ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ભારતમાં રાક્ષસકાય અસમાનતા

આવકની અસમાનતાને સમજવા માટે અનુભવજન્ય સ્તરથી આગળ વધવાની તાતી જરૂર છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

ભારતમાં રાક્ષસકાય મુડીવાદી અસમાનતાથી સૌ કોઈ વાકેફ હતા, પણ હવે, પેરીસ સ્કુલ ઓફ ઈકોનોમિક્સની વૈશ્વિક અસમાનતા લેબ દ્વારા, કેપિટલ ઇન ટ્વેંટી ફર્સ્ટ સેન્ચ્યુરીના જાણીતા લેખક થોમસ પીકેટી અને લુકાસ ચાન્સેલે આવકના આંકડાઓ પ્રસ્તુત કર્યા છે. તેમના શોધપત્ર “ઇન્ડિયન ઇન્કમ ઇનઈકવાલીટી, ૧૯૨૨-૨૦૧૪”ને ઉશ્કેરણીજનક ઉપશીર્ષક અપાયું છે, “બ્રિટીશરાજ થી અરબોપતીનું રાજ?”- આ શોધપત્રએ આવા મુદ્દા પરત્વે સુસ્ત શૈક્ષણિક અર્થશાસ્ત્રીઓને જાગૃત કર્યા છે અને પત્રકારોને વધુ વિચારવા ઉશ્કેર્યા છે.

ચાન્સેલ-પીકેટીના શોધપત્ર અનુસાર ભારત એક એવા દેશ તરીકે ઉભર્યો છે જ્યાં છેલ્લા ત્રણ દશકમાં,રાષ્ટ્રીય આવકમાં ઉપરના ૧% લોકોની આવકના ફાળામાં સૌથી વધુ વધારો થયો છે, ૧૯૮૨-૮૩માં આ ફાળો ૬.૨% હતો તે ૨૦૧૩-૧૪માં વધીને ૨૧.૭% જેટલો થયો છે. ચોક્કસપણે ફાળાનો,આ છેલ્લો આંકડો, ૧૯૨૨માં ઇન્કમટેક્ષનો કાયદો આવ્યો ત્યારથી લઈને આજસુધીનો સૌથી વધુ ફાળો છે, જે ૧૯૩૯-૪૦માં, બ્રિટીશ રાજમાં નોંધાયેલ ૨૦.૭% ફાળાના આંકડાથી પણ આગળ વધી ગયો છે.

આ ઉપરાંત બીજા પણ કેટલાક ધ્યાનાકર્ષક આંકડાઓ છે જેને પણ જોવાની જરૂર છે. જ્યારે આવકના નીચલા સ્તરે રહેલ, ૨૦ વર્ષથી ઉપરની વયસ્ક આબાદીમાંથી ૫૦% લોકોની આવકમાં ૧૯૮૦ થી ૨૦૧૪ સુધીમાં ૮૯%નો વધારો થયો છે, વચ્ચેના ૪૦% લોકો(નીચલા ૫૦%થી ઉપર અને ઉપરના ૧૦%થી નીચી આવક ધરાવતા લોકો)ની આવકમાં ૯૩% વધારો થયો છે, ઉપલા ૧૦%,સૌથી ઉપરના ૧%, ૦.૧%, ૦.૦૧% અને ૦.૦૦૧% લોકોની આવકનો ફાળો અનુક્રમે ૩૯૪%, ૭૫૦%, ૧૧૩૮%, ૧૮૩૪% અને ૨૮૨૬% વધ્યો છે.ખરેખર ભારતમાં ઉપરના ૧% લોકો(૭૫૦% વિકાસ દર) અને અને પૂરી આબાદી(૧૮૭%)ની આવક વચ્ચે સૌથી વધુ ખાઈ નોંધાઈ છે. અને, જ્યારે ચીનમાં નીચેના ૫૦% લોકોની આવકમાં ૧૯૮૦થિ ૨૦૧૪ દરમ્યાન ૩૧૨%ણો વધારો થયો છે, ભારતમાં આ વધારો માત્ર ૮૯% છે. આથી આગળ, વચ્ચેના ૪૦% લોકોની આવકમાં આજ સમયગાળા દરમ્યાન ચીનમાં ૬૧૫%નો વધારો નોંધાયો છે જ્યારે ભારતમાં આ વધારો માત્ર ૯૩% જેટલો છે. જ્યારે સૌથી ટોચના(૦.૦૦૧%)લોકોમાં આવકની ફાળવણી આ ગાળા દરમ્યાન ભારતમાં ૨૭૨૬% વધી હતી જ્યારે ચીનમાં ૨,૫૪૬% વધી હતી.

