ફરી એક વાર ચતુર ચોકડી
“રુલ્સ બેઝ્ડ ઓર્ડર”ને નામે ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાન તો એશિયા-પેસિફિક પ્રદેશમાં અમેરિકાના પ્રભુત્વને સમર્થન આપી રહ્યા છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
મધ્ય નવેમ્બરમાં મનિલામાં યોજવામાં આવેલી ઈસ્ટ એશિયા સમિટ દરમિયાન, ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઈટેડ સ્ટેટ્સ (યુ.એસ.) દ્વારા એક ઉચ્ચસ્તરની સત્તાવાર બેઠક યોજાઈ હતી. એમાં આ ચારેય દેશોએ એક જૂથ તરીકે પ્રણ લીધા કે ચાઈના (જેના નામનો ઉલ્લેખ ન કરવાનું તેઓએ પસંદ કર્યું) ‘હિંદ-પેસિફિકમાં નિયમો-આધારીત વ્યવસ્થાને (રુલ્સ બેઝ્ડ ઓર્ડરને) પૂરો ટેકો તેમ જ આંતરરાષ્ટ્રીય કાયદાને અને નૌપરિવહન (નેવિગેશન)ની તેમજ વિદેશી વિમાનોના ઉડ્ડયન (ઓવર-ફ્લાઇટ)ની સ્વતંત્રતાને માન આપે’ એવી ખાતરી કરીને જ રહીશું. વધુમાં, ઑસ્ટ્રેલિયન વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ ચારેય દેશો ઉત્તર કોરિયાના ‘પરમાણુ અને મિસાઈલ પ્રોગ્રામ્સ’ સહિત ‘હિંદ-પેસિફિકમાં દરિયાઇ સલામતી’ અને ‘ધમકીઓને હાથ ધરવા’ વિશે પણ કટિબદ્ધ થયા.
અંગ્રેજી બોલચાલની ભાષામાં "ક્વૉડ" (એટલે કે ચોકડી; ચારનું જૂથ) તરીકે ઓળખાતા આ ચાર દેશોના જૂથનો દાવો છે કે એ જૂથનો પાયો ‘આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોના આદેશ પ્રત્યેના માન’ પર બંધાયો છે. જોકે, અહીં વાચકે ધ્યાનમાં ન લેવું કે વ્યવહારું જીવનમાં વોશિંગ્ટન આવા ન્યાયિક ચીવટાઈઓની દરકાર ક્યારેય કરતું નથી. સાફ શબ્દોમાં કહીએ તો વોશિંગ્ટને ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ વિશે પરવા કરી નથી. યુએસ માને છે કે તે યુનાઇટેડ નેશન્સ (યુએન) પાસેથી કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના કોઈપણ દેશ અથવા પ્રદેશમાં લશ્કરી રીતે હસ્તક્ષેપ કરી શકે છે. અરે, વોશિંગ્ટન જેને “આતંકવાદી” ઠરાવે તેનો ડ્રોન દ્વારા મીસાઈલો વરસાવીને ખાતમો કરવાનું ફરમાન ફટકારી દે છે. પછી ભલેને એમાં ઠગલાબંધ નાગરિકોનાય જીવ કેમ ન હોમા! વોશિંગ્ટન એને ફક્ત “કોલેટરલ ડેમેજ” એટલે કે ગૌણ નુકસાન તરીકે વર્ણવી નજરઅંદાજ કરી દે છે. શું ભારત, ઑસ્ટ્રેલિયા અને જાપાનના નાગરિકોએ તેઓની સરકારોને આવી અન્યાયી અને હિંસક સામ્રાજ્યવાદી સત્તાના "ક્લાયન્ટ સ્ટેટ્સ” એટલે કે આધીન રાજ્યો બનવા માટે સંમત થવાની મંજૂરી આપવી જોઈએ?
