ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

એક જજનું મૃત્યુ

ન્યાયમૂર્તિ લોયા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભારતના ન્યાયતંત્રની બિમારીના એંધાણ છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ન્યાયમૂર્તિ લોયા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભારતના ન્યાયતંત્રની બિમારીના એંધાણ છે.

19 એપ્રિલે સુપ્રીમ કોર્ટે 1 ડિસેમ્બર, 2014 ના રોજ મૃત્યુ પામેલા ન્યાયમૂર્તિ બી એચ લોયાના કેસમાં તેનો ચુકાદો આપ્યો થયો હતો. તેમાં તારણ કાઢ્યું હતું કે સેશન્સ કોર્ટના જજનું મૃત્યુ કુદરતી કારણોસર થયુ હતું. અચાનક મૃત્યુ વિશે મીડિયા રિપોર્ટ્સ સહિત ઘણી દિશામાંથી ઉઠેલા આક્ષેપો અને શંકાને ધ્યાનમાં લેતા આ ચુકાદા સામે ઘણા પ્રશ્નો ઉઠે છે.

12 જાન્યુઆરી 2018 ના રોજ ન્યાયમૂર્તિ લોયાના કેસની બાબતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ અરજી રજૂ કરવામાં આવી હતી અને ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ મુખ્ય ન્યાયમૂર્તિની કાર્યપદ્ધતિ અને તેમના દ્વારા કેસની ફાળવણી મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજવાનું અભૂતપૂર્વ પગલું ભર્યું હતું. આ મામલો જજ લોયાના કેસ સાથે જોડાયેલો છે કે કેમ તેવા એક સવાલના જવાબમાં ચારમાંથી એક ન્યાયમૂર્તિ ગોગોઈએ મજબુત જવાબ આપ્યો હતો.

આવી પરિસ્થિતિમાં, પારદર્શિતા અને નિરંતરતા જાળવવા માટે મુખ્ય ન્યાયમૂર્તિએ આ કેસને ન ચલાવે તે ઇચ્છનીય હતું. જો કે મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવીલકર અને ડી વાય ચંદ્રચુડની બનેલી બેન્ચે આ કેસ ચલાવ્યો હતો. તેના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવેલી "ઠાવકી ઇન્કવાયરી" પર આધાર રાખ્યો છે. એ ઇન્કવાયરીમાં હોસ્પિટલમાં જજ લોયા સાથે રહેલા ચાર ન્યાયમૂર્તિઓના નિવેદનો નોંધાયા હતા. આ ઇન્કવાયરી સુપ્રીમ કોર્ટે નહી પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ હાથ ધરી હતી. ફરિયાદીના વકીલોએ માગણી કરી છે કે ન્યાયમૂર્તિ લોયાના મૃત્યુ અંગે એક નવી અને સ્વતંત્ર તપાસ હાથ ધરવામાં આવે. જો કે, ફરીયાદીઓ અને તેમના વકીલો તરફ કોર્ટનો અભિગમ આઘાતજનક હતો. વાસ્તવમાં તો તેમનો પ્રયાસ તો આ કેસમાં ન્યાયતંત્રના કાર્યમાં હસ્તક્ષેપની સંભાવના અને ન્યાયતંત્ર પરના હુમલાને પ્રકાશમાં લાવવાનો હતો. તેનું સ્વાગત કરવાને બદલે અપરાધી ગણાવીને તેમને કોર્ટી અવજ્ઞા કરનારા ગણાવાયા.

ડિસેમ્બર, 2005માં થયેલા સોહરાબુદ્દીન શેખ અને કૌશરબીના એન્કાઉન્ટરમાં મોત સાથે જજ લોયા કેસ જોડાયેલો છે. એ કેસમાં સુપ્રીમ કોર્ટે શેખના ભાઇએ કરેલી અરજીના સંદર્ભે સીબીઆઇને આ કેસ હાથ ધરવાની સૂચના આપી હતી. ગુજરાતના તત્કાલીન ગૃહ મંત્રી અમિત શાહની ધરપકડ બાદ સુપ્રીમ કોર્ટે ટ્રાયલને મુંબઈમાં ખસેડવાનો અને સેશન્સ કોર્ટના જજને ટ્રાયલ કરવા માટે નિમવાનો આદેશ આપ્યો હતો. વધુ મહત્વના આદેશમાં સુપ્રિમ કોર્ટે કહ્યુ હતું કે શરૂઆતથી અંત સુધી ટ્રાયલ એક જ જજ દ્વારા હાથ ધરાશે. દેખીતી રીતે જ સુપ્રીમ કોર્ટ ગુજરાતમાં સંભવિત રાજકીય હસ્તક્ષેપથી સભાન હશે. ફરીથી, સોહરાબુદ્દીન એન્કાઉન્ટરનો સાક્ષી એવા તુલસીરામ પ્રજાપતિનું એન્કાઉન્ટરમાં મૃત્યુ થયુ હતું અને તેની તપાસ પણ સુપ્રીમ કોર્ટે સીબીઆઇને સોંપી હતી. અદાલતે આખરે બંને કેસોને સંકલિત કરીને બોમ્બે હાઇકોર્ટને તેને ચલાવવાનો આદેશ આપ્યો. અત્યંત સંવેદનશીલ કેસને લઈને વિવિધ ન્યાયમૂર્તિઓને સમયાંતરે લાગ્યું કે મૂળ તપાસ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.