ભારત અને ચીન બંનેએ ત્રણ દશકમાં, ભયજનક અસમાન વિકાસ નોંધાવ્યો છે, પરંતુ ચીનમાં, લોકશાહી દેશ એટલે કે ત્યાં જાહેર મતની અભિવ્યક્તિની આઝાદી ન હોવા છતાં, ૧૯૮૦ થી ૨૦૧૪ન સમયગાળામાં ભારત કરતા પ્રમાણમાં ઓછો અસમાન વિકાસ નોંધાયો છે. ચીનના નીચલા ૯૦% લોકોની આવકનો ફાળો ૫૬% જેટલો હતો જ્યારે ભારતમાં નીચલા ૯૦% લોકોની આવકનો ફાળો માત્ર ૩૪% જ હતો. હકીકતમાં ભારતમાં (ચીન,ફ્રાંસ અને અમેરિકાની સરખામણીમાં) વચ્ચેના ૪૦% લોકોને આ સમયગાળા દરમ્યાન કુલ રાષ્ટ્રીય આવકના વિકાસથી સૌથી ઓછો ફાયદો થયો છે. છેલ્લા ત્રણ દશકમાં, “શાઈનીંગ ઇન્ડિયા“થી મધ્યમ વર્ગ(વચ્ચેના ૪૦%) ખાસ કોઈ ફાયદો થયો નથી જ્યારે કુલ આબાદીના ઉપલા ૧૦% લોકો (૨૦૧૪માં ૮ કરોડ વયસ્ક)ને અસામાન્ય ફાયદો થયો છે(કુલ વિકાસના ૬૬% ફાળો).

ચાન્સેલ-પીકેટીનું શોધ પેપર ધ્યાન એટલા માટે પણ ખેંચે છે કેમકે ભારત મોટાભાગે અમીરો માટેજ શાઈન કરી રહ્યું છે તે જગજાહેર વાતની પુષ્ટિ કરતા આંકડાઓ પુરા પાડે છે. જોકે, શોધપત્રમાં મુડીવાદથી આગળ વધીને અસમાનતા માટેનું કારણ દર્શાવતું નથી. આંકડા ક્યારેય પોતે બોલતા નથી હોતા, તેને સમજવા માટે થીયરીની જરૂર હોય છે. વધુમાં, આ કેસમાં આંકડાઓ જાહેર કરાયેલ ટેક્સ ઉપરથી કાઢવામાં આવ્યા છે, જે ઘણાના ધારવા પ્રમાણે ખોટા હોય છે. અને અતિ અમીરો, જેઓ કોર્પોરેશન ઉપર વર્ચસ્વ ધરાવે છે, તેમની વ્યક્તિગત આવક અને તેઓ જે કોર્પોરેશન ઉપર વર્ચસ્વ ધરાવે છે તેની આવક, ઓછામાં ઓછી અમુક પ્રમાણમાં,બનાવતી હોય છે. ઉદાહરણ તરીકે, તેમના મોટાભાગના વ્યક્તિગત વપરાશના ખર્ચાઓ પણ, કંપનીના ખર્ચાઓ તરીકે નોંધવામાં આવે છે. જાણીતા અર્થશાસ્ત્રી ડી આર ગાદ્ગીલે ૧૯૪૯માં લખ્યું હતું કે, “અમીરો દ્વારા કરતી કરચોરીને કદાચ .... ભારતીય આર્થિક સ્થિતિના દીર્ઘકાલીન પરિબળ તરીકે લેવી પડશે” (પેસિફિક અફેર્સ, જુન ૧૦૪૯, પાનું ૧૨૨), આ બાબત ૧૯૨૨ થી ૨૦૧૪ના પુરા સમયગાળા માટે લાગુ પડે છે.આ સંજોગોમાં ચાન્સેલ અને પીકેટી દ્વારા અંદાજાયેલ અસમાનતા, વાસ્તવિક અસમાનતા કરતા ઓછી છે.

ઉપલા ૧૦%ની વાત કરીએ તો, તેમાંય ઉપલા ૧%ની, તેમની મોટાભાગની આવકો કદાચ વેપારના નફામાંથી, સ્ટોક અને બોન્ડના ડીવીડંડ અને વ્યાજમાંથી, જમીન અને મકાનોના ભાડામાંથી અને તેઓજે ઉદ્યમ પર વર્ચસ્વ ધરાવે છે તેનું પ્રબંધન કરવા માટે મળતા પગાર અને બોનસ, જે કાર્ય કરવાની આવક કરતા અસ્કયામતની આવક જેવું વધુ છે, તેમાંથી આવે છે. વધુમાં, છેલ્લા ત્રણ દશકમાં શ્રમની ઉત્પાદકતાને જોઈએ તો વાસ્તવિક આવકો ઘટી છે અને આથી શ્રમના મૂલ્યમાં વધારો થવાથી થયેલ આવક ની સરખામણીમાં અસ્ક્યામતોમાંથી મળતી આવક વધી છે. અને અસ્ક્યામતોની આવક પણ, મોનોપોલી પાવરને ઘટાડવા માટે, અવિશ્વાસના પગલાનો ત્યાગ કરવાથી નાના ઉધમોની સરખામણીએ મોટા અલ્પજનતંત્રના હાથમાં ભેગી થાય છે.    

