ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

લોકશાહીથી ટોળાશાહી તરફ

સમકાલીન ભારતમાં, અંધેર અને ટોળા ન્યાય કાયદાનું સ્થાન લઈ રહ્યા છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

સખેદ નોંધ લેવી રહી કે ભારતમાં ટોળાશાહી "સામાન્ય" હકીકત બનવા તરફ આગળ વધી રહી છે. સમાજનો મોટો ભાગ તેની બિનશરતી નિંદા કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેનાથી ઉલટું, આવી ટોળાની હિંસાને સમર્થન આપવામાં તે આનંદ અનુભવે છે. ન્યાયતંત્રનો ન્યાય એટલા પુરતો રહ્યો છે કે તેની પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકારોના શિરે મુકવી અને આ પ્રકારની હિંસાને રોકવા માટે રાજ્યની સંસ્થાને સંબંધિત કાયદો અને વ્યવસ્થા હેઠળ આદેશ આપવો.

આવી ટોળાશાહી ભેદભાવપૂર્ણ ધોરણો અપનાવતી હોય છે અને તે ખાસ કરીને, બળાત્કાર જેવા કિસ્સામાં જ્યારે પીડિત પ્રભાવશાળી સામાજિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિમાંથી આવતા હોય ત્યારે કાયદાની ઉપરવટ જઈને તરત સજાને ઉત્તેજન આપે છે. આપણે તાજેતરમાં જ મધ્ય પ્રદેશના મંદસૌરમાં આવું જોયું છે,  જ્યાં આઠ વર્ષની છોકરી પરના બળાત્કારના કિસ્સામાં મોટાભાગના હિંદુ સમુદાય દ્વારા દેખાવો થયા અને તાત્કાલિક ન્યાયની માંગણી થઈ હતી. ગુનાખોરો મુસ્લિમો હતા તેવી શંકાએ તેમના ગુસ્સાને ઇંધણ પુરૂ પાડ્યું.

શકમંદ ગુનેગારની ટોળાશાહી દ્વારા પિટાઈના કેસ જોઈએ તો,  1 જુલાઇના રોજ મહારાષ્ટ્રના ધુલેમાં આવા પાંચ પુરૂષોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. અહી આપણે એ પણ સમજવું રહ્યુ કે આ પ્રકારની ક્રિયાઓ હંમેશા પૂર્વયોજિત હોય તેવું નથી કે લોકો હંમેશા તેમનો વાજબી કે નિષ્પક્ષતાના ધોરણે ન્યાય તોળતા હોય તેવું પણ જરૂરી નથી. વાસ્તવમાં, પ્રતિકાર ન કરી શકાય તેવી ઘટનામાં સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સ દ્વારા આવા પગલાંઓ માટે ઉશ્કેરવામાં આવે છે. દાખલા તરીકે, જ્યારે ટોળાએ કાયદો પોતાના હાથમાં લઈ લીધો હતો તે ધુલેના લિંચીંગનો કોઈ બચાવ કરી શકાય તેમ નથી. ત્યારે એવી દલીલ કરવામાં છે કે સ્થાપિત કાયદો અને વ્યવસ્થાતંત્ર સમયસર કાર્યવાહી કરી હોત તો લોકોએ જે કર્યુ તે કરતા રોકી શકાયા હોત. કાયદો કોઈ એકના હાથમાં આવી જાય પછી "શોર્ટ સર્કિટ" થયેલા કાયદો અને તાર્કિક વિચાર હિંસક ક્રિયામાં પરિણમી જાય છે. અલબત્ત કેટલાક અનુકરણીય અપવાદો પણ છે. જેમકે 2018માં ઉત્તરાખંડમાં પોલીસમેને એક વ્યક્તિને ટોળાના મારથી મરતો બચાવી લીધો હતો અને તાજેતરમાં મહારાષ્ટ્રના માલેગાંવમાં સ્થાનિક લોકોએ મહિલાઓ સહિત 5 જણાને એક ટોળા દ્વારા થયેલા હુમલામાં મરતા બચાવ્યા હતા.

લીંચીંગ માટેના આવેગ બે પરિબળોના કારણે આવે છે. એક પૂર્વગ્રહયુક્ત વાતાવરણ અને બીજું સામુહિક અસુરાનો ભાવ. આ બંને પરિબળો પોલીસ અને ન્યાયતંત્રની એકંદર બિનઅસરકારકતાના કારણે પેદા થાય છે. દાખલા તરીકે, કહેવાતા ગૌ રક્ષક દ્વારા એપ્રિલ 2017માં પહલુ ખાનનો ટોળા ન્યાય કરાયો હતો અને તેની પ્રેરણા એક ખાસ સમુદાયના સભ્યો સામે સંશયના વાતાવરણમાંથી મળી મળી હતી.