"ક્વૉડ"ની શરૂઆત ૨૦૦૭માં તત્કાલિન અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ ડિક ચેની અને જાપાનીઝ વડા પ્રધાન શિન્ઝો એબે દ્વારા કરવામાં આવી હતી, જેમાં પછીથી એ સમયના ઓસ્ટ્રેલિયન અને ભારતીય વડા પ્રધાનો જ્હોન હાવર્ડ અને મનમોહન સિંઘ પણ એને ટેકો આપવા વિશે સહમત થયા હતા. સોવિયત યુનિયન પડી ભાંગ્યું હોઈ એના પરિણામસ્વરૂપ ૧૯૯૨માં અગાઉથી જ યુ.એસ. અને ભારત સંયુક્તપણે નૌકાદળોની વાર્ષિક ‘માલાબાર કવાયત’ની શરૂઆત કરી ચૂક્યા હતા. વર્ષ ૨૦૦૭માં જાપાનના ઓકિનાવા ટાપુથી દૂર, જાપાનના મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (જાપાની નોકાદળ) જોડે ભારતીય અને અમેરિકી નૌકાદળો દ્વારા માલાબાર ક્વાયત કરવામાં આવી હતી. વધુમાં, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર પણ બંગાળની ખાડીમાં માલાબાર કવાયતમાં જોડાયા, જે પછી એ દ્વિપક્ષીય મામલો રહ્યો નહિ. ઓસ્ટ્રેલિયાએ આમ તો ૨૦૦૮માં માલાબાર કવાયત અને ક્વૉડમાંથી સહકાર પાછો ખેંચી લીધો હતો, તેમ છતાં એણે યુ.એસ. સાથેનો લશ્કરી સહકાર અન્યત્ર પાછો ખેંચ્યો નહિ. સાલ ૨૦૧૫થી તો જાણે જાપાન એ માલાબાર કવાયતનો કાયમી સહભાગી બની ગયું છે. અને હવે, ક્વૉડના પુનઃ પ્રારંભ સાથે, સંભવ છે કે આ વાર્ષિક લશ્કરી કવાયત ભારત દ્વારા યોજવામાં આવે, જેમાં ઓસ્ટ્રેલિયા સામેલ થશે. હવે સવાલ થાય કે, જાપાન અને ઓસ્ટ્રેલિયા જોડે લાંબા સમયથી ચાલી રહેલ મૈત્રીભાવ યથાવત રાખતાં, ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત સાથેની વોશિંગ્ટન લશ્કરી વ્યૂહાત્મક ભાગીદારીને કઈ રીતે જુએ છે. એનો જવાબ મેળવવા, યુ.એસ. રાજ્ય સચિવ રેક્સ ટિલર્સનના પ્રવચન "ડિફાઈનિંગ આવર રિલેશનશિપ વિથ ઇન્ડિયા ફોર નેક્સ્ટ સેન્ચ્યુરી"નો સંદર્ભ લેવો મહત્ત્વનું નીવડી શકે. આગામી સદીમાં ભારત સાથે યુએસના સંબંધો પર પ્રકાશ પાડતું એ પ્રવચન ઓક્ટોબરમાં વોશિંગ્ટન ડીસીમાં સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં આપવામાં આવ્યું હતું. નોંધનીય હતું કે, ટીલરસને ચીનના ઉદયને દાબવાના હાલના ઇન્ડો-યુએસ-જાપાનીઝ પ્રયત્નોમાં ઓસ્ટ્રેલિયાને સામેલ કરવાની હાંકલ કરી છે. ભારતે, અલબત્ત, લગભગ તરત જ, આ પ્રસ્તાવિત પુનરાવર્તિત ક્વૉડ સાથે આગળ વધવા વિશે, આ જોગવાઈની ‘પદ્ધતિઓ’ પર લેખિત સહમતી બાકી રાખતાં, પોતાની તત્પરતાનો સંકેત આપી દીધો. અને કેમ ન હોય! આખરે તો ભારત પહેલેથી જ વોશિંગ્ટનનો "મેજર ડિફેન્સ પાર્ટનર" (સંરક્ષણનો મુખ્ય ભાગીદાર) છે, જેના લીધે તેના માટે અમેરિકાના લશ્કરી ઔદ્યોગિક સંકુલથી હાઇ-ટેક હથિયારો ખરીદવું શક્ય બન્યું છે. તેમ જ, લોજિસ્ટિક્સ એક્સ્ચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ પણ અમલમાં આવ્યું છે, જેના થકી હવે યુ.એસ. પોતાના લશ્કરી વિમાનો અને જહાજો માટે ભારતના લશ્કરી થાણાં વાપરી શકશે.
