સીરિયા માટે ન્યાય
યુદ્ધગ્રસ્ત સિરીયનઓમાં શાંતિ લાવવા માટે બહુપક્ષીય રિસ્પોન્સની જરૂર છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
શ્રીનિવાસ બુરા લખે છે:
7 એપ્રિલના રોજ સીરિયન સરકાર દ્વારા રાસાયણિક હથિયારોના કથિત ઉપયોગમાં નાગરિકોની હત્યાને પગલે યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) અને તેના સાથીઓ દ્વારા બશર અલ-અસદની આગેવાની હેઠળની સરકારની સામે લશ્કરી હડતાળનો બીજો રાઉન્ડ શરૂ કરવા માટે જોર પકડ્યું છે. અથડામણનું આઠમું વર્ષ ચાલે છે અને આ એક જ ઘટનામાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા અથવા ઘાયલ થયા હતા. આ અથડામણના માનવતાવાદી પરિણામો બહુ છે. યુનાઇટેડ નેશન્સના હાઇ કમિશનર ફોર રેફ્યુજી (યુએનએચસીઆર) અનુસાર, 2011થી શરૂ થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં 54 લાખ કરતાં વધુ સિરિયન લોકોએ વિવિધ દેશોમાં શરણાર્થીઓ તરીકે આશ્રય લીધો છે. વધુમાં 61 લાખ લોકોને આંતરિક રીતે વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને મોટાભાગના લોકો દેશના જુદા જુદા ભાગોમાં અથડામણની મધ્યમાં ફસાયા છે.
અસદ સરકાર સામે પ્રારંભિક આંતરિક વિરોધ બિન-રાજકીય સશસ્ત્ર જૂથોની રચનાથી શરૂ થયો હતો, જે આંતરિક સશસ્ત્ર સંઘર્ષમાં પરિણમ્યો હતો. જ્યારે સીરિયન સરકારના ટેકામાં રશિયાએ ઝુકાવ્યુ ત્યારે મામલો વધુ પેચિદો બન્યો હતો. અમેરિકા અને તેના સાથીઓએ ઈસ્લામિક સ્ટેટ (આઇએસ) સામે લડવા હસ્તક્ષેપ કર્યો હતો. બાદમાં પોતાના હસ્તક્ષેપને સ્વ-બચાવ, સામૂહિક આત્મરક્ષણ અને માનવતાવાદી હસ્તક્ષેપ તરીકે યોગ્ય ઠેરવ્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સશસ્ત્ર માનવતાવાદી હસ્તક્ષેપ કરી શકાતો નથી અને તેને ન્યાયી ઠેરવી શકાતો નથી. સ્વયંસેવી અથવા સામૂહિક સ્વ-બચાવની કાયદેસરતા શંકાસ્પદ ગણવામાં આવી છે. રશિયાએ પોતાની દખલગીરીને એમ કહીને વાજબી ઠેરવી કે અમને તો હસ્તક્ષેપ કરવા માટેનું અધિકારીક આમંત્રણ અપાયું હતું અને અમે તો સીરિયન સરકારના સમર્થનમાં બિન-રાજ્ય સશસ્ત્ર જૂથો સામે ઝઝૂમી રહ્યા છીએ. આમ, બહુવિધ રાજ્યો અને નોન-સ્ટેટ એક્ટર્સની સંડોવણીએ ઘર્ષણને જટિલ કરી નાખ્યું છે. એવું માનવામાં આવે છે કે ઘર્ષણમાં ઉતરેલા પક્ષો સશસ્ત્ર કોન્ફ્લિક્ટના કાયદાની વિરૂદ્ધ તકરારમાં સામેલ થયા છે, જે માનવતાવાદી વિનાશ તરફ દોરી જાય છે. તકરારને વધુ ખરાબ થતી અટકાવવા માટે ચોક્કસ સિદ્ધાંતો આધારિત સંયુક્ત પ્રયાસ શરૂ કરવાની જરૂર છે.
પ્રથમ, સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન) દ્વારા રચનાત્મક રાજદ્વારી પ્રયાસો શરૂ થવા જોઈએ, જેમાં લશ્કરી હસ્તક્ષેપ અને સમર્થનના સ્વરૂપમાં ઉતરેલી તમામ વિદેશી સંડોવણીને દુર કરવામાં આવે. મોટે ભાગે, આ રણભેરી તખ્તાપલટની માંગને આધીન હોઈ અસદ સરકાર સાથે રાજદ્વારી વાતચીતમાં સામેલ પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવે તે જરૂરી છે. તે માત્ર લશ્કરને હટાવીને જ અસરકારક બનાવી શકાય છે. આ પગલાને સીરિયન સરકાર પ્રત્યેના કુણા વલણ તરીકે જોવાને બદલે સીરિયા અને તેના લોકોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને આદર આપવો જોઈએ. આવા રાજદ્વારી જોડાણ માટે યુએન બહુપક્ષીય મંચ સમાન છે. યુનોની સિક્યોરિટી કાઉન્સિલમાં નિર્ણયોને રોકવા માટે વીટો પાવરનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ છતાં યુએન જનરલ એસેમ્બલીનો રચનાત્મક મુદ્દા સાથે તાત્કાલિક જોડાણો માટે ફોરમ તરીકે ઉપયોગ કરી શકાય છે.