બળાત્કારના કેસોમાં ગુનેગારોને જાહેરમાં સજા અને લટકાવી દેવાની પાશવી ઇચ્છાના મૂળ કટ્ટર જાતિ અને સમાજના વળગણમાં પડેલા છે. પીડિત અને અપરાધીનો સમાજ જાહેર થાય તે પછી જાતિ અને સામાજિક પરિબળોના કાનૂની ચેતનાને આકાર આપવાના તાણાવાણાની પ્રક્રિયા શરૂ થાય છે. આમ, અપરાધીનો સમાજ પીડિતના સમાજથી અલગ પડતો હોય અને જો અપરાધી દલિત કે લઘુમતિ સમાજનો હોય તેવા કિસ્સામાં તો કાયદાની સાવ એંસીતેંસી કરીને કે કાયદાના શાસનને વિશેષ સમર્થન આપીને વર્તવાની શક્યતા રહે છે. મહારાષ્ટ્રના ખૈરલાંજીમાં 2006ના દલિત હત્યાકાંડનો કેસ તેનું સ્પષ્ટ ઉદાહરણ છે. જો પીડીત લઘુમતી સમુદાયના હોય તો એકલા પ્રભાવી સમાજના સભ્યો દ્વારા જ નહી પરંતુ "કાયદાના રક્ષકો" દ્વારા પણ કાયદાના શાસનને સંપુર્ણ અવગણવાનું વલણ અપનાવવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં કઠુઆમાંએક આઠ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાનો કેસ તેનું ઉદાહરણ છે.

રંગછટાનો બીજો છેડો જોઈએ તો જો પીડીત લોકો બિન-દલિત અથવા બિન-લઘુમતી સમાજના હોય તો પછી ભારતના બિન-દલિતો અને સમાજના બિન-લઘુમતી સભ્યોની પ્રતિક્રિયા અપરાધીને તાત્કાલિક શારિરીક દંડ અને ગુનેગારનો ટોળા ન્યાય તોળવાની રહે છે. સામાજિક દુર્ઘટનાની ઘટનાઓ પ્રત્યે આ ભેદભાવપૂર્ણ વલણ 2016માં મહારાષ્ટ્રના કોપારડી ગામના બળાત્કાર અને ગત મહિને મધ્યપ્રદેશના મંદસૌરમાં બળાત્કારના કેસોમાં જોવા મળ્યું હતું. કોપારડીમાં અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓનો અને અપરાધીઓ એક જ સમાજના હતા. આ મહિલાઓ ટેલિવિઝન પર બળાત્કારીઓની જનનેન્દ્રિય કાપી નાખવાની સજાની માંગણી કરે છે. મંદસૌરમાં પણ કંઈ આવો જ પ્રતિભાવ હતો. બાદમાં બહુમત સમુદાયના સભ્યો માટે વિન-વિનની સ્થિતિ ઊભી કરે છે. તેમાં ન્યાયનો આ એકપક્ષીય સિદ્ધાંત પકડી રાખવામાં આવે છે: "છાપ આવે તો અમે જીત્યા અને કાંટ આવે તો તમે હાર્યા."

ટોળા ન્યાયનો ભેદભાવપૂર્ણ પ્રતિભાવ શારિરીક દંડની માગણી કરે છે જેમાં પ્રથમ પીડિત વ્યક્તિની જાતિ કે ધર્મ જોવાય છે અને પછી કાયદાનું શાસન આવે છે. ગુનેગારની જાતિ અથવા ધર્મ જેટલો નજીક, કાયદાનું શાસન તેટલું વધુ નજીક રહે છે. ભારતીય સંદર્ભમાં જાતિ અને કોમવાદી વિચારધારાનો આ જ તો સાર છે. જેટલી મજબૂત જાતિ અને કોમવાદી વિચારધારા તેટલા કાયદાકીય સભાનતા અને કાયદામાં માન્યતાનો પ્રભાવ નબળો રહેશે. તેનાથી વિપરીત, ભારતના નાગરિકોમાં જાતિવાદી વિચારધારા જેટલી નબળી તેટલી કાનુની સભાનતા વધુ સબળ હોવાનું માનવામાં આવે છે.

બન્નેમાં, ઇચ્છા તેમજ સામૂહિક પગલાં ટોળા ન્યાય તરફ દોરી જાય છે અને કાયદાના શાસનનો આદર કરવાની જરૂરિયાતને સાવ ઢાંકી દે છે અને તેના પરિણામે લોકશાહીનું ભવિષ્ય જોખમાય છે.

Back to Top