ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

પેલેસ્ટાઇનને તાળાબંધી

ઇઝરાયેલનો બહિષ્કૃત રાષ્ટ્રીયતાનો કાયદો વિશ્વભરમાં વધતી જતા રાષ્ટ્રવાદી રૂઢિપ્રયોગનું પ્રતિબિંબ છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ઇઝરાયેલે "ઇઝરાયેલ, યહૂદી લોકોનું રાષ્ટ્ર" તરીકે ઓળખાવવા કડક કાનુનને અમલમાં મૂક્યા છે  અને તે પેલેસ્ટાઈનવાસીઓને હંમેશ માટે તેમના વતનમાંથી ખદેડી મુકવા માંગે છે. દુનિયાની સ્થાપિત સરકારોએ તેની શાબ્દિક નિંદા કરી છે અને તેના પ્રત્યે પણ સ્વાભાવિક ઉદાસીનતા સેવવામાં આવી છે. ન્યાયના બચાવમાં કોઈ પણ હસ્તક્ષેપ સામે લડવામાં ઉદાસીનતા એકમાત્ર હાથવગું હથિયાર છે. એક વિચારમાંથી જન્મેલું ઇઝરાયેલ વિશ્વની એકમાત્ર મહાસત્તાના બિનશરતી સમર્થનનો આનંદ માણી રહ્યું છે અને લશ્કર તૈનાત કરી રહ્યુ છે. ન તો તેને રણ ક્ષેત્રે પડકારવામાં આવશે કે નહી નૈતિક આધાર પર. કારણ કે ઇઝરાયલનો આખો ઇતિહાસ નાગરિકતાના માનવીય વર્તણૂકના દરેક સ્વીકૃત સિદ્ધાંતને કચડી નાખવાની સજા-મુક્તિ છે.

હાલના તબક્કે, વૈશ્વિક ઉદાસીનતાનું કોઈ ગહન કારણ હોઇ શકે છે. કારણ કે ઈઝરાયલ બંધન ફગાવીને આગળ વધી રહેલા વિશ્વ માટે આગળ દોરી જવાનું કામ કરે છે. જ્યાં વંશીય અને જાતિય વિશેષાધિકારની કાલગ્રસ્ત માન્યતાઓ માટે જૂના મૂલ્યો છોડી દેવામાં આવે છે. સાર્વત્રિક રીપબ્લિકન મૂલ્યોને દરેક વારસાગત અન્યાય માટે ઉપાય તરીકે ગણવામાં આવે છે ત્યારે અસ્તિત્વબોધના સમયથી ઇઝરાયલ વચનોની નિષ્ઠાહીનતાનું પ્રતિનિધી છે.

ઇઝરાયલની સંસદ નેસેટ દ્વારા 19 જુલાઈના રોજ પસાર કરવામાં આવેલા નવા યહુદી રાષ્ટ્રનો કાયદો પસાર કર્યો છે જેને હાર્ડ-લાઇન જ્યૂવાદી વર્તુળોમાં ઉત્સાહપૂર્વક સ્વિકારવામાં આવ્યો છે. જે લોકો જ્યૂવાદના આગેવાનોની મૂર્ખામીભરી વાતોથી ભ્રમિત થયા હતા તેમણે હરકતમાં આવવાને બદલે જે મૂલ્યો ઉપર ઇઝરાયેલ દેશની સ્થાપના કરવામાં આવી હતી તેના દ્રોહનો વિલાપ કર્યો હતો.

કેટલેક અંશે તિવ્ર પ્રતિક્રિયા પ્રખ્યાત ઇઝરાયેલી સંગીતકાર અને પિયાનોવાદક ડેનિયલ બેરેનબોઇમે આપી હતી. તેમણે દેશના આ કાયદાને ઇઝરાયેલીઓની સ્વતંત્રતાની ઘોષણામાં મૂલ્યોના વિશ્વાસઘાત તરીકે ઓળખાવ્યો છે. 1948માં ઇઝરાયેલીઓ યુરોપમાંથી યહૂદી વસાહતીઓમાંથી બહાર નીકળ્યા અને એક રાષ્ટ્રના મૂળ નાગરિક તરીકે તેમણે બધા માટે સમાનતાના અને "બધા પડોશી રાજ્યો અને લોકો સાથે શાંતિ અને સારા સંબંધો" જાળવવાના સોગંદ લીધા હતા.

