ભારતીય જનતા પાર્ટીની દુ:ખતી નસ
સત્તાધીશ પક્ષ દ્વારા “ગ્રામીણ” ક્ષેત્રની અવગણના, તેને આર્થિક અને રાજનૈતિક રીતે ભારે પડી રહી છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
રાજસ્થાનમાં ખેડૂતો ભારતીય જનતા પક્ષની સરકાર પાસેથી ૨૦,૦૦૦ કરોડનું કૃષિ ઋણ માફ કરાવવામાં સફળ રહ્યા અને છેલ્લા ચાર મહિનામાં, આમ કરનાર આ ચોથી રાજ્ય સરકાર છે અને આવાજ આંદોલનો બીજા રાજ્યોમાં પણ ઉભા થઇ રહ્યા છે. શું આનો અર્થ એવો થઇ શકે કે બીજેપીના મોટા પાયાના સુધારાઓના વળતા પાણી છે કેમકે આનાથી આ તમામ રાજ્યોમાં આર્થિક અને રાજનૈતિક જવાબદારીઓ વધશે?
રાજસ્થાનના શેખાવતી વિસ્તાર, જેમાં મુખ્યત્વે સીકર, ઝુનઝુનું અને ચુરુ જીલ્લાનો સમાવેશ થાય છે ત્યાંના ખેડૂતો ૧લી સપ્ટેમ્બરના રોજ અનિશ્ચિત કાલીન હડતાલ પર બેસી ગયા. આ પહેલા, આ વિસ્તારમાં કૃષિને અસરકર્તા અન્ય મુશ્કેલીઓની સાથે સાથે નોટબંધીને કારણે ખેતપેદાશોના અત્યંત નીચા પાયાના ભાવો સહિતની સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાના પ્રયાસો જુન,૨૦૧૭ની શરૂઆત જ થઇ રહ્યા હતા જેમાં સફળતા મળી નહોતી. હંમેશની જેમ જીલ્લા પ્રશાસન અને રાજ્ય સરકારે આંદોલનકર્તા ખેડૂતો સાથે વાટાઘાટો કરવાને બદલે તેમના વિરોધને અને ખેડૂતોની એકતાને તોડી પાડવાના પ્રયાસો કાર્ય હતા. આ પગલા ઉંધા પડ્યા હતા અને ભારતીય કમ્યુનીસ્ટ પાર્ટી(માર્ક્સવાદી)ની અખિલ ભારતીય કિસાન સભાના નેતૃત્વ હેઠળ આ આંદોલન વધુને વધુ મજબુત બનતું ગયું હતું. આ અંદોલનને સામાન્ય નાગરીકો, જીલ્લાના વેપારીઓ, વિવિધ સ્થાનિક સેવાઓના સંગઠનો અને મોટી સંખ્યામાં મહિલાઓનો ટેકો મળ્યો હતો જેમણે ગામડાઓ અને નગરોમાં બંધ અને કર્ફ્યું લાગુ કરવામાં ભાગ લીધો હતો. આ વર્ષના બીજા ખેડુત આંદોલનોથી વિપરીત, રાજસ્થાનના આંદોલનમાં ગ્રામીણ સમાજના તમામ વર્ગોએ ભાગ લીધો હતો. દેશમાં પ્રવર્તી રહેલ ગ્રામીણ અશાંતિની સ્થિતિમાં આ એક નોંધપાત્ર બાબત છે.
બીજેપીના સુધારાના એજન્ડામાં ગ્રામીણ ભારત પર ભાગ્યેજ ધ્યાન અપાયું છે. પાર્ટીની રાજકીય ગતિવિધિઓ શહેરી વિસ્તારોમાં જ જોવા મળે છે, જ્યાં તેમના ટેકેદારો, મુખ્યત્વે બ્રાહ્મણો અને વાણીયાઓ ઘણા બધા નાના મોટા વ્યાપારી નગરો અને શહેરો ઉપર પ્રભુત્વ જમાવી રહ્યા છે. ૨૦૧૪ સુધી, જ્યારે નરેન્દ્ર મોદી લહેરને કારણે, ગ્રામીણ મતો બીજેપીની તરફેણમાં ગયા તે પહેલા ગ્રામીણ વિસ્તારોમાં તેમને નહીવત સફળતા મળી હતી. જોકે હવે લાગી રહ્યું છે કે આ ટેકો દુર સરકી રહ્યો છે. આનું કારણ કદાચ એ છે કે બીજેપી માટે “ગ્રામીણ” તેમના સુધારાના કાર્યક્રમ અંતર્ગતનું પરિબળ છે જ નહિ.
