ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

આરએસએસ અને તેનો 'ઉદારવાદ'

પ્રણવ મુખર્જીને આમંત્રિત કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું સાબિત કરવાનો પ્રયાસ કરે છે?

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આમંત્રણ અને બાદમાં આમંત્રણ સ્વિકારીને સ્વયંસેવકોને સંબોધવાના નિર્ણયે મીડિયા અને ઓપિનિયન લિડર્સ દ્વારા તમામ પ્રકારની કલ્પનાઓને જન્મ આપ્યો છે. આમંત્રણથી આરએસએસ કે મુખર્જી બેમાંથી કોને ફાયદો થશે તે અંગેની અટકળો લગાવાય છે. જો કે મહત્વનું એ નથી કે કોને ફાયદો થશે, મહત્વનું એ છે કે આરએસએસ પ્રવક્તાઓ ઉદારમતનું સમર્થન આમંત્રણ રૂપે આપે છે.

આપણે પણ ઉદારવાદના વિસ્તૃત માળખામાં આરએસએસના ઉદારવાદના દાવાને તપાસવાની જરૂર છે. આનો અર્થ એ છે કે આરએસએસના ઉદારમતવાદી આધારે આમંત્રણના બચાવના પ્રયત્નોનું મૂલ્યાંકન કરવા માટે મહત્વના આંતરીક રીતે સંકળાયેલા પાસાઓના બે સમૂહોને ધ્યાનમાં લેવા. ઉદાર માળખાનું પ્રથમ પાસુ સંવાદ અને લોકશાહી પ્રણાલીઓ માટે સહિષ્ણુતાના પ્રોટોકોલોને અનુસરવું અને આવી પ્રણાલીઓ દ્વારા હકારાત્મક નિષ્કર્ષ સુધી પહોંચવાનું છે. બીજો સમૂહ જાહેર વ્યક્તિત્વ અને ઉદાર સિદ્ધાંતો વચ્ચે સહજીવન સંબંધ જાળવી રાખવા સાથે સંબંધ ધરાવે છે.

આમ, આરએસએસ સમક્ષ બે મુદ્દાઓ ઉપસ્થિત કરવા રહ્યા. પ્રથમ, જો તે ઉદાર માળખાના પ્રથમ પાસાનો તેના આમંત્રણને આધારે દાવો કરતો હોય તો શું તે લોકોના સામાન્ય હિત અંગેના આવા સંવાદમાંથી સર્વાનુંમતિ કે નિષ્કર્ષને પણ રજૂ કરશે? બીજા શબ્દોમાં કહીએ તો, શું આરએસએસનો લોકશાહી પ્રક્રિયા માટેનો પ્રેમ તાર્કિક પરાકાષ્ઠાથી માનવીય મૂલ્યના સમાન નૈતિક વિતરણ જેવા આદર્શમૂલક સિદ્ધાંતો પરની સર્વસંમતિમાં પરિણમે છે? બીજું, જો એમ માનવામાં આવતું હોય કે એક જાહેર વ્યક્તિત્વને સંવાદ માટે આમંત્રિત કરવામાં કશું અયોગ્ય નથી તો શું તે પૂર્વ રાષ્ટ્રપતિ સાથેના સૂચિત સંવાદના ધોરણે આદર્શ સિદ્ધાંતોને રચવા માટે પહેલ કરશે? આ પ્રશ્નોમાં સંશયવાદનું એક ઘટક આરએસએસની ઉદારવાદી કાર્યવાહી તેમજ તેના સિદ્ધાંતોની અલંકારિક પ્રતિબદ્ધતાના મૂળમાં સમાયેલું છે.

આરએસએસના પ્રવક્તાઓ લોકશાહી પ્રક્રિયાઓ અને પ્રોટોકોલોનો ઉપયોગ શંકાસ્પદને કે જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ તેનો સ્વીકાર કરવો ન જોઈએ તેમ કહીને ખુલ્લેઆમ આવા આમંત્રણનો વિરોધ કરે છે તેમને દમદાટી દેવા માટે સામાન્ય સ્રોતો તરીકે કરી રહ્યા હોય તેવું લાગે છે. આરએસએસ તેના વિરોધીઓને લોકશાહી પ્રક્રિયાઓનો આદર આપવા માટે કહીને ઉદાર દેખાઈ શકે છે. જો કે, પ્રક્રિયાઓની વાક્છટાનો ઉપયોગ જ કંઈ પુરતું નથી. જ્યારે તેઓ સંકળાયેલા પક્ષોને સાધારણ સંમત તારણો સુધી પહોંચવામાં મદદ કરે છે ત્યારે પ્રક્રિયાઓ અર્થપૂર્ણ બની જાય છે. જે તમામ માનવીઓ માટે એક સમાન ચિંતા જેવા સાર્વત્રિક મૂલ્યો પર ગંભીર અસર કરે છે. આ મૂલ્યો માનવ ગૌરવ, મિત્રતા, સ્વતંત્રતા, તેમજ સમાનતા અને ન્યાય છે. આપણે એવી પરિસ્થિતિઓ સર્જવાની જરૂર છે જેમાં મનુષ્યના નૈતિક મૂલ્યને પ્રમાણસર ગણવામાં આવે અને તેને પવિત્ર પ્રાણી કરતાં ઓછું ન ગણવામાં આવે. આરએસએસ સહિતના કેટલાક સંગઠનો પહેલેથી એક નિષ્કર્ષ પર પહોંચી ગયા છે ત્યારે કોઈ પણ સંવાદ માટે નિષ્કર્ષ પર પહોંચવાનો આગ્રહ રાખવાની જરૂરિયાત રહે છે. દાખલા તરીકે, આરએસએસ વારંવાર જણાવે છે કે "ધર્મનિરપેક્ષ હોવાનો દાવો કરનારા ઉગ્રવાદીઓ વાસ્તવમાં સ્યુડો સેક્યુલરો છે."