બેરેનબોઇમની લાગણીઓ નિષ્ઠાપૂર્વકની હોવા છતાં તેમની નિષ્કપટતા નવાઈ પમાડે તેવી છે. ઇતિહાસમાં આવા ક્ષણોનો સંક્ષિપ્ત સારાંશ બતાવશે કે તેમના વચનોનો દ્રોહ કરવામાં આવ્યો છે. પૂર્વાધિકાર સરળતાથી યુનાઈટેડ સ્ટેટસ (યુએસ) બિલ ઓફ રાઇટ્સ અને ફ્રેન્ચ રિવોલ્યુશન ઓફ મેન ઓફ રાઇટ્સ એન્ડ ધ સિટિઝનની ઘોષણામાં જોવા મળે છે, બન્નેએ ગુલામી, જાતિવાદ, લશ્કરી વિજય અને વસાહતીવાદ દ્વારા તેમના મૂળ સાથે દ્રોહ કર્યો હતો.

તેમ છતાં, ઠગાયેલો આદર્શવાદ સ્પષ્ટપણે ઇઝરાયેલના જન્મ અને અનુગામી જીવન પર લાગુ પાડી શકાય તેવું ચરિત્ર નથી. તેના મૂળથી ઝાયોનિસ્ટ પ્રોગ્રામને જીતની જરૂરિયાત પર આધારીત કરવામાં આવ્યો હતો અને તેને જગત જમાદારનું સમર્થન પ્રાપ્ત થયું હતું. જ્યારે તેને પેલેસ્ટાઇનના તેના સંભવિત અંત તરીકે કેન્દ્રિત કર્યું ત્યારે જ્યૂવાદે એક સૂત્ર "લોકો વિનાની જમીન, જમીન વિનાના લોકો માટે" અપનાવ્યું કે જેણે પેલેસ્ટાઇનના તમામ લોકોના અસ્તિત્વને નકારી દીધું.

વંશીય સફાઇ એ વાસ્તવિકતા હતી જેના પગલે ઇઝરાયલની સ્થાપના થઈ હતી. જોકે તે નિર્દયતાથી લાગુ પડ્યો અને પેલેસ્ટિનિયન આરબ લઘુમતીની વસ્તી વિષયક મૂંઝવણ સાથે યહૂદી દેશને છોડી દીધો. 1967માં લશ્કરી શાસનના ઉત્સાહમાં ભૂલી ગયા હતા તે લોકશાહીના મૂલ્યો અને યહુદી વિશેષાધિકાર વચ્ચેના ઘર્ષણે એ વાત ફરી પ્રકાશમાં આણી કે યહૂદીઓ હવે ઇઝરાયેલ હેઠળ રહેતી વસ્તી વચ્ચે લઘુમતીમાં છે.

ઇઝરાયેલે રંગભેદને ખુલ્લેઆમ અપનાવ્યો અને વર્ષોથી તેને દુનિયાના વિષમ ખુણાની એકમાત્ર લોકશાહી ગણાવવાનો ઢોંગ થઈ રહ્યો છે અને તેની નવાઈ લાગતી નથી. નવો કાયદો મોટા જૂલમના કારણ વગર પસાર કરવામાં આવ્યો છે કારણ કે તે જ્યારે પશ્ચિમમાં અમેરિકા જેવા તેના મુખ્ય સમર્થક મૂળભૂત મૂલ્ય તરીકે સાંસ્કૃતિક વૈવિધ્ય પર તેમની પીઠ થાબડે છે અને લોકશાહીને અધિકારને બદલે વિશેષાધિકાર તરીકે ગણાવે છે.

