ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ઇપીડબલ્યુની કટોકટી – ‘નાના નાના અવાજો’

ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીએ તેનું ૫૧મુ વર્ષ પૂર્ણ કર્યું. આ છેલ્લું એક વર્ષ ઉથલપાથલ અને જબરજસ્તીપૂર્વકના બદલાવનું વર્ષ રહ્યું છે. જાહેર ચર્ચાઓમાં, ખાસ કરીને છેલ્લા મહિનાના ડેવલપમેન્ટમાં, ઇપીડબલ્યુ અને તેના ભાવિ વિશે ઘણા પ્રશ્નો ઊભા થયા છે. આ એક સારો સમય છે જ્યારે માત્ર ઇપીડબલ્યુના ભૂતકાળ બાબત જ નહીં, પરંતુ તે ભવિષ્યમાં કઈ દિશા લેશે તેના પર પણ વિચારવાની જરૂર છે. આ માટે, અમારે ઇપીડબલ્યુના વિશાળ સમુદાયની ભાગીદારી અને જોડાણની જરૂર છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

બર્નાર્ડ ડી’મેલો આ કાલ્પનિક વાતચીતમાં  કેટલાક ચિંતાજનક મુદ્દાઓ પર વિચાર રજુ કરે છે.

ઇપીડબલ્યુ અને ઇપીડબલ્યુના સમુદાયના સંબંધોની નિકટતાને કારણેજ આ સાહસ ચાલુ રહ્યું છે. ચાલો તેમને આપણે જેમ્સ કેમરોનની ઐતિહાસિક ફિલ્મ ટાઇટેનિકના બે કાલ્પનિક પાત્રો રોઝ અને જેક તરીકે ઓળખીશું.

તેના લુટારુઓના સરદાર જેવા મંગેતર કેલ અને  ઉચ્ચ સમાજના મોભાથી સભાન વિધવા માતા રુથની અપેક્ષા મુજબ રહેતા રહેતા કંટાળી ગયેલી રોઝ જહાજના તુટક ઉપરથી કૂદવા જ જઈ રહી છે. "ના તમે ના કૂદો," જેક હસ્તક્ષેપ કરે છે, જે માટે રોઝ, તેને દુર હડસેલતા જવાબ આપે છે: હું શું કરું અને શું નહીં તે તમે મને ના કહો. જ્યારે છેલ્લા ૧૫ કરતા વધુ મહિનાથી, હું જ્યારે ઊંડી તકલીફમાં હતી, ત્યારે તમે ક્યાં હતા? જાઓ દુર જાઓ."

જેક: "હું બંધાયેલો છું. મારી પાસે પસંદગી નથી. હું આશા રાખું છું કે તમે રેલિંગ પર પાછા આવશો, અને મને હૂકમાંથી બહાર કાઢશો ... ચાલો આવો. આવો, મને તમારો હાથ આપો. તમે આવું કરવા નથી માંગતા."

જેક ડેક પર રોઝને મદદ કરે છે.

રોઝ: "મને ખબર છે કે તમે કદાચ એવું વિચારી રહ્યાં છો કે હું બગડેલી નાની છોકરી છું."

જેક: "ના, બિલકુલ નહીં. ખરેખર હું આશ્ચર્યમાં છું કે એવું તે શું થયું છે કે તમને લાગે છે કે તમારી પાસે આ સિવાય બીજો કોઈ ચારો નથી. "

રોઝ: "સ્વાભાવિક છે કે તમને ખબર નહી હોય કે ગયા વર્ષના જાન્યુઆરી મહિનાથી હું કઈ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છું. હું એક એવા બિંદુ સુધી પહોંચી ગઈ હતી જ્યાં મને એવું મનાવવામાં આવી રહ્યું હતું કે હું અધિકૃત અને ખોટાનું, નૈતિક અને અનૈતિકનું વિશ્લેષણ કરવા માટે અસમર્થ છું. મારૂ વ્યક્તિત્વ બગાડવામાં આવી રહ્યું છે; તમે જાણો છો કે હું નીચી ગુણવત્તા નથી સ્વીકારી શકતી. અને પછી, મોટા બિઝનેસ હાઉસમાંથી કાનૂની નોટિસ મળી અને આને કારણે...જેક, મારી પ્રતિષ્ઠા ખરડાઈ છે."

