ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

સીમા ઓળંગવાની સજા

ટ્રમ્પ સરકારની ચોક્કસ ઇમિગ્રન્ટ્સ પ્રત્યેની નીતિ જાતિવાદી અને ઝેનોફોબિક છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

જુનના છેલ્લા અઠવાડિયાના અંતમાં ટ્રમ્પ સરકાર સામે આખા યુનાઈટેડ સ્ટેટસ (યુ.એસ.)માં ઇમિગ્રન્ટ્સ અને આશ્રિતોની સતામણીના વિરોધમાં દેખાવો થયા હતા. ઇમિગ્રન્ટ્સ અને આશ્રિતોના બાળકોને બળજબરીથી તેમના માતાપિતાથી વિખુટા પાડતા તેમના રુદનના વીડિયો, પાંજરામાં પુરાયેલા બાળકોની તસ્વીરો અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ લોકોની ક્રુર મજાક ઉડાવતી ભાષામાં દેખાવ કરનારાઓ આ બધી અમાનવીયતા સામે રેલી કાઢી હતી. ઇમિગ્રન્ટ્સના બચાવમાં સૌથી મોટો વિરોધ લોસ એન્જલસ, શિકાગો, ન્યુ યોર્ક સિટી અને વોશિંગ્ટન-ડીસીમાં થયો હતો.

અલબત્ત, માતાપિતા પાસેથી બાળકોને અલગ કરવાની યોજનાના ટ્રમ્પ સામે વ્યાપક જાહેર પ્રત્યાઘાતોને પગલે આ યોજના પાછી ખેંચી લેવાઈ હતી. પરંતુ, સરહદ પાર કરવાના "અપરાધ" માટે સબબ પરિવારોને હવે એક સાથે કેદ કરવામાં આવે છે. જોકે પહેલાથી જ તેમના માતાપિતાથી જુદા પાડેલા બાળકોને હજુ સુધી તેમના પરિવારો સાથે મિલાપ કરાવવા માટેના કોઈ નક્કર પગલાં લેવાઈ ન રહ્યા હોવાનું જણાય છે. ટ્રમ્પ વહીવટીતંત્રને આ બાળકોના અલગ થવાના આઘાતને કારણે જન્મતી લાંબા ગાળાની વેદના અંગે કોઈ ચિંતા જણાતી નથી. ટ્રમ્પ પોતાની તંગડી એમ માનીને ઉંચી રાખી રહ્યા છે કે ન્યાયમૂર્તિ એન્થની કેનેડીની નિવૃત્તિ બાદ, સુપ્રીમ કોર્ટે એન્ટિ-મુસ્લિમ પ્રવાસ પર પ્રતિબંધને સમર્થન આપતા હવે તે કોર્ટને વધુ જમણેરી બનાવી શકે છે અને વધુ સરમુખત્યારશાહી પગલાં લાદી શકે છે. તેમને વાજબી પ્રક્રિયા પ્રત્યે તિરસ્કાર છે. વિશ્વનાં ચોક્કસ ભાગોમાં આવેલા ઇમિગ્રન્ટ્સ વિશે તેમણે તેમના ટ્વીટ્સમાં લખ્યું છે, "જ્યારે કોઈ અહી આવે કે તરત જ આપણે કોઈ ન્યાયમૂર્તિ કે કોર્ટ કેસનું નહી વિચારતા, જ્યાંથી તેઓ જ્યાંથી આવ્યા હોય ત્યાં તેમને પાછા મોકલી દેવા જોઈએ." આવી નીતિઓ કર્મચારી વર્ગનું તેમની વંશીયતા, રાષ્ટ્રીયતા, જાતિ અને ધર્મની રેખાઓના આધારે વિભાજન કરે છે.

સંજોગે ડેમોક્રેટિક પાર્ટી અત્યારે ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રન્ટ્સ અંગેની નીતિ સામે આંસુ સારી રહી છે, પરંતુ બાળ અટકાયત કેન્દ્રો તો ઓબામાના વહીવટીતંત્રની યાદ અપાવી જાય છે.  હકીકતે, બરાક ઓબામાને ઉપનામ "ડિપોરેંટ-ઇન-ચીફ"ની “ઉપાધી” મેળવી હતી. કહેવામાં આવે છે કે ઓબામાએ તેઓ સત્તામાં હતા ત્યારે 27 લાખથી વધુ લોકોની હકાલપટ્ટી કરીને એક રેકોર્ડ બનાવ્યો હતો. વાસ્તવમાં અત્યારે મોટા પાયે કાર્યવાહી કરી રહેલા જેલ, અટકાયત કેન્દ્રો અને દેશનિકાલના "બિઝનેસ"માં "જાહેર-ખાનગી ભાગીદારી" સાથેના ખાનગી કોર્પોરેશનો મોટેભાગે ઓબામા વહીવટીતંત્રની દેન છે.

