ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

નાગાલેન્ડમાં સંગીત ખુરશી

પ્રદીપ ફાન્જોઉંબામ (phanjoubam@gmail.com) ઈમ્ફાલ ફ્રી પ્રેસના સંપાદક છે.

ગવર્નરના સક્રિય હસ્તક્ષેપ હોવા છતાં હજુસુધી રાજકીય નાટકનો અંત આવવો બાકી છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

નાગાલેન્ડના મુખ્ય પ્રધાન ટી. આર. ઝેલિયાંગ, જેમણે ૧૯ જુલાઈના રોજ, અસાધારણ ગતિવિધિઓ પછી શપથ લીધા હતા, તેમણે વિધાનસભ્યોને ખુશ રાખવા માટેના નવા ધારાધોરણો અપનાવ્યા છે. રાજ્ય વિધાનસભાની ૨૧ જુલાઈના રોજ યોજાયેલી વિધાનસભાની બેઠકમાં બહુમતી સાબિત કર્યા બાદ, તેમણે ૧૧ કેબિનેટ પ્રધાનોની નિમણૂંક કરી હતી, જેમાંના બે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ચાર સભ્યો માંથી છે. આ પછી પણ તેમણે શાસક નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ) ના ૪૭ બળવાખોરોમાંથી બીજા ૩૫ ને ખુશ કરવાના હતા જેમણે તેમને ટેકો આપ્યો હતો. ૨૫ જુલાઇના રોજ, તેમણે કેબિનેટ દરજ્જાના પદ, સંસદીય સેક્રેટરી તરીકે તેમાંના ૨૬ને નિયુક્ત કર્યા હતા. બાકીના નવને પણ કેબીનેટ દરજ્જા પર, સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરિણામ સ્વરૂપે, ૬૦ સભ્યોની વિધાનસભામાં તમામ ૪૭ બળવાખોર કે  જેણે ૨૧ જુલાઈનાં મતદાનમાં ઝેલિયાંગ માટે મતદાન કર્યું હતું, તે હવે કેબિનેટ રેન્ક ધરાવે છે. 

ઝેલિયાંગ માટે જુલાઇ ૨૬ ના રોજ એક બીજા કેસમાં સુપ્રીમકોર્ટે આપેલ ચુકાદો કમનસીબ છે, જેમાં તેણે આસામ સંસદીય સચિવો (નિમણૂંક, પગાર, ભથ્થા અને વિવિધ જોગવાઈઓ) અધિનિયમ ૨૦૦૪, જે રાજ્ય વિધાનસભામાં સંસદીય સચિવોની નિમણૂક માટેની જોગવાઈ રજૂ કરે છે, તેને ગેરબંધારણીય ઠેરવ્યો હતો. આ ચુકાદાની ઝેલીઆંગની હાલની ખુશામત કરવા તલપાપડ થતી વ્યૂહરચના પર સીધી અસર થવાની સંભાવના છે પરંતુ તેમની નવી નવી રીતો શોધી કાઢવાની કુશળતાને જોતા, તેઓ આની આસપાસનો બીજો કોઈક માર્ગ શોધી શકે છે. 

ઝેલિયાંગની તાજેતરની સત્તામાં આવવાની યાત્રા, નાટ્યાત્મક તેમજ વિવાદ વિનાની નથી. ફેબ્રુઆરીમાં તેમના એનપીએફના મુખ્ય પ્રધાન તરીકે, મહિલાઓ માટે 33% આરક્ષણના રાષ્ટ્રીય ધોરણો સાથે શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવાના નિર્ણય સામે વ્યાપક હિંસક જાહેર વિરોધ કરવામાં આવ્યો હોવાથી તેમણે મુખ્યમંત્રી પદેથી હટવું પડ્યું હતું . એનપીએફે ત્યારબાદ મુખ્ય મંત્રીના પદ માટે સર્વસંમતિથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવા માટે પક્ષના પીઢ નેતા, ૮૧ વર્ષીય, શૂર્હોઝી લીએઝેત્સુને બોલાવ્યા હતા. લીએઝેત્સુ, જે તે વેળાએ વિધાનસભાના સભ્ય (ધારાસભ્ય) નહોતા તેઓ, ૨૯ જુલાઈના રોજ તેમના પુત્ર દ્વારા ખાલી કરવામાં આવેલી બેઠક પરથી પેટાચૂંટણી લડવાના હતા. તેના બદલે, પેટા-ચૂંટણીના માત્ર એક મહિના અગાઉ ઝેલિયાંગ દ્વારા બોમ્બમારો કરવામાં આવ્યો હતો. 

આ સાથેજ, નાગાલેન્ડના ગવર્નર પી બી આચાર્ય દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા પણ વિવાદાસ્પદ છે, તેઓ ઉત્તરપૂર્વી રાજ્યો માટે જવાબદાર ભાજપના ભૂતપૂર્વ સેક્રેટરી છે. ૧૯ જુલાઇના રોજ તત્કાલિન મુખ્યમંત્રી, શૂરોઝેલિ લેઇઝેત્સુ તેમને કહેવામાં આવેલ ફ્લોર ટેસ્ટ માટે આવી શક્ય નહોતા ત્યારે, આચાર્યએ મુખ્ય મંત્રી તરીકે ઝેલિયાંગને ઉતાવળે શપથ અપાવી દીધા હતા. લેઇઝેત્સુએ એવી દલીલ કરી હતી કે એનપીએફની અંદરનો વિરોધ, પક્ષની આંતરિક બાબત છે, જેનો નિવેડો પાર્ટી દ્વારા લવાશે, રાજ્ય વિધાનસભા દ્વારા નહી. સામાન્ય સંજોગોમાં, જ્યાં સુધી શાસક પક્ષમાં ઔપચારિક વિભાજનના કારણે કોઈ બંધારણીય કટોકટી ઊભી ન થાય ત્યાં સુધી, પક્ષની આંતરિક લડાઈને પક્ષના પોતાના આંતરિક વિવાદનો નિવેડો લાવવાની પદ્ધતિઓ પર છોડી દેવાવી જોઈએ. આશ્ચર્યજનક રીતે, સર્વોચ્ચ પદ પરના પરિવર્તન અને ઝેલીયાંગ સરકારના વિશ્વાસમત દરમ્યાન, પક્ષના વ્હીપ વિરૂદ્ધ સામૂહિક મતદાન થયું હોવા છતાં, એનપીએફને હજુ વિભાજીત થયો હોવાનું માનવામાં આવતું નથી. 

