ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

બુલેટમાં સંદેશ

ગૌરી લંકેશની હત્યા, મીડિયાને એક અપશુકનિયાળ સંદેશ મોકલે છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

હત્યારાઓની ગોળીઓ, જેણે બુધવાર ૫ સપ્ટેમ્બરના રોજ બેંગલુરુની પત્રકાર ગૌરી લંકેશની હત્યા કરી હતી જયારે તેણી પોતાના ઘરમાં પ્રવેશ કરી રહી હતી, તેણે તેણીને મારી નાંખવા ઉપરાંત બીજું ઘણું કર્યું હતું . તેણે અન્ય પત્રકારો અને વિવેચકોને, જેઓ તેણી જેટલા હિંમતવાન નથી, તેઓ તેણીની જેમજ માને છે કે તેઓને, સત્તામાં રહેલા લોકોનો સામે પ્રશ્ન ઉઠાવવાનો અને તેમની ટીકા કરવાનો, પ્રભાવશાળી દ્રષ્ટિકોણોથી અસંમત થવાનો, સામાજિક અનિષ્ટની તપાસ કરવાનો અને માનવ અધિકારોનું ઉલ્લંઘન અને ઉચ્ચ સ્થાનોના ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો – જે મૂળભૂત રીતે મુક્ત દેશોમાં પત્રકારો કરતા હોય છે, તે કરવાનો અધિકાર છે, તેમને એક સંદેશ મોકલાવ્યો હતો.  

લંકેશ, દલિતો અને લઘુમતીઓના અધિકારો વિરુદ્ધ કામ કરતા દમનકારી અને પ્રગતિવિરોધી દળોના સ્પષ્ટ આલોચક હતા. તેમના કન્નડ પ્રકાશન ગૌરી લંકેશ પત્રીકે, જેની સ્થાપના અને સંવર્ધન, તેમણે તેમના પિતા પી. લંકેશ (જેમણે લંકેશ પત્રીકેમાં મજબૂત અને આલોચક ટેબ્લોઇડ પત્રકારત્વની શરૂઆત કરી હતી) ના મૃત્યુ પછી કર્યું હતું, ગૌરી લંકેશે શક્તિશાળીઓની ટીકા કરવામાં કોઈ કચાશ છોડી નહોતી. તે નરેન્દ્ર મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની તીવ્ર આલોચક હતી, સાથેજ રાજ્યમાં કોંગ્રેસ સરકારની પણ એટલીજ ટીકાકાર હતી. તેમણે મજબૂત પ્રાદેશિક સમૂહોનો વિરોધ કર્યો હતો અને સરકાર અને શાસક પક્ષને પડકારતી વ્યક્તિઓનું સમર્થન કર્યું હતું. આપણે જે જાણીએ છીએ તે મુજબ, તેને કન્નડના લેખક અને ઇતિહાસકાર સ્વ. એમ.એમ. કલબુર્ગીની જેમ સીધી મૃત્યુની ધમકી મળી ન હતી, જેમની પણ ગૌરી લંકેશની જેમજ હત્યા કરાઈ હતી, જેમાં ૨૦૧૫માં હત્યા કરનારાઓ તેમના ઘર સુધી ગયા હતા અને તેમને ગોળીઓ મારી હતી. તેમને છેક ૧૯૮૯થી, હિન્દુ બળવાખોરો દ્વારા ધમકીઓ મળતી હતી.

ગૌરી લંકેશની હત્યાએ પત્રકારો, કાર્યકરો અને અસંતુષ્ટોને હચમચાવી દીધા છે, અને ઘણા બધાએ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન કર્યાં છે. તેમણે કન્નડ પ્રકાશનની શરુઆત કરી તે પહેલાં તેઓ અંગ્રેજી મીડિયામાં કામ કરતા અગ્રણી પત્રકાર હતા. તે એક મેટ્રો શહેરમાં, શહેરના જાણીતા વિસ્તારમાં રહેતી હતી નહીકે નાના નગર અથવા છુટાછવાયા પરા વિસ્તારમાં. તેણી રાજ્યમાં વ્યાપકપણે પ્રવાસ કરતી હતી અને એક સાપ્તાહિક ટેબ્લોઇડ, જેની તે માલિક, પ્રકાશક અને સંપાદક હતી તેનું પ્રકાશન કરતી હોવા છતાં, વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતી હતી. આ વર્ષો દરમ્યાન, તેમણે અસંખ્ય ફોજદારી બદનક્ષીના કેસોનો સામનો કર્યો હતો, જેમાંથી તેમને ગયા વર્ષે, બે કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા, જે ભાજપના ધારાસભ્ય પ્રહલાદ જોશી અને ભાજપના જ ઉમેશ દુશિ દ્વારા કરવામાં આવ્યા હતા. તેઓ સેશન્સ કોર્ટમાં આ સામે અપીલ કરવાની યોજના બનાવી રહયા હતા. તેમ છતાં, તેમના દેખાતા રહેવાના કારણે, ગનમેનથી તેમને બચાવી શકાયા નહોતા. એવા લોકો જેઓ ટીકાકારોને દૂર કરવા માગે છે, તે સિવાય કશું જ જોવા માંગતા નથી, તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.

