ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

માનવતા માટે એક પોકાર

ઈસ્લામોફૉબિયા અથવા સંસાધનની મર્યાદાઓ રોહિંગિયા કટોકટીમાં નિષ્ક્રિયતા માટેનું બહાનું હોઈ શકે નહિ.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

આજે મોટાભાગના વિશ્વમાંએ સાબિત કરવાની હોડ લાગી છે, ઇસ્લામ આતંકવાદના ધર્મ તરીકે કલંકિત થયો છે. બીજી બાજુ, બોદ્ધ ધર્મને શાતીપૂર્ણ, તાર્કિક અને વૈજ્ઞાનિક, આધુનિક જીવનની જીંદગી માટે વિશિષ્ટ રીતે યોગ્ય ચીતરવામાં આવે છે. મ્યાનમારમાં મુખ્યત્વે મુસ્લિમ વંશીય લઘુમતી, રોહિન્ગયાઓનું  લશ્કરના સક્રિય સમર્થનમાં કેટલાક બૌદ્ધ ઉગ્રવાદીઓના હાથે થઇ રહેલું દમન, તાજેતરના ઇતિહાસમાં,  દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં થઈ રહેલ વંશીય હિંસાનો એક માત્ર કેસ છે જે આ વર્ણનનું ખંડન કરે છે. તેમછતાં, ભારત સહિતના ઘણાં દેશોમાંથી આ માનવતાવાદી કટોકટીની આવેલ સરકારી પ્રતિક્રિયાઓ, અસંવેદનશીલ અને ઈસ્લામોફોબિયાથી ભરેલ રહી છે.

હિંસાની તાજેતરની ઘટનાઓ, ૨૫મી ઓગસ્ટ,૨૦૧૭ના રોજ અરાકાન રોહિંગયા સાલ્વેશન આર્મી સાથે સંકળાયેલ ઉગ્રવાદીઓએ, મ્યાનમારના રખીને રાજ્યમાં પોલીસની ચોકીઓ અને લશ્કરી છાવણી પર હુમલો કર્યો ત્યારથી શરુ થઇ છે. આને પગલે તાત્કાલિક લશ્કરી કાર્યવાહી હાથ ધરાઈ અને જાતિગત હિંસા નવેસરથી શરુ થઇ જેમાં હજારો સામાન્ય રોહીન્ગ્યાઓ માર્યા ગયા છે કે વિસ્થાપિત થયા છે. ઓગસ્ટથી લઈને લગભગ ૯૦,૦૦૦ થી વધુ લોકો બાંગ્લાદેશમાં શરણાર્થી તરીકે આવ્યા છે અને મ્યાનમાર-બાંગ્લાદેશ સરહદ પાર કરવા માટે અંદાજે ૨૦,૦૦૦ લોકો રાહ જોઈ રહ્યા છે. મ્યાનમારે, યુનાઈટેડ નેશન્સ (યુએન) સહાય એજન્સીઓને તેની સરહદોની અંદર રોહિંગયા પીડિતો સુધી પહોંચતા રોક્યા છે; તેણે મીડિયા બ્લેક-આઉટ લાગુ કર્યો છે, અને એમાં કોઈ શંકા નથી કે વિશ્વ એક નવા, રાજ્ય પ્રાયોજિત નરસંહારનું સાક્ષી બની રહ્યું છે. આમ છતાં, મ્યાનમારના પડોશી રાષ્ટ્રો રોહિંગયા શરણાર્થીઓને આશ્રય આપવા માટે તૈયાર નથી. ભારતીય સરકાર તો તેમને, ભારતની આંતરિક સુરક્ષા માટે સંભવિત ખતરા તરીકે વર્ણવવા સુધી આગળ વધી ગઇ છે.

મ્યાનમારમાં ૧૯૬૨માં લશ્કરી બળવો થયો, છેક ત્યારથી રોહીન્ગ્યા સમુદાયને દમનનો સતત સામનો કરવો પડી રહ્યો છે, જેણે તેમના નાગરિકત્વના અધિકારોને છીનવી લીધા છે અને તેમને સ્વાસ્થ્ય સુવિધાઓ, શિક્ષણ અને રોજગાર પુરા પાડવાનો ઇનકાર કર્યો છે. પરંતુ ૨૦૧૧માં જ્યારથી મ્યાનમારમાં તથાકથિત લોકશાહી વ્યવસ્થામાં પરિવર્તિત થવાનું શરુ થયું છે ત્યારથી હિંસાના બનાવો અને તેની તીવ્રતામાં વધારો થતો ગયો છે. લોકપ્રિય સમર્થન જાળવી રાખવા માટે આતુર લશ્કર પોતાને  બૌદ્ધવાદના રક્ષણકર્તા તરીકે ચીતરી રહ્યું છે અને ઉગ્રવાદી બૌદ્ધ જૂથોને રોહીન્ગ્યાઓને નિશાન બનાવવા માટે ઉશ્કેરી રહ્યું છે.

