ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

કાર્લ માર્ક્સ - 'હયાત સર્વસ્વનું રૂથલેસ ક્રિટિસિઝમ'

માર્ક્સના જન્મના બસો વર્ષ પછી, બર્નાર્ડ ડી મેલો વૈશ્વિક પદ્ધતિ તરીકે મૂડી અને મૂડીવાદના ક્રિટિકલ એનાલિસિસની કલ્પના કરે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

"રુથલેસ ક્રિટિસિઝમ" એ કાર્લ માર્ક્સનુ એક મુખ્ય સૂત્ર હતું. તેણે તેને મૂડી અને મૂડીવાદના ક્રિટિકલ એનાલિસિસની વિનાશક અસર સાથે જોડ્યુ હતું. આ કારણે 200 વર્ષ પહેલા જન્મેલા માર્ક્સની વિશ્વના સૌથી પ્રભાવી ઐતિહાસિક બૌદ્ધિક વ્યક્તિ તરીકે ગણના થાય છે. માર્ક્સે પોતાના મંતવ્યોમાં પણ રુથલેસ ક્રિટિસિઝમનો ઉપયોગ કર્યો હતો એટલે  તેમના લખાણમાં સાચું શું હતું અને ખોટું શું હતું તેનું સતત નિરીક્ષણ કરી શકાય છે. દાખલા તરીકે, 1853માં બ્રિટિશ સંસ્થાનવાદીનો સ્ત્રોત સામગ્રી તરીકે વિશ્વાસ કર્યા પછી માર્ક્સે બ્રિટીશ સંસ્થાનવાદને "ઇતિહાસનું અચેતન હથિયાર(અનકોન્સિયસ ટૂલ ઓફ હિસ્ટરી)" ગણાવ્યું તેમાં તેણે ભારતના આર્થિક પરિવર્તનની આશા રાખી હોઈ શકે. પાછળથી 1881 માં, તેની સાથે જોડાયેલા પુરાવા હાથ લાગતા ભારત પાસેથી "કોઇ પણ સમોવડિયા વ્યવહાર વિના" "વેર સાથે રક્તપાતની પ્રક્રિયા" "બ્રિટિશરોએ શું મેળવ્યુ" તે તેણે જોયું. માર્ક્સ હંમેશાં પ્રાયોગિક પુરાવાઓ માટે ખુલ્લા રહેતા. વધુમાં, તેમની વિભાવના અને વ્યાખ્યાઓ ખુલ્લા અને નવી અને બદલાતી ઐતિહાસિક પરિસ્થિતિઓમાં અનુકૂળ હતા.

રોમેન્ટિક આદર્શવાદથી શરૂ કરતા માર્ક્સે ફ્રેડરિક હેગેલ અને લુડવિગ ફ્યુરબાક જેવા અન્ય તત્વજ્ઞાનીઓની ટીકા કરી હતી. તેમની આજુબાજુના જીવન સાથે જોડાયેલી કઠોર વાસ્તવિક સ્થિતિઓ અંગે ચિંતિત માર્ક્સ ભૌતિકવાદની મિમાંસાઓ અને ઐતિહાસિક ભૌતિકવાદના પોતાના સંસ્કરણને વિકસાવવા માટે આગળ વધ્યા. તે પછીથી તેમના વિચારોમાં તીવ્ર વળાંક નથી જણાતા. ખરેખર, "પ્રારંભિક માર્ક્સ" અને "પાછલી અવસ્થાના માર્ક્સ" વચ્ચે એક નિર્ભેળ બોન્ડ છે. તેમાં ચાવીરૂપ પ્રભાવો હતા, જર્મન ફિલસૂફી, ફ્રેન્ચ સમાજવાદ, બ્રિટીશ રાજકીય અર્થતંત્ર અને, ઘણા પાછળથી રશિયન લોકવાદ.