શરૂઆતમાં મુંબઇમાં કેસ ચલાવવા માટે ન્યાયાધીશ જે.ટી. ઉત્પત્તની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે અમિત શાહે દરેક સુનાવણીમા અદાલતમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવા માટેની અરજી કરી ત્યારે જજે તેને મંજુર રાખવાની અનિચ્છા દર્શાવી અને તેમને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ કર્યા હતા. જોકે એમ થાય તે પહેલાં જ જજ ઉત્પત્તની બદલી થઈ ગઈ અને હાઇકોર્ટ કમિટીના આદેશને પગલે તેમના સ્થાને જજ લોયાની નિમણુક થઈ. અહી પહેલો સવાલ એ થાય છે કે સર્વોચ્ચ અદાલતે સુનાવણીની શરૂઆતથી અંત સુધી એક જ જજ દ્વારા હાથ ધરવાનો આદેશ આપ્યો હતો, તો જજ ઉત્પત્તની બદલી કરતા પહેલાં તેની પરવાનગી શા માટે લેવામાં ન આવી?

ન્યાયાધીશ લોયાએ ચાર્જ સંભાળ્યો ત્યારે શાહના વકીલો તેમની ડિસ્ચાર્જ અરજીની ઉતાવળમાં હોય તેવું જણાય છે. જોકે ન્યાયાધીશ લોયા સ્વતંત્ર જજ માટે જરૂરી હોય એમ તટસ્થ રીતે કાર્યવાહી કરે છે. ત્યારે લોયા એક સાથીદારના લગ્નમાં નાગપુર ગયા હતા અને ત્યાં મૃત મળી આવ્યા હતા. ત્યારબાદ જજ ગોસાવીની નિમણૂંક કરવામાં આવી હતી અને શાહને એક મહિનાની અંદર છૂટા કરવામાં આવ્યા હતા. જે સીબીઆઇએ શાહને આરોપી તરીકે દોષિત ઠેરવ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી તેમના દ્વારા ડિસ્ચાર્જ ઓર્ડરને પડકારવામાં પણ નહોતો આવ્યો. પણ સ્રાવ આદેશનો પડકાર પણ નહોતો કર્યો. શોહરાબુદ્દીન શેખના ભાઇએ ડિસ્ચાર્જ અરજીને પડકારી હતી પણ અરજી હાઇકોર્ટમાં પાછી ખેંચી લીધી અને અમિત શાહ મુક્ત થયા.

આમાં સંકળાયેલા વિવાદને ધ્યાનમાં લેતા ઘણી શંકાઓ જન્મે છે, કેસ જે રીતે ઊભો થયો હતો, સોહરાબુદ્દીન કેસમાં સુપ્રીમ કોર્ટનો અત્યંત સક્રિય હસ્તક્ષેપ અને મોટી સંખ્યામાં સાક્ષીઓનું હોસ્ટાઇલ થઈ જવું, આ સ્થિતિમાં કોર્ટ એક સ્વતંત્ર તપાસનો આદેશ આપે તે જરુરી હતું. આવી તપાસમાં, સગાંવહાલાઓની વાત સ્પષ્ટ થઈ શકી હોત, ન્યાયાધીશોને પ્રશ્નો સ્પષ્ટ કરવા માટે કહી શકાયું હોત અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ નિષ્ણાત દ્વારા સ્વતંત્ર રીતે તપાસી શકાયો હોત. તેના બદલે કોર્ટ જેની સાથે અમીત શાહ જોડાયેલા હતા તે રાજકીય પક્ષ દ્વારા તપાસ હાથ ધરવા માટે કહેવામાં આવ્યું તે ઇન્ટેલિજન્સ બ્યૂરોએ આપેલી માહિતીને આધારે ચુકાદો આપ્યો. જો સુપ્રીમ કોર્ટે પોતે જ વિગતમાં જવા માગતી હોત તો જેમણે જજ લોયાના મૃત્યુની તપાસ કરી હતી તે પત્રકારને બોલાવી શકી હોત, જજ લોઆના સંબંધીઓ અને ચાર ન્યાયાધીશોને લઈને સ્વતંત્ર તપાસ કરી શકી હોત. કોર્ટ પોતાના સંતોષ માટે વિવિધ વ્યક્તિઓના કોલ રેકોર્ડ્સ પર ધ્યાન આપી શકી હોય અને સ્વતંત્ર વ્યક્તિને ગેસ્ટ હાઉસ અને હોસ્પિટલોની મુલાકાત લેવા માટે કહી શકી હોત.

તપાસમાંથી અને ચાર ન્યાયમૂર્તિઓએ ચિંતામાંથી ઉભરી આવેલી ન્યાયતંત્રની સ્વતંત્રતાને લગતી બાબતમાં પણ સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય ગેરહાજર જણાયો હતો. જો સર્વોચ્ચ અદાલત તપાસનો આદેશ આપીને સેશન્સ કોર્ટના જજને ટેકો આપત તો કોઈ ભેદભાવ જણાત નહી. કદાચ, એ તપાસમાંથી કશું જ બહાર ન આવ્યું હોત તો પણ ગરીમાં જળવાત અને ન્યાયતંત્રનું માથું ઊંચું રહ્યુ હોત.

Back to Top