ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

એક ખોટા સમયની દખલ

મૂડીરોકાણની આવશ્યકતા વાળી પબ્લિક સેક્ટર બેન્કોના વિલીનીકરણથી તો માત્ર સમસ્યાઓ વધશે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

એવા સમયે કે જ્યારે એવી કંપનીઓ કે જે પોતાનું દેવું ચુકવવામાં અસમર્થ છે કે પોતાની તણાવયુક્ત બેલેન્સશીટ(જેને ટ્વીન બેલેન્સ શીટ પણ કહેવાય છે)ને કારણે દેવાની ચૂકવણી કરી શકતી નથી, એવા દેવાના બોજ હેઠળ ભારતની જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) દબાયેલ છે, ત્યારે ગયે મહીને, કેન્દ્રીય કેબિનેટે જાહેર ક્ષેત્રની બેન્કોના વિલીનીકરણની કાર્યવાહીમાં ઝડપ લાવવા માટે "વૈકલ્પિક પદ્ધતિ" ની જાહેરાત કરવાનું પસંદ કર્યું છે. આને કારણે બેંકના બોર્ડ પાસેથી મર્જર માટે પ્રાપ્ત થયેલ દરખાસ્તોને નીતિગત મંજૂરી આપવાનું શક્ય બનશે. આવી નીતિગત દરખાસ્ત કસમયની છે. ભારતમાં આજે બેન્કિંગ સેક્ટર માટે સૌથી મહત્વપૂર્ણ ચિંતા, કંપનીઓ પાસેથી બાકી ઋણ અને વ્યાજને પુનઃપ્રાપ્ત કરવાની, અને  મૂડી એકત્ર કરવાની છે કે જેથી ધિરાણ કરવાની તેમની ક્ષમતા પુનઃસ્થાપિત થઇ શકે  જેથી અર્થતંત્રમાં ધિરાણ સરળ બનાવી શકાય. જાહેર ક્ષેત્રની બેન્કોના વિલીનીકરણની પ્રક્રિયા ઝડપી બનવાથી કોઈ હેતુ નહિ સરે. ઉલ્ટાનું, આવા સમયે આવું કોઈ પણ પ્રકારનું પગલું વિલીન થયેલ બેંકો માટે કોઈ લાભ વિના,વધુ પડતી ભારિત અસ્કયામતો ભેગી થવાનું જોખમ વધારે છે.

વિલીનીકરણ સફળ થવા માટે અન્ય પરિબળોની સાથે સાથે આની પ્રક્રિયા વ્યવસ્થિત સમયે થાય તે પણ આવશ્યક છે. બે નબળી અસ્કયામતો વાળી બેન્કોને મર્જ કરવાથી ફક્ત તેની બેલેન્સશીટ જ મોટી નહિ થઇ જાય, પરંતુ વધુ પ્રમાણમાં ભારિત અસ્કયામતો પણ ઉભી થશે. તે અસ્પષ્ટ છે કે આ વિલીનીકરણ થયેલ કંપનીઓ મોટી બેલન્સશીટ, જે કોઈપણ રીતે સુધારાની નિશાની નથી તેને બાદ કરતા કઈ રીતે વધુ સારી નાણાકીય પરિસ્થિતિમાં હશે. આ સમયે ભારિત સંપત્તિઓને એકત્રિત કરી દેવાથી શું મદદ મળશે? સૌથી વધારે અગત્યનું એ છે કે આનાથી બેંકોને પુનઃજીવિત કરવા માટે વધારાની મૂડીની જરૂરીયાત કેવી રીતે ઘટશે?

