ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

મૃત જ્યોતિ સિંઘ હજી જીવે છે

જૂજ સારી બાબતો થઈ, પરંતુ એ યાદગાર કિસ્સા પછીનાં પાંચ વર્ષોમાં હજુ પણ લોકોની વિચારશ્રેણીમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

પાંચ વર્ષ પહેલાં ૧૬ ડિસેમ્બર ૨૦૨૧૨ના રોજ, દિલ્હીમાં એક ખાનગી, ચાલતી બસમાં જ્યોતિ સિંઘની આબરું લૂંટવાના અધમ કૃત્યનો દુઃખદાયક બનાવ બન્યો. એ જાતિય હુમલાની વિગતો જેમ જેમ જાહેર થઈ તેમ સ્ત્રી પર ગુજારવામાં આવેલી તીવ્ર નિર્દયતાને લઈને જાહેર જનતામાં ભારે આક્રોશ અને વ્યાપક વિરોધ ફાટી નીકળ્યો. અને એ સમયની સરકારને "નિર્ભય" તરીકે ઓળખાતો તપાસ પંચ અને સુનાવણીનો ઝડપી પ્રત્યુત્તર આપવાની ફરજ પાડવામાં આવી હતી. તેમ જ, સ્ત્રીઓ સામે જાતીય હિંસાને અટકાવવા / કાર્યવાહી કરવા માટે સખત કાનૂની જોગવાઈને લગતો  ક્રિમિનલ લો (સુધારો) અધિનિયમ, ૨૦૧૩ નામનો ખરડો તૈયાર કરવામાં આવ્યો. આ કિસ્સો દેશમાં મહિલાઓ વિરુદ્ધ વ્યાપક હિંસા અને એમાંથી છૂટકાના શક્ય માર્ગો પર ગંભીર જાહેર ચર્ચાઓમાં પરિણમ્યો હતો.

જ્યોતિસિંહની જીવન કથા આજે યુવા ભારતની મહત્વાકાંક્ષા અને ગતિવિધિઓને અંકિત કરે છે. એ સંભવિતપણે સમજાવે છે કે કેમ તેના કરૂણાંતિકાએ સમગ્ર દેશમાં ઘણા લોકોને વ્યગ્ર કર્યા છે. છેલ્લાં પાંચ વર્ષોમાં, શેરીઓથી લઈને યુનિવર્સિટીઓ જેવી જગ્યાએ થનાર જાતીય પજવણીની વિરૂદ્ધ યુવાનોની કેટલીક સ્વાયત્ત ચળવળો જોવા મળી છે. જેમાં “રેવારી સ્કુલ-ગર્લ” નામની ચળવળ જે હરિયાણામાં શાળામાં જનાર વિદ્યાર્થિનીઓની માર્ગ પર થનાર સતાવણીને રોકવા; બનારસ હિન્દુ યુનિવર્સિટી, ઉત્તર પ્રદેશના મહિલા વિદ્યાર્થીઓની કેમ્પસમાં થતી છેડછાડને રોકવા; દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ પર પીંજરા ટોડ (બ્રે ધ કેજ) ચળવળ; કેરાલામાં થીરુવાનંતપુરમની એન્જિનિયરીંગ કોલેજોમાં બ્રેક ઘ ર્ફ્યુ નામની ચળવળ જે ભેદભાવયુક્ત છાત્રાલયના નિયમો વિરુદ્ધ હતી; પશ્ચિમ બંગાળમાં હોક કોલોરોબ (સામો અવાજ ઉઠાવો) ચળવળમાં વિદ્યાર્થીની જાતીય સતામણીના કેસમાં ન્યાયની માગણી તેમ જ સોશિયલ મીડિયા પર સૌથી વધુ તાજેતરના #મી ટુ અભિયાન કે જેણે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં થનાર લૈંગિક અત્યારોના અપરાધીઓના નામની ઘણા લોકોની મદદથી એક યાદી બહાર પાડી છે. શક્તિ મિલ્સ કેસ (મુંબઈ), બડાઉન સામુહિક બળાત્કાર (ઉત્તર પ્રદેશ), મહમૂદ ફારુકી કેસ, જિશા બળાત્કાર અને હત્યા કેસ (કેરળ) અને કોપાર્ડિ કેસ (મહારાષ્ટ્ર) જેવા બળાત્કારના વિવિધ હાઈ-પ્રોફાઈલ કેસમાં જાહેર જનતાના વિરોધને વેગ મળ્યો.

