ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

એ 'ઐતિહાસિક ભૂલ'ને 70મું બેઠું

તેના જન્મની સાથે જ શરૂ થયેલું ઇઝરાયેલનું પેલેસ્ટાઈન અને તેના પડોશીઓ સામેનું યુદ્ધ ચાલુ છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ઇઝરાયેલે તેની 70 મી વર્ષગાંઠની ઉજવણી પણ તેના જીવનની શરૂઆત કરી હતી તે રીતે જ કરી: યુદ્ધ છેડીને. આરબ વિશ્વમાં ચાલી રહેલી લડાઈમાં એક છુપી કાર્યવાહીઓ અને અથવા બીજી બાજુ ગુપ્ત જોડાણોના વર્ષો ઈરાન સામેના યુદ્ધની વર્ચ્યુઅલ ઘોષણામાં પરિણમ્યા છે. તે યુદ્ધ હવે સીરિયન પ્રદેશમાં આગળ વધ્યુ છે, મે મહિનાની શરૂઆતની ખતરનાક પ્રગતિ વિસ્ફોટ દુર નહી હોવાના સંકેતો આપે છે. 8 મેના રોજ વોશિંગ્ટન, ડી.સી.માંથી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાતિવાદીઓ સાથે મળીને  યહૂદી રાજ્યની માંગ સાથેની પ્રતિક્રિયા આપી એ સાથે જ આ પ્રગતિને લીલી ઝંડી મળી છે. રૂઢિગત ડંફાસખોરી સાથેના ભાષણમાં ટ્રમ્પે જાહેરાત કરી હતી કે યુએસ ઈરાનના પરમાણુ સંશોધન કાર્યક્રમો પર નિયંત્રણની ખાતરીની ડીલ રદ કરશે.

ઇરાન, અમેરિકા અને બીજા અન્ય ભાગીદારોની લાંબા ગાળાના વાટાઘાટો પછી આ ડીલ પર જુલાઇ 2015માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નિષ્ણાત અભિપ્રાયોએ તેને અમલીકરણની વિશ્વસનીય પદ્ધતિ સાથેના કરાર ગણાવ્યા હતા. અત્યારે ઈરાન અણુ અપ્રસાર સંધિ હેઠળ ચોક્કસ જવાબદારીઓના ઉલ્લંઘનને ઇઝરાયેલમાં અસ્તિત્વ સામે ખતરારુપ જોવામાં આવી હતી.

ઇઝરાયેલ તેની સમગ્ર પ્રજાના ઇતિહાસ અને ઓળખ સામેના યુદ્ધમાં આગળના તબક્કામાં ધકેલાયુ છે. ટ્રમ્પે જાહેરાત કરી કે ઇઝરાયેલ તેના દૂતાવાસને જેરૂસલેમમાં ખસેડશે તે સાથે જ તેનો બધો સંયમ બેલગામ બની ગયો. 14 મેના રોજ ઇઝરાયલની સ્થાપનાની વરસીની ઉજવણીએ બદલાયેલી એ પળોને પેલેસ્ટાઈનના "નકબા" અથવા વિનાશ તરીકે જોવાઈ રહી છે. માર્ચના મધ્યથી પેલેસ્ટાઈનવાસીઓ પહેલા ઇઝરાયલ સાથે જોડાયેલી ગાઝાની ખુલ્લી જેલની ઊંચી વાડ તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે.

ગાઝાની વસ્તીના બે-તૃતીયાંશ કરતાં વધુ લોકો શરણાર્થીઓ છે, તેમાંના કેટલાંક લોકોને સફળ ઇઝરાયેલી હુમલાઓમાં ઉખાડી ફેંકીને તેમને મરણને શરણ કે અને પાયમાલ કર્યા છે. સરહદની વાડ પર "લેન્ડ માર્ચ" એ ગુમાવેલી હોમલેન્ડને પેલેસ્ટિનિયન ફરીથી મેળવવાના અધિકારના દાવા તરીકે જુએ છે. શુક્રવારની નમાજ પછીના છ અઠવાડિયાના વિરોધમાં, ગાઝાના 51 વિરોધકર્તાઓના ઇઝરાયલ ટાર્ગેટ કીલીંગમાં મોત નિપજ્યાં છે, જેને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ દ્વારા તપાસમાં હ્યુમન રાઇટ્સ વોચે "ગેરકાયદેસર" કહ્યા છે.

તે નિષ્ણાત ચુકાદો યુ.એસ.ના ભિન્નમતથી તદ્દન વિપરીત છે. ગાઝામાં હત્યાઓ અને સીરિયામાં વધતી દખલમાં એવું કહેવાય છે કે ઇઝરાયલને પોતાનું રક્ષણ કરવાનો અધિકાર છે. ઇઝરાયલ તેના 70માં વર્ષમાં પ્રવેશવા સાથે તે જે રીતે કામ કરે છે તેમાં વૈશ્વિક કાયદેસરતાની વ્યવસ્થાને સમજવાની જરૂર છે. રાજ્યની સંભવતઃ પ્રકૃતિ જેમાં સ્વ-બચાવ માટેનો એ તે કઈ હદનો અધિકાર સમાયેલો છે જેમાં નિશસ્ત્ર પ્રદર્શનકારોને પણ મારી નાખવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરવા માટે પડોશના રાજ્યો પર હુમલા કરે છે?

