ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

અતિ સંવેદનશીલ સમુદાયો

સરકારી શાળાઓને શક્તિશાળી બનાવવી એક ઠોસ કદમ હશે, જે લેવાવુજ જોઈએ

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

કલ્પના કન્નાબિરન, પ્રોફેસર અને નિદેશક, કાઉન્સિલ ફોર સોશ્યલ ડેવલપમેન્ટ, હૈદરાબાદ લખે છે:

 

હાલના એક સર્વેક્ષણના પરિણામોએ ફરી ઉજાગર કર્યું છે કે “વિમુક્ત”, વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓ, સતત ચોક્કસ પ્રકારની સંવેદનશીલતા ધરાવે છે, ખાસ કરીને તેમની શિક્ષા અને રોજગાર સુધીની પહોંચની બાબતમાં ચાલી આવેલ અસમાનતાઓ અને હંમેશા ઝળુંબતા આભડછેટનો ડર અને આ સમુદાયોના ગુનાહિતકરણ બાબતે. ભૂતકાળમાં આ મુદ્દાઓ, “વિમુક્ત”, વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓના નેશનલ કમીશન (રેનકે કમીશન ૨૦૦૮), વિમુક્ત અને વિચારતી જાતિઓ પર નેશનલ એડવાઈઝરી કાઉન્સિલ ના કાર્યરત ગ્રુપના અહેવાલ, અને ભારતમાં આદિવાસી સમુદાયોના સામાજિક- આર્થિક, સ્વાસ્થ્ય અને શિક્ષણ સંબંધિત ઉચ્ચ કક્ષાની સમિતિ (XaXa સમિતિ ૨૦૧૪)ના અહેવાલ દ્વારા ઉજાગર કરવામાં આવી હતી. આ સમુદાયોની સામાજિક- આર્થિક, સ્વાસ્થ્ય અને શિક્ષણ સંબંધિત સ્થિતિ અંગે ભરોસાપાત્ર આંકડાઓના અભાવને કારણે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ સાયન્સ રીસર્ચ (આઈસીએસએસઆર) દ્વારા નવ રાજ્યોને આવરી લેતા, આ સમુદાયોની સામાજિક- આર્થિક અને શૈક્ષણિક પ્રાપ્તિ અંગે એક અભ્યાસ પ્રાયોજિત કરવામાં આવ્યો હતો.

કાઉન્સિલ ફોર સોશ્યલ ડેવલપમેન્ટ, હૈદરાબાદ દ્વારા ૨૦૧૨થી ૨૦૧૫ની વચ્ચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામીલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ૧૩૦૦૦ ઘરોને આવરતો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. રેનકે કમીશન દ્વારા નોંધાયેલ ૩૦૬ સમુદાયોમાંથી, આ અભ્યાસમાં ૭૬ સમુદાયોને (૬૬% ઓબીસી/ અન્ય પછાત વર્ગો, ૧૬% અનુસુચિત જાતી અને ૧૮% અનુસુચિત જનજાતી) આવરી લેવાયા હતા અને આમાં વર્ગીકરણની પીડિત જાતિઓની સાથે સાથે ગુનાહિત વર્ગીકરણ ન થયું હોય એવી જાતિઓને પણ સમાવી લેવામાં આવી હતી. પ્રશ્નાવલીના અલગ વિભાગમાં ગુનાહિત વર્ગીકરણની ચોક્કસ અસરો વિષે જાણવાની કોશિશ કરવામાં આવી હતી. બધું મળીને, અભ્યાસમાં “વર્ગીકૃત” અને વિચરતી જાતિઓની નબળી સામાજિક- આર્થિક સ્થિતિ, આભડછેટ અને નીચી શૈક્ષણિક પ્રાપ્તિ વચ્ચે નજદીકી સંબંધ જોવા મળ્યો હતો.

