ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

સીપીઆઈ(એમ) – મુશ્કેલ સમયમાં

સીપીઆઈ (એમ) સેમિ-ફાસીઝમને હરાવવા માટે તમામ બિનસાંપ્રદાયિક અને લોકશાહી દળોને સફળતાપૂર્વક એક કરી શકશે?

હૈદરાબાદમાં 18 થી 22 એપ્રિલ, 2018 દરમિયાન યોજાયેલી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (માર્ક્સવાદી) -સીપીઆઈ (એમ)નું 22મું પાર્ટીનું અધિવેશન ભરાયુ તેમાં 2012 અને 2015ના છેલ્લા બે અધિવેશન જેવો આત્મવિશ્વાસ અને ચેતના જોવા નહોતી મળી. તેમાં માર્કસના દાસ કેપિટલની 150મી એનિવર્સરીની ઉજવણી થઈ હતી. દાસ કેપિટલના પ્રથમ ગ્રંથનું પ્રથમ સંસ્કરણ સપ્ટેમ્બર 1867માં પ્રકાશિત થયું હતું અને 5 મે, 1818ના રોજ તેના જન્મના 200 વર્ષ પછી- કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો અને દાસ કેપિટલના કવર પેજની બાજુમાં તેનો આકર્ષક સ્કેચ પાર્ટી કૉંગ્રેસના પોડિયમમાં નયનાકર્ષક લાગતો હતો. તે દ્દશ્ય ઘડીભર એવી આશા જન્માવતું હતું કે સીપીઆઈ(એમ) ક્રાંતિકારી માર્ગે આગળ વધી શકે છે. વૃદ્ધ માણસનો એ સ્કેચ કદાચ કોમરેડને યાદ કરાવી દે કે તેમના વિચારો, તેમના ક્રાંતિકારી એસેન્સનો અર્કને ટકાવી રાખવાની તેનામાં હવે શક્તિ નથી. શું તેઓ આવા ડહાપણ તરફ ધ્યાન આપશે?

2019ની લોકસભાની ચૂંટણી પછી ભાજપને ફરી સત્તા મળી તો સેમિ-ફાસિઝમ એરણ પર હશે. સીપીઆઈ(એમ)એ નિશ્ચય કર્યો છે કે "બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક દળો ભેગા મળીને ભાજપ અને તેના સાથી દળોને હરાવો" તે હેતુ સિદ્ધ કરવા માટે કોંગ્રેસ પક્ષ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં પણ કોઈ બાધ નથી. પાર્ટી અધિવેશનમાં મુકાયેલા રાજકીય ઠરાવમાં રાજકીય દિશા હતી કે, "સંયુક્ત કાર્યવાહી ... સંયુક્ત સંઘર્ષો ... સંયુક્ત મુવમેન્ટ ... તમામ બિનસાંપ્રદાયિક અને લોકશાહી દળોનો જમાવડો કરવો ... ગ્રાસરૂટ પર કોમવાદી પરિબળો સામે લડવા લોકોને એકમત કરવા... લોકશાહી અધિકારો પર સરમુખત્યારશાહી હુમલાઓ સામે વ્યાપક એકતા ... ભાજપ વિરોધી મતદાનને વધારવા માટે યોગ્ય ચૂંટણી વ્યૂહ અપનાવવો."

મીડિયાએ પક્ષની રાજનીતિના સંદર્ભમાં કાર્યવાહીને દર્શાવી જેમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સાથે સ્પષ્ટ “સમજુતિ” કે “મતદાર ગઠબંધન”ને ટેકો આપતા પક્ષના મહામંત્રી સીતારામ યેચૂરીએ ભૂતપૂર્વ મહામંત્રી પ્રકાશ કરાતની આગેવાનીવાળા પ્રતિસ્પર્ધી જૂથ વિરૂદ્ધ દલીલ કરી હતી. કરાતનું જુથ કોઈ પક્ષ સાથે કોઇ સમજૂતી કે જોડાણ કરવાના વિરોધમાં છે. આમ કરાત મીડિયાની દ્રષ્ટિએ "કોંગ્રેસ વિરોધી" જૂથના નેતા તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. આ હકીકત નથી. હકીકત એ છે કે કરાત માત્ર કોંગ્રેસ પક્ષ સાથે પૂર્વ-ચૂંટણી જોડાણ અથવા સમજૂતીની વિરુદ્ધ છે. નિશ્ચિતપણે, તેઓ ચૂંટણી પછી કોંગ્રેસ સાથે સંભવિત જોડાણ માટે ખુલ્લા રહેશે, 2004ની ચૂંટણી પછીની સ્થિતિમાં કોંગ્રેસ સાથે જોડાણ કર્યુ ત્યારે તેઓ સીપીઆઇ(એમ)ના મહાસચિવ હતા. વાસ્તવમાં, કરાત દરેક મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર અને તેના સાથી પક્ષોને હરાવવા માટે જે કોઈ વિરોધ પક્ષના ઉમેદવારને ટેકો આપવો ઘટે તેને આપવાના સંદર્ભમાં ફ્લેક્સિબલ લાગે છે. વાસ્તવમાં, અગાઉ કેન્દ્રીય સમિતિએ આ સિદ્ધાંતને અમલમાં મૂક્યો હતો, 12 મેના રોજ યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાતાઓને અપીલ કરી છે કે જે પણ ઉમેદવાર ભાજપ અને તેના સાથી પક્ષના ઉમેદવારને હરાવવાની સૌથી વધુ શક્યતા ધરાવતો હોય તેને મત આપવો.