શું ગૌરી લંકેશના હત્યારાઓ દ્વારા ભારતના મીડિયાને સંદેશ આપવામાં આવ્યો છે? જ્યાં સુધી હત્યારાઓનો ચહેરો પ્રગટ થતો નથી ત્યાં સુધી કદાચ તારણો પર કૂદવાનું અયોગ્ય છે. કોઈ પણ સંજોગોમાં, ભારતીય મડિયામાં લંકેશ જેવી બહાદુર વ્યક્તિઓ ઘણી ઓછી છે, જે અસ્વસ્થ કરતા પ્રશ્નો ઉઠાવવા અને બદનામ કારણો સાથે સંકળાવા માટે, મુશ્કેલીઓ સહેવા માટે અને પરિણામનો સામનો કરવા માટે તૈયાર છે. વાસ્તવમાં, તે કહેવું યોગ્ય હશે કે ભારતમાં મુખ્ય પ્રવાહના માધ્યમો મોટેભાગે વફાદાર અને પ્રશ્નો નહિ ઉઠાવનાર છે, જોકે કેટલાક માનનીય અપવાદો પણ છે. પ્રચલિત માલિકીની ઢબને ધ્યાનમાં લઈએ તો, વ્યક્તિગત પત્રકારો માટે, તપાસ કરવી કે તાકતવરને છતા કરવા લગભગ અશક્ય છે સિવાય કે માલિકો સંમત થાય. અને કોર્પોરેટ અને રાજકીય શક્તિને છુટા પાડતી રેખાના અસ્તિત્વના અભાવમાં, આવી સંભાવના લગભગ અશક્ય છે. આથીજ, આજે આપણે અર્થતંત્રથી લઇને વિદેશી બાબતો અને આંતરિક સંઘર્ષ જેવી તમામ બાબતો પર પ્રભાવશાળી વૃત્તાંતનું માત્ર પ્રતિબિંબ પાડીએ છીએ. એવું પ્રકાશન દુર્લભ છે જે અલગ સૂર આલાપતુ હોય. આ કારણથીજ ગૌરી લંકેશ પત્રીકે જેવા પ્રકાશનો નોખા પડી જાય છે, કારણ કે તે નાના અને સ્વતંત્ર છે પરંતુ નિઃશંકપણે ઓછા નોંધપાત્ર નથી. આ નાના નાના અવાજો, સૌથી મોટો અવાજ પેદા કરે છે, જ્યારે શક્તિશાળી લોકો મીડિયા અને વિવેચકોને લાંચ આપવા કે તેમને સખત રીતે દબાવી દેવા માંગે છે. તેમ છતાં, કેમકે આવા જર્નલ્સને કોઈ અન્ય સમર્થન નથી, તેઓ માત્ર રાજ્યની શક્તિ સામે જ નહિ, પણ રાજ્ય સિવાયના લોકો જેમને તેમની  દુશ્મનાવટ હોઈ શકે છે, તેમની સામે પણ નબળા છે. ગૌરી લંકેશના અવાજને કાયમ માટે ચૂપ કરવા માટે બુલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પણ ફોજદારી બદનક્ષીનો દાવો આથીય વધુ સામાન્ય વ્યૂહરચના છે. લંકેશ સામેના કેસથી તેમના જુસ્સામાં જરાય ફરક નહોતો આવ્યો પરંતુ તે એક એવું સાધન છે કે જેનો વેપાર અને રાજકારણ, બંનેમાં શક્તિશાળી લોકો દ્વારા પત્રકારો અને સામયિકો સામે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રાચીન અને ધાકધમકીભર્યા કાયદા પર ચર્ચા ફરી શરૂ કરવાનો સમય આવી ગયો છે. સર્વોચ્ચ અદાલતે મે ૨૦૧૬માં, સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ ભારતીય રાજ્યના કેસને ખારીજ કરી દીધો હતો. આ ચુકાદાની ટીકામાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ રાજીવ ધવને વાયરમાં લખ્યું હતું કે, "વિશ્વ સપાટ નથી, પરંતુ તાકતવર લોકો દ્વારા લોકોને ચુપ કરવા અને ડરાવવા માટે મુકદમાનો ઉપયોગ કરાતો હોવાથી, અસમાન છે. આ મુકદ્દમાની સાચી પારાશીશી છે, જેવુંકે વી આર કૃષ્ણ ઐયરે તેમના ચુકાદામાં કુશળતાપૂર્વક સમાવ્યું હતું". વિવેચકોને ચૂપ કરવા માટે ઉપયોગમાં લેવાતા આવા કાયદાને લોકશાહીના માળખામાં કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. આપણે યાદ રાખવું જોઈએ કે ૧૯૮૮ માં, જ્યારે રાજીવ ગાંધી સરકારે ડિફેમેશન બિલને દાખલ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે તેને પાછો ખેંચવાની ફરજ પડી હતી, કારણ કે મીડિયા તેના વિરોધમાં એકીકૃત થયું હતું. કદાચ ગૌરી લંકેશ જેવી બહાદુર પત્રકારને એક સાચી શ્રધ્ધાંજલિ હશે જો ફોજદારી બદનક્ષીનો કાયદો નાબૂદ કરવા માટે મીડિયા ફરી એક વખત સંગઠિત થાય છે. તેમનુ ક્રૂર મૃત્યુ, બધા પત્રકારો માટે વેક-અપ કોલ હોવો જોઈએ. આ ફક્ત તેમના જીવન પરનોજ ખતરો નથી, પણ મુક્ત અને નિર્ભીક પત્રકારત્વનું ભવિષ્ય નાબૂદ થવાનો ખતરો છે.

Updated On : 13th Nov, 2017
Back to Top