ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

પોતાને માટે કાયદો

સ્ટેટ બાર સમિતિએ ન્યાયને રૂંધતા વકીલોના સંગઠનો સામે લડવાની જરૂર છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

કથુઆ અને જમ્મુ બાર એસોસિએશનોના સભ્યોએ આઠ વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરતા પોલીસને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે વકીલોની ન્યાયહીનતા સામે આવી હતી. વકીલોના આ જૂથે તેમના પ્રયાસોને ચાલુ રાખતા તેઓ હડતાલ જાહેર કરવા માટે ગયા હતા પરંતુ જમ્મુ- કાશ્મીર હાઈકોર્ટે તેને રોક્યા હતા. તેમણે ખુલ્લેઆમ લોકોને 11 એપ્રીલે બંધ પાળવાની અપીલ કરી હતી. તેમણે કથુઆ બળાત્કાર પિડિતાના પરિવારના વકીલને કેસમાંથી દૂર રહેવા ધમકી આપી હતી. હાઇકોર્ટ હજુ કંઈ પગલા ભરે એ પહેલા સુપ્રીમ કોર્ટે વકીલોના અવરોધક વર્તન સામે સુઓ મોટો દાખલ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે પૂર્વ કેપ્ટન હરીશ ઉપાલ વિરુદ્ધ ભારત સરકાર(2003) કેસના ચુકાદામાં કહ્યુ હતું કે "વકીલોને હડતાળ પર જવાનો કે બોયકોટ કરવાનો કોઈ અધિકાર નથી, ટોકન સ્ટ્રાઇક પર જવાનો પણ નહીં." બાર એસોસિએશને આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યુ હતું. સર્વોચ્ચ અદાલતે વધુમાં સંભળાવ્યુ હતું કે "કોઈ બાર કાઉન્સિલ અથવા બાર એસોસિએશન હડતાલ કે બહિષ્કાર માટે બેઠક બોલાવવાની પરવાનગી આપી શકે નહી. તેમ છતા જો કોઈ મિટિંગ બોલાવે તો આવી મીટિંગની અવગણના કરવી જોઇએ."

દરમિયાનના વર્ષોમાં વકીલોની  હડતાલ, બહિષ્કાર અને ધમકીભર્યા "વિરોધો"એ કોર્ટ અથવા ન્યાયિક સિસ્ટમને બહુ ખલેલ પહોંચાડી નથી. 2016માં, ટેલિવિઝન સમાચાર ચેનલોએ કેટલાક વકીલોને દિલ્હીના પટિયાલા કોર્ટમાં પત્રકારો અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓને ધક્કે ચડાવતા બતાવ્યા હતા અને તેમના આ કૃત્યને "રાષ્ટ્રવાદી" ફરજમાં ખપાવતા હતા. તે જ વર્ષે, બેંગલુરુના વકીલો પોલીસ સાથે સામસામી મારામારીમાં ઉતર્યા હતા. જ્યારે કેરળના વકીલો તો લાંબી હડતાલ પર ગયા હતા, ત્યારે તેઓ વકીલ જેવા ઓછા બદમાશો જેવા વધુ લાગતા હતા. મે 2008માં ફૈઝાબાદ કોર્ટમાં ગુસ્સે ભરાયેલા સાથી વકીલોઓ વકીલ મોહમ્મદ શોએબને નિશાન બનાવ્યા હતા. કેમકે તેમની દલીલ પ્રમાણે શોએબ "આતંકવાદી"નો કેસ લડી રહ્યા હતા. વાસ્તવમાં, અનેક બાર એસોસિએશનોએ તેમના સભ્યોને કહેવાતા "આતંકવાદી"ઓનો કેસ લડવા ઉપર પ્રતિબંધ મુકતો ઠરાવ પસાર કર્યો છે. બસ્તરમાં જગદાલપુર કાનુની સહાય સંગઠનને તે માઓવાદીઓને મદદ કરી રહ્યુ છે એવા આધાર પર બસ્તરમાંથી ઉચાળા ભરવાની ફરજ પડી હતી. તેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રુલ્સના સ્ટાન્ડર્ડ્સ ઓફ પ્રોફેશનલ કન્ડક્ટ એન્ડ એટિકેટના રુલ 11નું  સ્પષ્ટ ઉલ્લંઘન થાય છે. એ રુલ છે: "એક એડવોકેટ અદાલતો અથવા ટ્રિબ્યુનલો કે અન્ય કોઈ ઓથોરિટી સામે કે ઓથોરિટીમાં તેમની સ્થાયી સાથે સુસંગત બારમાં ઉભા રહેવા ફી પર પ્રેક્ટિસ કરવાની દરખાસ્ત કરે તે દરેકની બ્રિફ સ્વિકારવા બંધાયેલો છે. માત્ર ખાસ સંજોગોમાં જ કોઈ ચોક્કસ બ્રિફ સ્વીકારવાનો ઇનકાર યોગ્ય ઠેરવી શકે છે."

