ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

તામિલનાડુ અને તેની બેચેની

રાજકીય શૂન્યવકાશને ભરવા બે ફિલ્મસ્ટાર્સ ઉતર્યા ખરા, પણ રાજ્યની ભાવિ દિશા નક્કી નથી

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

તામિલનાડુમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાની ચિરવિદાય અને દ્રવિડ મુનેત્ર કઝમ(DMK)ના એમ.કરુણાનીધિની જાહેર જીવનમાંથી સંકેલાના પગલે છેલ્લા બે વર્ષમાં ઘણી હલચલ થઈ અને રાજ્યએ રાજકીય શૂન્યવકાશનો અનુભવ કર્યો.  તામિલનાડુના રાજકીય પટ પર ચલચિત્રોના નાયક-નાયિકાઓએ ‘’ રાજકીય ભૂમિકા’’ ભજવ્યાના ઘણા દાખલા છે,  અહીં ‘’રિઅલ લાઈફ’’ અને ‘’રિલ લાઈફ’’ વચ્ચેની ભેદરેખા જ જાણે કે ભૂંસાઈ ગઈ છે.આ જ કારણોસર તામિલનાડુમાં રાજકીય શૂન્યવકાશને ભરવા આવેલા બે નાયક – રજનીકાંત અને કમલ હસનની એન્ટ્રીથી મોટું આશ્ચર્ય સર્જાયું નથી.

ભૂતકાળમાં તામિલનાડુમાં રાષ્ટ્રીય પક્ષો અને વર્ષોથી સામાજિક આધાર ધરાવતા કેટલાંક રાજકીય પક્ષો ભૂમિકા ભજવતા રહ્યા છે,  પણ ખરી પ્રતિસ્પર્ધા  તો બે દ્રવિડ પક્ષો વચ્ચે જ રહી છે. આ પક્ષોએ રાજ્યમાં  કલ્યાણકારી યોજનાઓના અમલ સાથે  ભ્રષ્ટાચારને ઉત્તેજન આપતી પદ્ધતિઓ અપનાવી જે તેમને રાજકીય પ્રભુત્વ જાળવવામાં મદદરુપ નીવડે. દ્રવિડ પક્ષો ભાજપ અને કોંગ્રેસને રાષ્ટ્રીય સ્તરે ટેકો આપે છે, પણ રાજ્ય સ્તરે તો તે જ ‘’નાયક’’ છે.  રાજ્યમાં દ્રવિડ પક્ષો વચ્ચે સત્તાની ફેરબદલ થઈ પણ તેમની ભ્રષ્ટાચારને ઉત્તેજન પદ્ધતિ એક સરખી જ રહી, જેથી પ્રજાની બેચેની વધી.

2005માં ફિલ્મ સ્ટાર વિજયકાંતે તામિલનાડુના રાજકારણમાં અણધાર્યો પ્રવેશ કરેલો. તેમના પક્ષ - દેશિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમે વિધાનસભાની ચૂંટણીમાં 10 ટકા વોટ મેળવ્યા અને લોકસભાની ચૂંટણીમાં પણ વિકલ્પરુપે ઉભર્યો. મતદાતાની વિકલ્પની ઝંખના અહીં દેખાઈ.  હવે, રજનીકાંત અને કમલ હસન દાયકા પહેલા વિજયકાંતે કરેલા પ્રદર્શનનું પુનરાવર્તન કરવા જ ઈચ્છે છે, પણ જરા જુદી રીતે. સુપરસ્ટારની ઈમેજ ધરાવતા રજનીકાંતના પુષ્કળ પ્રસંશકો છે અને તે કાયમ રાજકારણ-પ્રવેશની વાત કરતા રહ્યા છે 1996માં પણ રજનીકાંતે AIDMK સામે મોરચો માંડેલો. તે વખતે જયલલિતાની પહેલી ટર્મ હતી અને સરકારના ભ્રષ્ટાચાર અને નિરંકુશતા સામે આક્રોશ ઠાલવેલો. જોકે, તે સીધા રાજકારણમાં ન પ્રવેશ્યા. પણ આદ્યાત્મિકતા અને લોકપ્રિયતાના સહારે રાજકારણમાં નવું પરિમાણ લાવવાનો અણસાર જરુર આપ્યો. અંગત ધાર્મિકતા અને વ્યક્તિગત નેતૃત્વના મુદ્દા પર તેમને ભાર મૂક્યો, જેથી જમણેરી પરિબળોના તે લાડકા બન્યા. અત્યારસુધી રાજ્યમાં હિંદુત્વની રાજનીતિને ઝાઝી સફળતા મળી ન હતી, પણ રજનીકાંતના આ મુદ્દાથી તેમને બળ મળ્યું.             

