એક મત સ્થિરતા માટે
સમાનતા અને ન્યાય સાથે સમૃદ્ધિ લાવે એવા સુધારા માટે નેપાળીઓ ડાબેરી રાજકીય પક્ષો તરફ મીટ માંડી રહ્યા છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
નેપાળનાં ૨૦૧૫માં અપનાવવામાં આવેલા નવા સંવિધાનની પ્રથમ ચૂંટણીમાં ત્યાંના લોકોએ ડાબેરી રાજકીય પક્ષો (લેફ્ટ એલાયન્સ) માટે જોરશોરથી મત આપ્યો અને નેપાલી કોંગ્રેસની આગેવાની હેઠળનો પક્ષ હારી ગયો હતો. ૧૯૯૦ના દાયકાના પ્રારંભથી ડાબેરી પક્ષે આ સૌથી મોટું સમર્થન છે. ફર્સ્ટ પાસ્ટ પોસ્ટ સિસ્ટમ (FPTP) દ્વારા ચૂંટાયેલા સમવાયી (ફેડરલ) સંસદમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળ (યુનિફાઇડ માર્ક્સવાદી-લેનિનીસ્ટ) અથવા યુએમએલ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (માઓઆઈસ્ટ-સેન્ટર) અથવા સીપીએન (એમસી) ગઠબંધને ૧૬૫ બેઠકોમાંથી ૭૦ટકાથી વધુની સંખ્યા મેળવી, તેમ જ પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી હેઠળના મોટાભાગના મત પણ જીત્યા.
મતદારોનું માનવું હતું કે યુએમએલ-સીપીએન (એમસી) પક્ષોએ અમુક હદે સુસંગતતા અને ટકાઉ સરકારની સંભાવનાનું વચન આપ્યું હતું, જે લોકોની આજીવિકાના પ્રશ્નોને થાળે પાડવાના તંત્રના કોયડા તરફ રાજકારણનું ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. બીજી બાજુ, નેપાળી કૉંગ્રેસના ભૂતપૂર્વ રાજવી અને મૅથેસીસ સાથેનું મિશ્રિત ગઠબંધન વિશ્વાસપાત્ર ન હોવાનું માનવામાં આવતું. નેપાળી કૉંગ્રેસની ઝુંબેશ નિરાશાવાદી અને બેબાકાળું હતી.
સ્થિરતાનો મુદ્દો મહત્ત્વનો છે કારણ કે ૧૯૯૦માં નેપાળ લોકશાહી તરફ વળ્યું ત્યારથી રાજકીય પક્ષો અને અનિશ્ચિતતા વચ્ચેની સત્તા માટેની સતત લડત એ નેપાળની એક લાક્ષણિકતા બની ગઈ છે. એ પછીનાં ૨૭ વર્ષો દરમિયાન ૨૩ કાર્યકાળોમાં ૧૩ વડા પ્રધાનો આવી ગયા. આ વર્ષોમાં, દેશે નાગરિક યુદ્ધનો એક દાયકો પણ ખમ્યો. સ્વાતંત્ર્યનો એક એવો ટૂંકો ગાળો, જે સશસ્ત્ર માઓવાદીઓ અને મુખ્યપ્રવાહના લોકશાહી પક્ષો વચ્ચેની શાંતિની પ્રક્રિયા પહેલાં એક ભૂતપૂર્વ શાસક દ્વારા લાદવામાં આવેલો. રાજાશાહીના અંત અને એક ગણતંત્રની ઘોષણાથી એ એક નવા સંવિધાનની વિધાનસભા રચવા તરફ દોરી ગયો. છેલ્લા એક દાયકામાં, એ બધાનો અંત આવે એ પહેલાં અને દેશને હચમચાવી દેનાર કમજોર ધરતીકંપ બાદ રાજકારણીઓએ મતભેદોના ઉકેલમાં સફળ થયા પછી બંધારણના લેખન ઉપર લાંબા સમય સુધી મડાગાંઠ પણ હતી. જોકે, નવા બંધારણમાં કેટલાક અસંતોષજનક બાબતો છે. દાખલા તરીકે, વ્યાપક રાજ્ય પુનર્ગઠન પર મથેસીસ અને જનજાતિઓની માંગણી પૂરી થઈ નથી.
૧૯૯૦ના દાયકાના પ્રારંભમાં મદન ભંડારીના નેતૃત્વથી યુ.એમ.એલ દ્વારા તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ મેળ મળ્યો હતો. જોકે ત્યાર પછીથી પક્ષે ઘણી પ્રગતિ પણ કરી. કે પી ઓલીના નેતૃત્વ હેઠળ, છેલ્લા એક દાયકામાં તેણે રાજકારણમાં પૂર્વસ્થિતનો રુત્બો કાયમ રાખ્યો. નેપાળી રાષ્ટ્રવાદને ટેકો આપ્યો છે અને રાષ્ટ્રના રાજ્યનું સાચું સમવાયીકરણ અટકાવવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત, તેની આર્થિક નીતિઓ ગ્રાહક-સહાય પદ્ધતિની સુમેળમાં પણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મધેસીઓના આંદોલનો દરમિયાન ભારતની દખલના પગલે રાષ્ટ્રવાદના એના સંધાનને લીધે એણે સ્વતંત્ર નેપાળી મતદારોના સમર્થનને જીત્યું છે.