જ્યારે બાર કાઉન્સીલો કાયદાકીય રીતે નિયમનકારી સંસ્થાઓ તરીકે ઓળખાતી હોઈ,  બાર એસોસિએશનો વારંવાર તેમની માગણીઓ માટે બહિષ્કાર અને વિરોધનો આગ્રહ રાખે છે. આ એસોસિએશનો વકીલોની રોજબરોજની પ્રવૃતિઓને પ્રભાવિત કરે છે અને મોટાભાગના વકીલો તેને આધિન થઈને રહેવાનું જ પસંદ કરે છે. વકીલો અને તેમાં સંગઠનોની ગેરવર્તણૂકને તપાસવા અને સજા કરવા માટે બાર કાઉન્સિલોને આદેશ અપાયો છે અને કાઉન્સિલોને આવું કરવા માટે વૈધાનિક સત્તાઓ આપવામાં આવી છે. જોકે, કાંઉન્સિલ દ્વારા તેમને હડતાળ પાડતા અટકાવવા માટે અને સભ્યોને કેટલાક પ્રતિવાદીઓ માટે કામ કરવા પર પ્રતિબંધ મુકવા સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. હકીકતમાં, હાલના કેસમાં તો સુપ્રીમ કોર્ટે એસોશિએશનોને શિક્ષા કરવી પડી છે.

વકીલો દ્વારા સતત હડતાલ અને વિરોધ અદાલતોમાં થયેલા પડતર કેસોના ભરાવા ઉપર પ્રતિકુળ અસર છોડે છે અને કેસોના બેકલોગમાં વધારો કરે છે. લો કમિશન ઓફ ઇન્ડિયાએ તેના 2007ના 266માં રિપોર્ટમાં જણાવ્યું હતું કે નીચલી અદાલતોમાં 2.5 કરોડ કેસ પેન્ડીંગ છે અને વકીલો દ્વારા હડતાલને કારણે અદાલતોના સમયનો બગાડ તેની પાછળના મુખ્ય કારણો પૈકીનું એક કારણ છે. વકીલો દ્વારા વિરોધના કારણે સ્થગિત કાર્યવાહી ભારે પ્રમાણ પણ તેની પાછળનું એક કારણ છે.

વકીલો ભારતીય સમાજમાં ભારે પ્રતિષ્ઠા ભોગવે છે અને લોકો અને ખાસ કરીને ગરીબ આરોપીઓ બચાવ માટે અને ન્યાય માટે તેમની સામે જુએ છે. કાયદાનું શાસન અને લોકશાહી હકોના સંરક્ષણ મોટે ભાગે તેમની કામગીરી અને કામકાજની નીતિ પર આધારિત છે. સંબંધિત રાજ્ય બાર કાઉન્સિલ દ્વારા બાર એસોસિએશનો ઉપરના નિયમન અને દેખરેખને મજબુત કરવાની જરૂર છે અને કાનુની શિક્ષામાં કાનુની નિતીનું મહત્વ ઘણુ છે અને તેને લાગુ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. હડતાલ પાડવાને બદલે વકીલો અખબારી નિવેદનો અથવા કોર્ટના સ્થળથી શાંતિપૂર્ણ વિરોધ જેવા અન્ય માધ્યમો દ્વારા વિરોધ કરી શકે છે. તેમ કરવાથી તેમના વ્યવસાયની કાનૂની અને નૈતિક જરૂરિયાતોના ઉલ્લંઘનથી બચી શકાશે.

પરંતુ કઠુઆ અને જમ્મુની જેમ બાર એસોસિએશનોના સભ્યો કાયદાના મોટા રક્ષકો હોવા છતા તે વિરોધ અને હડતાળ દરમિયાન હિંસક ટોળામાં પરિવર્તિત થઈ જાય છે. એવા ગરીબ પરિવાર પોતાની દિકરીના બળાત્કાર અને હત્યાના ગુનાખોરો સામે ન્યાય મેળવવાની શું આશા રાખે? વર્તમાન સમયની એ જરૂરીયાત છે કે ઇન્ડિયન બાર કાઉન્સીલો મજબૂત પગલાં લઈને તેના સ્વ-નિયમનકારી તંત્રને મજબૂત બનાવીને વકીલો કાયદાના સંરક્ષક તરીકે વર્તવાની ફરજ પાડે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top