ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

પૂનઃ સામંતવાદનું ભારતીય રાજકારણ

ભાજપનો કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કોઈપણ ભોગે ફતેહ હાંસલ કરવાની મંશા વ્યક્ત કરે છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

કર્ણાટકના ચૂંટણી પરિણામોને એક કરતાં વધુ રીતે સમજાવી શકાય છે. તેને કોંગ્રેસ અને જનતા દળ (સેક્યુલર) બંને પક્ષની રાજનીતિની નિષ્ફળતા તરીકે જોવામાં આવે છે. જો બંને પક્ષોએ ચૂંટણી પહેલા ગઠબંધન કર્યુ હોત તો પરિણામો બાદ પોતાની જાતને સલામત સ્થિતિમાં જોઈ શક્યા હોત. કર્ણાટકના લોકો માટે ચૂંટણી નિ:શંકપણે મહત્વની છે, પરંતુ ભાજપ તેને બીજી રીતે જુએ છે. આ ચૂંટણીઓ રાજકીય રીતે ભારત પર વિજય મેળવવાની તેની મહત્વાકાંક્ષાને સાકાર કરવા માટેની રાજકીય યોજના માટે ઘણી જ મહત્વપૂર્ણ છે. ભાજપના કેટલાક ભાજપ નેતાઓના નિવેદનમાંથી પણ આ જોઈ શકાય છે. તેઓ કહે છે કે, "ભાજપે હવે ભારતના 80 ટકાથી વધુ મતક્ષેત્રો પર કબજો મેળવી લીધો છે." આને પ્રિન્ટ મિડિયા દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે અને તેણે ભારતના નકશા દ્વારા આ નિવેદનને સચિત્ર સ્વરૂપ આપ્યું છે. હિન્દુત્વની રાજકીય કલ્પનામાં ઇલેક્ટોરલ સફળતાને સમતાવાદી દ્રષ્ટિકોણના વિસ્તાર તરીકે જોવાને બદલે પ્રાદેશિક નિયંત્રણ તરીકે જોવામાં આવે છે.

લોકશાહીના માળખામાં ઔપચારિક સત્તા મેળવવાની ભાજપની રાજકીય મહત્વાકાંક્ષાને કાયદેસર માનવામાં આવી શકે છે પરંતું મહત્વની વાત તો એ છે કે પાર્ટી કેડરમાં અને મતદારો બંનેને કેળવવા નૈતિક શિષ્ટાચારની અસર પ્રાપ્ત કરવા માટે યોગ્ય ભાષાનો ઉપયોગ થવો જોઈએ. ઉદાહરણ તરીકે, મતદારોને કેળવવા માટે 2014 ની લોકસભાના ચૂંટણી પ્રચાર અને જાહેરનામામાં ભાજપ સરકારે કરેલા વચનોની આપૂર્તિ બતાવવાનો પ્રયાસ જોઈએ. કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં આમ કરવાને બદલે ભાજપના નેતાઓએ એવા મુદ્દાઓ ઉઠાવ્યા કે તેની વચનોના અમલ પર કોઈ અસર પડતી નથી. વાસ્તવમાં, તેના કેટલાક ચૂંટણી ઢંઢેરાને અમલમાં મૂકવાની નિષ્ફળતા ભાજપને તેના રાજકીય વિરોધીઓ સામે ક્રૂદ્ધ ભાષાની ફરજ પાડે છે.

