ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

મુદ્દો ખૂટે છે

લિંચીંગ અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો તે માળખાને પોષતા તત્વોને સંબોધવામાં નિષ્ફળ ગયો છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

તેહસીન એસ પૂનાવાલા વિ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં 17 મી જુલાઈના સર્વોચ્ચ અદાલતે સમગ્ર રાષ્ટ્રમાં ફાંસીવાદના પ્રસારને કાબૂમાં લાવવાની માર્ગદર્શિકા અને દિશાનિર્દેશો સાથે ચુકાદો આપ્યો તેમાં "બીફ," "હિન્દૂ," "મુસ્લિમ," "દલિત" કે "સવર્ણ" શબ્દોનો ઉપયોગ કર્યો નથી. સંદર્ભ વગર ચુકાદાને વાંચતા "તકેદારીવાદ" (11 વખત) અને "કાયદો અને વ્યવસ્થા" (પાંચ વખત) વારંવારના સંદર્ભો આવતા કોઈને એવું લાગે કે સર્વોચ્ચ અદાલતની ગતિવિધિઓ 21મી સદીના ભારતની ઘટનાઓને સંબોધવાને બદલે ગોથમ શહેરમાં બેટમેનને કાબુમાં લેવા જેવી છે.

ભારતના મુખ્ય ન્યાયામુર્તિ દીપક મિશ્રા દ્વારા લખાયેલો ચુકાદો લિંચીંગ કંઈ ક્ષણિક ઘટના કે તે સામાજિક વ્યવસ્થા જાળવવા માટેનું પ્રાથમિક ટૂલ નહી પણ કાયદો અને વ્યવસ્થાને તોડતી બીજી વ્યવસ્થા છે તેવી સમસ્યાની સાચી પ્રકૃતિની સમજણ બતાવતો નથી. તે જીવનમાં આગળના મુકામે પહોંચવાના પ્રયાસ માટે દલિત સમુદાયોને ચૂકવવી પડતી કિંમતની યાદ અપાવે છે. આ ગુનામાં એક પ્રાયોગિક તત્વ પડેલું છે અને તેને રાજ્યની મશીનરીઓનો મૌન અથવા સક્રિય સપોર્ટ મળે છે.

લિંચીંગ અંગેના કોઈ ભારતીય કે વિદેશી વિશાળ શૈક્ષણિક સાહિત્યનો ચુકાદામાં ઉલ્લેખ કરાયો નથી. તાજેતરના ભૂતકાળમાં બનેલીએક પણ ઘટનાની અદાલત દ્વારા ચર્ચા નથી થઈ કે તેને વિગતવાર વર્ણવેલ નથી. ભારતભરમાં બનતી લિંચીંગની ઘટનાઓમાં સખત વિશ્લેષણનું સ્થાન અસ્પષ્ટ સત્યો અને વિશેષણો લે છે. સમસ્યાઓની સમજ તરફ દોરી જતા કોઈ પ્રયાસો થતા નથી. તેના બદલે, સમગ્ર ઘટનાને પોતાની ફરજ નિભાવવામાં ઉણી ઉતરેલી પોલીસની નબળી કામગીરી તરીકે અને કોર્ટની દરમિયાનગીરીની જરુરિયાત તરીકે રજુ કરવામાં આવે છે. જો પોલીસ કાર્યવાહીમાં બદનામ થાય તો બધું બરાબર લાગશે. ઝારખંડના અલીમુદ્દીન અન્સારીના લિંચીંગના સંદર્ભમાં ઝારખંડ હાઈકોર્ટ કાર્યવાહીના ભાગ રૂપે આરોપી ઠરેલા આઠને જામીન આપવા સિવાય કશુ કર્યુ હોવાનું જણાયું નથી.

આમાં કોઈ બે મત નથી. વર્તમાનમાં ખાસ કરીને "ગૌમાંસ(બીફ)" પર મુસ્લિમો અને દલિતો સામે લિંચીંગના વિવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને દેશભરમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતીને વધાવ્યો છે. જે રાજ્યમાં ભાજપ સત્તામાં નથી ત્યાં પણ "બીફ" અફવાઓને લઈને મુસ્લિમ અથવા દલિતો પર હુમલા થયા અને હત્યા કરનારાઓનો સામાન્ય રીતે સંઘ પરિવાર સાથે સંબંધ જોવા મળ્યો છે. 2014માં વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની "અચ્છે દીન" ઝુંબેશ એ ભારતમાં બીફ ઉદ્યોગની વૃદ્ધિ કે જે મુખ્યત્વે મુસ્લિમ સમાજ માટે ફાયદાકારક હતી તેવી "ગુલાબી ક્રાંતિ" પરનો હિન્દુ અસંતોષ ઊભો કરવા માટેનો કાળજીપૂર્વક તૈયાર કરાયેલો સંદેશો હતો.