જેક: "એમાં કોઈ શંકા નથી,કે આ બધું ખૂબ જ વિચલિત કરનારું છે. અને જાન્યુઆરી ૨૦૧૬થી, ઉત્તરાધિકારમાં, તમારા બે સંપાદકોને રાજીનામું આપવાની ફરજ પડી હતી. રોઝ, હું તમને જણાવવા માંગુ છું કે તમે સૌથી આકર્ષક, દૈદીપ્યમાન અને મારી જાણકારીમાં સૌથી અદભૂત સ્ત્રી છો. તમે ઠીક ન થઇ જાઓ ત્યાં સુધી હું હવે દૂર રહી શકીશ નહિ. રોઝ, તમને ફસાવવામાં આવ્યા છે. અને તમે જો આ ચુન્ગાલ માંથી નહિ છૂટી શકો તો તમે કદાચ મરી જશો. કદાચ એવું તાત્કાલિક ન બને કારણ કે તમે મજબૂત છો, પરંતુ વહેલા મોડા, એ આગ, જેને માટે હું તમને પ્રેમ કરું છું, રોઝ ... તે આગ ગમે ત્યારે તમને દઝાડી જશે ... "

રોઝ: "જેક, મારી ઉપર ઓળઘોળ ન થઇ જાવ. હું તો મારી નિષ્ફળતાઓમાંથી હું જે કઈ શીખી છું એનું સરવૈયું માત્ર છું. સચિન ચૌધરી થી લઈને સી રામમોહન રેડ્ડી સુધીના મારા સંપાદકો અને લેખકોએ મને જે આપ્યું છે, તેમાનું ઘણું બધું મેં સાચવ્યું છે અને હું મારી પોતાની મર્યાદાઓથી પણ સારી રીતે વાકેફ છું. આ તો મારા સંપાદકો અને લેખકોની ઘણી મદદ જ છે જેને લઈને, હું એક 'જ્ઞાનના વટવૃક્ષ'ની જેમ ફળ્યો ફૂલ્યો છું. પરંતુ મારા સૌથી લાંબી કારકિર્દી ધરાવતા અને સૌથી સમર્પિત સંપાદક, કૃષ્ણ રાજની જેમજ, હું પણ ખુબજ વિનમ્ર છું. "

જેક: "શું તમે તમારા તપાસ સંબંધી પત્રકારિતાના વળાંકથી ખુશ છો?"

રોઝ: "હું તેના વિચારમાત્રથી ઉત્સાહિત થઇ હતી. મેં અમેરિકામાં આ સદીની શરૂઆતમાં, ૧૮૭૦ થી લઇ ૧૯૦૦ વચ્ચેના સમયગાળામાં મૂડીની સાંદ્રતા અને કેન્દ્રીકરણને કારણે ઉભી થયેલ વિકરાળ અસમાનતાઓ વિશે જે વાંચ્યું છે તે મને યાદ કરવા દો. આ વિચિત્ર અસમાનતાઓને સરકાર દ્વારા સસ્તી અને બિનકાયદાકીય પદ્ધતિઓનો ઉપયોગ કરીને ટેકો આપવામાં આવતો હતો જેથી ખાનગી સંપત્તિ ભેગી કરી શકાય. જેમણે આવા સાધનો દ્વારા તેમની સંપત્તિ એકઠી કરી છે તેઓ લુટારુઓના સરદાર તરીકે ઓળખાય છે, અને આ તેમનું જ દુરાચાર ભરેલ કાર્ય છે કે જેણે કાદવ ઉછાળવાની પ્રવૃત્તિ અને સાથેજ કાદવ ઉછળતી પત્રકારીતાને જન્મ આપ્યો છે. આ કાદવ ઉછાળવાવાળાઓએ આસપાસ ચાલી રહેલ બધીજ બાબતોમાં દખલ કરવાનું અને તેમને જે લાગે તેને મોટા સમૂહ સુધી પ્રસારિત કરવાનું કાર્ય કર્યું હતું. આ સૌના કેન્દ્ર સ્થાને કોર્પોરેટ કૌભાંડો અને રાજકીય ભ્રષ્ટાચારની સાંઠગાંઠ રહેલ હતી અને કાદવ ઉછાળ પત્રકારત્વનું બધુજ ધ્યાન આ પ્રત્યે જ હતું. આ કાદવ ઉછાળવા વાળાઓ એવું માનતા હતા કે જાહેર જનતા ઉત્તેજિત થઈને તેઓ જે સામાજિક બુરાઈઓનો ખુલાસો કરે તેને ઉકેલવા માટે કાર્ય કરશે. ૧૯૯૦ના દાયકા પછી, ભારત,શક્તિશાળી અને ભ્રષ્ટ રાજકારણીઓ સાથેના તેના પોતાના લુટારુઓના સરદારોની સાઠગાંઠને કારણે ખોખલું બની રહ્યું છે. ક્યારેકને ક્યારેક તો કાદવ ઊછાળ પત્રકારત્વ અનુસરવાનું જ હતું અને મેં, મારા લેખોમાં તેની સૌથી સચોટ અને અધિકૃત માહિતી છાપવાનું શરુ કર્યું જેથી આ બધાને જાહેરમાં લાવવામાં મદદ મળી શકે. "

