ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

વેચાઈ ગયું – સોલ્ડ આઉટ

કોબ્રાપોસ્ટ સ્ટિંગ ભારતીય મીડિયા વિશેની જુની ધારણાને સમર્થન આપે છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ભારતના મુખ્ય ધારાના મીડિયામાં કટોકટી પ્રવર્તે છે. માત્ર તેને સ્વીકારવામાં નથી આવતું એટલું જ. કોબ્રાપોસ્ટ દ્વારા તાજેતરમાં તેને ઉઘાડું પાડવાની તક ઝડપવાને બદલે, આત્મનિરીક્ષણ કરવાને બદલે, મેઇન સ્ટ્રિમ મીડિયા શતુર્મૃગની જેમ રેતીમાં માંથુ ઘાલીને બેઠું છે.

25 મેના રોજ કોબ્રાપોસ્ટે ઇન્વેસ્ટિગેટિવ વેબ પોર્ટલ જાહેર ડોમેનમાં ખુલ્લુ મુક્યું. જેમાં બીજા ભાગને ઓપરેશન 136 નામ આપ્યુ છે. આ આંકડો પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સના વર્લ્ડ રેંકીંગમાં ભારતીય મીડિયાની સ્થિતિ (200માં સ્થાનેથી નીચે ઉતરીને 138થઈ છે) દર્શાવે છે. પહેલા ભાગમાં કોબ્રાપોસ્ટે એક સ્પાય કેમેરાનો ઉપયોગ કરીને 17 મીડિયા હાઉસનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. શ્રીમદ્ ભગવદ ગીતા પ્રચાર સમિતિ નામની નકલી સંસ્થાના "આચાર્ય અટલ" બનીને પત્રકાર આ મીડિયા હાઉસના માર્કેટિંગ અને એડવર્ટાઈઝિંગના કર્મચારીઓને મળ્યા હતા. તેમણે ધાર્મિક લેખ દ્વારા સોફ્ટ હિંદુત્વને ફેલાવવા, ત્યારબાદ વિરોધ પક્ષના નેતાઓ વિશે ટિકાત્મક અને વ્યંગાત્મક લેખ લખવા અને ત્યારબાદ સંઘ પરિવારમાં ધ્રુવીકરણ દ્વારા મજબૂત હિંદુ તરફી લેખો લખવા જગ્યા ફાળવવાના બદલામાં મોટી રકમની ઓફર કરી હતી. કોઈ ડીલ પર સહી નહોતી થઈ પરંતું એ તો પ્રતિપાદિત થઈ ગયુ કે મીડિયા હાઉસમાંથી કોઇ વ્યક્તિ આ પ્રકારની ચર્ચામાં જોડાવા માટે તૈયાર હતી અને એટલું પૂરતું હતું.

ઓપરેશન 136નો ભાગ 1 મીડિયા કે લોકો દ્વારા સાવ ધ્યાન બહાર રહ્યો હતો. અથવા જાહેર દ્વારા લગભગ ન ગાયો હતો. એ તો જ્યારે કોબ્રાપોસ્ટે જાહેરાત કરી કે તે 25 મેના રોજ દિલ્હીમાં ટેપનો બીજો ભાગ રિલીઝ કરશે ત્યારે ચણભણાટ થયો હતો. હિન્દી દૈનિકમાં સૌથી વધુ વેચાણ ધરાવતા દૈનિક જાગરણ તો કોર્ટમાં ગયું અને ટેપ જાહેર કરવા સામે મનાઈ હુકમ લઈ આવ્યું. આ કાગળ બતાવીને એપિસોડને પ્રસારિત ન કરવામાં આવ્યો. ત્યારે કોબ્રાપોસ્ટેએ ઇન્ટરનેટ પર બાકીની તમામ ટેપ રિલીઝ કરી દીધી. ભાગ 2માં વાતચિતમાં એકમાં માલિક અને એકમાં મેનેજિંગ ડિરેક્ટર સહિતના સૌથી મોટી મીડિયા કંપનીઓના પ્રતિનિધીઓ સંડોવાયા છે. વાતચીતમાં પ્લાનને કેવી રીતે અમલમાં મુકવો તેનાથી લઈને રોકડમાં પેમેન્ટ સુધીની વિગતો છે.

આ વખતે પણ, કેટલાક અખબારો સિવાય મુખ્યપ્રવાહના માધ્યમોએ મોટા ભાગે એક્સપોઝની અવગણના કરી. ત્યારબાદ કેટલાક મિડિયા હાઉસ અદાલતમાં ગયા હતા, ટેપના વધુ પ્રસારને રોકવા માટે આદેશો મેળવ્યા અને કોબ્રાપોસ્ટને કાનૂની સૂચનાઓ મોકલવામાં આવી. કેટલાક સ્ટિંગમાં સંકળાયેલા રિપોર્ટરના મલીન ભૂતકાળના અહેવાલો લઈ આવ્યા અને ટેપની અધિકૃતતા વિશે પ્રશ્નો ઉઠાવ્યા. શું આવા સ્ટિંગ કરવા નૈતિક ગણાય, શું કોબ્રાપોસ્ટ ટેપ જેન્યુઇન છે અને શું એડિટ કરતી વખતે તેની સાથે છેડા થયા છે, જેવા મુદ્દાઓ અંગે ચોક્કસપણે ચર્ચા કરી શકાય છે. પરંતુ સ્ટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય મીડિયા કંપનીઓના માર્કેટિંગ પ્રતિનિધિઓ અને ઉચ્ચ પદાધિકારીઓ રાજકીય એજન્ડાનો પ્રચાર કરવા માટે નાણાં સ્વીકારવા સુધી જઈ શકે છે તે હકીકતને ઉજાગર કરવાનો હતો. આ સ્ટિંગનો સૌથી મોટો આરોપ એ છે કે મીડિયા, અપવાદ સિવાય, સૌથી મોટી બોલી લગાવનારને વેચાઈ જાય છે. પછી તે કૉર્પોરેટ હોય, રાજકીય પક્ષ હોય કે કોર્પોરેટના ભંડોળથી ચાલતો રાજકીય પક્ષ હોય.