કદાચ આપણને થાય: ચીનના ઉદયને દાબવાના વોશિંગ્ટનના પ્રયત્નોમાં ભારતે શું કામ સહભાગી થવું જોઈએ? ચાઈનાની આર્થિક વૃદ્ધિ તેની લશ્કરી અને ભૌગોલિક-રાજનૈતિક તાકાતની તોલે આવી શકે નહિ. યુ.એસ. નિઃશંકપણે, એશિયા-પેસિફિક પ્રદેશમાં હજુ પણ અગ્રણી સત્તા છે. ખરેખર તો આખા વિશ્વમાં તેના સમોવડી સત્તા કોઈ નથી! તેના સંરક્ષણ બજેટ, તેના લશ્કરો, તેની અણુ ક્ષમતાઓ અથવા તેના વિદેશી લશ્કરી થાણાંની ભવ્યતાની દ્રષ્ટિએ કોઈ દેશ તેની તોલે આવી શકે નહીં. તેમ છતાં, ચીનના આર્થિક ઉદયે, અને એની સાથે, બેઇજિંગ દ્વારા પાડવામાં આવેલ ભૂરાજકીય પ્રભાવે, એશિયા-પેસિફિકમાં યુ.એસ.ના વર્ચસ્વને અમુક હદે પડકાર જરૂર આપ્યો છે. જોકે, એનાથી યુ.એસ.ની સલામતીને કોઈ ખતરો થઈ શકે નહિ.
હવે, જો પૂર્વી ચાઇના અને દક્ષિણ ચાઇના સમુદ્રો સંબંધિત વિવાદોની વાત કરીએ તો, એમાં એકય પક્ષ નિર્દોષ ઠરી શકે નહિ; ચાઇનાની જેમ જ અન્ય પક્ષોના દાવાઓ પણ બનાવટી અને અસમર્થ હોઈ શકે છે. હકીકતમાં, યુ.એસ., જેણે આ બાબતે ઘણો શોર મચાવ્યો છે, તેણે પણ સમુદ્રના કાયદા પર યુએન કન્વેન્શનને સ્વીકૃતી કે લેખિત હામી ભરી નથી. આંતરરાષ્ટ્રીય કાયદાની અવગણના અને નેવિગેશનની સ્વતંત્રતા હોવા છતાં, હકીકત એ છે કે ચિની અર્થતંત્રની સતત વૃદ્ધિ માટે જરૂરી એવા વ્યાપારના પ્રવાહને અમેરિકી નૌકાદળ ચાહે તો અટકાવી શકે છે.
જેને ચાઇના દ્વારા આપવામાં આવેલી ધમકી માનવામાં આવે છે, એ વ્યવસાયિક જહાજોના પરિવહનની સ્વતંત્રતા વાટાઘાટમાં બીલકુલ નથી. પૂર્વ ચાઇના અને દક્ષિણ ચાઇના સમુદ્રિ વ્યવસાયિક વાહન પરિવહનમાં ચાઇના પોતે વિક્ષેપ પાડશે, એવી આશા એક એવી વ્યક્તિ તો ક્યારેય નહિ કરે જેનું મગજ ઠેકાણે હોય! ચાઈના પોતાના જ પગ પર કુહાડો કેમ મારે! નિઃસંકોચ કહું તો, ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયા જે આંતર્રાષ્ટ્રીય "રુલ્સ બેઝ્ડ ઓર્ડર" ઇચ્છી રહ્યા છે, એ વાસ્તવમાં એશિયા-પેસિફિકમાં અમેરિકાના સામ્રાજ્યવાદી પ્રભુત્વને આધીન વ્યવસ્થા છે.