ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

દરવાજા દેખાડતા ‘’દાદા’’

વિશ્વનો સૌથી શક્તિશાળી માણસ વફાદારોના વર્તુળમાં કેદ : અવિશ્વાસ અકબંધ  

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 13 માર્ચે સેક્રેટરી ઓફ સ્ટેટ રેક્સ ટિલરસનની હકાલપટ્ટી કરી. ટવીટ પર  જાણ કરાઈ. આ કૃત્યએ ટીલરસન તો હરાજ કર્યા જ, સાથે સેક્રેટરી ઓફ સ્ટેટના હોદ્દાની ગરિમાને ઓછી કરી. બીજા એક ઘટનાક્રમમાં એટર્ની જનરલ - જેફ સેશને, ફેડરલ બ્યુરો ઓફ ઈનવેસ્ટિગેશનના ડેપ્યુટી ડાયરેક્ટર એનડ્રુ મેકકેબ પર નિશાન સાધ્યું. વ્હાઈટ હાઉસની ટીકાઓને પગલે મેકકેબે પદ છોડી દીધું હતું, નિવૃત્તિ નજીક હતી અને જમા પડેલી રજાઓ વાપરતાં હતા, તેમને પાણીચું અપાયું. ટ્રમ્પને વફાદાર ન રહેવાની સજા ભોગવવી પડી. ટ્રમ્પની આ બેચેનીનું કારણ સ્પેશિયલ કાઉન્સેલ રોબર્ટ મુલેરની તપાસ પણ હોઈ શકે. મુલેરે 2016ની ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપની તપાસ કરતાં ટ્રમ્પની સંસ્થાના, રિઅલ એસ્ટેટના અને બ્રાન્ડિંગ બિઝનેસના રશિયાના રોકાણકાર સાથેના સંબંધો અંગે રેકર્ડ તપાસવા આદેશ આપ્યો.  આ અંગે  વ્હાઈટ હાઉસને પ્રશ્નોત્તરી પણ મોકલાઈ અને તે અંગે પ્રમુખની પુછપરછ થઈ શકે છે.

જાન્યુઆરીમાં પત્રકાર માઈકલ વુલ્ફનું પુસ્તક ‘’ફાયર એન્ડ ફ્યૂરી – ઈનસાઈડ ધ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ’’ પ્રકાશિત થયું. જેમાં ખુલાસો થયો કે ટ્રમ્પના નિકટના સાથીદારો માનવા લાગ્યા છે કે ટ્રમ્પ પ્રમુખ તરીકે અક્ષમ છે. તે પૂરતા માહિતગાર હોતા નથી. તે સ્વ-પ્રેમમાં રાચતા રહે છે અને માનસિક રીતે અસ્થિર તેવી અંતરંગ માહિતી પણ બહાર આવી. ટ્રમ્પે નિકટના સંખ્યાબદ્ધ લોકોને ઘરભેગા કર્યા.  જો કે આ સમગ્ર ઘટનાક્રમમાં વ્યાપક દ્રષ્ટીકોણથી જોતા સમજાય છે કે  ધનપતિઓના આશ્રયે ચાલતા નવ-ફાસીવાદી રાજકારણના કારણે ઉગ્ર રાષ્ટ્રવાદીઓ, રંગભેદવાદીઓ અને મૂડીવાદીઓ અમેરિકાના ટોચના વહીવટી માળખામાં ગોઠવાયેલા છે. જોકે, એવું નથી કે આવું અમેરિકામાં પહેલીવાર બન્યું, દેશમાં છેલ્લા ચાર દાયકામાં આવક અને સંપત્તિની અસમાનતામાં સતત વૃદ્ધિ થઈ છે, જે હાલ ચરમસીમાએ છે.

