ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

એક બનાવટી વિવાદ

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર હુમલાનું વાસ્તવિક કારણ જિણાનું ચિત્ર નથી.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ભાજપને યુનિવર્સિટી કેમ્પસમાં હિન્દુત્વવાદી ગુંડાઓ દ્વારા ગુંડાગીરીને પ્રોત્સાહન આપવા માટેની બીજી એક તક મળી છે. આ વખતે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)એ નિશાને છે. કથિત વિવાદ 1938થી યુનિવર્સિટીમાં પ્રદર્શનમાં મુકાયેલી મુહમ્મદ અલી જિણાના એક ચિત્રની તકતી આસપાસ ફરે છે. હિંદુ યુવા વાહિની અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા સંઘ પરિવારના સભ્યો ફોટો હટાવી લેવાની માંગ સાથે 2 મે 2018ના રોજ એએમયુ કેમ્પસમાં ધસી ગયા હતા. ઝઘડાખોરોને પકડવાને બદલે પોલીસે એએમયુના વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધી તેમજ અશ્રુવાયુ છોડીને પસ્તાળ પાડી.

જિણાની છબીની આસપાસ વિંટાળીને આ બનાવટી વિવાદને જાહેર ચર્ચામાં લાવવામાં આવ્યો છે ત્યારે ફરી એક વખત જુના અને જાણીતા બ્રિટીશ ઈન્ડિયાના વિભાજનમાં જિણાને જવાબદાર ઠેરવીને પ્રશ્નો થઈ રહ્યા છે. વ્યાવસાયિક ઇતિહાસકારો બહુ કાળજી રાખે છે અને તે અંગે કોઈ પ્રશ્ન નથી. તેઓ માને છે કે વિભાજન એક જટિલ પ્રક્રિયા હતી અને તેના માટે કોઈ પણ વ્યક્તિને જવાબદાર ગણી ન શકાય. "મહાન પુરુષો"ના મરણોપરાંત પાકિસ્તાન અને ભારત બન્નેએ જિણાનો અનુક્રમે તેમના રાષ્ટ્રીય સ્તોત્રો અને ભ્રષ્ટાચાર માટે ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું છે.

હકીકત એ છે કે ઉપખંડના વિભાજન માટે જિણાની સંદિગ્ધ સંડોવણી અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે, તે ભાજપ નેતાઓએ એએમયુના એપિસોડ પર જે રીતે પ્રતિક્રિયામાં આપી તેના પરથી સ્પષ્ટ થાય છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મોટાભાગના લોકોએ તોફાનીઓની “ચિંતા”ને સમર્થન આપ્યું હતું, જ્યારે યુપીના શ્રમ પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યએ આ હુમલાની નિંદા કરી હતી અને જિણાને મહાપુરુષ ગણાવ્યા હતા. આ બધુ જ 2009માં ભાજપના વરિષ્ઠ નેતા જસવંત સિંહ સાથે થયું હતું અને લાલકૃષ્ણ અડવાણીએ પણ 2005માં આ કારણે જ પાર્ટીનું અધ્યક્ષપદ ગુમાવવું પડ્યુ હતું. જોકે, આ પુનરાવર્તિત વારસો ભાજપનું પોતાના જ ઇતિહાસના પ્રતિકૂળ પ્રકરણો, ખાસ કરીને મુસ્લિમ લીગ અને ભાજપના પુરોગામી હિન્દુ મહાસભા વચ્ચે મેળ ખાતી વિચારધારા અને ઉષ્માપૂર્ણ સંબંધો પ્રગટ થાય છે તેવા પ્રકરણોને દાબી દેવાનું વલણ સુચવે છે.

ખરેખર, લીગની પાકિસ્તાનની માંગ બે રાષ્ટ્રના સિદ્ધાંત આધારિત હતી અને તેમાં મૂળ યોગદાન ભારતીય મુસ્લિમોનું ન હતું. તે નિ:શંકપણે હિન્દુ પ્રતિભાઓનો જ વિચાર હતો અને તેને સૌપ્રથમ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકર દ્વારા 1923માં પ્રાયોજિત કરાયો હતો. લીગ અને મહાસભા બંનેએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનને સહકાર આપ્યો હતો. બંગાળ જેવા પ્રાંતોમાં ગઠબંધન સરકાર રચવામાં પણ બંનેનો ફાળો હતો. વાસ્તવમાં, ભાજપને લીગ સામે એ રંજ હોઈ શકે કે લીગે તેમના ચિંતક ગુરુઓના વિચારને ચોરી લીધો અને મુસ્લિમો માટે એક સાર્વભૌમ રાજ્યને સુરક્ષિત કરવા સુધી તે લઈ ગયા. મહાસભાના સાચા વારસ તરીકે ભાજપ ભારતને હિન્દુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માટે સતત સંઘર્ષ કરતો આવ્યો છે.