દાસ કેપિટલમાં માર્ક્સે અમૂર્ત-તાર્કિક પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો જે પાછળથી "ક્રમિક અંદાજો(સક્સેસિવ એપ્રોક્સિમેશન્સ)"ની પ્રક્રિયા તરીકે જાણીતા બન્યા હતા. જેમાં વિશ્લેષણાત્મક રીતે ક્રમશઃ સરળ ધારણાઓની ગતિ ક્રમિક વિશ્લેષણાત્મક તબક્કે વધુ અમૂર્તથી વધુ મૂર્ત સુધી આગળ વધે છે. દરેક ક્રમિક વિશ્લેષણાત્મક તબક્કામાં સિદ્ધાંતનો તાળો મળે છે અને તે વાસ્તવિક ઘટનાની વિસ્તૃત રેંજ સમજાવી શકે છે. અમૂર્ત પદ્ધતિમાં સઘન તપાસ માટે વાસ્તવિક દુનિયાના મુખ્ય પાસાંઓને અલગ કરવામાં મદદ મળે છે. દાખલા તરીકે, દાસ કેપિટલમાં વોલ્યુમ 1માં મૂડી-મજૂર સંબંધની પ્રકૃતિ. અમૂર્તના નીચલા સ્તરે વધુ વાસ્તવિક પાસાઓ ધ્યાને લેવામાં આવે છે, જે વ્યુત્પત્તિના ઊંચા સ્તરે નિશ્ચિત વલણને સુધારી શકે છે. મહત્વપુર્ણ છે કે માર્ક્સની પદ્ધતિ તેના સત્વ અને ઐતિહાસિકતામાં સમાયેલી છે. સામાજિક સંબંધોના ચોક્કસ ક્રમમાં રહેલા પરિવર્તનની પ્રક્રિયા માનવ ક્રિયાની પ્રોડક્ટ છે; સમાજ -બદલાય છે અને સ્થિર છે - બંને છે. સમાજ "સીધા મળી આવેલા અને આપવામાં આવેલા અને ભુતકાળમાંથી સંચારિત થયેલા સંજોગોમાં," બદલાયેલો હોઈ શકે છે. જ્યા ઐતિહાસિક મૂડીવાદ નથી ત્યાં કોઈ મૂડીવાદ નથી. અને તેથી, પશ્ચિમ યુરોપમાં મૂડીવાદના વિશ્લેષણના મુખ્ય અંશો છે કે તે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો, તે કેવી રીતે કાર્ય કરી રહ્યો છે, અને તે ક્યાંથી આગળ વધવાની શક્યતા છે.

બદલાવ લાવવા મથતા ઐતિહાસિક પરિબળો અને સંતુલન જાળવી રાખવા માટે મથતા પ્રણાલીગત દળો વચ્ચે અસહજ તણાવ હંમેશા રહે છે. સંઘર્ષ કાર્યત્મક રૂપે એકીકૃત હોય તે સિવાયનાને ખેંચીને પોતાના તરફ દોરી જાય છે અને તે વિશે મહત્વનું પરિવર્તન લાવે છે. તેથી, 1860ના કેપિટાલિઝમ અને માર્ક્સની મૂડીવાદની આલોચના પણ સૌથી વધુ આમૂલ, અનિવાર્ય છે, ત્યારથી અર્થતંત્ર અને સમાજ ઘણા બદલાયા છે. આવશ્યકતા એ છે કે માર્ક્સે તેમની પદ્ધતિમાં સતત બદલાવ કર્યો હતો તેમ સંશોધન કાર્ય સતત ચાલુ રાખવું. તેમનો સિદ્ધાંત ઓપન-એન્ડેડ હતો અને તે ચોક્કસપણે ઇચ્છતા હતા કે ખાસ કરીને માર્ક્સવાદી દ્રષ્ટિકોણથી તેને સમૃદ્ધ બનાવવા માટે આપણે તેની ટીકા કરીએ.