પુષ્પા કમાલ દહાલ "પ્રચંદા" ને આગેવાનીમાં સીપીએન (એમસી) પણ ૧૯૯૦ના દાયકાના છેલ્લા વર્ષોમાં અને ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં લોકોના યુદ્ધના દિવસોથી તેની મૂળ છબી અને લક્ષ્યોને ત્યજીને પરિવર્તન લાવ્યું છે. એ પક્ષ લોકપ્રિયતાને આધારે ચૂંટાયેલા વિધાનસભાના સભ્યોમાં વ્યૂહાત્મક હેતુઓ હાંસલ કરવા માટે સખત મહેનત કરી રહ્યો હતો ત્યારે પ્રચંદાને એની મૂળ કાર્યસૂચીના અમલીકરણ કરતાં વધુ શોધ કાઠમંડુમાં સત્તા નજીક પહોંચવાની હતી. જેમાં બીજા કેટલાક લક્ષ્યો સહિત જમીન સુધારણા અને વિસ્તૃત સંઘીયકરણનો સમાવેશ થાય છે. માઓવાદીઓનું નિયંત્રણ તેના વિભાજન તરફ દોરી ગયું હતું, પરંતુ પ્રચંદા યુએમએલ સાથે ડાબેરી રાજકીય પક્ષો દ્વારા સંબંધિત રહેવામાં સફળ રહ્યો.
બે પક્ષોએ જે મોટા પાયે બહુમતી મેળવી અને આવનાર સમયમાં એક પક્ષમાં ભળી જવા માટેની તેમની પ્રતિબદ્ધતા આત્મસંતુષ્ટિને લીધે નિષ્ક્રિયતા તરફ લઈ જઈ શકે, જેના વિશે બંને પક્ષે સાવધ રહેવું જોઈએ. તેના બદલે, તેઓએ દેશના લાંબા ગાળાના મુદ્દાઓને લગતા સુધારાઓ પર કામ કરવાની આ તકને ઝડપી લેવી જોઈએ. જેમ કે સંકટ સ્થળાંતર, અપૂર્ણ ભૂકંપ રાહત, પુનઃનિર્માણ અને પુનર્વસવાટ, અને અર્થતંત્રમાં સતત અવિકસિતતા જેવા મુદ્દાઓ. નેપાળમાં સંકટ સ્થળાંતરની સમસ્યા મોટે ભાગે કૃષિ અર્થતંત્રમાં સ્થગિત થવાને કારણે તેમ જ વિદેશી સહાય પર આધાર રાખતા એકંદર અર્થતંત્રના વૈવિધ્યકરણના અભાવને કારણે છે.
હવે એ જોવાનું છે કે શું ડાબેરી રાજકીય પક્ષો પ્રોત્સાહનની રાજનીતિમાંથી, જે આ અર્થતંત્રમાં વિકસે છે અને નેપાળના વિકાસને વાળે છે, એનાથી છેડા કાપી નાખશે કે કેમ. જોકે એમ બનવા માટે, યુએમએલ અને સી.પી.એન. (એમસી)ના પક્ષોએ સંપૂર્ણ જમીન સુધારણની તેમની જવાબદારીના, ઉત્પાદક ક્ષેત્રો જેમ કે હાઇડ્રોપાવરમાં જાહેર રોકાણ વિસ્તરણના અને વિદેશી અવલંબનને ઘટાડવા માટે સ્થાનિક ઔદ્યોગિક આધાર વિકસાવવાના મૂળ પ્રયત્નો તરફ પાછા ફરવું પડે.
ઉપરાંત, રાજ્ય પુનર્ગઠનનો વણઉકેલાયેલો મુદ્દો પણ છે, જે મધેસીઓ અને જનજાતિઓને દૂર કરવા વિશે કાર્યરત છે. આમ તો તેરાઈમાં આ પ્રખ્યાત માંગને નકારી કાઢીને યુ.એમ.એલ.એ પર્વત-નિવાસીઓ વચ્ચેનો ટેકો મેળવી લીધો છે. પણ કોઈપણ રાહતનો અભાવ એ માત્ર ભ્રમનિરસનને વધારે ઊંડું કરશે અને અલગતાવાદી પ્રવાહોને કાયદેસરતા પ્રાપ્ત કરી આપી શકે છે. ડાબેરી રાજકીય પક્ષોએ તેમને મળેલા મોટા સમર્થનને પુનઃરચના / સંઘીય મુદ્દા યથાવત્ રાખવાના કારણ તરીકે ન લેવું જોઈએ.
સાર્વભૌમત્વના પરિવહન અને લોકો માટે શક્તિ સાથે શાસનમાં વ્યાપક ફેરફારના વચને નેપાળને રાજાશાહીને ઉથલાવી દેવા અને પ્રજાસત્તાકમાં બદલી જવાનું સમર્થન કરવા માટે પ્રેરિત કર્યું છે. આમ તેનો રાજકીય વર્ગ, અત્યાર સુધી જે લોકોનો લોકશાહી માટે ઉત્સાહ ડ્ગયો નથી તેઓની મહત્વાકાંક્ષાનો ખ્યાલ કરવામાં નિષ્ફળ ગયો છે. હવે ડાબેરી રાજકીય પક્ષોએ કંઈક કરી બતાવવાનો સમય આવી ચૂક્યો છે.