ઉદાહરણ માટે, આ વર્ષે થયેલ સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (એસબીઆઈ) ના તેની સંલગ્ન બેંકો સાથે થયેલ વિલીનીકરણને જુઓ. તેની સંયુક્ત બેલેન્સશીટ તો મોટી થઇ ગઈ સાથેજ તેની નબળી અસ્કયામતોના પ્રમાણમાં પણ વધારો નોંધપાત્ર વધારો થયો. એસબીઆઈ સાથે તેની સહયોગી બેન્કોનું વિલીનીકરણ છેક ૧૯૯૧થી વિચારણા હેઠળ છે જ્યારે નરસિંહમ સમિતિએ એસબીઆઇની તેની સાત સહયોગી બેંકો સાથેના ક્રમશઃ મર્જરની દરખાસ્ત મૂકી હતી. (જેને રજવાડાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી અને સ્વતંત્રતા પછી તેને રાષ્ટ્રીયકૃત કરવામાં આવી હતી). તેની સહયોગી બેન્કોની નબળી અસ્કયામતો (એનપીએ) નીચી હોય ત્યારે વિલીનીકરણ કરવું એસબીઆઈના હિતમાં હતું. ૨૦૧૬-૧૭માં એસબીઆઇનો ચોખ્ખો નફો, તેની સાથે વિલીન થયેલ પાંચ બેંકોના સંયુક્ત નુકસાન કરતાં ઓછો હતો. અન્ય જાહેર ક્ષેત્રની બેંકો આવા વિલીનીકરણના નુકશાનને ખમી શકી નહોત, કારણ કે કોઈ પણ બેંક એસબીઆઇ જેટલી મોટી નથી. આ એક ખાસ કેસ હતો અને બે અસંબદ્ધ બેંકો જેટલો જટિલ નહોતો.

એસબીઆઇ ગ્રુપ એક કોમન લોગો અને બ્રાન્ડિંગનો ઉપયોગ કરે છે અને એક જ માહિતી અને ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરે છે. એસબીઆઈ પાસે પહેલેથીજ કેન્દ્રિય ગવર્નન્સનું માળખું છે અને તે પહેલેથીજ સંલગ્ન બેંકોને લગતી મહત્ત્વની બાબતોમાં પોતાનો અવાજ ધરાવે છે. તેમ છતાં પણ જે સ્તરના લાભો આ વિલીનીકરણને કારણે મળવા જોઈએ, તે એકવાર કર્મચારીઓ અને શાખા નેટવર્કનું પ્રબંધન ઉત્પાદકતાને ધ્યાનમાં લઇ તૈનાત કરવામાં આવશે તે પછીજ મળી શકશે. તે માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. સંગઠનની કામ કરવાની સંસ્કૃતિઓમાં પણ બદલાવની આવશ્યકતા છે અને આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે સમયની અને ધ્યાન આપવાની જરૂર છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની તેમજ અન્ય બીજી બેન્કોના મર્જર, ૧૯૯૧ પછીના સમયગાળા બાદ ક્યારેય અસરકારક નીવડ્યા નથી.

ટ્વીન બેલેન્સ શીટની સમસ્યાને ઘણી વાર એવી રીતે રજુ કરવામાં આવે છે કે આ માટે મુખ્યત્વે જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રબંધનમાં ભ્રષ્ટાચાર અને અકુશળતા જવાબદાર છે. આ સમજૂતીમાં થોડી ઘણી સચ્ચાઈ હોઈ શકે છે. પરંતુ જાહેરક્ષેત્રની બેન્કોએ ધિરાણ કરેલ મોટાભાગના સાહસો, શરૂઆતથીજ બિનનફાકારક નહોતા પરંતુ બેન્કિંગ ઉપરાંતના પરિબળોને કારણે નબળા પડ્યા હતા. નિઃશંકપણે બેન્કોમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર પણ છે પરંતુ તે પ્રાથમિક કારણ ન હતું. વ્યાવસાયિક બેન્કોએ, વિકાસ સંસ્થાઓ (ડીએફઆઈ) માટે ઝુંબેશ શરૂ કરી, જેનો ભૂતકાળમાં મોટા ઉદ્યોગોને ધિરાણ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. ૨૦૦૦ના દાયકાના પ્રારંભ સુધીમાં, મોટાભાગની ડીએફઆઈએ ધિરાણ બંધકર્યું હતું અથવાતો કામકાજ બંધ કર્યું હતું અને વ્યાપારી બેન્કોમાં રૂપાંતરિત થઈ હતી. આ નાણાકીય ગેરવ્યવસ્થાનું પરિણામ હતું. વાણિજ્ય બેન્કોએ લાંબા ગાળાના પ્રોજેક્ટમાં ધિરાણક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. તેમણે ૨૦૦૦ના દાયકાની મધ્યની તેજીને ધિરાણ પૂરું પાડ્યું હતું. પરંતુ તેનું પરિણામ હવે એ આવ્યું છે કે નફાનું ધોવાણ થયું છે અને એનપીએમાં વધારો થયો છે.