‘’1 ટકા લોકોની, 1 ટકા લોકો દ્વારા અને 1 ટકા લોકોથી’’ ચાલતા અર્થતંત્રએ એવી સામાજિક સ્થિતિ સર્જી, જેનાથી ટ્રમ્પ જેવા વ્યક્તિત્વને વિકસવાની તક મળી. અમેરિકાને ફરીથી મહાન બનાવના ખ્વાબમાં રાચતા આ શાસકને  કાનૂની બંધનો ગમતા નથી. હકીકતે તો તે માને છે કે તે સંસ્થાના સીઈઓ છે, તે અબાધિત અધિકાર ધરાવે છે અને દેશનું શાસન પણ તે ઢબે જ ચાલવું જોઈએ. આ માનસિકતાના પગલે જ સત્તાનું કેન્દ્રીકરણ થયું. ઓગસ્ટ, 2017માં ‘’જમણેરીઓ એક થાઓ’’ના નારા સાથે ચાર્લોટેસવીલેના દેખાવો યોજાયા.  રંગભેદના મુદ્દે તોફાનો થયા. આ મુદ્દે ટ્રમ્પ બોલ્યા. કાનૂનના શાસનના અંતિમ ન્યાયાધીશ ગણતા ટ્રમ્પે નવ-નાઝીવાદીઓને ‘’સારા લોકો’’ ગણાવ્યા.

ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન સાથેની સમિટમાં ભાગ લેવાના નિર્ણય અંગે પણ ટ્રમ્પે સેક્રેટરી ઓફ સ્ટેટ અને સેક્રેટરી ઓફ ડિફેન્સને વિશ્વાસમાં ન લીધા. સમિટમાં ભંગાણના બહાને યુદ્ધની સ્થિતિ સર્જાય તેવી પણ દહેશત ઉભી થઈ. બીજી તરફ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA)ના વડા માઈક પોમ્પીઓને સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે નીમવામાં આવ્યા. એટલે હવે અમેરિકાની વિદેશી બાબતોની જવાબદારી ટોચના ઈન્ટેલિજન્સ અધિકારીને સોંપાઈ ! તો,  CIAના વડા તરીકે જીના હાસ્પેલને હવાલો સોંપાયો. આ એજ જીના છે જેમણે તેમના CIAના કાર્યકાળમાં જેલમાં અમાનુષી અત્યાચારો ગુજારેલા.

પોસ્ટ-સોવિયેટ કાળ પછી નોર્થ એટલેન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) અને તેના સહયોગીઓ સાથે અમેરિકા બાલ્કન, સેન્ટ્રલ એશિયા, વેસ્ટ એશિયા અને નોર્થ આફ્રિકાના દેશોમાં યુદ્ધમાં સક્રિય રહ્યું. યુક્રેનમાં પણ તેની ભૂમિકા ભજવી. હવે મૂડીવાદના માર્ગે આગળ વધી ચૂકેલા રશિયાએ પણ ક્રિમિઆ( જે યુક્રેનનો ભાગ હતું) પર કબજો જમાવ્યો અને સિરિયામાં હસ્તક્ષેપ કર્યો. સિરિયામાં અમેરિકા અને સાઉદી અરબ અસદના શાસન સામે છદ્મયુદ્ધ ખેલી રહ્યા છે. તો સામા છેડે રશિયા પશ્ચિમ એશિયાના મુખ્ય સાથી દેશમાં શાસનને ટકાવવા મથી રહ્યું છે. અમેરિકાની મિલિટ્રી –ઈન્ટેલિજન્સ હજુ પણ રશિયાને તેના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે જ જુએ છે. પણ બીજી તરફ મૂડીવાદીઓના પ્રતિનિધિ સભા જેવું ટ્રમ્પનું વહીવટીતંત્ર ઈસ્લામિક દેશો, ઈરાન, ઉત્તર કોરિયા અને ચીનને મુખ્ય હરીફ ગણે છે.

છેલ્લા દોઢેક વર્ષથી ટ્રમ્પનું વહીવટીતંત્ર મિલિટ્રિ-ઈન્ટેલિજન્સ યુનિટને કામગીરીને એકસૂત્રી બનાવવા માગે છે, પણ તે સફળ થયું નથી. ડેમોક્રેટિક પાર્ટીની મદદથી ઈન્ટેલિજન્સ તંત્રએ ઘણા ખુલાસા કરી ટ્રમ્પ શાસનને ખુલ્લું પાડ્યુ, પણ મહાભિયોગ કે સખ્ત સજાના ભયગ્રસ્ત ટ્રમ્પ તેમની આસપાસ વફાદારોનું વર્તુળ રચવામાં મશગૂલ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર કે મિલિટ્રિ-ઈન્ટેલિજન્સ તંત્રનો અમેરિકાની સ્થાનિક કે વિદેશ નીતિ અંગે ચોક્કસ મત નથી. આ ચોક્કસ મત અમેરિકાની અને વિશ્વની લોકશાહીને ટકાવવા માટે અનિવાર્ય છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top