ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

'બસ્તરિયા બટાલીયન'

બસ્તરમાં માઓવાદીઓ સામે ચઢાઈ કરવા કેન્દ્રીય અર્ધલશ્કરી દળમાં લોકલ ટ્રાઇબલ ફોર્સ બનાવવામાં આવી છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે 21 મી મેએ આદિવાસીઓની ભરતીની પાસિંગ આઉટ પરેડમાં "છોગામાં પીંછું" તરીકે નવી સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ (સીઆરપીએફ) બટાલિયન ઉભી કરીને છત્તીસગઢના બસ્તર ડિવીઝનમાં પેરામિલિટરીમાં "એન્ટિ-નક્સલ ઓપરેશન"માં સમાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે. સુરગુલા જીલ્લાના અંબિકાપુરની એન્ટિ-નક્સલ ટ્રેનિંગ સ્કુલમાંથી સીઆરપીએફમાં "બસ્તરિયા બટાલિયન" તરીકે વધુ જાણીતી "બટાલિયન 241" ટૂંક સમયમાં બસ્તરમાં બળવાખોર-પ્રતિરોધી કાર્યોમાં તૈનાત થશે. તેની 534 નવી ભરતીમાં 189 મહિલાનો સમાવેશ થાય છે. અને આ તમામ છત્તીસગઢના સૌથી "ભારે નક્સલગ્રસ્ત" જીલ્લાઓ બીજાપુર, દાંતેવાડા, નારાયણપુર અને સુકમામાંથી આવતા આદિવાસી યુવાનો છે:. તેમને મોટેભાગે સીઆરપીએફના "સિવિક એક્શન પ્રોગ્રામ"માંથી પસંદ કરવામાં આવ્યા છે, જે માનવામાં આવે છે કે "હૃદય અને મન જીતનારા" તેઓ વાસ્તવમાં "આત્મસમર્પિત માઓવાદીઓ" પોલીસ જાણકારો તરીકે ઉપયોગમાં લેવાય છે.

છત્તીસગઢની સશસ્ત્ર પોલીસે પહેલા કર્યુ હતું એમ સીઆરપીએફ સ્થાનિક આદિવાસી ભરતી ઉપર મદાર રાખીને 'પોતાની જ જમીનના 'ભૂ-ભૌગોલિક અનુભવ''નો લાભ લેશે. સ્થાનિક ભૂપ્રદેશ, સંસ્કૃતિ અને ભાષા સાથેનો પરિચય તેમને સ્થાનિક વસ્તી સાથેના બ્રિજ તરીકે કામ આવશે. એટલું જ નહી, જેમ "સ્પેશિઅલ પોલીસ ઓફિસર્સ" (એસપીઓ)ની પસંદગીમાં "નક્સલવાદીઓ સામે વેર લેવાની ઇચ્છા" મુખ્ય લાયકાત તરીકે જોવાતી હતી તેમ અહીં પણ એ જ માપદંડને અગ્રિમતા અપાઈ છે. ઈન્ડિયા ટુડેના સંવાદદાતાના ઇન્ટરવ્યૂમાં બસ્તરિયા બટાલિયનમાં ભરતી થયેલી એક મહિલાએ જણાવ્યુ હતું કે તેના પિતા સહિત પરિવારના ત્રણ સભ્યોને નક્સલવાદીઓએ "પોલીસના ખબરી તરીકે શંકાસ્પદ" ગણીને મારી નાખ્યા હતા અને તેણે "હત્યારા સામે વેર વાળવા માટે આકરી તાલીમ મેળવી" છે.

અલબત્ત, માઓવાદીઓ સામે કાઉન્ટર-ઇન્સર્જન્સીના સલવા જુદામ તબક્કાથી ગામવાસીઓનો માઓવાદીઓ સાથેનો સંપર્ક કાપી નાખવા રાજ્ય સરકાર રાજ્ય સમર્થિત કેન્દ્ર સરકારની સશસ્ત્ર પ્રાઇવેટ વિઝીલન્સ ફોર્સનો ઉપયોગ કરી રહી છે, ત્યારથી એટલે કે જૂન 2005થી માઓવાદીઓ એસપીઓની નોકરી છોડી દેવા અને લોકોની માફી માંગવા માટે અપીલ કરી રહ્યા હતા. જેમકે, પીપલ્સ લિબરેશન ગોરિલા આર્મી (પીએલજીએ)ના એકમે 15 માર્ચ 2007ના રોજ બીજપુર જિલ્લાના રાણીબુદલીમાં કેટલાક એસપીઓ દ્વારા આયોજિત એક પોલીસ કેમ્પ પર સફળ હુમલો કર્યો હતો. જેમાં માઓવાદીઓએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે "સરકાર તમને આગળ રાખીને તમારા જ હાથે તમારા પોતાના ભાઇઓ, બહેનો, માતાઓ અને પિતાને મારી નાખવાની એક ગંદી અને ખતરનાક રમત રમી રહી છે. એટલા માટે અમે તમને આ નોકરી છોડી દેવાનું કહીએ છીએ." આ એસપીઓ 2010 સુધીમાં કોયા કમાન્ડોસ તરીકે ઓળખાવા લાગ્યા હતા, તેમને આવી અપીલની અસર થઈ અને તેમાંથી લગભગ એક તૃતીયાંશે માઓવાદીની અરજ સાંભળીને તેમની નોકરી છોડી દીધી અને ઘરે આવી ગયા. 2011માં સુપ્રીમ કોર્ટે સરકારને કહીને બાકી રહેલાને મુક્ત કરાવ્યા હતા, જેમને "સશસ્ત્ર સહાયક દળો" તરીકે ફરીથી પુનઃગઠિત કરવામાં આવ્યા હતા. 2013માં તેમના માટે "ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ" નામનો અન્ય એક હોદ્દો બનાવવામાં આવ્યો હતો. તેમનો ઉપયોગ માઓવાદીઓને પ્રલોભનમાં ફસાવવા અને પ્રતિબંધિત માઓવાદી ચળવળ અને સંગઠનોથી ગ્રામવાસીઓને અળગા રાખવા માટે થતો હતો.