આમ, પાંચ વર્ષ બાદ, ભારતે જાતીય પજવણી અને બળાત્કાર સામે લડવાની યોજના અંગેની કેટલીક પ્રગતિ જોઈ છે. નોંધનીય છે કે અગાઉના સમયમાં આવા કિસ્સાઓને છાનીછૂપી રીતે રફેદફે કરવાનો જે અભિગમ હતો એની જગ્યાએ આજે જાતીય હિંસાની ઘટના સામે જાહેર જનતામાં વિરોધ અને સ્વીકારવાની ભાવનામાં બદલાણ પરિણમ્યું છે.

તેમ છતાં, એવું ચોક્કસપણે કહી ન શકાય કે આવા કિસ્સાઓને બહાર પાડવામાં અને એના વિશે પગલાં લેવાના વલણમાં વધારો થયો છે અથવા જાતીય ગુનાઓનો ભોગ બનેલી વ્યક્તિઓ સાથે જોડાયેલા લાંછનનું પ્રમાણ ઘટ્યું છે. પોલીસતંત્રની દુશ્મનાવટ, તપાસની અપમાનજનક કાર્યવાહી, અદાલતી યંત્રની અપ્રાપ્યતા અને અન્ય લોકોની પાછીપાનીના ભય જેવા કોયડાઓ મહિલાઓ, બાળકો અને જાતીય લઘુમતી માટે સલામતીના કોયડાની જેમ જ યથાવત પ્રવર્તે છે. ભોગ બનનાર વ્યક્તિની ઓળખની ફરજિયાત ગોપનીયતાના મુદ્દે વારંવાર તરજોડ કરવાથી મીડિયા (પ્રસાર માધ્યમો) સનસનાટીભર્યા ખબર બનાવવા વ્યવસાયિક નૈતિકતાનું પતન કરી રહ્યું છે. સ્ત્રીઓ પરની હિંસાના મોટા સંદર્ભમાં ન જતા તેઓ શહેરી, હાઇ-પ્રોફાઇલ અથવા ભયાનક કિસ્સાઓને લોકો સામે લાવવાનું અથવા ઝુંબેશ ચલાવવાનું પસંદ કરે છે. નિમ્ન જાતિની મહિલાઓની પર હિંસા, ધાર્મિક લઘુમતિઓ પર કોમી હિંસા અને પરિવાર તેમજ સમુદાયમાં જાતીય હુમલાઓના કિસ્સાની અવગણના કરી તેઓ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા બળાત્કારના કિસ્સાઓ પર વધુ પ્રમાણમાં અહેવાલો આપ્યા કરે છે. માધ્યમોએ ગરીબ, સ્થળાંતરીત, કામદાર વર્ગના પુરૂષોને જાતિય અત્યાચારોના શિકારી અને મહિલાઓ પર સામાજિક રીતે જોર કરનારા પ્રતિસ્પર્ધીઓ તરીકેની ખરાબ છાપ ઊભી કરવામાં મોટો ફાળો આપ્યો છે.