ભારતીય ઉપખંડના ભાગલા પાડવા માટે એકલા જિણાને ગુનેગાર ગણવાનું કામ ભારતના રાજકીય ક્ષેત્રે લાંબા સમયથી ચાલી રહ્યુ છે અને તે કંઈ માત્ર હિન્દુત્વની લહેર પુરતું જ મર્યાદિત નથી. ભારતીય શિક્ષણ ક્ષેત્રે દાયકાઓથી જેમણે પ્રભુત્વ જાળવ્યુ હતું તેવા કોંગ્રેસ-તરફી ઝોકવાળા ઇતિહાસકારો સહિતના કોંગ્રેસી વિચારકોએ જિણાની છબીને ખલનાયક તરીકે ચિતરી છે. ઐતિહાસિક દસ્તાવેજોમાં ઘણાં એવા પાસા છે કે જે આ વર્ણન સાથે મેળ ખાતા નથી. દાખલા તરીકે, પ્રારંભિક રાજકીય કારકિર્દીમાં જિણા મોટાભાગે પ્રખર કોંગ્રેસમેન હતા. દાદાભાઈ નવરોજી તેમના માર્ગદર્શક હતા, તેઓ આજીવન ગોપાલ કૃષ્ણ ગોખલેના પ્રશંસક રહ્યા હતા અને તેમણે દેશદ્રોહના કેસમાં બાલ ગંગાધર તિલકનો બચાવ કર્યો હતો અને તેમણે 1916માં લખનૌ સંધિ પર કામ કરીને કોંગ્રેસ અને લીગને નજીક લાવ્યા હતા. ઇતિહાસની એક હકીકત એ પણ છે કે 1906માં મુસ્લીમ લીગની સ્થાપના થયા પછી જિણા વર્ષો સુધી લીગમાં જોડાયા નહોતા. તેઓ છેક 1913માં તેના સભ્ય બન્યા અને ત્રણ વર્ષ પછી તેના પ્રમુખ બન્યા.

મજબુત ઐતિહાસિક પુરાવા સુચવે છે કે જિણાએ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સત્તા વહેંચવાની હિમાયત સાથે છેક સુધી સંયુક્ત ભારત માટે વાટાઘાટો કરી હતી. જિણાના નેતૃત્વ હેઠળ લીગે છેક 1940માં પાકિસ્તાનને અંતિમ ધ્યેય તરીકે અપનાવ્યું હતું. તેમ છતાં આ માગણી એક સાર્વભૌમ મુસ્લિમ રાજ્ય માટે છે કે કેમ તે અંગે ભારે અનિશ્ચિતતા હતી. 1946માં જિણાએ કેબિનેટ મિશન યોજના સ્વીકારી લીધી હતી જેમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે પાવર-શેરિંગ વ્યવસ્થા સાથે ફેડરલ ભારતની કલ્પના કરવામાં આવી હતી. કોંગ્રેસ જ એ વાટાઘાટોમાંથી બહાર નીકળી ગઈ હતી અને કોગ્રેસે જ વાટાઘાટની પ્રક્રિયાને વેરવિખેર કરી નાખી હતી. છેલ્લે, જ્યારે બ્રિટીશ ઇન્ડિયાનું વિભાજન અનિવાર્ય બન્યું ત્યારે પંજાબ અને બંગાળને એકસાથે વિભાજીત કરવાની કામગીરી કોંગ્રેસ અને મહાસભાએ હાથ ધર્યુ કર્યું. હકીકતમાં, કોંગ્રેસ અને મહાસભાએ દલીલ કરીને બે રાષ્ટ્રના સિદ્ધાંતનું એમ કહીને સમર્થન આપ્યુ હતુ કે જો મુસ્લિમો સંયુક્ત ભારતમાં હિંદુઓ સાથે રહેવા ન માંગતા હોય તો હિન્દુઓ(અને શીખો) માટે પણ પંજાબ અને બંગાળમાં મુસ્લિમ સાથે રહેવું અશક્ય હતું. આ પ્રકારની ઐતિહાસિક વિગતોને ભારતીય રાષ્ટ્રવાદી ઇતિહાસકારો દ્વારા લાંબા સમયથી દબાવી દેવામાં આવી છે અને કોંગ્રેસની "નિયો-સામ્રાજ્યવાદી" ઇતિહાસવિદ્યાને ચમકાવી હતી. સમયનો તકાદો છે કે આપણે આને જાહેર પ્રવચનમાં આગળ ધપાવવી.

એ જ સમયે આપણે યાદ રાખવું જોઈએ કે એએમયુમાં છેલ્લા અઠવાડિયે થયેલી હિંસામાં ઐતિહાસિક અર્થઘટનનો કોઈ વિવાદ ન હતો. આપણે તે જે છે તે સ્વરુપે તેને જોવાની જરૂર છે: જટિલ વિચારના કેન્દ્રોને ઘટાડવાના બીજેપીના પ્રયત્નો ચાલુ છે એએમયુ એ એક યુનિવર્સિટી છે જે હજુ પણ તેના નામમાં "મુસ્લિમ" શબ્દને જાળવી રાખવાની હિંમત કરી છે ત્યારે મોદીના ભારત અને આદિત્યનાથના યુપીમાં હુમલા માટે તેને ટાર્ગેટ કરાય તે વાત કંઈ આશ્ચર્યજનક નથી. સ્પષ્ટપણે, એએમયુ પરના હુમલાને આ સરકારના છેલ્લા તબક્કા માટે અનામત રાખવામાં આવ્યા હતા જેથી તેની અસર 2019 ની ચૂંટણીઓ સુધી ચાલુ રહે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top