હાલની અશાંતિ, ઓક્ટોબર ૨૦૧૬ માં શરૂ થયેલી હિંસાથી સતત ચાલી આવી છે. યુએનની વાસ્તવિકતા ચકાસણી માટેની ટીમના, ફેબ્રુઆરી ૨૦૧૭ના રીપોર્ટમાં જણાવાયું છે કે સુરક્ષાકર્મીઓ દ્વારા અગાઉના વર્ષે, રોહિન્ગયાઓ સામેના અત્યાચારો "માનવતા વિરુદ્ધના ગુનાઓ" અને " કદાચ વંશીય સફાઇ” છે. મ્યાનમાર સરકારે આ અહેવાલને નકારી કાઢ્યો છે. જ્યારે મે ૨૦૧૭માં, યુએને બીજી હકીકત ચકાસણી ટીમને મ્યાનમારમાં જવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારે સરકાર એવું જાહેર કરતા ખચકાઈ નહોતી કે આ મિશનના કોઈ પણ સભ્યને વિઝા આપવામાં આવશે નહીં. લોકતાન્ત્રિક રીતે ચૂંટાયેલ નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ઔંગ સાન સુ કીએ એવો દાવો કર્યો હતો કે યુએનના આવા હસ્તક્ષેપથી આંતર સમુદાયિક દુશ્મનાવટ વધશે. હવે, ઓગસ્ટની હિંસા પછી દિવસો સુધી, એકદમ ચુપ્પી સાધ્યા પછી, તેમણે આ વંશીય હિંસા વિષેના અહેવાલને "હિંસક આતંકવાદીઓના હિતો" ને પ્રોત્સાહન આપતી ખોટી માહિતી તરીકે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આનાથી સમુદાયો વચ્ચેના વિરોધમાં વધુ તીવ્રતા આવશે.

આ કટોકટી સામે ભારત સરકારનો પ્રતિસાદ શરમજનક છે. તે એવો દાવો કરે છે કે દેશના જુદા જુદા ભાગોમાં આશરે 40,૦૦૦ રોહિંગ્યાઓ ગેરકાયદેસર રીતે રહે છે અને સરકાર તેમને મ્યાનમારમાં પરત મોકલવાની યોજના બનાવી રહી છે. રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી કિરેન રિજિજુએ સરકારના પગલાને યોગ્ય ઠરાવતા ધ્યાન દોર્યું છે કે ભારત શરણાર્થીઓ પરના યુનો કન્વેન્શન પર હસ્તાક્ષરકર્તા નથી, અને આથી, રોહિન્ગ્યા કટોકટી અંગે યુએનના અભિપ્રાયને માનવા બંધાયેલ નથી. પરંતુ ઘણાબધા પ્રસંગો પર, સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ બંનેએ તેમને પાછા નહિ મોકલી આપવાના સિદ્ધાંતને સમર્થન આપ્યું છે, જે શરણાર્થીઓને તેમના મૂળ દેશમાં પરત મોકલવા પર પ્રતિબંધ મૂકે છે જ્યાં તેમણે સતાવણીનો સતત સામનો કરવો પડે છે. હવે આ રૂઢિગત આંતરરાષ્ટ્રીય કાયદાનો સ્થાપિત અધ્યાય છે જેની હાલની સરકાર અવગણના કરી શકશે નહીં. હાલમાં સર્વોચ્ચ અદાલતમાં સરકારની દેશનિકાલની યોજના સામેની અરજી પર સુનાવણી હાથ ધરાઈ રહી છે.

અત્યારે સૌથી વધુ ચિંતાજનક, હાલની સરકાર દ્વારા ૧૯૫૫ના ભારતીય નાગરિકતા ધારામાં સુધારો કરવાનો પ્રયાસ છે, જે ઇસ્લામોફોબિયાને, મુસ્લિમ આશ્રય ઇચ્છનારાઓ સામે સક્રિય રીતે ભેદભાવ દ્વારા વ્યવસ્થામાં દાખલ કરવાની ધમકી આપે છે. સૂચિત સુધારો, નૈતિક રીતે બંધનકર્તા હોવાની સાથે સાથે, બંધારણીય કલમ ૧૪ના આધારે મળેલ સમાનતાના અધિકારનું હનન કરે છે.

હાલની કટોકટીમાં વિરોધને વધુ મજબૂત બનાવીને સરકાર પર દબાવ બનાવવાની જરૂર છે કે સંસાધનોની કમી અથવાતો શરણાર્થીઓના વેશમાં આતંકવાદીઓ ઘુસી આવવાનો કાલ્પનિક ભય બતાવી ચુપચાપ ઉભા ઉભા નરસંહાર જોવાનું એક બહાનું ન હોઈ શકે. મૃત્યુના ભય અને સતાવણીના ભયથી ભાગી રહેલ લોકોને આશ્રય પૂરો પાડવો એ અત્યંત અગ્રતાક્રમે હોવું જોઈએ અને તેનો આધાર તેમના ધર્મ, પંથ, જાતિ અથવા વંશીયતા પર શરતી ન હોય શકે. વિસ્થાપિત સમુદાયના પુનર્વસવાટ પછી તેમના પોતાના દેશોમાં અથવા જો તેમના ગૃહ રાજ્યમાં પરીસ્થિતિ વિપરીત હોય તો તેમના આગમનની જગ્યાએ પુનઃસ્થાપન માટે વૈશ્વિક ધોરણે સંસાધન ઉભા કરવાના પ્રયત્ન કરવા જોઈએ. મદદ કરવાનો ઇનકાર કરીને લોકોને મૃત્યુના મોમાં ધકેલાવા દબાણ કરવું સ્વીકાર્ય ન હોય શકે.

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top