જેક: "પરંતુ દેખીતી રીતે, રોઝ, કંઈક ખોટું થઇ રહ્યું હતું. અને વધુમાં, તમે તમારી 'મુખ્ય ક્ષમતાથી' ફંટાઈ ગયા હતા. ''

રોઝ: "ના, ના, જેક, આપણે સંચાલન ભાષણમાં જોડાય જઈએ નહીં. એ બધુ તો બહુજ સરળ છે. મારી સંપાદકીય ટીમે બોફોર્સ કૌભાંડના સમયે જ આ વિષય ઉપર ચર્ચા કરી હતી. તપાસકીય પત્રકારત્વ માટે સચોટ હકીકતલક્ષી માહિતીઓ પર ભાર મૂકવો અતિ આવશ્યક છે. જો તેણે ખરેખર જુસ્સાદાર અને લોકશાહીના ચોથા સ્તંભની જવાબદારીને અનુરૂપ ચોકસાઈપૂર્વકની પત્રકારિતા કરવી હોય તો જાહેર સમસ્યાઓના મૂળ અંગે વાસ્તવિક સંશોધન કરવું રહ્યું. દેખીતી રીતે, આ માટે કુશળ અને અનુભવી પત્રકારો અને નોંધપાત્ર માત્રામાં સંસાધનો હોવા જરૂરી છે. અને આજના નવઉદારવાદની સ્થિતિમાં, જ્યારે એક ધનાઢ્ય અને ખૂબ શક્તિશાળી વ્યક્તિઓ અને કોર્પોરેશનો દ્વારા કરાતા દુરાચારના પુરાવા જાહેર કરાય ત્યારે, આંખ આડા કાન કરવાની વૃત્તિ જોવા મળી શકે છે જ્યાં વ્યાપારી સમાચાર માધ્યમો દ્વારા નહીંવત કે બિલકુલ કશુજ કવરેજ અથવા ફોલોઅપ કરવામાં નહિ આવે. આ કેદ છે, પ્રેસની સ્વતંત્રતા નથી અને અહીં, આજ તો પ્રશ્ન છે. અલબત્ત, અધિકૃત સંશોધકીય પત્રકારીતાને કારણે મારા માલિકોને ચોક્કસપણે, પૈસાદાર અને રાજકીય વગ ધરાવતા શક્તિશાળીઓ સાથે ઘર્ષણને કારણે ભોગવવું પડ્યું હશે. પરંતુ આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેને સામાન્ય રીતે 'તપાસકીય પત્રકારત્વ' કહેવામાં આવે છે એ સરકારી કોર્પોરેશનોમાં કાર્ય કરનાર આંતરિક લોકો દ્વારા જ માહિતી લીક કરાયેલ હોય છે, જેમાં રિપોર્ટરને એ સ્ત્રોત(સ્ત્રોતો) દ્વારા મોઢામાં કોળીયો ભરાવવામાં આવે છે. પત્રકારે સત્યની તપાસ કરવાની જરૂર છે જ્યારે એની હકીકતો બાબત શંકા હોય, પરંતુ માત્ર અમુકજ લોકો ખરેખર આ માટે પરસેવો પાડે છે. તેમ છતાં અમે 'નફા માટે નહિ એવી કોર્પોરેટ કૉમ્પ્લેક્સ' તરીકે ઓળખાતા એક ફાઉન્ડેશન પાસેથી સંશોધનાત્મક પત્રકારત્વ માટે ભંડોળ મેળવી શક્યા હતા. જોકે આવા ફંડ વિશે, બે ચાર શબ્દ કહેવામાં પણ આવે છે. અન્ય અગ્રણી, ઉદારવાદી-સરકારી સંગઠનોની જેમ, મને પણ 'બિનનફાકારક કોર્પોરેટ સંકુલ' માંથી ઉદારવાદી અને ઉંચી આવક ધરાવતા સ્રોતમાંથી આંશિક રીતે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, જે મને મારામાં અંકિત હકારાત્મક રેડિકલ સ્ટ્રેકથી હટાવી ન દે તેનો સતત ડર માથે લટકતો રાખે છે, હું ચિંતિત છું કે આખરે હું પણ એમાં સામેલ ન થઇ જાઉં.