 જવાબ ઇઝરાયલની તાજેતરની રાજકીય રંગછટાઓમાં સમાયેલો છે. ગયા વર્ષના મધ્યભાગની આસપાસ, ઈઝરાયલના ભૂતપૂર્વ વડા પ્રધાન એહુદ બરાકે ચેતવણી ઉચ્ચારી હતી કે ઇઝરાયલ રાજ્યોએ રંગભેદના "સ્લીપરી સ્લોપ" પર ઉભુ હતું. તેમની આ ચેતવણી ખોટી નહોતી. 2003માં ઈઝરાયલના અશ્કેનાઝીમના મોટા ગજાના રાજકીય વંશપરંપરાગત સભ્ય અને અને કેનેસેટના ભૂતપૂર્વ સ્પીકર અવરહમ બર્ગે રંગભેદને ભવિષ્યની સંભાવના તરીકે નહી પણ વર્તમાનના સત્ય તરીકે ગણાવ્યુ હતું.

ઇઝરાયેલી રાજકીય પ્રવચનમાં જેને "વસ્તીવિષયક સમસ્યા" કહેવામાં આવે છે, તે ઝીઓનિસ્ટ રાજ્યની સ્થાપના થઈ ત્યારથી અસ્તિત્વમાં છે. ઇઝરાયેલી સ્ટ્રેટેજી સામાન્ય રીતે યહુદી જમીનનો કબજો મેળવવા માટે મોટા પાયે વસ્તીના સ્થાનાંતરણની આસપાસ બનાવવામાં આવી હતી. એક બિંદુથી આગળ તે અવ્યવહારૂ સાબિત થાય ત્યારે તેમાં એકપક્ષીય વિભાજનની કલ્પના કરવામાં આવી હતી. 2000ની સાલથી બારાકની ખોટી શાંતિ પ્રદાનની તક સાથે તમામ વ્યવહારુ હેતુઓ માટે "બે રાજ્યનો ઉકેલ"નો અંત આવ્યો છે. પરંતુ તેણે ક્યારેક ક્યારેક જનસંખ્યાની અકળામણને મુક્ત કરવાના સાધન તરીકે ફરી દેખા દીધી છે.

2008માં, શાંતિ પ્રક્રિયાને ફરી લાગુ પાડવાના તેમના છેલ્લા પ્રયાસમાં યુએસ પ્રમુખ જ્યોર્જ બુશે અમેરિકાના એનાપોલીસમાં બંને પક્ષોને બોલાવ્યા હતા. તે પછી માનવામાં આવતું હતું કે ઇઝરાયલ લાંબા ગાળાના આત્યંતિક જમણેરી વર્ચસ્વમાંથી બહાર આવી રહ્યુ છે. પરંતુ, એનાપોલીસના રહસ્ય સાથે તે સમયે ઇઝરાયલના વિદેશ મંત્રી જે શાંતિ શિબિરમાંના એક સંભવિત પ્રચારક હતા તેમણે એવી માગણી આગળ ધપાવી હતી કે જો પેલેસ્ટીનિયનો ઇઝરાયલને મરણોત્તર યહુદી રાજ્ય તરીકે માન્યતા આપે તો જ વાતચીત આગળ ધપશે. આનો અર્થ એવો થયો કે શરણાર્થીઓનો પાછા ફરવાનો અધિકાર નહી રહે અને ઇઝરાયલની પેલેસ્ટીનીયન લઘુમતીના નાગરિકત્વની સ્થિતિ ધૂંધળી બનશે. પેલેસ્ટીનિયનોએ આ સામૂહિક આપઘાતને નોતરુ આપ્યું હતું. ત્યારે યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ કોન્ડોલીઝા રાઇસે "ઇઝરાયેલી રાજ્યની વંશીય શુદ્ધતા(એથનિક પ્યોરિટી ઓફ ધ ઇઝરાયલી સ્ટેટ)" ના દાવાને પડકાર્યો હતો. પરંતુ તે માત્ર એક ક્ષણિક નબળાઈ હતી. તેમણે તરત જ યુ.એસ.ની વ્યૂહાત્મક અનિવાર્યતા "ઇઝરાયેલ ફર્સ્ટ"નું ગાણુ ગાઈને નિષ્ઠુર વફાદારીના માર્ગ પર પાછા ફર્યા હતા.

ઓબામા વહીવટીતંત્ર ઉપરના અંધવિશ્વાસમાં વ્યાવહારવાદે સારો ફાયદો મેળવ્યો હશે પરંતુ ટ્રમ્પે ધૂર્ત જાતિવાદી શાસનની આળપંપાળ ની નીતિમાં પાછા ફરવાનો અસ્પષ્ટ સંકેત આપ્યો છે. ઇઝરાયેલે વિશાળ પડોશમાં ઝબકતા રાજકીય મિશ્રણ સાથે મેચ થવા માટે ફરીથી તૈયારી કરી છે, બાકીના વિશ્વએ તેને અનુસરવા માટેના ભયંકર પરિણામોનો જવાબ લેવાની જરૂર છે. હાલ તો લબ્ધ પ્રતિષ્ઠિત નાટ્યકાર અને પટકથાકાર ટોની કુશનર ઇઝરાયલને "ઐતિહાસિક ભૂલ" તરીકે ગણાવે છે તે અંગે વિચારવાનો સમય છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top