સીપીઆઇ(એમ)નું માનવું યોગ્ય જ છે કે મોદી સરકારમાં "નિયો-ઉદારવાદી મૂડીવાદી શોષણે માઝા મુકી છે અને બંધારણના ધર્મનિરપેક્ષ-લોકશાહી માળખાનું ધોવાણ થયું છે." વધુમાં ભારત યુનાઇટેડ સ્ટેટ્સ(યુએસ)ના સામ્રાજ્યવાદનું એક જુનિયર પાર્ટનર બની ગયું છે. જો કે, "ભારતમાં નિયો-ઉદારવાદી એજન્ડાનો પાયો નાખનારી" અને "યુ.એસ. સાથે વ્યૂહાત્મક ગઠબંધન કરનારી" કોંગ્રેસ પાર્ટી જ છે. આજે પણ, મુખ્ય વિરોધ પક્ષ તરીકે તે "આ નીતિઓનું સમર્થન ચાલુ રાખે છે." પરંતુ, ભાજપને હરાવવા માટે એ જ સીપીઆઇ(એમ) સંસદમાં કોંગ્રેસ પક્ષને ટેકો આપવા તૈયાર છે કે જે પક્ષ કેરળમાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની આગેવાની કરે છે, જે હાલમાં સીપીઆઇ(એમ)ની આગેવાનીવાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના વિરોધમાં ભાજપ સાથે મેદાનમાં ઉતર્યો છે. પ્રાદેશિક પક્ષોના સંદર્ભમાં કહીએ તો તેઓ કેન્દ્રમાં ગઠબંધન સરકારોનો ભાગ બનવા માટે ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાણ કરવા જે રીતે સહમત થાય છે તે રીતે "તકવાદી" છે, છતાં તે ભાજપ સાથે જોડાણ કરવા નથી માંગતો તેથી સીપીઆઇ(એમ)એ તેમને "બિનસાંપ્રદાયિક અને લોકશાહી દળો"માં સમાવ્યો છે.

અલબત્ત, સીપીઆઇ(એમ)ની "સમજૂતી" અથવા "જોડાણ" નવા નથી. ભાજપ અને તેના માર્ગદર્શક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કોરાણે મુકવા 1991-2008ના સમયગાળામાં તડ-જોડ પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી હતી. પરંતુ, છેવટે ભાજપ પોતાના સંસદીય બહુમતી જીતીને મે 2014માં સત્તામાં આવી અને હવે એકલી જ સંસદિય બહુમતિ મેળવીને ભારતના 29 રાજ્યોમાંથી 21માં પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરીને સત્તામાં આવી છે. સીપીઆઇ(એમ) પાસે લોકસભામાં માત્ર નવ બેઠકો છે અને તેના સાથી ડાબેરી મોરચા સીપીઆઇ પાસે ફક્ત એક. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં તેના લાંબા ગાળાના એકહથ્થુ સાશન છતા પક્ષને અપમાનજનક પરાજય મળ્યો છે. તેના મુખ્ય પ્રતિસ્પર્ધી તૃણમૂલ કૉંગ્રેસને હરાવવા કોંગ્રેસ પક્ષ સાથે ચૂંટણી પહેલા ગઠબંધન કરવા છતા 2016માં પશ્ચિમ બંગાળમાં હાર મળી હતી. પશ્ચિમ બંગાળના મતદારોએ ભૂલી ગયા નથી કે મોટા બિઝનેસ પ્રોજેક્ટ માટે ખેડૂતોના વિરોધને રોકવા માટે ડાબેરી પક્ષ પોલીસ અને કેડરનો હિંસા માટે ઉપયોગ કરી શકે છે. વધુમાં સીપીઆઇ(એમ) હવે ભારતના કબજા હેઠળના કાશ્મીરમાં આર્મ્ડ ફોર્સિઝ(સ્પેશિયલ પાવર્સ) એક્ટ (એએફએસપીએ)ના ઉપયોગની વિરુદ્ધ છે જ્યારે ત્રિપુરામાં તે સત્તામાં હતો ત્યારે એવા જ કાનુન એએફએસપીએનો અમલ કર્યો હતો. તે પછી લશ્કરે એથનો-નેશનાલિસ્ટ બળવાને દબાવી દીધો ત્યારબાદ મે 2015માં ઉઠાવી લેવાયો હતો.

ભાજપનો સેમી-ફાસિસ્ટનો ભય તોળાયેલો છે છતાં તેમાં થવું શક્ય જણાતુ નથી. વધુ આત્મવિશ્વાસ અને કાયાકલ્પ સાથે સીપીઆઇ (એમ) માર્ક્સવાદના રેડિકલ એસેન્સ સાથે પણ ક્રાંતિકારી માર્ગે આગળ વધશે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top