યુએસ-ઉત્તર કોરિયા માટે નિર્ણાયાત્મક ઘડી
જો પરમાણુ પ્રયોગથી અણધારી આપત્તિ આવી પડે, તો એમાં મોટા ભાગે જવાબદાર ગણાશે યુએસ અને યુએન.
યુનાઈટેડ સ્ટેટ્સ (યુએસ) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ બાબતમાં સમતોલન અથવા સંયમથી ભાગ્યે જ કામ લે છે. ત્યાંના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે એશિયા ખંડની તેની પ્રથમ મુલાકાતમાં આ વર્ષે નવેમ્બરમાં તેણે જાપાનની મુલાકાત લીધી, જેની શરૂઆત તરીકે તેણે જાપાનના વડા પ્રધાન શિંઝો અબે સાથે ગોલ્ફની રમતનો એક દાવ રમવાથી શરૂ કરવાનું પસંદ કર્યું હતું. જ્યાં અબેએ જાપાનીઝ બંધારણમાં સુધારણા હાથ ધરીને એમાંના યુદ્ધવિરોધી ઘટકોને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે, એમાં ખાસ તો આર્ટિકલ ૯ (જે રાજ્યને સંડોવતા આંતરરાષ્ટ્રીય વિવાદોનું સમાધાન લાવવાના સાધન તરીકે યુદ્ધને પ્રતિબંધિત કરે છે), ત્યાં યુએસનું લશ્કરી-ઔદ્યોગિક સંકુલ વિશાળ શસ્ત્રસરંજામના નિકાસને લગતા સોદા પાર પાડવાની અપેક્ષા રાખે છે, જેની શરૂઆત યુએસ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ્સથી થઈ છે. ગોલ્ફની રમત પછીની મંત્રણામાં દેખીતું છે કે, ઉત્તર કોરિયાને ‘સમયનો મોટો ભાગ’ આપવામાં આવ્યો. પ્રેસ કોન્ફરન્સમાં, અબેએ પુષ્ટિ કરી હતી કે ઉત્તર કોરિયાના મામલે, ‘જાપાન અને અમેરિકા ૧૦૦% સાથે છે.’ અને ટ્રમ્પ, જેમ આપણે પહેલેથી જાણીએ છીએ તેમ, વારંવાર કહેવાથી થાકતો નથી કે ઉત્તર કોરિયા પ્રત્યે અમેરિકાની ધમકીના ભાગરૂપે "બધા વિકલ્પો" તૈયાર છે, જેમાં યુદ્ધ અને પરમાણુ હથિયારોનો વિક્લપ પણ સામેલ છે.
તેની આગામી આંતરરાષ્ટ્રીય મુલાકાતમાં દક્ષિણ કોરિયાની નેશનલ એસેમ્બલી સંબોધતી વખતે ટ્રમ્પ ઉત્તર કોરિયાની નિંદામાં પ્રત્યાઘાતી તિરસ્કાર અને ઉશ્કેરાટ દર્શાવતું જીવતું જાગતું ચિત્ર અને તીવ્ર સૂર બન્યો હતો. આવું વર્તન જોકે નવું નથી- સપ્ટેમ્બર ૧૯૪૫થી જ્યારે યુએસના ઓક્યુપેશન દળો દક્ષિણ કોરિયામાં આવ્યા હતા, ત્યારથી યુએસે વિદેશ નીતિએ ઉત્તર કોરિયાની સતત અવગણના કરી છે. ઓગસ્ટ ૧૯૪૫માં માત્ર એક મહિના અગાઉ, રશિયન રેડ આર્મીએ કોરિયામાં પ્રવેશ કર્યો હતો અને મધ્ય ઓગસ્ટ સુધી જાપાનીઝ શરણાગતિ પૂર્ણ કરી હતી. પરંતુ કેટલાક કારણોસર, સોવિયત યુનિયનએ બીજા વિશ્વયુદ્ધ વખતેના પોતાના સાથીની વિનંતીને સ્વીકારીને 38th Parallel (અક્ષાંશરેખા) પર રેડ આર્મીને રોકી રાખવાની વિનંતી સ્વીકારી હતી. સપ્ટેમ્બરના પ્રારંભમાં, યુએસ દળોના આગમન પહેલાં, સિઓલમાં એક રાષ્ટ્રીય કોન્ફરન્સમાં પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં વિકેન્દ્રીકરણિત "લોકોની સમિતિઓ"ને હવાલો સોંપવામાં આવ્યો હતો. એને મોટાભાગના કોરિયન લોકો અને ઉત્તરમાં સોવિયેત દળોએ સ્વીકૃતિ આપી હતી.