સર્વેક્ષણ કરાયેલ સમુદાયો મુખ્યત્વે ગ્રામીણ હતા જેઓ તેમના હાલના સ્થાને ઘણા લાંબા સમયથી (આશરે ૩૦ વર્ષ) વસવાટ કરી રહ્યા હતા જે અલગ અલગ સ્થળે વિચરતા રહેવાને બદલે કાયમી સ્થાને વસવાટ દર્શાવે છે. ગુજરાત (૨૫% ) અને મધ્યપ્રદેશ (૨૨%)ને બાદ કરતા મોટાભાગના રાજ્યોમાં બહુ થોડા ઘરોજ પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલ છે. અભ્યાસ દર્શાવે છે કે આમાંના ઘણા પરિવારો હવે આજીવિકાના સૌથી નીચલા સ્તર, જેવાકે બિન કૃષિ શ્રમ તરફ વળી રહ્યા છે. થોપાયેલા પલાયનની સીધી અસર પરિવારની સ્થિરતા અને શિક્ષણ સુધીની પહોંચ પર પડે છે. વિચરતા રહેવાની સંસ્કૃતિ (જ્યાં સંસ્કૃતિક મુળિયા વાળા જાણીતા પ્રકારે એક સ્થળેથી બીજે સ્થળે ફરતા રહે છે અને પોતાની વસ્તી અને ઘરો ઉભા કરતા રહે છે.) અને થોપાયેલ અને તકલીફ પડવાને કારણે કરવામાં આવતા પલાયન વચ્ચેનો તફાવત આપણે સમજવો પડશે, જ્યાં દરેક સ્તરે સમુદાયને હાડમારીનો સામનો કરવો પડે છે. સૌથી વધુ પલાયન, તામિલનાડુ અને છત્તીસગઢમાં ૪૦% અને તેલંગાણામાં ૫૯% હતું. તેલંગાણામાં, પલાયન કરતા ઘરોમાંથી ૫૪%માં વર્ષે એકવાર પલાયન નોંધવામાં આવ્યું હતું જેમાના ૮૦%માં એકથી લઇ ત્રણ મહિનાના સમયગાળાનું પલાયન નોંધવામાં આવ્યું હતું. કુલ ઘરોમાંથી ૩૧% રોજમદાર શ્રમિકો હતા. તામીલનાડુમાં, ૫૩% ઘરોમાં તેમના મુખ્ય વ્યવસાય તરીકે બિન કૃષિ શ્રમ નોંધવામાં આવ્યો છે.

આ તમામ રાજ્યોમાં, “વર્ગીકૃત” સમુદાયોનું શૈક્ષણિક દરજ્જો દર્શાવે છે કે મહારાષ્ટ્ર(૫.૫%), તામીલનાડુ (૧૮%) અને આંધ્રપ્રદેશ(૨૧%)ને બાદ કરતા બાકીના તમામ રાજ્યોમાં “ક્યારેય શાળાએ નહિ ગયેલા”ઓનું પ્રમાણ પા ભાગ કરતા પણ વધુ છે. જોકે, “શિક્ષણ પૂરું કરનારા”ઓનો રીપોર્ટ દર્શાવે છે કે પ્રાથમિક કે પછી વધુમાં વધુ માધ્યમિક શાળા પછી મોટાભાગના કેસમાં અભ્યાસ છૂટી જતો હોય છે. શાળામાંથી ડ્રોપ આઉટ કે શાળામાં નામ ન નોંધાવવા પાછળ બધાજ રાજ્યોમાં પલાયનને મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું. જેમકે, મધ્યપ્રદેશમાં શિક્ષકોના ઈન્ટરવ્યુમાંથી ઉજાગર થયું એમ નકારાત્મક માન્યતાઓની વ્યાપકતા શિક્ષક અને વિદ્યાર્થીઓના સંબંધોને અવરોધે છે, જેને કારણે ગેરહાજર રહેવાનું અને શાળા સ્તરે જોડાયેલ રહેવાનું પ્રમાણ ધીમું પડે છે.