કાઉન્ટર-ઇન્સર્જન્સી અને તેની વ્યૂહરચનાઓ ઘડતા "નિષ્ણાતો" માને છે કે સીઆરપીએફ સાથે મળીને કામ કરતા નાના પરિવારો તરીકે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડસ "અસાધારણ સફળ" રહ્યા છે. તેમનો દાવો છે કે કેન્દ્રિય અર્ધલશ્કરી દળની સાથે સ્થાનિક સશસ્ત્ર એકમોનું જોડાણ, કાશ્મીર ખીણમાં અને ઉત્તર પૂર્વના ભાગોમાં, માઓવાદી હાર્ટલેન્ડમાં વિવિધ "બળવાખોરોના કેન્દ્રો"માં બળવાખોરોને દાબી દેવા અને હરાવવા માટે સૌથી વધુ અસરકારક રહ્યુ છે. એન્ટિ-ઇન્સર્જન્સી કામરીગીમાં ઉપયોગમાં લેવાતી ક્રૂરતા અને નિર્દયતા સામે તેમને કશો વાંધો નથી. અલબત્ત કાઉન્ટર-ઇન્સર્જન્સી "એક્સપર્ટ" એનાલિસિસના મતે, બસ્તર વિસ્તારમાં વાસ્તવમાં આદિવાસી-ખેડૂત ચળવળ મુખ્યત્વે બે સામૂહિક સંગઠનો, દંડકારણ્ય આદિવાસી કિસાન મજદુર સંગઠન અને ક્રાંતિકારી આદિવાસી મહિલા સંઘ દ્વારા ચલાવવામાં આવે છે. અને તેમને પીએલજીએ અને માઓવાદી પક્ષનું સમર્થન છે. આ માળખામાં સાલવા જુદામના પ્રારંભિક છ થી આઠ મહિનાની જેમ, બસ્તરિયા બટાલીયન પણ એન્ટિ-ઇન્સર્જન્સીને વ્યૂહાત્મક લાભ આપી શકે છે પરંતુ તે આખરે વ્યૂહાત્મક ભૂલરૂપ સાબિત થશે.

છેલ્લા ત્રણ દાયકાઓમાં, પ્રાંતીય સશસ્ત્ર પોલીસની સાથે કેન્દ્રીય અર્ધલશ્કરી દળો બસ્તર ડિવિઝનના લેન્ડસ્કેપનું કાયમી લક્ષણ બની ગયું છે. હવે, એન્ટિ-કાઉન્ટર ઇન્સર્જન્સીમાં ડ્રોન જેવા માનવ રહિત હવાઈ વાહનોને "અંતિમવાદી ડાબેરી" ગેરિલાઓના સ્થાનકોની જાણકારી મેળવવા માટે "રિમોટ સેન્સ" માટે તૈનાત કરાય છે અને હેલિકોપ્ટરને સુરક્ષા દળોને લાવવા-લઈ જવા અને લડાકુ વાહન તરીકે ઉપયોગમાં લેવાય છે. તેમાં બુલેટપ્રૂફ સૂરંગ વાહનો અને અન્ય લશ્કરી હાર્ડવેરનો પણ સમાવેશ છે. તેમાં બુલેટપ્રૂફ ખાણ વાહનો અને અન્ય લશ્કરી હાર્ડવેર પણ છે. વધુમાં, જંગલ યુદ્ધ શાળાઓમાં તેમના વસાહતી સમુદાયોના સભ્યોને મારી નાખવા માટે ગરીબ અને બેરોજગાર આદિવાસી યુવાનોને તાલીમ આપવામાં આવે છે.

આમાં વધુમાં સરકાર ચૂંટણી ભંડોળના વાણિજ્ય માટે વિનિમયમાં ખાણકામને ભાડાપટ્ટે આપે છે. એ હકીકતને પણ ધ્યાને લેવી કે નિયમિત રૂપ, રાજકીય પક્ષો પસંદગીનું કવરેજ મેળવવા માટે મીડિયા હાઉસ અને કેટલાક પત્રકારોને નાણા ચૂકવે છે. હકીકતમાં, આ એન્ટિ-ઇન્સર્જન્સીના હુકમ હેઠળ ચૂંટણી પણ આવી જાય છે. જોકે એન્ટિ-ઇન્સર્જન્સીમાં એક મહત્વની કડી ખૂટે છે અને તે "નક્સોલોજી" નિષ્ણાતોને લાગે છે કે તેમની સલાહને ધ્યાને લેવામાં આવી છે અને તેથી બસ્તરિયા બટાલીયન બની છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top