જેક:" રોઝ, ભારતના નાગરિક સ્વાતંત્ર્ય અને લોકશાહી અધિકારો માટેના સંગઠનો ભારતીય રાજય દ્વારા માનવ અધિકારોના હનનના કુલ, વ્યવસ્થિત રીતના અને નોંધપાત્ર કિસ્સાઓમાં ઘણું બધું સ્વતંત્ર તપાસકાર્ય અને 'મૌલિક રિસર્ચ' કરે છે, ખાસ કરીને જ્યાં અસ્તિત્વમાં રહેલ કાયદેસરની તંત્રવ્યવસ્થા ન્યાય વિરુદ્ધ નિરાકરણ આપવામાં નિષ્ફળ જાય છે અને તેમાંપણ ખાસ કરીને જ્યારે આ અત્યાચારો સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે. આ પૂછપરછો, ભારતીય રાજ્યના કાયદાના ગેરઅસ્તીત્વ સામેના અભિપ્રાયો અને અંતરાત્માના અવાજ તરીકે કાર્ય કરવા માંગે છે. પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ અને પીપલ્સ યુનિઅન ફોર સિવિલ લિબર્ટીઝના સંયુક્ત રિપોર્ટ,  કોણ ગુનેગાર છે ?, એ એક ઉદાહરણરૂપ, ચોક્કસ તપાસ કાર્યનું પરિણામ હતું, જેમાં નવેમ્બર ૧૯૮૪માં, દિલ્હીમાં, શીખ સમુદાયના સભ્યો પર, રાજ્યની ભાગીદારીમાં થયેલ હુમલાઓ સંકળાયેલા હતા. તેના એક ડ્રાફ્ટને પણ તમારી કૉલમમાં સ્થાન આપવામાં આવ્યું હતું . હું આશા રાખું છું કે તમે આવા હાર્ડ-હિટિંગ અને શક્તિશાળી ખુલાસો આગળ પણ કરતા રહેશો. તેની નોંધપાત્ર હકીકતની શોધ અને દલીલ તર્કના આધારે, હું આર ધ ગિલ્ટી? ચોક્કસપણે એક સંશોધનાત્મક રિપોર્ટિંગ હતું."

રોઝ:" હા જેક, અમે ચોક્કસપણે એમજ કરીશું. હું નસીબદાર છું કે મારા લેખકોએ હંમેશા, સરકારી નીતિઓ, મોટાભાગના ભારતીય લોકોને કેવી રીતે અસર કરશે તેના આધારે જ આ નીતિઓને મુલવી છે નહીકે  ભદ્ર-લઘુમતી અને મોટા-વ્યવસાયના સ્વાર્થને એને કારણે શું અસર થશે તેના આધારે. પરંતુ અમારે આર્થિક નૃવંશશાસ્ત્રીઓ દ્વારા એક ચકાસણી કરતો લેખ તૈયાર કરાવવાની જરૂર છે કે આ નવ ઉદારવાદી સમયમાં, આરોગ્ય વીમા વગર, અથવાતો યોગ્ય અને પરવડી શકે તેવા રહેઠાણ સુધી પહોંચના અભાવમાં, અથવાતો પોતાના બાળકોને અન્ય કોઈ વિકલ્પ ન હોવાને લીધે સૌથી ખરાબ સ્કૂલોમાં મોકલવા, અથવા સતત ગરીબી અને અભાવના દુઃખનો સામનો કરવો પડે એનો શું અર્થ હોય શકે. આવા તમામ પ્રત્યાઘાતો શોષણ અને જુલમી સામાજિક સંબંધોમાંથી ઉદભવે છે."