મેક્સિકો અને મધ્ય અમેરિકામાંથી ઇમિગ્રેશનના મૂળ ત્યાં પ્રગટેલા યુ.એસ. સામ્રાજ્યવાદમાં સમાયેલા છે અને તેણે આ દેશોમાં સામાજિક અને આર્થિક માળખામાં કેટલાક કિસ્સાઓમાં યુપીએ અને સરમુખત્યારને ટેકો આપવાની સાથે  જમીન કબજે કરવાની, જળસ્ત્રોતોના ખાનગીકરણની, લશ્કરીકરણની અને લોકોના પ્રજાતાંત્રિક અધિકારોના હોલસેલ ઉલ્લંઘનની નીતિઓને આગળ કરી છે.  આ દેશોમાંથી આવવામાં સફળ થતા ઇમિગ્રન્ટ્સ અર્થશાસ્ત્રીઓ વિશ્વની "અખંડિતતા" કહે છે તે છે. યુ.એસ.માં તેઓ નોકરીઓમાં મોટાભાગે સૌથી નીચલી કક્ષાના વ્યવસાયમાં જોવા મળે છે. જેમકે રેસ્ટૉરન્ટ્સ, હાઉસિંગ અને વ્યાપારી સંકુલના ફ્લાઓઅર્સના બાથરુમ અને ફર્શ સાફ કરવા કે ઘરેલુ કામદારો તરીકે, નોકરો અને કન્સ્ટ્રક્ટર વર્કરો તરીકે લાંબા કલાકો કામ કરે છે અને મળતી આવકમાંથી પેટનો ખાડો પુરે છે અને ઘરે પાછા તેમના પરિવારોને તેમની કમાણીનો ભાગ મોકલે છે. મેક્સિકન સરકારોએ સેન્ટ્રલ અમેરિકાના ઇમિગ્રન્ટ્સને મેક્સીકન-યુએસની સરહદ સુધી પહોંચતા રોકવા માટે સતત અમેરિકન વહીવટીતંત્રના પોલીસફોર્સ તરીકે કામ કર્યું છે. તેથી, આપણે એ પણ જોવું જોઈએ કે મેક્સિકોની સમગ્ર સરહદે આ માઇગ્રન્ટ્સ સાથે અટકાયત કેન્દ્રોની અંદર અને બહારના સ્થળાંતર બહાર શું થઈ રહ્યુ છે. તેમની સાથે તમામ પ્રકારના દુર્વ્યવહારો થઈ રહ્યા છે અને તમામ પ્રકારના દુ:સ્વપ્નો તેમનો પીછો કરી રહ્યા છે. મેક્સીકન સમાજ પર "વોર ઓન ડ્રગ્સ" સંબંધિત લશ્કરીકરણ અને નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની પ્રતિકૂળ અસર પડી છે.

અલબત્ત, ઇમિગ્રન્ટ્સ પર હુમલા એ એક આંતરરાષ્ટ્રીય વલણ છે અને આપણે એ ન ભુલવું જોઈએ કે ભારે માત્રામાં ઇમિગ્રન્ટ્સ અફઘાનિસ્તાન, ઇરાક, લિબિયા, સોમાલિયા સીરિયા, અને યેમેન જેવા દેશોમાં અમેરિકાની આગેવાનીમાં છેડાયેલા યુદ્દને કારણે હિંસા, બરબાદી અને અવનતિથી બચવાના પ્રયાસમાં બન્યા છે. યુરોપમાં, આ પશ્ચિમ એશિયાઈ અને આફ્રિકન દેશોના ઇમિગ્રન્ટ્સ જાતિવાદ અને ઝેનોફોબિયાના ભોગ બનેલા છે, ખાસ કરીને ઈટાલી, ફ્રાંસ, ઑસ્ટ્રિયા, જર્મની, હંગેરી, સ્લોવેનિયા, પોલેન્ડ અને અન્યત્ર આત્યંતિક જમણેરી વલણના ઉદયના કારણે આમ બન્યુ છે. તાજેતરમાં  જર્મનીમાં સરહદ વિસ્તારે "ટ્રાન્ઝિટ ઝોન"ની સ્થાપના કરવાની દરખાસ્ત મુદ્દે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી તેના સહયોગી દળો ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન સાથે નૈકટ્ય સર્જાયું છે. પહેલેથી જ ગ્રીસ અને ઇટાલી જેવા દેશો શરણાર્થીઓ માટે કહેવાતા "હોટસ્પોટ્સ" ચલાવે છે અને તેને યુરોપિયન યુનિયન (ઇયુ) માત્ર શરણાર્થી શિબિરો તરીકે ઓળખે છે અને તેના નેટવર્કની સ્થાપના પર વિચારણા કરી રહ્યું છે. શું આ બધુ ઇયુ દેશોનું કવચ બનાવવા અને પશ્ચિમ એશિયા અને આફ્રિકાના યુદ્ધ ક્ષેત્રોમાં પાછા મોકલવા માટે છે? તો એમ તો કહી જ શકાય કે ભારતમાં પણ "બાંગ્લાદેશી" અને રોહિંગ્યા મુસ્લિમોનો દુર્વ્યવહાર ખલેલ પહોંચાડી રહ્યો છે.

વિશાળ ઇમિગ્રન્ટ વસ્તી ધરાવતા લૉસ એંજલસની રેલી સહિતના ઇમિગ્રન્ટ્સના બચાવમાં યુ.એસ.ના તાજેતરના પ્રદર્શનોમાંથી એક એ શીખ તો મેળવવી રહી કે: "માનવ અધિકારોની કોઈ સરહદ નથી."

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top