ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

જૂના અને નવા પેશવાહીના

ભીમા કોરેગાંવમાં હિંદુત્વ વિરોધી દલિતોની ચળવળે ઉચ્ચ જાતિઓમાં હિંસાની આગ ભડકાવી છે. 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

જાન્યુઆરી ૧, ૨૦૧૮ના દિવસે મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં ભીમ કોરેગાંવ ખાતેના યુદ્ધની ૨૦૦મી જયંતીની યાદમાં યોજવામાં આવેલ સમારંભ વખતે, રાજ્યના બધા વિસ્તારોથી ભેગા થયેલા દલિત પ્રતિભાગીઓ પર છૂટાછવાયા પણ આયોજનપૂર્વક કરવામાં આવેલા હુમલાઓને લીધે ઘણાને ઇજા થઈ હતી. એના વળતા જવાબમાં રોષે ભરાયેલ દલિત સમુદાયે મહારાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં વિરોધનું પ્રદર્શન કર્યું હતું. એક ભિન્ન પ્રકારનો હિંદુત્વ વિરોધી વિષય જ આ સમારંભમાં થયેલા હુમલાઓ પાછળનું કારણ લાગે છે, જેની આગેવાની આજના પ્રભાવી જમણેરી પક્ષિય દળો સામે અસંમતિના પ્રતીક બની ગયેલ દલિતો અને લધુમતીના નેતાઓએ લીધી હતી.

ભીમ કોરેગાંવ ખાતે બ્રિટિશ શાહી સેના અને પેશ્વા શાસન વચ્ચે ૧૮૧૮ની લડાઇને દલિતોના ઇતિહાસનો એક ઐતિહાસિક વળાંક માનવામાં આવે છે. અગ્રેસર માહાર બટાલિયન દ્વારા વસાહતી દળોની જીતને મુખ્યત્વે સુરક્ષિત કરવામાં આવી હતી, જે બ્રાહ્મણી પેશ્વા શાસનના અંતને સૂચવતી હતી. દલિત બહાદુરી અને દમનકારી દળો ઉપર વિજયના પ્રતીક સ્વરૂપ આ સાંસ્કૃતિક સ્મૃતિ બી.આર. આંબેડકર દ્વારા ફરીથી પુનરુત્થાન પામી હતી. ત્યારબાદ, આ ઉજવણી એ સ્મારકો અને વર્ષગાંઠોની લાંબી યાદીનો ભાગ બની હતી, જે દર વર્ષે આમ્બેડકરિત પ્રતિસંસ્કૃતિના ભાગ રૂપે ઉજવાય છે - જે જાતિ-હિન્દુ સંસ્કૃતિના ત્યાગ અને વિરોધનું સૂચક હતી. ડિસેમ્બર અને જાન્યુઆરીના મહિનામાં સ્મારક પ્રસંગોમાં ૬ ડિસેમ્બરે આંબેડકરની પુણ્યતિથિનો સમાવેશ થાય છે, જ્યારે દલિતોનું હજારોની સંખ્યામાં ચૈતભૂમિમાં ભેગા મળીને તેમના નેતાને અંજલિ આપે છે;  ૨૫મી ડિસેમ્બરના દિવસે આંબેડકર દ્વારા મનુસ્મૃતિને આગ લગાડવામાં આવવી હતી (દલિત-બહુજન નારીવાદીઓ દ્વારા ભારતીય સ્ત્રીમુક્તિ દિન તરીકે ઉજવવામાં આવે છે); ૧ જાન્યુઆરીના રોજ ભીમ કોરેગાંવ ખાતેની જીતની જયંતિની ઉજવણી થાય છે (પૂણેના કોરેગાંવ ગામમાં ભેગા થતાં ઉજવણી, યુદ્ધના સ્થળે); ૩ જાન્યુઆરીના રોજ સવિતાભાઈ ફુલેની જન્મજયંતિ ઊજવાય છે (શિક્ષક દિવસ તરીકે પણ ઉજવાય છે); અને ૨૬ જાન્યુઆરીના દિવસે ઉજવાતો પ્રજાસત્તાક દિન, જ્યારે ભારતે આંબેડકર દ્વારા તૈયાર કરેલ બંધારણના મુસદ્દાને અપનાવ્યો હતો. આ પ્રસંગોમાં ભાગ લેવાથી રાજ્યના દલિતોમાં આમ્બેડકરી ઓળખ અને સભાનતાનું નિર્માણ અને આંતરિકરણ થયું છે.