હરીફો, વિરોધીઓ અને સ્પર્ધકોના શબ્દભંડોળ શાંત/યોગ્ય ભાષાનો ઉપયોગ થાય તેની પ્રેરણા રાજકીય નેતાઓએ પુરી પાડવી જોઈએ. ભાજપની “કોંગ્રેસ મુકત ભારત” અથવા કોંગ્રેસની રાજકીય અસ્તિત્વ નાબૂદી આવા શબ્દભંડોળ માટે સુસંગતતા નથી. આવા સૂત્રોથી ભાજપના રાજકીય વિરોધીઓની દુશ્મન તરીકેની છબી બને છે. આ છબી ભાજપના નેતાઓને પૌરૂષીય, લશ્કરી ભાષાનો ઉપયોગ કરવાની પ્રેરક બને છે. તાજેતરના કર્ણાટક પ્રચાર અભિયાનમાં, કેટલાક અગ્રણી ભાજપ નેતાઓએ બે પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો, એક જલદ અને બીજી પૌરૂષીય કે સૈન્યવાદી. જલદ ભાષાના ઉપયોગમાં વિરોધ પક્ષના નેતાઓ, ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓ પર વ્યક્તિગત હુમલાઓનો સમાવેશ થાય છે. સૈન્યવાદી ભાષણોમાં રાજકીય દુશ્મન કોંગ્રેસનો નાશ કરવાનો હેતુ છે. તેનો ઉપયોગ કોંગ્રેસ સામે ભાજપના વડા અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, ભાજપની પ્રમુખ ઇચ્છા કોઈપણ વિરોધપક્ષ વગરના શાસક પક્ષ બનવાની છે. કમનસીબે ભાજપના આવા નેતાઓ માટે, લોકશાહીનો તર્ક અને રાજકીય રીતે યોગ્ય નિર્ણયો લેવાની નૈતિક ક્ષમતા ધરાવતા મતદારોની અસરકારક સંખ્યાને સ્પષ્ટ બહુમત મેળવવા માટે પોતાના પક્ષ તરફ વાળે છે. ઉત્તર-પૂર્વના મેઘાલય અને મણિપુર અને પશ્ચિમ અને દક્ષિણ ભારતના ગોવા અને કર્ણાટકમાં આમ જ થયુ છે.

કેન્દ્ર અને રાજ્યોમાં રાજકીય સત્તા પર જીતવા માટેની ભાજપની મહત્વાકાંક્ષાએ અપનાવેલો રાજકીય માર્ગ નૈતિક આધાર પર ટકી શકતો નથી. તેમાં લોકશાહી ધોરણોનું ઉલ્લંઘન કરીને સરકાર રચવાના દાવા માટે આ રાજ્યોમાં સૌથી મોટા પક્ષને પરવાનગી આપવામાં આવી છે. મેઘાલયમાં તો માત્ર બે ધારાસભ્યો સાથે સરકાર રચવાની તાલાવેલી બતાવી છે ત્યારે 104 ધારાસભ્યો સાથેના કર્ણાટકમાં સત્તા માટેનો દાવો કરે તેમાં તે શી નવાઈ?

ફતેહ મેળવવાની મહત્વાકાંક્ષા સાથેના નેતાઓના તમામ પ્રયાસો કોઈપણ રીતે જીત મેળવવા માટે પ્રેરણા આપે છે. ભાજપ માટે અંતિમ પરિણામ સત્તા છે અને તેના માટે નૈતિક ધોરણો અસંગત છે. જો કે, ઉચિત લોકશાહીનું ભાવિ પરિણામો પર નહી પણ લોકશાહી ધોરણોને ઉખાડતી અશ્લીલ ભાષા અને દુષ્ટ ઇરાદાને નાથીને ગતિશીલતા પ્રક્રિયાની રચના પર આધાર રાખે છે. ઉચિત લોકશાહીના મૂળને ઊંડા કરવા માટે પક્ષના કાર્યકરોએ ચૂંટણી પ્રણાલીમાં આદર્શમૂલક સામગ્રી લાગુ પાડવી જોઈએ. પરંતુ, પ્રતિષ્ઠિત લોકશાહીની આવી વિભાવના સામે ભૂતકાળની ભૂતાવળોને ફરી છોડી મૂકવામાં આવી છે.

આવી વિજયી મહત્ત્વાકાંક્ષાઓનું સશક્તિકરણ એ છે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ જાતિના સામાજિક વર્ચસ્વને ચિહ્નિત કરતું રાજકીય શાસન ફરીથી અમલી બનાવવું. લોકશાહીમાં શિષ્ટાચારનું રક્ષણ કરવાનું સામૂહિક હિત ધરાવતા આપણે ઘણી વખત, કેવી રીતે રાજકીય પક્ષ હાયરાર્કીકલ સામાજિક વર્ચસ્વને જાળવી રાખવા માટે છુપાયેલા એજન્ડા સાથે ઔપચારિક લોકશાહીના માળખાનો ઉપયોગ કરે છે અને કૌટુંબિક શાસનનું પ્રભુત્વ જોઈને આશ્ચર્ય પામીએ છીએ. બેઝિક નૈતિક સિદ્ધાંત  "હું શાસન કરીશ અને શાસનમાં રહીશ," ને સ્થાને સામંતી મહત્વાકાંક્ષામાં નવું સૂત્ર આવે છે, "હું શાસન કરીશ અને સંભવતઃ કાયમ માટે શાસન કરીશ."

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top