ઝેલિયાંગ દ્વારા લગભગ બળવા થયો હોવા છતાં, લેઇઝેત્સુએ મુખ્યમંત્રી પદ છોડવાનો ઇનકાર કર્યો હતો, તે પછી જ ગવર્નરે લેઈઝેત્સુને વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવા માટે કહ્યું હતું. લેઈઝેત્સુએ ફરીવાર તેનો અસ્વીકાર કરતા, ગવર્નરના આદેશને, ગુવાહાટી હાઈ કોર્ટની કોહિમા બેન્ચમાં પડકાર્યો હતો અને કહ્યું હતું કે આ એનપીએફની આંતરિક બાબત છે. કોર્ટ લેઇઝેત્સુની અરજી સાથે સહમત થઇ નહોતી અને તેની અરજીને બરખાસ્ત કરી દીધી હતી, અને તેના બદલે રસપ્રદપણે ચુકાદો આપ્યો હતો કે, "આ બાબતને ગવર્નરના શાણપણ પર છોડવામાં આવે છે અને તેઓ વ્યવસ્થિત મગજ ચલાવીને આ બાબતે નિર્ણય લે." તેમની સટીક ટીખળ માટે જાણીતા લેઇઝેત્સુએ પાછળથી આરોપ મુક્યો હતો કે ગવર્નર તેમના મગજનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં નિષ્ફળ ગયા. 

કડવા લેઇઝેત્સુએ તેમના પ્રતિસ્પર્ધી ઝેલીયાન્ગને ટોણો મારતા "હરકા બૉય" તરીકે ઓળખાવ્યા હતા, જેણે ગવર્નર સાથે મળીને નાગાલેન્ડમાં ભાજપને સત્તામાં લાવવાનો નિર્ણય લીધો હતો. ઝેલિયાંગ નાગા જાતિઓના ઝેલિયાંગ્રોંગ જૂથમાંથી આવે છે જે નાગાલેન્ડ, મણિપુર અને આસામમાં ફેલાયેલી છે. આ જાતી ખ્રિસ્તી ધર્મમાં સૌથી છેલ્લે જોડાઈ હતી અને તેમની વસ્તીનો નોંધપાત્ર  હિસ્સો, હજુ પણ ખ્રિસ્તીધર્મ પહેલાની પારંપારિક શ્રદ્ધા, હરકાના અનુયાયીઓ છે, જેને ભારતીય સ્વતંત્રતા સંઘર્ષના સમયે બળવાખોર ધાર્મિકપંથના રાની ગેદિનલીલુ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ગેદિનલીલુએ માત્ર બ્રિટિશ વહીવટીતંત્રનો જ વિરોધ નહોતો કર્યો, પણ એ ઝેડ ફિજોની નાગા નેશનલ કાઉન્સિલ, જે નાગા સાર્વભૌમત્વ માટે લડ્યા હતા, તેમનો પણ વિરોધ કર્યો હતો. આઝાદી પછી, વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેને બ્રિટિશ જેલમાંથી શોધી કાઢી હતી, અને તેના પ્રતિકારના કિસ્સાથી પ્રસન્ન થઇ, તેને "રાણી"નું બિરુદ આપવામાં આવ્યું હતું અને પાછળથી તેને પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવી હતી. ગાઈદેનલીલુ મણિપુરમાં આદરણીય છે, જ્યારે નાગાલેન્ડમાં તેના નામ પર સ્મારકનું નિર્માણ કરવાની યોજનાનો તીવ્ર વિરોધ થયો હતો. આ દરમિયાન, હરકા અનુયાયીઓને તેના પદો પર સામેલ કરવા માટે ભાજપ કાર્યરત હોવાનું માનવામાં આવે છે. 

ઝેલિયાંગના સત્તા પરના પાછા આવવાના વિવાદનો હજી અંત નથી આવ્યો. લેઇઝેત્સુ અને એનપીએફમાંના તેમના ટેકેદારો હવે એનપીએફના ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા માટેનો દાવો કરવા માટે તૈયાર છે, જેમણે પક્ષના વ્હીપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. જો તેઓ સફળ થાય, તો બળવાખોરોને, જો તેઓ ગેરલાયક ઠરવા ન માંગતા હોય તો, વિધાનસભામાં અન્ય પક્ષ સાથે જોડાવાની ફરજ પડશે. આ હજુ અટકળો જ છે, પરંતુ તેઓ જે પક્ષ સાથે જોડાવાનો પ્રયત્ન કરી શકે છે, તે ભાજપ હોઈ શકે છે, જે હાલના બળવામાં તેમના સાથી હતા. જોકે આવું પરિણામ  સંભવતઃ એનપીએફના ટેકેદારોના પાયાનું ધોવાણ કરશે. આવા સંજોગોમાં લાભ મેળવનાર ફરીથી બીજેપી હોઈ શકે છે.

 

Updated On : 13th Nov, 2017

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top