 જોકે, રજનીકાંતે ચોખવટ કરી છે કે તે ભાજપ સાથે કોઈ જોડાણ કરવાના મૂડમાં નથી. તેમણે સુશાસન માટેના ઠાલાં વચનો આપવાના બદલે તેમના ચાહકોને તામિલનાડનુ 234 વિધાનસભા બેઠકો પર પક્ષનું માળખું ઉભુ કરવા આહવાન કર્યું. હાલ તેમણે તેમણે કોઈ મુદ્દે જાહેર મત વ્યક્ત કરવાનું ટાળ્યું છે અને કોઈ વિચારધારાની કંઠી બાંધી નથી. રજનીકાંત એમ.જી.રામચંદ્રનને અનુસરવા માગે છે. રામચંદ્રને DMKથી છેડો ફાડી AIADMK બનાવી હતી, પણ કોઈ વિચારધારામાં બંધાયા ન હતા. રજનીકાંતની મહેચ્છા પણ આવી જ છે.. રજનીકાંત પર્સનાલીટી કલ્ટ (વ્યક્તિત્વનો પ્રભાવ) ઉભો કરી ભાજપને લાભ કરાવશે તેવી ભીતી પણ સેવાઈ રહી છે.

બીજી તરફ, બહુમુખી પ્રતિભા ધરાવતો એક્ટર કમલ હસન છે,  પડકારજનક ભૂમિકાઓ ભજવવા માટે જાણીતા કમલ હસન રજનીકાંત જેટલો બહોળો ચાહક વર્ગ ધરાવતા નથી, પણ કરુણરસથી ભરપૂર ભૂમિકાઓ અદભૂત રીતે ભજવે છે. તેમણે અગાઉ ક્યારેય રજનીકાંતની જેમ રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા પણ દર્શાવી ન હતી, જો કે તે અગાઉ દ્રવિડ વિચારસરણીના સમર્થક રહ્યા છે. આ ઉપરાંત તે રેશનાલિસ્ટ મુવમેન્ટ અને પ્રગતિશીલ વિચારોના પુરસ્કર્તા પણ રહ્યા છે. ગયા વર્ષે કમલ હસને રાજકારણમાં પ્રવેશ માટે ઈચ્છા જાહેર કરી અને પોતાની જાતને વાસ્તવવાદી રાજકારણી તરીકે રજૂ કરી. તેમને પક્ષનું નામ મક્કલ નેતી મૈયમ (પિપલ્સ જસ્ટિસ સેન્ટર) રાખ્યું. કમલ હસન કમ્યુનલ પોલિટિક્સનો ખુલ્લેઆમ વિરોધ કરે છે.  અને ભાજપના વિરોધી છે. કમલ હસને ખેડૂતોની આર્થિક અવદશા, નદીઓના પાણીની વહેંચણી, પર્યાવરણ જેવા મુદ્દે બોલતા રહ્યાં.

બધાને મોઢે એક જ વાત છે  કે જયલલિતાના મૃત્યુ બાદ AIADMKમાં સર્જાયેલી અંધાધૂંધી અને વર્તમાન સરકાર સામે પ્રજામાં વધતી નારાજગીએ  કલાકારોનો રાજકારણ- પ્રવેશને આસાન બનાવ્યો છે.   કરુણાનિધિના પરિવારની આસપાસ જ DMKનું વર્તુળ વિસ્તરેલું છે, તેથી તે પણ AIADMKનો વિકલ્પ પૂરો પાડવાની સ્થિતિમાં નથી. રજનીકાંત અને કમલ હસનની મિત્રતા જૂની છે, પણ આ બે જૂના મિત્રોએ નાયકત્વ માટે જુદો જ માર્ગ અપનાવ્યો છે. રજનીકાંતે વ્યક્તિત્વના વેગ અને વાકપટુતાથી અને કમલ હસને ઉત્કૃષ્ટ અભિનયથી સમજદાર દર્શકોને આકર્ષ્યાં. હવે તેમના રાજકીય અવતારમાં આવી જ ભિન્નતા જોવા મળી રહી છે. હવે એ જોવું રહ્યું કે મધ્યમ વર્ગીય અર્થતંત્ર બનવા તરફ જઈ રહેલા તામિલનાડુની સાતત્યપૂર્ણ રાજકીય દિશાની ઝંખના કોણ પૂરી કરે છે ?

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top