કોરિયાના રાજકીય પક્ષની જમણેરી પાંખ (રાઈટવિંગર્સ) સાથે મળીને અમેરિકી ઓક્યુપેશન દળોની યોજનાઓ કંઈક જૂદી હતી. તેઓએ દક્ષિણમાં લોકોની સમિતિઓ અને પીપલ્સ રીપબ્લિકને દૂર કર્યા અને આખરે દેશના ભાગલા કાયમી રહે એવી ખાતરીપૂર્વક ગોઠવણ કરી. જાપાની શરણાગતિ અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની છત્રછાયા હેઠળ જૂન ૧૯૫૦માં સંપૂર્ણ પાયે યુદ્ધ શરૂ થતાં, લોકોની સમિતિઓને અને અન્ય લોકપ્રિય સંગઠનોને દૂર કરવાની પ્રક્રિયા અંતર્ગત દક્ષિણમાં ૧,૦૦,૦૦૦ લોકો માર્યા ગયા હતા. કોરીયન યુદ્ધ તો ૧૯૪૫માં જ શરૂ થયું કહી શકાય, જ્યારે અમેરિકાના હસ્તક્ષેપથી આંતરયુદ્ધની શરૂઆત થઈ હતી. ૧૯૫૦થી ૧૯૫૩ વચ્ચેની લડાઇને એક અર્થમાં યુદ્ધનું ચાલું રહેવું ગણી શકાય, જેમાં નેપામથી બનેલા વિસ્ફોટક બૉમ્બ, અમેરિકાનું મનપસંદ હથિયાર હતું. જુલાઈ ૧૯૫૩માં યુદ્ધવિરામની સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી લડાઈ બંધ તો થઈ, પરંતુ શાંતિ સંધિ ક્યારેય નહોતી થઈ. તેથી તકનીકી રીતે, યુએસ અને ઉત્તર કોરિયા હજુ પણ યુદ્ધની સ્થિતિમાં કાયમ છે.
યુએસ ઉત્તર કોરિયાને "ઈવીલ" (દુષ્ટ) સમાન ગણતું રહ્યું. ઉપરાંત, બેઇજિંગનું ૧૯૭૦ના દાયકામાં વોશિંગ્ટન સાથે રાજદ્વારી સંબંધો સ્થાપવા અને સોવિયત યુનિયનનું ૧૯૯૦ સુધીમાં શીત યુદ્ધનો અંત લાવવાથી, કોરિયા અણુશસ્ત્રોના પૂરવઠાની છત્રછાયાથી વંચિત થઈ ગયું અને તેથી એને પોતાના પરમાણુ શસ્ત્રો બનાવવા વિશે વિચારવાની ફરજ પડી. એ ધ્યેયમાં તે આગળ વધ્યું અને સાથે સાથે જાપાન જોડેના સંબંધોને સુધારવાના પ્રયત્નો કર્યા, જેનાં પરિણામે સપ્ટેમ્બર ૨૦૦૨માં પ્યોંગયાંગમાં એ વિશેની ઘોષણા થઈ. પણ ત્યાં સુધીમાં તો ઈરાક અને ઈરાનની સાથે સાથે ઉત્તર કોરિયા યુએસ દ્વારા ‘ઈવીલ’ કરાર થઈ ચૂક્યું હતું. એ દેશોને અસ્તિત્વમાં હોવાનો હક છે કે કેમ એવો યુએસે સવાલ ઉઠાવ્યો હતો. જ્યારે ઉત્તર કોરિયાએ વિસ્ફોટક પદાર્થ યુરાનિયમ ભેગું કરવાની ઝુંબેશ આગળ વધારી, ત્યારે