સમસ્યાની ભિતરી રાજકીય પ્રકૃતિને સ્વીકારવાનો ઇન્કાર કરીને સુપ્રીમ કોર્ટે તેને સંબોધવા પ્રત્યે ઉપેક્ષિત વલણ દાખવ્યુ છે. જ્યારે કેન્દ્રિય મંત્રી આવી ક્રિયાને "કાયદાની યોગ્ય પ્રક્રિયાને માન આપતી" ગણાવીને તેનો બચાવ કરે ત્યારે લિંચીંગ પર કાયદાનો દંડ ઉગામીને "લોકોમાં કાયદાનો ડર ઉભો કરવા"નું કેવી રીતે શક્ય બને. ઝારખંડ કેસમાં માત્ર જામીન મળી ગયાથી  આમ કેવી રીતે કહી શકાય? ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પોલીસ દ્વારા મોટા પાયે ઉઠાવીને મર્ડર કરાવે અને તેને પોતાની સરકારની "ઉપલબ્ધિ" ગણાવે છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા કાયદાના શાસન અને પોલીસને અપાયેલા દિશાનિર્દેશોનું શું?

બીજી બાજુ, સુપ્રીમ કોર્ટે હજુ સુધી બીજેપી-શાસિત રાજ્યો દ્વારા પસાર કરવામાં આવેલા વિવિધ માત્ર ગોમાંસ પાસે રાખવા માત્રને ગુનાહિત બનાવતા "બીફ પ્રતિબંધ" કાયદાઓને પડકારતી અરજીઓ સાંભળી નથી, તે 2016થી પડતર છે. નિવૃત્ત ન્યાયમૂર્તિ કે. પુટ્ટસ્સ્વામી વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના ઇચ્છા પ્રમાણેના ભોજનના અધિકારના કેસમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો નથી કે જે ખોટી રીતે નક્કી કરવામાં આવેલા માંસના વેચાણ પરના પ્રતિબંધને માન્યતા આપે છે. અદાલતના લિન્ચીંગ પરનો મત અર્થહીન છે અને કાનૂની માળખું તેને સહન કર્યે જ રાખે છે. જેમાં આખરે દલિતો અને મુસ્લિમોના જીવન જોખમમાં મૂકાય છે.

જોકે અવગણના પુરતા જ સુપ્રીમ કોર્ટના પાપો સિમિત નથી; માન્યતા આપવાના પાપો પણ પણ તેમના શિરે છે. સુભાષ કાશિનાથ મહાજન વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારના કેસમાં તેના સમર્થનમાં અલ્પ કે નહિવત્ત ડેટા હોવા છતા કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમને પાંગળો બનાવ્યો છે અને તે કારણે દલિતો અને આદિવાસીઓ સામેના ગુનામાં કાર્યવાહી કરવાનું વધુ મુશ્કેલ બન્યું છે. સુપ્રીમ કોર્ટે જ ગુજરાત રાજ્ય વિરુદ્ધ મિરઝાપુર મોતી કુરેશી કાસબના કેસમાં ગાયોની કતલ અંગેના કડક કાયદાની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું. કોર્ટ માટે મુસ્લિમ કસાઈઓની આજીવિકા કરતા દુધાળા પશું વધુ મહત્વના ઠર્યા.

તેથી, પુનવાલા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને સંશયની નજરે જોવો રહ્યો. તેને ભારતમાં લિંચિંગ વિશે ખરેખર કંઈક અર્થપૂર્ણ કર્યા વિના કંઈક કરી શકાય છે એવી અદાલતની જાહેરાત તરીકે લેવી એ જ ઠીક રહેશે. જો ખોટી માહિતી અને સરળ ઉપાયો ઇરાદાપૂર્વક આપવામાં ન આવ્યા હોય તો  આ મુદ્દાનું વિશ્લેષણ સપાટી ઉપરનું જ ગણવું રહ્યું. સિવાય કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટે તેના ન્યાયિક કાર્યો અખંડિતતા અને અસરકારકતા સાથે કરી શકતા નથી ત્યાં સુધી આ સદ્દગુણ ભાગ્યે તેની વિશ્વસનીયતાને સુધારવા માટે કંઈક કરી શકશે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top