જેક:" રોઝ, આપણે મેગેઝીનના પત્રકારત્વ પરના અડધા ભાગ પરતો ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ તમને નથી લાગતું કે મેગેઝીનના શૈક્ષણિક અડધાભાગ માટે પણ વધુ ધ્યાન આપવાની જરૂર છે?"

રોઝ:" હા, તે કોઈપણ સંપાદક માટે એક પડકાર છે, જેમાં સંશોધનાત્મક પત્રકારની પશ્ચાદભૂ ધરાવતા સંપાદક પણ સામેલ છે. વાસ્તવમાં, સંપાદક તરીકે એક શૈક્ષણિક અર્થશાસ્ત્રી પણ ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અથવા રાજકીય વિજ્ઞાનની જરૂરિયાતોને સંભાળવા માટે સક્ષમ ન હોય શકે. તેમની પોતાની સીમાઓના આધારે, નવા સંપાદક શું કરી શકે છે તે સંપાદકીય સલાહકારો પરજ આધારિત છે જે સમાજવિજ્ઞાનના દરેક વિસ્તૃત વિષયોનું પ્રતિનિધિત્વ કરતા હોય. પરંતુ આ માટે સલાહકારો સાથે સંપાદકના બૌદ્ધિક સંબંધ ખરેખર જ વાસ્તવિક લાગણીયુક્ત હશે તોજ તે સુનિશ્ચિત કરી શકાશે કે તેઓ મેગેઝીનના શૈક્ષણિક ભાગની ગુણવત્તા જાળવવામાં મદદ કરશે. અલબત્ત, સંપાદકે યુવાન અને હોશિયાર વિદ્વાનો, ખાસ કરીને ભારતના શૈક્ષણિક ક્ષેત્રના 'અંદરના વિસ્તારો' માંથી શોધતા રહેવું પડશે, તેમને તૈયાર કરવા પડશે અને તેઓનું સંવર્ધન પણ કરવું પડશે, અને ત્યારબાદ તેમને સાપ્તાહિક માટે તેમના શ્રેષ્ઠ કાર્યો દ્વારા યોગદાન આપવા માટે પ્રેરણા પણ આપવી જોઈશે."

જેક:" રોઝ , તમે તમારા આગામી સંપાદકમાં શું યોગ્યતા હોવાની આશા રાખો છો? "