જોકે, ભીમા કોરેગાંવમાં આ વર્ષે સ્પષ્ટપણે હિન્દુત્વ-વિરોધી રાજકીય પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ભીમ કોરેગાંવ શૌર્ય દિન પ્રેરેલા અભિયાન (ઝુંબેશ)ના બેનર હેઠળ, બી.આર. આંબેડકરના પૌત્ર અને ભરીપા બહુજન મહાસંગ પક્ષના નેતા પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળ વિવિધ દલિત સિવિલ સોસાયટી અને સાંસ્કૃતિક સંગઠનોએ ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ દ્વિશતાબ્દી સમારંભને આગળ વધારતા એલ્ગર પરિષદની જાહેરાત કરી હતી. એનું સ્થળ શનિવારવાડા હતું (પુણે શહેરના ભૂતપૂર્વ પેશવા મહેલ) અને પરિષદનો વિષય હતો-"નવી પેશવાહી સામે (અથવા નિયો-ફાશીવાદ) આવાજ ઉઠાઓ”. આ વિષય હાલમાં શાસન કરતા રાજકીય દળો પર અને તેમના હિન્દુ જમણેરી-પક્ષિય રાજકારણ પરનો રાજકીય હુમલો હતો. આ પ્રસંગે વક્તાઓમાં હતા- પ્રકાશ અંબાડેકર,  જિજ્ઞેશ મેવાની (દલિત નેતા અને વિધાનસભાનો સ્વતંત્ર સભ્ય), સામાજિક કાર્યકર્તા સોની સોરી (છત્તીસગઢમાંથી) અને ઉલકા મહાજન (મહારાષ્ટ્રના), રાધિકા વેમુલા (મૃત વિદ્યાર્થી નેતા રોહિથ વેમુલાની માતા) અને વિદ્યાર્થી નેતા ડોન્થા પ્રશાંત અને ઉમર ખાલિદ. આ તમામ વક્તાઓ દેશની હિન્દુત્વ વિચારધારા અને શાસક ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના જાણીતા અને ઉગ્ર ટીકાકારો છે. આ ઉત્સવમાં આ હિંદુત્વ વિરોધી મુદ્દાઓએ ઉંચ્ચ જાતિઓના ક્રોધને ભડકાવ્યો અને હુમલાને પ્રોત્સાહન આપ્યું હતું. ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ અને ૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ થયેલ આ હુમલાઓનું નિશાન બન્યા વ્યક્તિઓ/જૂથો અને સહભાગીઓની મિલકત, જેમાં એકની હત્યા થઈ, ઘણા ઘાયલ થયા અને ઘણી કારને મોટું નુકસાન કરવામાં આવ્યું હતું.

એલ્ગર પરિષદની માત્ર જાહેરાતથી પૂણેમાં, પ્રભુત્વ ધરાવતા બ્રાહ્મણ સમુદાયના વિરોધની જ્વાળા ફાટી નીકળી, જે પછીથી જાહેરજનતાના દબાણ હેઠળ શમાવવામાં આવી અને જેના પછી ભીમા કોરેગાંવના ઇતિહાસ પર ચર્ચા કરવા માટે આયોજકોને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૭માં થોડા મહિના પૂર્વે બીજા એક કિસ્સામાં આ સમુદાય દબાણમાં આવી ગયો હતો, જ્યારે વૈજ્ઞાનિક મેધા ખોલેએ પોતાની રસોઈયણ પર પોતાની જાતિની સાચી ઓળખ છૂપાવવા વિશે અને મેધાના પરિવારની ધર્મચુસ્તાને અભડાવવા માટે દાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. બિન-બ્રાહ્મણ મરાઠા રાજકારણ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ને હરાવ્યા પછી ભાજપે રાજ્યમાં બ્રાહ્મણ-અન્ય પછાત વર્ગોને જોડતો એક સામાજિક સમુહ ઊભો કર્યો છે. હુમલાના મુખ્ય કર્તાધર્તા તરીકે શિવ પ્રતિષ્ઠાનના સંભાજી ભીડે અને હિન્દુ એકતા મંચના મિલિંદ એકબોટે ઓળખી કાઢવામાં આવ્યા છે. એ બંનેની રાજ્ય અને કેન્દ્રમાં શાસિત પક્ષો સાથે ઘણી મૈત્રી છે, તેમજ રમખાણોના અને સાંપ્રદાયિક, ખાસ કરીને દલિત સમુદાય સામેની ઉશ્કેરણીઓ પાછળ બંનેનો હાથ રહ્યો છે.

દલિતોનાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળતાં હાલમાં ભાજપને ફૂંકી ફૂંકીને ડગ ભરવું પડે તેમ છે. ભલે મહારાષ્ટ્રની કુલ વસતીમાં દલિતો માત્ર ૧૦% છે, તેમ છતાં ‘સારી પહોંચના વર્તુળો’વાળા અત્યંત રાજકીય સમુદાયે ગ્રામ્ય-શહેરી વિભાજનને પાર કરીને હિન્દુ જાગરૂકોને નિયંત્રણમાં રાખવાની અસમર્થતા પર ભાજપને વિવશ કરી દીધો છે. છેલ્લા બે વર્ષોમાં પક્ષે એવી આશા રાખી હતી કે મરાઠાઓની (દલિત વિરોધી) ચળવળોનો લાભ ઉઠાવીને દલિત સંપ્રદાયને ખુશ કરશે, જે હિંદુ-એકતાવાળા તેના રાજકીય મંત્ર માટે ઘણો મહત્ત્વનો છે. જો કે, રાજકીય અર્થતંત્રમાં મરાઠા વર્ચસ્વ અને મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ક્ષેત્રમાં બ્રાહ્મણની પકડ વચ્ચે રાજ્યમાં દલિતો વ્યૂહાત્મક/ખરી સંધિઓ કરવા વિશે મજબૂર થાય છે. નીતિન આગેના અને કોપાર્ડી કેસના પરિણામથી, અથવા પદ્મવત (પદ્માવતી) રાજપૂતો દ્વારા થયેલ વિરોધની જાહેર પ્રતિક્રિયાઓથી, તેમજ દલિતો દ્વારા ભીમ કોરેગાંવના વિરોધથી તદ્દન વિપરીતમાં, બિનસાંપ્રદાયિક જાતિ તરીકેનો પૂર્વગ્રહનો સામનો, દલિતો ન્યાયતંત્રથી માંડીને શેરીઓ સુધી કરી રહ્યા છે. જો કે, નીઓ (નવી)-પેશવાહી મંચ પર હિન્દુત્વ દળો વિરુદ્ધ દલિતોની સફળ ચળવળો, ભારતના હિન્દુ જમણેરી-પક્ષોની સાંસ્કૃતિક અને રાજકીય સંભાવનાઓને ઘણી અસર પહોંચાડી શકે તેમ છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top