સાચું કહીએ તો, વ્યક્તિગત બેન્કો દ્વારા ધિરાણને પાછું મેળવી, દેવાને પુનર્ગઠીત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.  ડિફોલ્ટના ઘણા કિસ્સાઓમાં, સમય-બંધ નાદારી અને નાદારી કોડ, ૨૦૧૬ની પ્રક્રિયાઓ ચાલી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કેટલાક લોન એકાઉન્ટ વિરુદ્ધ કારવાઈ કરવાની બેન્કોને સલાહ આપી છે એનાથી પણ કેટલીક વસૂલાતની ખાતરી મળે છે,પરંતુ આ પ્રક્રિયાઓ લાંબો સમય લેશે. કેટલાક દેવાદારોએ તેમની અસ્કયામતોને નિયંત્રણમાં લેવાના, બેંકના પ્રયત્નોને ટાળવા માટે કાનૂની આશ્રય લીધો છે. આ દરમિયાન, સરકાર પાસે જાહેર બેન્કોને વધુ પુનર્ધીરાણ ફાળવવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે.

અત્યાર સુધીમાં સરકારે શું કર્યું છે? માર્ચ ૨૦૧૪માં, કુલ એડવાન્સની ટકાવારી તરીકે નોન-પર્ફોર્મિંગ એડવાન્સિસ (જીએનપીએ), અનુસૂચિત કોમર્શિયલ બેંકો માટે આશરે ૪% હતી (બંને, ખાનગી બેન્કો અને જાહેરક્ષેત્રની બેંકોની, સાથે મળીને); આ વર્ષે માર્ચ સુધીમાં તે ૯.૫% અથવાતો ૭.૨૮ લાખ કરોડ હતી. "મિશન ઈન્દ્રધનુષ," જેની નરેન્દ્ર મોદી સરકારે ઓગસ્ટ ૨૦૧૫માં “વર્ષ ૧૯૭૦માં બેન્કોનું રાષ્ટ્રીયકરણથી હાથ ધરવામાં આવ્યું ત્યાર પછીના સૌથી વિસ્તૃત સુધારા" તરીકે જાહેરાત કરી હતી તેનો હેતુ કેટલીક રાહત આપવાનો હતો. બે વર્ષ થઇ ગયા પરંતુ આવું ચોક્કસપણે થઇ શક્યું નથી. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય બેન્કોને પુનઃ ધિરાણ પ્રાપ્ત કરાવવાનું અને જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રબંધન માટે નિયુક્તિઓ કરવા માટે સ્વતંત્ર પ્રક્રિયાઓની સ્થાપના કરવાનું હતું. ચાર વર્ષમાં રૂા. ૭૦,૦૦૦ કરોડની તબક્કાવાર ફાળવણી પર્યાપ્ત નથી જે બાબત જ્યારે આ યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારેજ ભય દર્શાવાયો હતો. નાણા મંત્રાલયે જાહેરક્ષેત્રની બેંકો ની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ વર્ષે અત્યારસુધી ફાળવાયેલ રૂ.૧૦,૦૦૦ કરોડ કરતા વધુ નાણા ફાળવણીનો ઈરાદો દર્શાવ્યો છે (કેટલાકે એને"ઈન્દ્રધનુષ ૨.૦" નું નામ આપ્યું હતું). સરકારે હવે એ સમજવાની જરૂર છે કે હવે પ્રશ્ન એ નથી કે રિકેપીટલાઇઝેશન માટે વધુ નાણાની ફાળવણી કરવાની જરૂર છે કે કેમ પણ પ્રશ્ન એ છે કે આ ફાળવણી ક્યારે કરવામાં આવે? અને તે સમય અત્યારે છે.

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top