દાસ કેપિટલનું વોલ્યુમ 1 પ્રથમ પ્રકાશિત કરવામાં આવ્યુ તેના પરથી 150 વર્ષ વહી ગયા જે માર્ક્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સૈદ્ધાંતિક અમૂર્તમાં પ્રયોગમૂલક વાસ્તવિકતામાં નોંધપાત્ર ફેરફારોના આધારે મહત્વના સુધારા માટે સંકેત આપે છે. મૂડીવાદ હવે ખરેખર વૈશ્વિક ધોરણે કાર્ય કરે છે. વૈશ્વિક મૂડીવાદી વ્યવસ્થાની પરિધી અને અર્ધ-પરિઘીના કેન્દ્રમાં આર્થિક, રાજકીય અને લશ્કરી આધિપત્ય છે. પરિઘ અને અર્ધ-પરિઘમાં શોષણનો ઘણો ઊંચો દર અને સિસ્ટમના સરપ્લસની અસમાન વહેંચણી, શાસક વર્ગો અને કેન્દ્રના વ્યાવસાયિક ઉચ્ચભ્રૂનો મોટો કોળિયો, સિસ્ટમના શોષણયુક્ત સંસ્થાકીય માળખાનો મુખ્ય ભાગ બનાવે છે. તેમાં કેન્દ્ર સ્થાને છે સ્થિરતા (ધીમી આર્થિક વૃદ્ધિ, ઉચ્ચ બેરોજગારી / અર્ધ-બેકારી અને અધિક ક્ષમતા), ઓલિગોપ્લેસ્ટીક મલ્ટીનેશનલ કોર્પોરેશન્સની વિશ્વવ્યાપી પહોંચ અને "મૂડી સંચય પ્રક્રિયાનું નાણાકીયકરણ," વિશ્વ અર્થવ્યવસ્થાના "વાસ્તવિક" ભાગ ઉપર મોટા પ્રમાણમાં સ્વતંત્ર ફાયનાન્સિયલ સુપરસ્ટ્રક્ચર ટાવર્સ અને તેના મોટા ભાગના રાષ્ટ્રીય એકમો. આ ફાયનાન્સિયલ સુપરસ્ટ્રક્ચરે વિશ્વના મુખ્ય "વાસ્તવિક" અર્થતંત્રો અને કોર્પોરેશનોના માળખા અને કામગીરીને કાબૂમાં રાખ્યું છે, જેમાં નાણાકીય સટ્ટાખોરીમાં જોડાવા માટે તેમનું મેનેજમેન્ટ ફરજ પાડે છે. વાસ્તવિક મૂડી રચનામાં નફાકારક આઉટલેટ્સને હટાવ્યા વગરની કમાણી સાથે, તે સટ્ટાકીય નાણાકીય ચેનલોમાં ફેરવાય છે.

આ દરમિયાન, "વાસ્તવિક" વૈશ્વિક અર્થતંત્રમાં, લેબર ઉપર પરિધ/ અર્ધ-પરિઘથી કેન્દ્ર, બહુરાષ્ટ્રીય મૂડી તરફ જવા માટેના આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમાં મોટેભાગે પરિઘ/ અર્ધ-પરિઘમાં વ્યવસાયિક સાહસો સાથે અત્યંત અસમાન પરંતુ પૂરક સંબંધો હોય છે અને ત્યાં ભારે માત્રામાં શોષણ થકી આ સાહસોએ કામદારો દ્વારા પેદા થયેલ મોટાભાગના મૂલ્યનો કબજો મેળવ્યો છે. આવા બહુરાષ્ટ્રીય કોર્પોરેટ ખરીદદાર-સંચાલિત વૈશ્વિક કોમોડિટી ચેઇને ખેડૂતોને પણ ભોંય પછાડ્યા છે. કિંમત વસુલનારા તરીકે માર્કેટ પાવરથી વંચિત રહેનારાનું બાદમાં ભારે શોષણ થાય છે, જે માત્ર તેમના સાહસના નફાથી "મૂડી" પેદા નથી કરતું પણ ભાડા પટ્ટે જમીન પર તેઓની ખેતી કરે છે, અને તેમના ચક્રવૃદ્ધિ વ્યાજવાળા દેવાના વ્યાજ રૂપે તેમનું "વેતન" ચુકવી દે છે અને તેમાંથી મુડી સર્જે છે.   