બીજી બાજું, રાજકીય વર્ગ અને અદાલતો "સલામતી"ની બીકની બહાર જવા નિષ્ફળ રહ્યા છે, તેઓએ સ્ત્રીઓ પૈતૃત્વવાદને આધીન હોવાનો, પીડિત મહિલાના વતી નિર્ણયો, સર્વેક્ષણો અને / અથવા પસંદગીઓ કરવાનો જ્યારે કે તેણીના મૂળભૂત અધિકારો, સ્વતંત્રતાને (જેમ કે હદિયાના કિસ્સામાં બન્યું તેમ) તુચ્છ ગણવાનો અભિગમ અપનાવ્યો છે. નબળાઈઓ, સન્માન અને બદલાની ભાવના પર વધુ પડતું પ્રસારણ કરીને લોકપ્રિય માધ્યમો (ટેલિવિઝન કાર્યક્રમો, ફિલ્મો અને સોશિયલ મીડીયા સહિત) લોકોના ભયમાં વધારો કરી રહ્યાં છે. લોકો જેટલી હદે માંગણી કરે છે અને અદાલતો જેટલી હદે બળાત્કાર જેવા કિસ્સાઓમાં મોતની સજા ફટકારે છે એના પરથી આ સ્પષ્ટ થાય છે, જે માનવ અધિકાર સંમેલનો અને વિચારધારા તેમજ ન્યાયમૂર્તિ વર્મા સમિતિની ભલામણોનો ભંગ છે.

વધુમાં, બળાત્કાર અંગેના ૨૦૧૩માં બનેલ કાયદામાં થયેલ સુધારા વખતે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોમાં ભૂલો હતી. વૈવાહિક બળાત્કાર હજુય કાનૂની નિવારણના ક્ષેત્રની બહાર જ છે. સંમતિની ઉંમર ઘટાડવા અંગે અને બળવાખોર વિસ્તારમાં લશ્કર દ્વારા જાતીય ગુના પર ફરિયાદ હાથ ધરવા અંગે સશસ્ત્ર દળો (સ્પેશિયલ પાવર્સ) અધિનિયમ ૧૯૫૮માં સુધારો કરવા વિશેની ન્યાયમૂર્તિ વર્મા સમિતિની ભલામણોને અવગણવામાં આવી હતી. બળાત્કારના કાયદાઓ ઉપરાંત, સેક્શન 498-એ જેવી સ્ત્રીઓ સામે હિંસા અંગેની અન્ય જોગવાઈઓ, "વધતી જતી ખોટી ફરિયાદો" (કોઈ પુરાવા વિના) અને પરિવારનો ઐક્ય તૂટવાના ભયના બહાને, ઢીલા પડ્યા છે.

આધૂરામાં પૂરું, દેશમાં પ્રબળ રાજકીય વિચારધારા આજે સ્ત્રીઓને "ભવ્ય" હિન્દુ ભૂતકાળની મર્યાદા તરફ ફેરવી રહી છે. (જેમ કે ફિલ્મ પદ્માવતી પર થઈ રહેલા વિવાદોમાં અને "લવ જીહાદ" જેવી કપટી કલ્પનાઓને જે રીતે ઉછાળવામાં આવી છે, એમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.) સ્ત્રીઓને જાતિય પજવણી સામે પરિવારનું રક્ષણ આપવાની જરૂર હોય, એવું  અબળ પાત્ર તરીકે રજૂ કરનાર રૂઢિચુસ્ત સાંસ્કૃતિક વિચારધારાને ફરીથી આધીન બનાવીને, સમુદાય અને રાજ્ય મહિલાઓ સામે હિંસા વિરુદ્ધના પગલાં અને વિચારધારાને ખોટી દિશા આપી રહ્યા છે. સ્ત્રીઓ સાથે જોડાયેલ પિતૃપ્રધાન વિચારશ્રેણીનો વિરોધ કરતા સતત પ્રયત્નો, સ્ત્રીઓની અને સમાજના તમામ વિભાગોની સ્વતંત્રતા અને કાર્યશીલતાનો વ્યાપ વધારતા પગલાં નહિ લેવામાં આવે ત્યાં સુધી આવા લોકપ્રિય આક્રોશ અથવા કાયદાકીય ફેરફારો સ્ત્રીઓ પરની હિંસાનું દૃશ્ય બદલવા પૂરતાં નથી. અમુક માટે જ નહિ, પણ દરેક માટે વ્યાપક સામાજિક સમાનતા, ન્યાય અને બંધુત્વ દ્વારા જ સ્ત્રીઓની સલામતીની ખાતરીપૂર્વક જોગવાઈ કરી શકાય તેમ છે.

Back to Top