ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

બાળકોને સુરક્ષાની જરૂરત છે

શાળાઓમાં બાળકોના યૌન શોષણની ઘટનાઓએ બાળ સંરક્ષણ કાનુનમાં રહેલ ખામીઓને છતી કરી છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

૮ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ, ગુરુગ્રામની ઉચ્ચવર્ગની રયાન ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતા, એક સાત વર્ષનો બાળક સ્કુલના શૌચાલયમાંથી મૃત હાલતમાં મળી આવ્યો. આને માટે સ્કુલની બસના કન્દાક્તારની પોલીસે ધરપકડ કરી. બાળક દ્વારા કંડાક્તર દ્વારા કરાયેલ યૌનશોષણના પ્રયાસનો વિરોધ કરાતા, તેણે બાળકને મારી નાંખ્યો. ચાલી રહેલ તપાસમાં સ્કુલના પરિસરમાં સલામતીના પગલાઓની ઘોર ખામીઓ, મામલામાં સ્કુલ અને તેના શિક્ષકોની ગેરજવાબદારી અને બાળ અધિકારોની રક્ષા કરવામાં રાજ્યની નિષ્ફળતા પ્રકાશમાં આવી છે.

શહેરની શાળાઓમાં બાળકોના શોષણના પ્રકાશમાં આવેલ કિસ્સાઓની શ્રેણીમાં ગુરુગ્રામની ઘટના તાજેતરની છે.બાળકો સાથે છેડછાડના મુદ્દે નોંધનીય બાબતએ છેકે આવા કિસ્સાઓમાં છોકરીઓ અને છોકરાઓ, બંને ભોગ બનતા હોય છે. આ બાબત, માત્ર લિંગ આધારિત ચોકસાઈ રાખવાને બદલે આ સમસ્યાનો પદ્ધતિસરનો ઉકેલ માંગે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ દર્શાવે છે કે ૨૦૧૪ અને ૨૦૧૫ના સમયગાળામાં , બાળકોનું યૌનશોષણથી સંરક્ષણ કાયદા(પોક્સો) હેઠળ નોંધાયેલ કેસો ૮,૯૦૪થી વધી ૧૪,૯૧૩ થયા હતા. ૨૦૦૭ના એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે દરેક ત્રણ માંથી બે બાળકો શારીરિક શોષણનો ભોગ બને છે; ૫૩.૨૨% બાળકો એક કે એક કરતા વધુ પ્રકારના યૌન શોષણણો ભોગ બન્યા હતા; અને ૧૨૦૦૦થી વધુ બાળકોના સર્વેમાં લગભગ ૫૦% બાળકો તેમની શાળામાં શોષણણો ભોગ બન્યા હતા; ૧૩ રાજ્યોના ૬૯% શારીરિક શોષણનો ભોગ બનેલ બાળકોમાંથી ૫૪.૬૮% છોકરાઓ હતા; અને એમાંથી મોટા ભાગના બાળકોએ આ વાત કોઈને જણાવી નહોતી. જુલાઈ ૨૦૧૫માં યુનાઇટેડ નેશન્સના બાળકો માટેના ફંડના રીપોર્ટમાં પણ આ ચિંતાજનક પરિસ્થિતિ પર ધ્યાન દોરવામાં આવ્યું છે.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયની સંકલિત બાળ સંરક્ષણ યોજના, બાળકોને કોઈપણ અનુમાનિત કે વાસ્તવિક જોખમ કે જીવનું જોખમ, તેમના વ્યક્તિત્વ અને તેમના બાળપણ સામેના જોખમ સામે રક્ષણ આપવાની વાત કરે છે. બાળકો તેમનો અડધા કરતા વધુ સમય (અને બાળપણ) શાળામાં વિતાવે છે તેમછતાં, શાળાને સંસ્થા તરીકે બાળકોની સલામતી માટે જવાબદાર ઠેરવવામાં આવતી નથી.