ઉદારીકરણના ૨૭ વર્ષ પછી પણ ગ્રામીણ અર્થતંત્ર માટે ખેતી જ મુખ્ય પરિબળ છે. અર્થતંત્રના માળખાકીય બદલાવની સાથે સાથે દેશના કામદાર વર્ગમાં માળખાકીય બદલાવ થયો નથી અને ૬૦% કામદારો હજુ પણ કૃષિ સાથે સંકળાયેલ છે જ્યારે જીડીપીમાં કૃષિનો ફાળો માત્ર ૧૫% જ છે. બિન કૃષિ ક્ષેત્રોમાં રોજગારની અછત, ગ્રામીણ વિસ્તારોમાં અપૂરતો માળખાકીય સુવિધાઓનો વિકાસ અને સરકારી સામાજિક કલ્યાણણો ઘટતો જતો વ્યાપ કામદારોને મોટા પ્રમાણમાં કૃષિ અને એને આધારિત સેવાઓ સુધી સીમિત રાખે છે. આમ કૃષિ ક્ષેત્ર પ્રત્યે અવગણના કરવી, પુરા ગ્રામીણ અર્થતંત્રની અવગણના કરવા બરાબર છે.
બીજેપીની હાલની ત્રણ નીતિઓ-ગૌહત્યા પર રોક, નોટબંધી અને જીએસટી, આ ત્રણેએ ગ્રામીણ અર્થતંત્ર પર સીધો પ્રહાર કર્યો છે. નોટબંધીએ કૃષિ માર્કેટ અને ખેડૂતો માટે અત્યંત જરૂરી એવો રોકડ નાણાનો પુરવઠો ખોરવી કાઢ્યો છે. મબલખ કૃષિ પેદાવારના વર્ષમાં, આને કારણે કૃષિ પેદાશોના ભાવમાં સતત ઘટાડો થયો જેને કારણે ખેડૂતોની આવકમાં ખાધ આવી અને આની અસર બીજા પાકની વાવણી ઉપર પણ પડી. આ દેશભરમાં કૃષિઋણ માફી ની આવશ્યકતાને દર્શાવે છે, જોકે ઋણ માફી ખેડૂતોને ફક્ત આવી રહેલ વાવેતર માટે નવી લોન લઇ શકવાની સ્થિતિમાં લાવે છે. બીજું, મુશ્કેલીના વખતમાં જાનવરોના વેચાણ દ્વારા ખેડૂતો ટૂંકા સમયમાં સમસ્યાનો સામનો કરી શકતા હોય છે. જોકે ગૌહત્યા અને ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ અને ગૌરક્ષકોને છુટ્ટો દોર આપી દેવાથી આ માર્કેટ ઉપર પણ વિપરીત અસર થઇ હતી. ગાયોના રખરખાવ માટેના ખર્ચમાં વધારો થવાથી એવા રખડતા પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો હતો જેઓ પાકનો નાશ કરતા હતા, આની ફરિયાદ રાજસ્થાનના આંદોલનકર્તા ખેડૂતોએ પણ કરી હતી. ત્રીજું, જીએસટી, જેને નાના વ્યાપારો અને સેવા પ્રદાતાઓના ભવિષ્યને જોખમાવ્યું હતું અને આથી બિન કૃષિ ક્ષેત્રના લોકો પણ આંદોલનમાં જોડાયા હતા અને આને કારણે ખેત મજૂરોની લાગતનો ખર્ચ પણ વધ્યો હતો. જ્યારે ઉપર જણાવેલ સુધારાઓ બાબતની ચર્ચામાં, બીજેપી બહુમતી જીતી રહી હોય એવું લાગી શકે છે પણ આને કારણે ઉભી થઇ રહેલ વાસ્તવિકતા, આ પરિસ્થિતિને પલટાવી શકે છે.
જો ઉત્તરપ્રદેશ અને પંજાબ, જ્યાં જે તે વિધાનસભાની ચૂંટણીમાં અપાયેલ વચનોને કારણે ઋણ માફી અપાઈ હતી તેને બાદ કરીએ તો ગ્રામીણ કૃષિ આંદોલનોને ઉભું કરવામાં માત્ર એકજ વિરોધી પક્ષ, ભારતીય માર્ક્સવાદી કમ્યુનીસ્ટ પાર્ટીએ ભાગ ભજવ્યો હતો. અખિલ ભારતીય કિસાન સભાઓ, હડતાલમાં માંગોને ઘડવા અને મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકાર સાથે ખેડૂતો વતી વાટાઘાટો કરવામાં અગ્રસ્થાને રહી હતી, અને હવે તે હરિયાણામાં આગલું આંદોલન ઉભું કરવા જઈ રહી છે. અસંગઠિત અને અનૌપચારિક રોજગારના જમાનામાં, પરંપરાગત ટ્રેડ યુનિયનની ગતિવિધિઓ જે રીતે રાજ્ય સરકારોને નેજે પાણી ઉતારી રહી છે એ વાત ઉત્સાહ વધારનારી છે. ભારતીય ડાબેરીઓ માટે આ વાતાવરણને રાજકીય ફાયદામાં બદલીને તેમના ચુંટણીપ્રદર્શનમાં ફાયદો મેળવવો એક કસોટી છે. બીજી બાજુ, ભારતીય જનતા પાર્ટી માટે તેમના “નવા ભારત”ના સ્વપ્નમાં ગ્રામીણને સામેલ કરવું એટલુજ કસોટીપૂર્ણ છે.