બીજુ મહત્વપૂર્ણ પગલુ માનવતાવાદી કટોકટીનો ઉકેલ લાવવાનુ છે. 11 મિલિયનથી વધુ સિરીયનને મદદની જરૂર છે. તેમાં સીમા પાર ગયેલા શરણાર્થીઓ, આંતરીક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ અને ઘર્ષણમાં વચ્ચે ફસાયેલાનો સમાવેશ થઈ જાય છે. પાશ્ચાત્ય રાષ્ટ્રોએ શરણાર્થીઓના પ્રવાહને લઈને નારાજગી દર્શાવી હોવા છતા હકીકત એ છે કે તુર્કી, લેબેનોન અને જોર્ડન જેવા પડોશી રાષ્ટ્રોએ તેમાંના મોટા ભાગનાને સમાવી લીધા છે. તાકીદની જરૂર આ લોકોને તેમના ઘરોમાં પરત લાવવાની છે. તેમાં મોટા પાયે માનવતાવાદી પગલાંઓ ભરવા ઉપરાંત શરણાર્થીઓ ખાતરી આપવાની છે કે જો તેઓ પરત ફરશે તો તેમની સલામતીને ઉની આંચ નહી આવે. આની સાથે, આર્થિક અને સામાજિક પગલાંની પણ જરૂર પડશે. જે તેમના સંઘર્ષ પછીના જીવનને ઘડવામાં મદદરૂપ થઈ શકે. આ માટે રાજ્યો અને માનવતાવાદી સંસ્થાઓ વચ્ચે સંકલનની જરૂર છે.
અન્ય મહત્ત્વના પગલાઓમાં એક પગલું ઘર્ષણ દરમિયાન થયેલી કુલ હિંસાના ઉપચારનું છે. રેડ ક્રોસની ઇન્ટરનેશનલ કમિટી (આઇસીઆરસી) જણાવે છે કે સીરિયન ઘર્ષણ એ પક્ષો દ્વારા આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું નિયમિત ઉલ્લંઘનનું પરિણામ છે. તેમાં ઘેરાબંધી, શહેરી વિસ્તારોમાં અયોગ્ય હુમલાઓ અને નાગરિકોને ટાર્ગેટ કરવા, એમ્બ્યુલન્સ, પાણી પુરવઠા અને બજારો જેવી નાગરિક સેવાઓને લક્ષ્ય બનાવવું વગેરે બાબતોનો સમાવેશ થાય છે. સીરિયન અરબ રિપબ્લિક અંગેનો યુએન ઇન્ડીપેન્ડન્ટ ઇન્ટરનેશનલ કમિશન ઓફ ઇન્ક્વાયરી દ્વારા તૈયાર કરવામાં આવેલા એક તાજેતરનો રિપોર્ટનો વિષય છે, જાતીય અને લિંગ આધારિત હિંસા.
2016માં યુએન જનરલ એસેમ્બલીએ સીરિયામાં આંતરરાષ્ટ્રીય ગુનાઓ પર આંતરરાષ્ટ્રીય, નિષ્પક્ષ અને સ્વતંત્ર મિકેનિઝમની સ્થાપના કરી હતી. તેનું કામ ભવિષ્યના આંતરરાષ્ટ્રીય ફોજદારી કાર્યવાહીને સરળ બનાવવા સામૂહિક અત્યાચાર અને માનવ અધિકારના ઉલ્લંઘનના પુરાવા એકત્ર કરવા અને વિશ્લેષણ કરવાનું છે. અગાઉ, પરિસ્થિતિને આંતરરાષ્ટ્રીય ફોજદારી કોર્ટમાં લઈ જવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે. અન્ય વિવાદોમાં ભૂતકાળના અનુભવો બતાવે છે કે આંતરરાષ્ટ્રીય ફોજદારી કાર્યવાહી પસંદગીના ધોરણે હાથ ધરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સત્તાના સંબંધોનો પ્રભાવ તેમાં કામ કરે છે. આટલી મર્યાદાઓ હોવા છતાં પિડિતો સામૂહિક અત્યાચારની પરિસ્થિતિઓમાં તેને ન્યાયના ઠેકાણા તરીકે જુએ છે. આમ, બધા આંતરરાષ્ટ્રિય કાનુન હેઠળ કરેલા ગુનાના આરોપીઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાના પગલાં હોવા જોઈએ. પ્રક્રિયા નિષ્પક્ષ અને સ્વતંત્ર બનાવવા માટે જો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી સાથેના ફોજદારી ટ્રિબ્યુનલની સ્થાપના થાય તો આમ થઈ શકે.
શાંતિ લાવવા માટેના કોઈપણ પ્રયત્નોમાં અસરગ્રસ્ત લોકોની ભાગીદારી જરૂરી છે. જો શાંતિ સ્થાપવા માટે સરકારમાં બદલાવ લાવવો જરૂરી જણાય તો તે સીરિયાના લોકોને નક્કી કરવા દેવું જોઈએ. શાસનમાં બદલાવ એ અન્ય પગલાંની શરૂઆતની કંઈ પૂર્વશરત ન હોઈ શકે.