બાળ અધિકારના સંરક્ષણના કાયદામાં શાળાની જટિલ ભૂમિકા મુખ્ય સમસ્યા છે. બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકારના કાયદામાં, જોકે ગુણવત્તાયુક્ત અભ્યાસક્રમ અને માળખાકીય સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ કાયદામાં શિક્ષણણે ખોરવાનાર હકીકત તરીકે બાળકોના યૌન શોષણ અંગે કે તેની રોકથામ કરવા બાબતે કોઈ ઉલ્લેખ નથી. બીજીબાજુ પોક્સો કાયદો, શાળા કે તેના પ્રબંધનને સીધીરીતે સંબોધતો નથી અને એને બદલે ગુનેગારો સામે દંડાત્મક પગલા લેવા સાથે બાળકના સ્વસ્થ શારીરિક, ભાવનાત્મક, બૌદ્ધિક અને સામાજિક વિકાસ પર ભાર મુકે છે. કિશોર ન્યાય (કાળજી અને સંરક્ષણ)કાયદો, જેમાં અનાથ, ખોવાયેલ અને ત્યજી દેવાયેલ અને શોષણ અને બેદરકારીના શિકાર, જેમને કાળજી અને રક્ષણની જરૂરીયાત છે તે બાળકો તેને આધીન છે; તે મુખ્યત્વે હિંસા કે અભાવના અતિ ગંભીર મામલાઓને જુએ છે જેમાં બાળકને સત્તાવાર કિશોર ગૃહ કે સંભાળ કેન્દ્રમાં પુનઃસ્થાપિત કરવાની જરૂર હોય. આ કાયદો શાળાઓને બાળસંભાળ માટે જવાબદાર બનાવવામાં નિષ્ફળ જાય છે.

રયાન ઇન્ટરનેશનલ જેવી આગળ પડતી શાળાની સંડોવણીને કારણે લાંબા સમયથી છૂટી ગયેલ ચર્ચાને તેજી મળી છે પરંતુ આટલુજ પુરતું નથી હજી એમાં ઘણું વધુ કરવાની જરૂર છે.નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનીંગના નિદેશકના નિવેદન અનુસાર શાળાઓમાં, બાળકોના શોષણ અને તેને રોકવા માટેના પગલા સંબંધિત શૈક્ષણિક સામગ્રી લાગુ કરવા બાબત વિચારના ચાલી રહી છે. નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થીએ બાળકોના શોષણ બાબત જાગરૂકતા ફેલાવવા માટે ભારત યાત્રા શરુ કરી છે. હરિયાણામાં શાળાના કર્મચારીઓનું પોલીસ વેરીફીકેશન કરાવવું, બાળકોની સુરક્ષા માટે સમિતિ નીમવી, સંપૂર્ણ શાળા પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવા અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત લાવવા લઇ જવાની વ્યવસ્થા પૂરી પાડવી વગેરે હવે ફરજીયાત કરવામાં આવ્યું છે. આ શરૂઆતના પગલાં છે પણ તે પૂરતા નથી. વધુ બહેતર દેખરેખ અને ટેક્નોલોજી ઉપરાંત, બાળકોની સુરક્ષા માટે શાળાને જવાબદાર બનાવતી કાયદાકીય જોગવાઈઓની જરૂર છે.

અંતિમ વિશ્લેષણમાં, બાળકોની સુરક્ષા માટે ફક્ત માળખાકીય સુવિધાઓ અને શિક્ષણ આપવું એના કરતા કશુક વિશેષ કરવાની જરૂર છે. રાજ્યએ બધાજ બાળકોના વાલી તરીકેની ભૂમિકા ભજવતા રહેવાની જરૂર છે. આ સાથેજ તાજેતરના વર્ષોમાં એક સફળ વેપાર તરીકે શાળાઓની વધી રહેલ સંખ્યા અને વધેલા પ્રવેશ(ખાસ કરીને ખાનગી શાળાઓમાં)ને જોતા, બાળ અધિકાર કાયદામાં શાળાઓ, શિક્ષકો અને વાલીઓ માટે બાળકોની સુરક્ષા માટેના સ્પષ્ટ દિશા નિર્દેશ હોવા જરૂરી છે. બાળકો, પછી તે કોઈ પણ વર્ગમાં હોય, ગામડામાં કે શહેરી વિસ્તારમાં હોય, તેમને સુરક્ષિત અને હિંસામુક્ત જીવન, ભણવા માટે અનુકુળ વાતાવરણની શાળાઓમાં, ઘરમાં અને રસ્તામાં મળી રહે તે ખુબજ જરૂરી છે.

 

Updated On : 13th Nov, 2017
Back to Top