ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

થુટ્ટુકુડીમાં કેમ વિસ્ફોટ થયો?

સ્ટર્લાઈટ કોપર સામે વિરોધ કરતા 13 લોકોના મોત ઘણા પ્રશ્નો અનુત્તર છોડી જાય છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

તામિલનાડુમાં થુટ્ટુકુડી (તુતીકોરિન)માં વેદાંત માલિકીની સ્ટરલાઈટ કોપર પ્લાન્ટ સામે વિરોધ કરતા હજારો લોકોમાંથી 13 વ્યક્તિ 22 મી મેના રોજ પોલીસ ગોળીબારમાં ઠાર મરાયા ત્યારે શું થયું હતું તે જાણવું ઘણાં કારણોસર મહત્વનું છે. પોલીસ દ્વારા બળ પ્રયોગ સ્પષ્ટ બતાવે છે કે તે ભીડ નિયંત્રણની સ્ટાન્ડર્ડ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી છે અને તેના બદલે તે ટેલિવિઝન પરના વિડિયોમાં જોવામાં આવ્યું છે તે પ્રમાણે લોકોને મારવા માટે નિશાન લેતા શાર્પશૂટરની ભૂમિકામાં જોવા મળી છે. તપાસના આદેશ અપાયા છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની તપાસનો ટ્રેક રેકોર્ડ જોતા તે લોકોનો ગુસ્સો કે ફાયરિંગમાં વહાલસોયો ગુમાવનાર પરિવારોના દુઃખને હળવા કરે તેવી શક્યતાઓ નથી જણાતી.

મોટો પડકાર તો એ છે કે  લોકોના આરોગ્ય અને પર્યાવરણની કિંમતે ઔધોગિકરણને રોકવામાં ભારત સરકાર સતત નિષ્ફળ રહી છે. કાયદા અને સમજુતીઓ હોવા છતાં તેને છાતરીને ઔદ્યોગિક હિતોનું રક્ષણ કરવાની કલામાં તેણે મહારથ હાંસલ કરી લીધી છે. થુટ્ટુકુડીમાં સ્ટરલાઈટ કોપરના કિસ્સામાં તે વધુ એકવાર સાબિત થયુ છે. લોકોની યાદદાસ્ત એકદમ ટુંકી છે. મીડિયાએ મોટી ભીડ અને જાહેર સંપત્તિને સળગાવવા સહિતની હિંસાના ફોટોગ્રાફ્સ બતાવ્યા અને પછી પોલીસનું ઘાતક સ્વરૂપ બતાવ્યુ પછી ભારતના બાકીના પ્રદેશોમાં લોકોએ 22 મેના રોજ કોપર સ્ટરલાઇટ સામે અવાજ ઉઠાવ્યો હતો. સ્ટરલાઇટ કોપરને ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાનિકોએ ભગાવી પછી તે તામિલનાડુમાં 1994માં આવી હતી. મહારાષ્ટ્રના રત્નાગિરિમાં તો હજારો બાગાયતી ખેડૂતો કોપરના પ્લાંટથી પ્રદૂષણ તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત જ ગુમાવવાનો વખત આવશે એવા ડર સાથે પ્લાન્ટનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી પડ્યા હતા. આખરે રાજ્ય સરકારને લોકોના આંદોલનને ટેકો આપવાની ફરજ પડી અને સ્ટરલાઇટ કોપરને બીજે જવાનું કહેવામાં આવ્યું.

તમિળનાડુની કથા જરા જુદી છે. શરૂઆતમાં સ્થાનિક સમુદાયોએ પ્રદૂષણનો ભય વ્યક્ત કર્યો હતો પરંતુ રાજ્ય સરકારે કોપર પ્લાન્ટને એવી દલીલ કરીને મંજુરી આપી હતી કે ઔદ્યોગિકરણ અને નવા રોજગાર સર્જન માટે તે જરૂરી છે. સ્ટરલાઈટ કોપરનો છેલ્લા ત્રણ દાયકાના પર્યાવરણીય રેકોર્ડ ઘણો દળદાર છે. પ્લાન્ટના એમિશન અને ડિસ્ચાર્જથી પ્લાન્ટની નજીકમાં હવા, પાણી અને જમીનની ગુણવત્તાને ભારે અસર થઈ હોવાના અભ્યાસ થયા હોવા છતા કંપનીએ ઉત્પાદન ચાલુ રાખ્યું હતું. સર્વોચ્ચ અદાલતે પણ સખ્તતા બતાવીને રૂપિયા 100 કરોડનો દંડ ફટકાર્યો હતો છતા કંપનીએ મર્યાદામાં રહેવાને બદલે તેની સુવિધાઓનો વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી હતી.