રોઝ:" એક તો, તે ઓછામાં ઓછું ઉદારવાદી તો હોવા ઘટે, પરંતુ એનો અર્થ એ નથી કે તે ભદ્ર અભિપ્રાયના કહેવાતા ડાબેરી પાંખના હોય. મારા માટે ઉદારવાદી સંપાદક એ છે કે જે અધિકૃત ઇતિહાસના અર્થ અને સંદર્ભના આધારે ભય અથવા પક્ષપાત વગરના સત્ય રજુ કરવા માટે પ્રતિબદ્ધ હોય અને જે વૈજ્ઞાનિક પધ્ધતિ દ્વારા પુરા વિશ્વને એલ આલોચકની નજરે જોતા હોય. મને મારા સ્થાપક-સંપાદક સચિન ચૌધરી યાદ આવે છે. અને બીજું, હવે પછીના સંપાદક એવા હોવો જોઈએ કે જે તેની અથવા તેણીના અંતઃકરણ અનુસાર કાર્ય કરતા હોય અને તેના કે તેણીના કાર્યને કારણે સાથીઓ ઉપર શું અસર પડશે તે પ્રત્યે સભાન હોય. મૂળભૂત રીતે, એવી વ્યક્તિ કે જેને માટે દરેક વ્યક્તિ મહત્વની હોય... ફક્ત આવીજ વ્યક્તિ કાર્યમાં મારી લોકતાંત્રિક અને પ્રમાણમાં સમતાવાદી સંસ્કૃતિને પુનઃસ્થાપિત કરી શકશે, જેને સ્થાપવા માટે કૃષ્ણ રાજ અને રજની એક્સ દેસાઇએ, અને તેને જીવંત રાખવા માટે સી રામમોહન રેડ્ડીએ ખુબજ મહેનત કરી છે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોઈએ તો હવે હું એક મોટી સંસ્થા બની ગયો છું, વધુ અસમાન અને અધિક્રમિક, પરંતુ આવા ફેરફાર છતાં, રામમોહને લોકતાંત્રિક કાર્યસંસ્કૃતિને જીવંત રાખી છે. આ કાર્યસંસ્કૃતિને સરમુખત્યારશાહી અને સ્વ-કેન્દ્રિત વ્યક્તિ બરબાદ કરી દઈ શકે છે. ત્રીજું, એવું લાગે છે કે, ઇપીડબલ્યુમાંનું 'આર્થિક', રાજકીય અને સામાજીકની સરખામણીમાં કશેક ખોવાઈ ગયું છે. આ સંતુલનને પુનઃસ્થાપિત કરવાની જરૂર છે, જેના માટે એક વિવરવાદી (હીથરોડોકસ)(એક એવો શબ્દ જેના છત્ર નીચે વિધવિધ નવ-ક્લાસિકલ અભિગમોનો વિસ્તાર સમાઈ જતો હોય) અર્થશાસ્ત્રીએ સંપાદક તરીકે આવવું જરૂરી છે. અને, અલબત્ત, ઓપન વેઈન્સ ઓફ લેટિન અમેરિકાના પ્રસિદ્ધ લેખક, ઉરુગ્વેયના એડ્યુઆર્ડો ગેલેઆનોએ  એક વખત કહ્યું હતું કે: 'મહત્વની વાત એ છે કે પ્રામાણિકપણે લખવામાં આવે. આપણે એકબીજાને બોલાઈ રહેલા શબ્દો દ્વારાજ ઓળખીએ છીએ. હું જે શબ્દો બોલું છું તે હું છું. અને જો હું તમને મારો શબ્દ આપું છું તો હું તમને મારી જાત આપુ છું."

જેક:" શું વાત છે રોઝ. અદભૂત! તમારે પોતાને પુનઃસ્થાપિત કરવું જ જોઈએ. તમારે ચોક્કસપણે આગળ વધવું જ જવું જોઈએ, રોઝ. મને ખાતરી છે કે તમે આ મુશ્કેલ ગાળામાં પણ તાકી રહેશો. મારી સાથે જે શ્રેષ્ઠ વસ્તુ બની છે તે એ છે કે તમે મને તમારી તરફ દોર્યો છે. હું તે માટે તમારો આભારી છું."

રોઝ:" જેક, તે એક આઈસબર્ગ હતો- જે એક પ્રારંભિક ચેતવણી હતી, જે હકીકતમાં ધ્યાન બહાર નીકળી ગઈ હતી, પરંતુ તેની ઉપેક્ષા કરવામાં આવી હતી- જેણે સમય જતા મારા પોતાના જરૂરી ભવનને નુકસાન પહોંચાડ્યું હતું, મારૂ પોતાનું માળખું, જેણે મને ટકાવી રાખી હતી. જો મને સંપાદકીય ટીમનું અને તમારું સમર્થન ન મળ્યું હોત તો હું બરબાદ થઇ ગઈ હોત. અને હા, મારે મારી ટીમને માટે ગુલાબ લાવવાની જરૂર છે."

જેક:" હા, અલબત્ત. પરંતુ તમારે મારી એક વાતને સન્માન આપવું જ જોઈએ. મને વચન આપો કે તમે ટકી રહેશો. કે તમે હાર નહીં માનો, ભલે ગમે તે થઈ જાય અને પરોસ્થીતી ગમે તેટલી નિરાશાજનક કેમ ન હોય."

રોઝ:" હું ક્યારેય હાર નહીં માનું, જેક. હું ક્યારેય હાર નહીં માનું. હું વચન આપું છું."

[હું ટાઇટેનિકની સ્ક્રીપ્ટના અમુક ભાગોના ઉપયોગને સ્વીકાર કરું છું. જોકે ફિલ્મના સંકેતોને, વધુ પડતું મહત્વ આપવાની જરૂર નથી.] 

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top