અને મોટા બીઝ્નેસોની, જાહેર ક્ષેત્રની નીચુ મૂલ્યાંકન થયેલ અસ્કયામતો, ખનીજ અને વન સંસાધન,અને તેલેકોમ સ્પેક્ટ્રમની ફાળવણીને પણ ભૂલી શકાય નહિ. આનું વિસ્તૃત ચિત્ર એ છે કે કોર્પોરેટ દ્વારા દોરવાઈ રહેલ રોજગાર વિનાના વિકાસ ઉપર નાણાકીય કુલીનતા હાવી થઇ રહી છે. પ્રસિદ્ધ મેક્રો અર્થશાસ્ત્રી અમિત ભાદુરી કહે છે એમ, આવા વિકાસની મૂળભૂત પદ્ધતિ સાવ સહેલી છે, જો ૧૦ માણસો, જે દરેક જણ ૨ યુનિટ બનાવતો હોય અને તેમને નાની કોમોડીટીના ઉત્પાદન માંથી છુટા કરવામાં આવે, અને તેમાંના ૫ માણસોને કોર્પોરેટ સેક્ટરમાં રોજગાર મળે જ્યાં તેઓ ૮ યુનિટ ઉત્પાદન કરતા હોય તો રોજગાર અને આજીવિકા મળવાની શક્યતા અડધી થઇ જાય છે અને ઉત્પાદન બમણું થઇ જાય છે. જોકે આવા કોર્પોરેટ રોકાણને લાભ આપવા માટે જમીન સહિતના પ્રાકૃતિક સંસાધનો કોર્પોરેટ બીઝનેસના ઉદ્યમણે મફતના ભાવે આપી દેવામાં આવે છે. અને કોર્પોરેટ બીઝનેસ હાઉસ આના વળતરરૂપે પોલીટીકલ પાર્ટીઓને મોટા મોટા ડોનેશનો આપે છે જે તેમને આ ઓછું મૂલ્યાંકન કરાયેલ અસ્કયામતો કબજે કરવામાં મદદરૂપ થાય છે. આ પ્રક્રિયામાં ચુંટણી લડવી એટલી ખર્ચાળ બની જાય છે કે આવા ડોનેશન નહિ મેળવનાર વ્યક્તિ અને પક્ષ માટે ચુંટણી લડવી અશક્ય બની જાય છે. કોર્પોરેટ દ્વારા આગળ વધારાયેલ રોજગારવિહોણો વિકાસ અને કોર્પોરેટ દ્વારા આગળ વધારાય રહેલ લોકશાહીનું જ પછી રાજ ચાલે છે.(“ઓન ડેમોક્રસી, કોર્પોરેશન એન્ડ ઇનઇક્વાલીટી”, ઈપીડબલ્યુ, ૨૬ માર્ચ ૨૦૧૬).

આવકની અસમાનતા બ્રિટીશ રાજના સમયમાં હતી ત્યાં સુધી પહોંચી ગઈ અને તેના કરતા પણ વધી ગઈ એ ૧૯મી સદીના છેલ્લા ત્રિમાસિક થી લઈને ૨૦મી સદીના પૂર્વાર્ધ સુધીના સમયમાં, જ્યારે દેશમાં વાસ્તવિક પર કેપીટા આવકમાં ઘટાડો નોંધાયો હતો અને નાણાની છલકાતી હોવા છતાં, લાખો લોકો માનવસર્જિત દુકાળના ભોગ બન્યા હતા  વસાહતીકાળની પેદાશ એવા ધનાઢ્યો દ્વારા શાસિત ભારતની વિડમ્બના છે. એ વખતે વસાહતીકાળની ક્રુરતા અને તેમની વંશીય ઉચ્ચતાવાળી વિચારધારાની ઘાતકતા અને હવે; અલ્પફાસીવાદની ક્રુરતા અને તેની હિદુત્વની વિચારધારાની ઘાતકતા નાઝીવાદનો ભારતીય પ્રકાર છે. હિન્દુત્વ, તીવ્ર સાંસ્કૃતિક પછાતપણા તરફ દોરી જવાની સાથેજ રાજકીય સ્પેક્ટ્રમના સૌથી દક્ષિણી છેડે મજબુત છે અને તેને તાકાત આપનાર સંઘપરિવાર, ચુંટણીલક્ષી રાજનીતિ અને ગેરકાયદેસર હિંસા ના મિશ્રણવાળી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.વધુમાં, આ રાજકીય તાકાત, તેના આઘાતજનક અસમાન વિકાસનું મોડેલ, જેની આવકની અસમાનતાનું “પરિણામ” ચાન્સેલ-પીકેટીના શોધપત્રમાં બહાર આવેલ હકીકત છે, તેને ખતરો બની શકે એમ લાગે એ તમામ વસ્તુઓનો સફાયો કરવા કૃતનિશ્ચયી છે.

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top