અન્ય અપ્રગટ પાસું એ છે કે થુટ્ટુકુડીનું આંદોલન કંઈ રાતોરાત બનેલી ઘટના નથી. તેની પ્રક્રિયા વર્ષોથી થઈ રહી હતી અને આંદોલનનાં છેલ્લાં તબક્કાના 100 દિવસો પુરા થયા એ પછી 22 મેનું આંદોલન થયુ હતું. પર્યાવરણવાદીઓ અને બહારના લોકોએ સ્થાનિક લોકોને આગળ વધવામાં મદદ કરી હોય અને તે ગુનો ગણાતો હોય તો, જાહેરમાં પ્રદૂષણની અસરોને સમમજવા લોકો માટે પૂરતી માહિતી હોય તે પણ જરૂરી છે. જો લોકો તેને શ્વાસોશ્વાસમાં લેવાતી હવાની ગુણવત્તા જાણતા હોય, જો રોગચાળામાં થયેલા વધારાથી તેઓ અવગત હોય, જો તેઓ કંપની દ્વારા પર્યાવરણીય ધોરણોના ઉલ્લંઘન જાણી શકતા હોય તો તેઓ પ્રશ્નો પૂછશે. અને જો તેમને અંધારામાં રખાશે અને તેમના પ્રશ્નોના જવાબ નહી આપવામાં આવે તો થુટ્ટુકુડીમાં થયું છે એમ લોકો શેરીઓમાં આવી જશે. ઉદાહરણ તરીકે, આપણે એ ન ભુલવું જોઈએ કે 2011માં સુનામી પછી જાપાનમાં ફુકુશિમામાં ન્યુક્લિયર રિએક્ટરમાં મેલ્ટડાઉન વિશે સાંભળ્યું તે પછી જ તમિલનાડુના કુડંકુલમમ ખાતેના અણુ વીજ પ્લાન્ટ સામે આંદોલનની શરૂઆત થઈ હતી. થુથુકુડીની જેમ તમિલનાડુની ઊર્જા જરૂરિયાતોના હિતમાં પ્લાન્ટનું મહત્વ સ્થાપિત કરવાના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પ્રયાસો કર્યા હતા.

હવે લોકો પર્યાવરણીય આફતોથી વાકેફ થયા છે તે સારી બાબત હોઈ, હવે લોકોના જીવનને જોખમમાં મૂકે નહીં તે પ્રકારે સંવેદનશીલ ઇન્ડસ્ટ્રિઅલ પોલીસીઓ ઘડાય તે જરુરી છે. જોકે 1984માં ભોપાલ ગેસ દુર્ઘટના પછી પણ , જેમાં વસ્તીવાળા વિસ્તારમાં સ્થિત યુનિયન કાર્બાઈડ પ્લાન્ટ ખાતે અકસ્માતથી હજારો લોકોના મોત થયા અને ઘણા લોકોને કાયમી ઇજા થઈ છતા પણ જોખમી ઉદ્યોગોના લોકેશનને લઈને પુરતુ ધ્યાન આપવામાં આવ્યું નથી. 1984માં યુનિયન કાર્બાઈડ પ્લાન્ટની આસપાસ રહેતા લોકો આગોતરી ચેતવણીઓ અપાઈ હોવા છતાં સમસ્યાઓની સંભાવનાઓને લઈને પૂરતા પ્રમાણમાં પરિચિત ન હતા. આજે લોકો જાણકારી ધરાવે છે અને એટલે પ્રતિકાર કરશે. એટલે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જવાબદારી છે કે ઇન્ડસ્ટ્રિઅલ લોકેશનના મૂળભૂત ધોરણો પળાય અને સ્થાનિક સમુદાયોની કાયદેસરની ચિંતાઓને ધ્યાને લેવાય. વર્તમાન સમય અને વર્તમાન કાળમાં કોઈપણ ભોગે ઔદ્યોગિકરણને આગળ ધપાવવાની નીતિનો સ્વીકાર્ય નહી બને.

હાલ તો તામિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્ટરલાઇટ કોપરના ઉત્પાદન પર રોક લગાવી છે. તેનાથી થોડો તણાવ હળવો થશે. પરંતુ, લાંબા ગાળાના પ્રશ્નોને સંબોધવા જરૂરી છે. એ પ્રશ્નો છે, શક્તિશાળી ઉદ્યોગ ગૃહોની પર્યાવરણીય ધોરણો અને કાયદાઓને કિનારે કરવાના રસ્તાઓ પર નજર છે? આવા ઉલ્લંઘનની સ્થિતિમાં રાજ્ય કેટલીવાર ઠગજાળ બિછાવશે? અને ભોપાલ દુર્ઘટના પછી વસ્તીની બાજુમાં સંભવિત પ્રદૂષિત ઉદ્યોગો માટે સ્થાનિક લોકોની સલાહ લેવી તેવો કાયદો ઘડાયો હોવા છતા શા માટે તેમની કાયદેસર આશંકાને ધ્યાનમાં નથી લેવામાં આવતી?

 

Updated On : 1st Jun, 2018

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top