આપણે આ પ્રકારના મનસ્વી ચુકાદાઓ પર આધારીત અને તેથી તે સાર્વત્રિક માન્યતાના નૈતિક બળના અભાવવાળા નિષ્કર્ષની આગળ જવાની જરૂર છે. આ ચુકાદાઓ એકતરફી સ્પષ્ટતાઓ છે અને તેથી ખુલ્લા, પારદર્શક સંવાદમાં સામેલ થવામાં રસ ધરાવતા લોકો દ્વારા જાહેર તપાસને અવગણવા માટે બંધાયેલા છે. આપણે બધા માટે સમાન નિસ્બતના શ્રેષ્ઠ મૂલ્યોની તરફેણમાં ચુકાદો આપવા માટેની માનવિય ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, એક વ્યક્તિ માટે નહીં. સદભાગ્યે, ભારતીય બંધારણ આપણને બે વ્યક્તિઓ વચ્ચે સુમેળભર્યા સામાજિક સંબંધ સ્થાપિત કરવા ઈચ્છુક એવા નૈતિક હુકમ પ્રદાન કરે છે.

જ્યારે સિદ્ધાંતો વ્યવહારમાં અનુસરવા મુશ્કેલ બને છે ત્યારે કોઈ પણ સંસ્થા માટે સિદ્ધાંતોથી વ્યક્તિઓને અલગ કરવાનું અને ભૂતકાળને કાયદેસરતાની યોગ્ય સ્થિતિ તરીકે બતાવવાનું વ્યૂહાત્મકરૂપે આવશ્યક બની જાય છે. જાતિવાદની નાબૂદીનું અથવા પિતૃપ્રધાનતાને પોષવા કે અસમાનતાને દૂર કરવા અને તમામ મનુષ્યને ગૌરવ બક્ષવાનું કામ અઘરૂ છે. આવા સિદ્ધાંતો મુશ્કેલીઓ ખડી કરે છે કેમકે તેમની માંગ હોય છે કે સંસ્થા સ્તરવાળા પદાનુક્રમના આધારે સમાજના માળખાકીય પરિવર્તનના પ્રોજેક્ટ માટે સાચી હોય. અમૂર્ત સિદ્ધાંતોના મૂર્ત સ્વરૂપ તરીકે બી. આર. આંબેડકરે ગમે તે સ્વરૂપમાં કે ગમે ત્યા અસ્તિત્વમાં હોય તેવી સામાજિક બેડીઓ તોડી નાખવા માટે તેમના સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી અને આંબેડકરે એવા પરિસ્થિતિની કલ્પના કરી હતી કે જે આવી બેડીઓનું નિર્માણ કરતી સામાજિક પરિસ્થિતિને દૂર કરે. આ વિચારકોએ ટ્રાન્સફોર્મેટિવ વિચારોની રચના કરી હતી, આમ કોઈ પણ સંસ્થાને આમૂલ અને જીવંત સિદ્ધાંતો થકી કોઈ વ્યક્તિથી અલગ કરવું અઘરુ છે.

આરએસએસને વ્યક્તિઓને જુદી પાડવા કરતા નીચેના સિદ્ધાંતોમાં આમૂલ પરિવર્તનની જરૂર છે? માર્જિનથી વ્યક્તિઓના સાંકેતિક આવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું આવા સંગઠનો માટે એક એસ્કેપ રૂટ પૂરો પાડે છે. આપણે ખાતરીપુર્વક નથી કહી શકતા કે જે સતત પ્રશ્નો કરે છે અને જાતિ અને પિતૃપ્રધાનતાની બેડીઓને દૂર કરે છે તે આરએસએસ સામાજિક પરિવર્તનના એજન્ટ બનવાની ભૂમિકા સ્વિકારશે કે કેમ. આજે તો તેણે આદિવાસીઓ, લઘુમતીઓ અને દલિતોમાંથી કેટલીક વ્યક્તિઓને સાંકેતિક રીતે ઉપાડવાનો બીજો વિકલ્પ ઉપયોગમાં લીધો છે. સિદ્ધાંતો વ્યક્તિમાં નૈતિક/બૌદ્ધિક આગ પ્રજવલ્લિત કરે છે જ્યારે સંસ્થાઓ જેમની આગ ઘાવરી ગઈ હોય એવા વ્યક્તિઓને પસંદ કરે છે. આપણે એવી સંભાવનાને પણ સ્વીકારવાની જરૂર છે કે કેટલીક વખત સાચા સિદ્ધાંતો ખોટા વ્યક્તિઓ પસંદ કરે છે. ઉદાહરણ તરીકે, આંબેડકરવાદે દલિતોને પસંદ કર્યા છે જેઓ જમણેરી વિચારધારાને સંવેદનશીલ ગણાવે છે. સાથે નૈતિક રીતે ખાલી થયેલ વ્યક્તિઓ અથવા સંકુચિત સિદ્ધાંતોથી ભરપૂરની નિયુક્તિ સ્વકેન્દ્રી રાજકારણ કરશે.

ભારતમાં રાજકારણ વ્યક્તિઓ અંગેની ચર્ચા દ્વારા અને આ વ્યક્તિઓએ સમય સમય પર બનાવેલી રાજકીય ચાલ દ્વારા દોરવાય છે. આરએસએસ આ નિયમમાં અપવાદ છે? આવો થોભીએ અને રાહ જોઈએ.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top