ઇઝરાયેલ તેના સર્જન સમયે પાશ્ચાત્ય સંસ્થાનવાદને હટાવવાની એક કલ્પના હતી. સંસ્થાનવાદી વિશેષાધિકારોના નુકશાન પછી વેલ્ફેર સ્ટેટ રૂઢિપ્રયોગને આગળ ધરીને પાશ્ચાત્ય મૂડીવાદ ફરથી સજીવન થયો હતો અને પુર્વેની વસાહતોમાંથી ઇમિગ્રન્ટ્સની માનવબળ તરીકેની માંગણી કરી હતી. 1980ના દાયકા સુધીમાં, નિયો-ઉદારવાદી પ્રભાવ હેઠળ વેલફેર અને વિકાસ બંને ગંભીર કટોકટીમાં સપડાઈ હતી. જાતિ, વંશ કે ધર્મને ધ્યાનમાં લીધા વગર બધા નાગરિકો સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરવામાં આવશે, જેવા વચનોને ઔપચારિક અર્થમાં જાળવી રાખવામાં આવ્યા હતા. જોકે રાષ્ટ્રના રાજ્યોમાં અને તેમની વચ્ચે અસમાનતા સતત વધતી જતી હતી.

દબાયેલો અસંતોષ બહાર આવ્યો ટોપ અને મધ્યમ વર્ગમાં અસુરક્ષા પેદા થઈ તેમજ વિશેષાધિકારનો નવેસરથી દાવો કરવામાં આવ્યો. આશ્ચર્યજનક રીતે, વર્ષો સુધી સમૃદ્ધિનો વંશીય ભેદભાવની ઉપર ઢોળ ચડાવ્યા પછી નવો રાષ્ટ્રવાદી રૂઢિપ્રયોગ વિશ્વભરમાં વિશિષ્ટ વંશીય સ્વરૂપમાં પોતાને પ્રગટ કરી રહ્યો છે.

યહૂદી લોકોના રાષ્ટ્ર તરીકે ઇઝરાયલનો ઔપચારીક દાવો કરવા માટે જાતિવાદી ડોનાલ્ડ ટ્રમ્પ યુએસમાં સત્તાના સૂત્રો સંભાળે તેની રાહ જોવી પડી હતી. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક બાયનેશનલ સ્ટેટના વિચારને નકારી કાઢ્યો છે. એના બદલે ઇઝરાયેલ વિશે તેમણે કહ્યું કે નજીકના ભવિષ્યમાં પેલેસ્ટાઇનના સમગ્ર પ્રદેશ પર યહૂદી નિયંત્રણ મેળવી લેવાના પ્રયત્નો ચાલુ રહેશે.

આ ભયાનક આગાહી છે છતાં એકલા પડી ગયેલા પેલેસ્ટાઈનવાસીઓ તેનો મજબુત સામનો કરવાના મૂડમાં છે. પેલેસ્ટાઇન મુક્તિ ચળવળમાં ઉભરતી વિચારસરણી સાથે દ્વિ-રાજ્યના ઉકેલના બનાવટી વચનો દ્વારા વર્ષોથી છળ આચરાતું રહ્યુ છે. જેમાં એવું કહેવાયું છે કે આ જમીનનું ભવિષ્ય દ્વિરાષ્ટ્રિય છે. એક એવી સ્થિતિ જેમાં એક રાષ્ટ્રમાં વિશ્વાસ ન હોય તો પણ દરેક વ્યક્તિ એક સમાન નાગરિક તરીકે જીવે છે. ઇઝરાયેલ જેમ કતલ અને વિનાશ ફેલાવવાનું ચાલુ રાખે છે તેમ આ ચિત્ર ખરાબ બને છે. વિકલ્પ એક વિનાશક વાતાવરણ સર્જશે જે દેશ અને દુનિયાને ઘેરી વળશે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top