ભારતીય મીડિયાની વિશ્વસનીયતાની અધોગતિ ઓછામાં ઓછા બે દાયકાથી ચાલી રહી છે. કટોકટી દરમિયાન મોટાભાગના મિડીયા હાઉસોએ 1970ના દાયકામાં ઇમર્જન્સી દરમિયાન કરેલી બાંધછોડને બાજુએ મુકીએ તો મીડિયાના ખરીદ-વેચાણની સાચી વાર્તા ઉદારીકરણના આગમન સાથે શરૂ થઈ છે. મીડિયા સંસ્થાનોની સંપાદકીય બાજુએથી વેપાર ચાલુ થયો, શરૂઆતમાં તે સસ્તી થઈ પછી તે સાવ વેચાઈ ગઈ. પ્રોડકટને વેચતી કોઈ પણ વસ્તુ તરીકે સમાચારો ઘડાતા થયા. પરિણામે નિશ્ચિત કિંમતે સમાચારની જગ્યા વેચવાની વ્યવસ્થા ઉભી થઈ. ત્યારબાદ મિડિયા હાઉસને ઇક્વિટી બદલામાં જાહેરાતની જગ્યા અને કવરેજ માટે બિઝનેસ ગૃહો સાથે ખાનગી સંધિઓનો કોન્સેપ્ટ આવ્યો. આ વ્યવસ્થામાંથી બંનેને ફાયદો મળતો હતો, પરંતુ મીડિયાની વિશ્વસનીયતા નબળી પડતી જતી હતી.

માત્ર ખાનગી ઉદ્યોગો જ નહી, રાજકીય પક્ષોએ પણ પૈસા આપીને સમાચારને ઇચ્છીત સ્વરૂપ આપીને મીડિયા પાસેથી ફાયદો ઉઠાવી લીધો. રાજકીય પક્ષો દ્વારા "પેઇડ ન્યૂઝ" છાપવા માટેનો પ્રથમ કિસ્સો 2004ની લોકસભા ચૂંટણીમાં બહાર આવ્યો હતો. જેમાં આંધ્રપ્રદેશ યુનિયન ઓફ વર્કિંગ જર્નાલિસ્ટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ફરિયાદ કરવામાં આવી હતી કે મીડિયા હાઉસો રાજકીય પક્ષો પાસેથી નાણાં લઇને મીડિયા પ્રચાર કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી. આ કિસ્સામાં મીડિયા હાઉસોએ રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હશે અને નાણાના બદલામાં પોઝીટિવ કવરેજની ખાતરી આપી હશે. 2009ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા અને અન્ય રાજ્યોમાં આવું જ વલણ નોંધાયું હતું. સાંયોગિક પુરાવા હતા છતા પૈસાની ગુપ્ત લેવડદેવડ રખાઈ હતી, જેમાં એ સ્પષ્ટ થતું હતું કે આ યુક્તિનો ઉપયોગ "પેઇડ ન્યૂઝ"ને સાચા ન્યૂઝમાં ખપાવીને ખર્ચ મર્યાદાથી બચવાનો હતો. આ ખુલાસાને પગલે ચૂંટણી પંચે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પેઇડ ન્યુઝની તપાસ નિમવા કરવા કહ્યુ હતું. કમનસીબે, "પેઇડ ન્યૂઝ: હાઉ કરપ્શન ઇન ઈન્ડિયન મીડિયા અન્ડરમાઇન્સ ડેમોક્રેસી" શીર્ષક હેઠળના 71 પાનાના રિપોર્ટને  PCIના બધા સભ્યોએ ન સ્વિકાર્યો અને પરિણામે તેને દફન કરી દેવાયો.

કોર્પોરેટ સેક્ટર સાથેની મિડીયા હાઉસની ખાનગી વ્યવસ્થાના આ ઇતિહાસ અને રાજકીય પક્ષો પાસેથી ખોટા કવરેજ માટે નાણાં સ્વીકારવાની તેમની ઇચ્છાને જોતાં કોબ્રાપોસ્ટે પહેલેથી હતુ તે જ દોહરાવ્યુ છે, કંઈ નવું ઉઘાડુ નથી પાડ્યું, કોબ્રાપોસ્ટના શબ્દોમાં કહીએ તો, "લોક, સ્ટોક એન્ડ બેરલ" વેચવામાં આવ્યો છે. મીડિયાની આ હકીકત તરફ દ્રષ્ટિપાત કરવાની અનિચ્છા સત્તામાં ગમે તે હોય, લોકશાહીમાં જીહજુરિયું બની રહેવાને બદલે સ્વતંત્ર પહેરેદાર તરીકેની ભૂમિકા ભજવવાની સંભાવનાને નકારે છે.

Back to Top