અતિ સંવેદનશીલ આદિવાસી સમુદાયમાં શિક્ષણનું વૈશ્વિકરણ થઇ શકે તે માટેના પ્રયાસોમાં હોસ્ટેલો અને આશ્રમો શાળાઓ ભાગીદાર છે. રેનકે કમિશને ઉજાગર કર્યું છે કે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્તરે હોસ્ટેલની સુવિધા મેળવવામાં તીક્ષ્ણ જેન્ડર ભેદભાવ જોવા મળે છે, પણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તરે છોકરાઓ લગભગ ગાયબ જ થઇ જાય છે. વર્ગુકૃત સમુદાયના બાળકો માટે રહેન્નાંક શાળાઓના પ્રાવાધાનથી શિક્ષણ મેળવવામાં કોઈ નોંધપાત્ર વધારો થયો હોય એવું આ અભ્યાસમાં જાણવા મળતું નથી.

આ બધાજ રાજ્યોમાં, બાળકોના શિક્ષણ અને શાળાકીય બાબતે વાલીઓની નિર્ણય લેવામાં ભાગીદારીનો અભાવ જોવા મળ્યો હતો.અનુ કારણ કેટલીક હદે વાલીઓમાં શિક્ષણ અને જાગૃતતાનો અભાવ હોય શકે છે પણ તેના કારણના ઊંડાણમાં જઈએ તો તેમના વસવાટથી શાળાની ભૌગોલિક અને સામાજિક દુરી જવાબદાર જોવા મળે છે. આવા ચલન છતાં, વાલીઓ તેમના છોકરાઓ અને છોકરીઓ બંને સારો અભ્યાસ કરી સરકારી નોકરી મેળવે એમ ઈચ્છે છે. વણઅવરોધ્યું શિક્ષણ મળી શકે તે માટે આડખીલીરૂપ મોટું કારણ શાળાનું અંતર છે તે જોતા, જો વસવાટની નજીકમાંજ શાળાઓ આવેલ હોય તો શાળા છોડી દેનાર વિદ્યાર્થીઓના દરમાં ઘટાડો આવી શકે અને શાળા ચાલુ રાખનાર વિધ્યાર્થીઓનો દર વધી શકે. આને કારણે તેમના બાળકોના શાળાજીવનમાં વાલીઓ અને સમુદાયની ભાગીદારીમાં પણ વધારો આવી શકશે.

આ અભ્યાસમાં આવરી લેવાયેલ તમામ નવ રાજ્યોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા હતા, જેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ,કર્ણાટક, તામીલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ૮૮%થી ૯૦% અને તેલંગાણા અને ગોવામાં ૭૫%. દેશ આખામાં ખાનગી શાળાઓની જાળ ફેલાય હોવા છતાં આ અભ્યાસમાં એ પણ દેખાય રહ્યું છે કે અતિ વંચિત સમુદાયના બાળકો હજી પણ સરકારી શાળાઓ પરજ આધારિત છે. માળખાકીય સુવિધાઓ, શિક્ષકોની ક્ષમતા અને અભ્યાસક્રમમાં સુધારા બાબતે સરકારી શાળાઓની વ્યવસ્થાને વધુ મજબુત બનાવવાની તાતી જરૂરીયાત છે.

વધુ સામાન્યત:, આ અભ્યાસ દર્શાવે છે કે, હાલમાં અસ્તિત્વ ધરાવતી સંસ્થાકીય વ્યવસ્થા અપૂરતી છે જે ગુણવત્તામાં પણ સૌથી નીચી કક્ષાની અને નબળી છે, અને તે વંચનાના સાથે વણાયેલ પ્રકારોથી ભરેલી છે જેને કારણે શાળાનો અભ્યાસ અવરોધાય છે. આ સુવિધાઓ સુધી સમુદાયોની પહોંચ પર સ્થાનીય પરીબળોના પ્રભાવની પણ અસર જોવા મળે છે તેમ આ અભ્યાસના તારણો પરથી સ્પષ્ટ થાય છે. પુરાવાઓ સૂચવે છે કે હાલના મોટાભાગના પગલાઓ, આ અતિ સંવેદનશીલ સમુદાયોની મહત્વાકાંક્ષાઓ અને જરૂરીયાતોની વિશેષતાઓને ધ્યાનમાં લેતા નથી.   

Updated On : 15th Nov, 2017
Back to Top