નિશ્ચિતપણે દાસ કેપિટલનું સમકાલીન સંસ્કરણ, વૈશ્વિક ધોરણે મૂડી અને મૂડીવાદનું નિર્ણાયક વિશ્લેષણ હશે. જેમાં વોલ્યુમ 1, 2, અથવા 3ની અસલથી અલગ હશે. જગ્યાના અભાવને જોતાં આપણે તેમાં શું સમાવી શકાય તેની યાદી આપીએ: વિશ્વ સ્તરે વર્ગ વિશ્લેષણ; મજૂર શક્તિનું મૂલ્ય અને કેન્દ્ર, પરિઘ અને અર્ધ-પરિઘમાં તેના એકદમ અલગ ભાવો; ભારે-શોષણ અને અસમાન વિનિમયના સિદ્ધાંત તરીકે મૂલ્ય સિદ્ધાંત; ઓલિગોપોલિસ્ટીક માર્કેટ સ્ટ્રક્ચર્સમાં સરપ્લસ મૂલ્ય વિતરણના સિદ્ધાંત તરીકે મૂલ્ય સિદ્ધાંત; મૂડીવાદીઓ દ્વારા ગરીબ ખેડૂતો અને અન્ય નાનો-કોમોડિટી ઉત્પાદકોનું શોષણ; કોમોડિટી લેબર-પાવર રિ-પ્રોડ્યુસ કરે છે તેવું અવેતન સ્થાનિક કામ; બહુમતના ઘોર અસંતોષની સ્થિતિને ઘટાડવાની પ્રક્રિયતા; પ્રાકૃતિક સ્ત્રોત પડાવી લેવા અને મોનોપોલીસ્ટિક રેંટ; "પ્રકૃતિ"માંથી ઉપયોગ મૂલ્યોનો બિનટકાઉ વિનિયોગ અને ઉત્પાદન અને વપરાશના પરિણામે "પ્રકૃતિ"માં "કચરા"નું બિનટકાઉ ડમ્પીંગ; ઇકોલોજીકલ સામ્રાજ્યવાદ; અસ્થિરતા, કટોકટી અને અસરકારક માંગની સમસ્યા; ફાયનાન્સિયલાઇઝેશન, ફાયનાન્સિયલ સુપરસ્ટ્રક્ચર અને તેનો "વાસ્તવિક" અર્થતંત્ર પરની અસર સાથેનો સંબંધ; ઈજારાશાહી મૂડી; સંચય થિયરી જેમાં બંને સમાયેલા છે, પ્રવર્તમાન કેપિટલ ગુડ્સના સ્ટોકમાં અને નાણાકીય અસ્ક્યામતોના સ્ટોકમાં ઉમેરો અને આ બે પાસાઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા; મુડીના રાજકીય નિયંત્રણ માળખા તરીકે રાજ્ય; વેચાણ પ્રયાસ; નાગરિક સરકાર; લશ્કરવાદ અને સામ્રાજ્યવાદ; મુખ્ય વિરોધાભાસ અને સૈદ્ધાંતિક વિરોધાભાસ; અને સમાજવાદી સામાજિક ક્રાંતિ.

માર્ક્સના જન્મના બસો વર્ષ પછી, પડકાર એ છે કે કેવી રીતે તેના વિચારની સ્થિતિ અને પદ્ધતિનો ઉપયોગ કરીને ઐતિહાસિક ભૌતિકવાદ અને ભૌતિકવાદ મિમાંસાનું પુનઃનિર્માણ કરવું અને વારસમાં મળેલા જૂના અર્થઘટનોની વિવેચના કરવી. ખાસ કરીને, સમયની એ તાકીદ છે કે કોઈ એ વાતને ફગાવી દે કે જેને માર્ક્સવાદના મિકેનિસ્ટિક દ્રષ્ટિકોણ જેને આર્થિક ડિટર્મિનિઝમ તરીકે માનવામાં આવે છે અને જેને ઐતિહાસિક ભૌતિકવાદ તરીકે ઓળખાતી થિઅરી ઓફ હિસ્ટરીનો ઉપાય માનવામાં આવે છે, જે માનવ જાતિના સમગ્ર જીવનકાળ માટે માન્ય છે!

વિશ્વને પુન: વ્યાખ્યાયિત કરવું અને સમાજવાદી સામાજિક ક્રાંતિ દ્વારા તેને બદલવું તે મોટો પડકાર બની ગયું છે અને તેની તત્કાલ જરૂરત ઉભી થઈ છે. જો મૂડી અને મૂડીવાદનો રસ્તો કાઢવામાં નહી આવે તો માનવ સભ્યતા કદાચ વધુ 200 વર્ષ નહી ટકી શકે.

Back to Top