સપ્ટેમ્બર ૨૦૦૬ સુધીમાં વોશિંગ્ટને ટૉક્યોને મનાવી લીધું કે તે ઉત્તર કોરિયાને આપેલો મદદનો હાથ પાછો ખેંચી એને ઠેકાણે પાડવા તેની સાથે હાથ મિલાવે. પછી ઑક્ટોબર ૨૦૦૬માં ઉત્તર કોરિયાએ એનું પ્રથમ ભૂગર્ભ પરમાણુ પરિક્ષણ કર્યું. જાન્યુઆરી ૨૦૧૬ સુધીમાં, એણે આવું ચોથું પરિક્ષણ હાથ ધર્યું. લોંગ્રેંજ બેલિસ્ટિક મિસાઇલ ડેવલપમેન્ટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને જુલાઈ ૨૦૧૭ સુધીમાં, ઉત્તર કોરિયાએ પોતાની પ્રથમ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરિક્ષણ કર્યું.
યુએનની સામાન્ય ધારાસભાના પ્રવચન મંચ પરથી ટ્રમ્પે આપેલ યુએનના કાયદાકીય કલમોની અને "સંપૂર્ણ વિનાશ"ની સતત ધમકીઓ ઉપરાંત યુએસ-દક્ષિણ કોરિયા દ્વારા થનાર લશ્કરી પ્રયોગો (જાપાનને મહત્વપૂર્ણ યુએસ લશ્કરી થાણાઓ પૂરા પાડવા સાથે) જે ઉત્તર કોરિયા પર આક્રમણ અને તેના વિનાશને કઈ રીતે હાથ ધરવો એનો મહાવરો કરે છે, એ બધું જોઈને પણ પ્યોંગયાંગ ડરી ગયું નથી, અટક્યું નથી. ઉત્તર કોરિયા પોતાના પરમાણુ હથિયારોના જોરે અત્યાર સુધી, પોતાના અસ્તિત્વના અધિકારને સુરક્ષિત રાખી શક્યો છે. કોરિયન દ્વીપકલ્પના સંબંધમાં યુએનને ઘણી બાબતોમાં જવાબ આપવો પડે તેમ છે. યુએન ધ્વજ હેઠળ યુએસ, દક્ષિણ કોરિયન અને અન્ય દળોએ કોરિયન યુદ્ધ દરમિયાન કરેલ ગુનાઓની જવાબ એણે આપવો પડે તેમ છે. બીજું કંઈ નહિ તો એવા મામલે જે દક્ષિણ કોરિયાની સરકારે ૨૦૦૫ અને ૨૦૧૦ની વચ્ચે સક્રિય એવા ટ્રુથ એન્ડ રિકંસીલેશન પંચ દરમિયાન સ્વીકાર્યા છે. યુએસ દ્વારા છેલ્લા સાત દાયકામાં ઉત્તર કોરિયાને આપવામાં આવેલી અણુ ધમકીઓમાં યુએનની સહભાગિતા માટે પણ યુએને જવાબ આપવો પડે. હકીકતો તો એ જ છે કે, 38th Parallelની બંને બાજુના પ્રગતિશીલ રાજકારણમાં, બંને પક્ષો વચ્ચે સમાધાન કરવાની સંભાવનામાં તેમ જ કોરિયન લોકોએ નક્કી કરેલ પરસ્પર સ્વીકાર્ય શરતો પર અંતિમ એકત્રીકરણમાં સૌથી મોટી અડચણ જો કંઈ હોય તો એ છે યુએસનો સામ્રાજ્યવાદ.