાછા વાળવાની આનાથી સારી રીત બીજી કઈ હોઈ શકે!

જેમને આજીવન કારાવાસની થપાટ પડી છે તેવા 13 મારૂતિ સુઝુકીના કાર્યકર્તાઓ વિરુદ્ધ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ફાંસીની સજાના માંગથી કંપનીના ઇરાદા સ્પષ્ટ થાય છે. 18 જુલાઈ 2012ની ઘટના પછી તરત જ ઓગસ્ટ 2012માં મારુતિ સુઝુકી મેનેજમેન્ટે 2,300 કર્મચારીઓની તપાસ કર્યા વિના અથવા તેમની વાત સાંભળ્યા વગર જ "ગુનાઓ" સાથે આ કામદારોને જોડી દીધા હતા. આ ઉપરાંત, હરિયાણા સરકાર હવે જેમને પાણીચું આપવાનું છે તેવા 117 આરોપી કામદારોના બહિષ્કાર વિરુદ્ધ અપીલ કરી રહી છે.

13 કર્મચારીઓને સરકાર હવે મૃત્યુદંડની સજાના દોષી ઠેરવવામાં લાગી છે છતા બધુ નથી હારી ગયા. વરિષ્ઠ વકીલો વૃંદા ગ્રોવર, રેબેકા જોન અને આર એસ ચીમા આરોપીઓનો કેસ લડશે. ચોક્કસપણે, ફરિયાદ પક્ષે આરોપીઓએ અવનિશ દેવને ઇજા પહોંચાડી, જેના કારણે પછી આગ ચાંપી જેમાંથી ગુંગળાયેલા અવનિશ બહાર ન નિકળી શક્યા હોવાના પુરાવા ઉભા કરવાનું મુશ્કેલ બનશે. 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top